વાદળ વરસાદી છે – ધ્રુવ ભટ્ટ
[રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોકલવા માટે સુપ્રસિદ્ધ કવિ અને સાહિત્યકાર ધ્રુવભાઈનો (આણંદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે dhruv561947@yahoo.com સંપર્ક કરી શકો છો.]

આજ હવે વરસાદ આવશે આજે વાદળ વરસાદી છે
ઉનાળાની કથા પૂરી થઈ હવે ચડી તે પરસાદી છે
ઝાડ પાંદડે રાહ ધરી છે સઘળા શ્વાસો દંગ કરીને
પણે દિશાઓ સાજ સજે છે ખૂલ્લી બારી બંધ કરીને
દૂર દૂર હણહણતે ઘોડે જાન ચડે તે દરબારી છે
આજ હવે વરસાદ આવશે આજે વાદળ વરસાદી છે
અસીમ ખુલ્લા નભને કિલ્લા-કેદ પડે તે પળ આવે છે
આજ સુધી સ્વચ્છંદ તપ્યાને કાબુ કરવા જળ આવે છે
ન્હાઈ-ધોઈ લે પછી નીકળશે સૂરજ આજે મરજાદી છે
ઉનાળાની કથા પૂરી થઈ હવે ચડી તે પરસાદી છે.








“ન્હાઈ-ધોઈ લે પછી નીકળશે સૂરજ આજે મરજાદી છે”… વાહ, મજા આવી ગઈ. સરળ શબ્દોમાં ભીંજાઈ જવાયું.
આજની પ્રસાદી સ્વાદથી ભરપુર
વરસાદી મોસમની શરુવાત થવામાં છે ને અહીં વરસાદનુ કાવ્ય…
“આજ સુધી સ્વચ્છંદ તપ્યાને કાબુ કરવા જળ આવે છે
ન્હાઈ-ધોઈ લે પછી નીકળશે સૂરજ આજે મરજાદી છે”
વરસાદની એક વ્યાખ્યા મારા શબ્દોમાં
“ઝરમર ઝરમર વરસાદ વરસે
વરસે મેઘનો નેહ
ફરફર ફરફર ફોરા વરસે
જાણે પ્રકૃતિનો સ્નેહ !!”
આજ હવે વરસાદ આવશે આજે વાદળ વરસાદી છે
સુંદર રચના !
સુંદર રચના અને સુંદર કોમેન્ટસ.
નયન
ઉનાળાની કથા પૂરી થઈ હવે ચડી તે પરસાદી છે
સરસ ગીત.
ધ્રુવ દાદા નિ રચના.. એટલે શુઁ કહેવાનુઁ કે બોલવાનુઁ ભલા? એમા તો બસ ભિઁજાવાનુઁ !…
અસીમ ખુલ્લા નભને કિલ્લા-કેદ પડે તે પળ આવે છે
આજ સુધી સ્વચ્છંદ તપ્યાને કાબુ કરવા જળ આવે છે
ખુબજ સરસ.. રચના.
આ વરસાદી માહોલનુ એવુ વર્ણન, રહે જાણ એ અકબંધ.
અભિનંદન ધ્રુવભાઇને..
અસીમ ખુલ્લા નભને કિલ્લા-કેદ પડે તે પળ આવે છે
આજ સુધી સ્વચ્છંદ તપ્યાને કાબુ કરવા જળ આવે છે
ખુબજ સરસ.. રચના.
આ વરસાદી માહોલનુ એવુ વર્ણન, રહે જાણે એ અકબંધ.
અભિનંદન ધ્રુવભાઇને..
અલૌકિક પ્રસાદી અને સુંદર કાવ્ય
વાદળીય પ્રસાદી અને સુંદર રચના