આજના લેખો

હરીફ – સુમંત રાવલ

(પ્રકાર : ટૂંકી વાર્તા)

હું અને જિતુ રાજપરની ધૂળી નિશાળમાં સાત ધોરણ સાથે ભણ્યા હતા, અમે બંને એક શેરીમાં રહેતા હતા. સાથે રમ્યાં હતાં, સાથે ભણ્યા હતા અને સાથે જ મોટા થયા હતા. આઠમું પૂરું થયું અને રાજપર ગામમાં નવમું ધોરણ નહોતું, પણ ગામના આગેવાનોએ પાટનગર સુધી દોડધામ કરી, ફંડફાળા કરીને મિડલ સ્કૂલ શરૂ કરાવી. મુંબઈ રહેતા ગામના જ એક વેપારીએ પોતાનું પાકું મકાન મિડલ સ્કૂલ માટે ફાળવી દીધું. અમે બંને નવમામાં આવ્યા અને સ્પર્ધા શરૂ થઈ. રંજન નામની એક વેપારીની એકની એક દીકરી પણ નવમા ધોરણમાં ભણવા આવતી હતી. કદાચ આ રંજનને કારણે જ અમારી વચ્ચે સ્પર્ધા શરૂ થઈ હતી અને મારા હૈયામાં નાનકડો તણખો ઝર્યો હતો. જિતુ મને કહેતો, “રાજુ દોસ્ત, જીવનમાં આગળ આવવા માટે સ્પર્ધા બહુ જરૂરી છે. હું જો આગળ નીકળી જઈશ તો તેનું કારણ તું હોઈશ, તારી સાથેની સ્પર્ધા હશે.”

ઓટલો – સુરેશ ઓઝા

(પ્રકાર : ટૂંકી વાર્તા)

રમાભાભી કંઈક વિચારતાં લાકડીને ટેકે ખૂબ જ ધીમે ચાલતાં, પગ હમણાં ઘૂંટણમાંથી વળી જશે ને બેસી પડીશ જમીન પર; એવી તેમના મનની સ્થિતિ સાથે ઉબડખાબડ ગલીના નાકા સુધી પહોંચી ગયાં. તે દેરાસર ગયાં હતાં. રોજનો તેમનો આ નિયમ.

હવે તો પચીસ ડગલાં ને ઘર. તેમને નિરાંત થઈ.

પહોંચીને ઘરમાં જવાને બદલે ઓટલા પર, લાકડી દીવાલને ટેકવી બેસી પડ્યાં, શરીરને મજૂર ગુણ ફેંકે તેમ ફેંકતાં, ધબ દઈને. શરીર તેમનું પોતાનું નથી એવી લાગણી તેમને થઈ આવી.

આ શરીરે કેટલાં વરસ ખેંચી કાઢ્યાં ! તેમના ભરતનો જનમ પણ નહોતો થયો. આમ દેરાસરથી આવીને બેઠાંબેઠાં લગભગ રોજ તેમના મનમાં આ વિચાર ઉભરાતો. આ વિચારમાં બેસી જ રહેતાં.ચૂંટેલા લેખો

યુ.એસ.-કેનેડાનાં સરોવરો – ગિરીશભાઈ પંડ્યા

(પ્રકાર : અન્ય લેખ)

[‘નવચેતન’ સામાયિકમાંથી સાભાર.] [1] સુપીરિયર સરોવર (Lake Superior) : ઉત્તર અમેરિકામાં આવેલાં પાંચ વિશાળ સરોવરો પૈકીનું મોટામાં મોટું સરોવર. ભૌગોલિક સ્થાન : તે આશરે 46 થી 49 ઉત્તર અક્ષાંશ અને 84 થી 72 પશ્ચિમ રેખાંશ વચ્ચેનો 82,103 ચો. કિ.મી. જેટલો વિસ્તાર ધરાવે છે. તે દુનિયાભરમાં મોટામાં મોટું સરોવર ગણાય છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 563 કિ.મી. […]

આજના તરુણોની દુનિયા – ડો. કિરણ ન. શીંગ્લોત

(પ્રકાર : સાહિત્ય લેખ)

[‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.] સોક્રેટિસે આજથી લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં લખેલું, ‘આજના જુવાનિયાઓ કેવળ મજા જ કરી જાણે છે. એમની વર્તણૂકનાં ઠેકાણાં નથી હોતાં. એ મોટેરાઓને માન આપતા શીખ્યાં નથી. એમને કેવળ વાતોનાં વડાં જ કરતાં આવડે છે. એમને એમની જવાબદારીઓનું કંઈ જ ભાન હોતું નથી. એમનો વડીલો સાથેનો વ્યવહાર ઉદ્ધતાઈથી ભરેલો હોય છે. એમને કેવળ […]

બસ એક વાર – વર્ષા બારોટ

(પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય)

[‘નવનીત સમર્પણ’ માંથી સાભાર.] તમારી પાસે મારી કોઈ જ માગ નથી. બસ, મારે તમને એટલું જ કહેવું છે કે જ્યારે તમે હિંસા તરફ વળો એ પહેલાં, બસ એક વાર ફૂલોના ચહેરા જોજો કોઈ પંખીનું ગીત સાંભળજો રમતાં બાળકોમાં થોડું રમી લેજો વૃક્ષોને વ્હાલ કરજો મજૂરી કરતા ગરીબ લોકોની વચ્ચે જઈ છુટ્ટા હાથે થોડાંક ચુંબન વેરજો […]