અછાંદસ કાવ્યો – હિરલ વ્યાસ ‘વાસંતીફૂલ’
[વ્યવસાયે સોફટવેરક્ષેત્રમાં ફરજ બજાવતાં નવોદિત યુવા કવિયત્રી હિરલબેનનો (અમદાવાદ) આ અછાંદસ રચનાઓ રીડગુજરાતીને મોકલવા માટે ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : hiralthaker@gmail.com ]
[૧] આકાશી કેનવાસ
સવારે
ઉતાવળમાં
મસાલિયાનો ડબો
પડી જાય છે ફર્શ પર
ને રચાય છે
આકાશી કેનવાસ
હું
શોધવા મથુ છું
ડૂબતા સૂર્યને એ કેનવાસ પર
પણ હું જ
ડૂબી જઉ છું
રંગોની દુનિયામાં
અચાનક,
કૂકરની વ્હીસલ વાગે છે
ને હું
બહાર આવી જઉ છું
પાછી,
સમયની સાથે ચાલતી સવારમાં !!
[૨] ઊભરો
ગરમ કરવા મૂકેલુ દૂધ
ઉભરાઇ ગયુ
કોઇ પણ પ્રકારના વિચાર વગર
ને હું
ગેસની સામે ઉભી ઉભી
વિચારી રહેલી
મારી લાગણીઓ નો ઊભરો
ક્યાં જઇ ઠાલવું ?
[૩] જાહેર ખબર
ટી.વી.માં આવે છે એક જાહેર ખબર
‘ખોવાઇ ગયેલા માણસોની યાદી’
એમાંથી કોઇ કદાચ મળી આવે
પણ
પોતાનામાં જ ખોવાયેલો માણસ
ક્યારે પાછો ફરશે બધાની વચ્ચે ?
[૪] સરનામું
થોડુ ચાલતાં
તું
હવે થાકી જાય છે
તારા હાથ ધ્રૂજે છે
શક્તિઓ બધી ક્ષીણ થતી જાય છે
‘જાય’ ત્યારે
સરનામું આપતી જજે
જરૂર પડશે
ફરી તારી કૂખે અવતરવા માટે !!
[૫] ડ્રેસ
ગયા મહિને સિવડાવેલો
ડ્રેસ,
નાનો પડવા લાગ્યો
કે પછી
મારી દીકરી
બહુ જલ્દી મોટી થઇ ગઇ ?

સાહિત્યકાર : 






# 3 & #5 very nice, touching! Thanks.
વાહ ! હિરલ
Very good Work dear….
Glad to See your Work is appreciated….
Keep writing.
Jsk
બધી જ રચનાઓ હ્રદયસ્પર્ષી છે.
Wow, Hiral. Great presentation of feelings. The same thing also happens with me..but I never thought abt it… cool work..keep it up !!!!
Hi,
The thoughts is related to current day to day life and its really nice…
Really good one…keep it up..
Arrey waah! saadi sidhi vaatni aatali sunder abhivyakti!
dil khush thai gayun.Abhinandan.Vadhu rachanaaoni pratiksha.
Arrey waah! Saadi sidhi vaatni aatali sunder abhivyakti!
Dil khush thai gayun.Abhinandan.
વાહ હિરલ મસ્ત મસ્ત વિચારો છે તમારા તો…….
Keep it up
Good Work
what i think dat is ur thoughts r really beautiful what we find in real life ,
but one thing u should take care of dat try to emphasise on ur topic very clearly
way of expressing poem is very good
overall i like it….
વાહ હિરલ બ્ધી જ રચનાઓ સરસ…તુ લખતી જ રહે બસ…
hun su shodhu chhu ?
lokoni bhid ma manas sodhu chhu ….
સારુ લખો chho
સિધિ સાદિ વાત પણ રજુઆત કાવ્યમય . અનુભુતિ દમદાર.
સંવેદનોની સરસ રજૂઆત. હિરલબેન અંગત બ્લૉગ બનાવી અને આવા જ સુંદર કાવ્યો સંચિત કરતાં રહે એવી શુભેચ્છાઓ.
Thank you very much for wishes….I have already created my personla blog … http://www.vasantiful.com.
પાંચે રચના ગમી. સૌથી વધુ ચોથી રચના ”સરનામું” લાગી. માના પ્રેમનો આનાથી વધુ સારો પ્રતિભાવ બીજો શું હોઈ શકે?
હિરલબેનને ખૂબ અભિનંદન.
ખુબ સરસ. પાંચેય રચનાઓ ગમી.
All the poems are marvellous. U keep on writhing like this.
Mainly you select the topics which are rear to locate but u present with a great creativity.
Keep up your good thoughts always. My best wishes.
જો શ્રદય્ નિ આગ વધિ ઘણિ, તો ખુદ ઇશ્વરે જ ક્રપા કરિ
કોઇ શ્વાસ બન્ધ કરિ ગયુ, કે પવન ન જાય અગન સુધિ….
Similar string gets genrated in your touchy poems.
very touchy,Hiral ben keep writing
સરસ…
સરસ્વતી માતાનુ વરદાન મળ્યુ લાગે છે, નહીતર આટલી નાની નાની વાતોને આટલી સુંદર અને પ્રભાવી રીતે કઈ રીતે રજૂ કરી શકાય!!!
આમ જ લખતા રહેજો.
નયન
Excellent Creations…”Sarnamu”, I liked the most…Dedicated to all “Mothers”…”The Stream Of Pure Love”…
Very good Hiral
all are really good and heart touching
keep it up dear
Very well written, the day-to-day happening is nicely put up in a poetic way.
‘સરનામુ’ is very touchy.
Keep it up.
સુંદર રચનાઓ !
દિલથી માણી.
અભિનંદન !
પ્રિય હીરલ,આપણે મળ્યા છીએ.બોલ,ક્યાં? તારી સહજ કવિતાઓ ખૂબ ગમી..
પ્રિય સંધ્યા,
સૌ પ્રથમ તો મને તમારા તરફ થી ‘પ્રિય’ સંબોધન મળ્યુ એ બહુ ગમ્યુ. પણ દિલગિર છું કે મને જરાય યાદ નથી કે આપણે મળ્યા છીએ. મહેરબાની કરીને જણાવો કે ક્યાં મળ્યા છીએ….
મને દિવસના વિવિધ સ્વરુપમાં સંધ્યા વિશેષ ગમે છે, કારણ કે એ એવો અવકાશ છે જ્યાં વિચારવાનો અવકાશ મળે છે.
Brillient work…
Ashish Dave
Sunnyvale, California
Very Good..Very Good..Very Good..
Till my knowledge(although very low), i’ve never seen any one precise,concise and direct as you’re.
Thanks..
Very nice work, keep it up.
માઈન્ડ બ્લોવિન્ગ્… રાપ્ચિક્….
“સરનામું” – અતિ ઉત્તમ…..આંખના ખુણાં ભીના થયા…..
very good poetry. keep it up.
[...] – રીડગુજરાતી) This entry was posted on Sunday, December 20th, 2009 at 6:00 am and is filed under [...]
Hiral,
Really nice ones….
enjoyed a lot…………
This is what we all were eagerly expecting from you for long
Keep it up…………….
Thanks and congrates for such nice creations….
Dharmendra A.Mandli
ખુબ સરસ સાદગી થી ભરપુર ૨ચનાઓ..આ અછાંદસ કવિતાઓની એ જ તો ખૂબી છે. સરનામું કવિતા જો પ્રાસ અને છંદ મેળ સાથે લખાઇ હોત તો આટલી ધારદાર, વેધક ન બની હોત્….હિરલબેન ને ખુબખુબ અભિનંદન…..