Jul 30
2009

રમૂજનું રમખાણ – સં. તરંગ હાથી

[ રીડગુજરાતીને આ રમૂજોનું સંકલન મોકલવા માટે શ્રી તરંગભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9427605204 અથવા આ સરનામે hathitarang@gmail.com સંપર્ક કરી શકો છો.]

થિયેટરમાં ચાલુ ફિલ્મે એક દાદાને આજુબાજુની ખુરશીઓ વચ્ચે કંઈક શોધતા જોઈને કોઈકે પૂછ્યું :
‘દાદા, આ ચાલુ પિક્ચરે શું કરો છો ?’
‘ચોકલેટ શોધું છું, ભાઈ. ખાતાં ખાતાં પડી ગઈ…’
‘પડી ગયેલી એવી એક ગંદી ચોકલેટ માટે બધાને શું કામ હેરાન કરો છો ? બીજી ચોકલેટ ખાઈ લેજો.’
‘વાંધો ચોકલેટનો નથી. પણ એની સાથે ચોકઠુંય પડી ગયું છે ને, એટલે તો શોધું છું !’
*******

ચમન : ‘મને લોકોની વાતો ઉપરથી એવો અંદાજ આવે છે કે હું ઘરડો થતો જાઉં છું.’
ગગન : ‘અરે નિરાશ કેમ થાય છે ? તું ક્યાં હજી ઘરડો થયો છે. પણ તને એમ કેમ લાગે છે ?’
ચમન : ‘લોકો પહેલાં મને કહ્યા કરતા હતા કે તમે લગ્ન કરી લો અને હવે કહે છે કે તમે લગ્ન કેમ નથી કર્યા ?’
********

ગધેડા સામે એક પાણી ભરેલી બાલદી અને એક દારૂ ભરેલી બાલદી મૂકવામાં આવી. ગધેડો પાણી ભરેલી બાલદી પી ગયો. આ બતાડીને પોલીસે દારૂડીયાને પૂછ્યું :
‘બોલ, આના પરથી શું શીખવાનું મળે છે ?’
દારૂડિયો કહે : ‘સીધી વાત છે ! જે દારૂ ના પીએ તે ગધેડો હોય છે !’
********

કેપ્ટન : ‘વીર નૌજવાનો આગે બઢો…’
સંતા આગળ ન વધ્યો.
કેપ્ટન : ‘અરે સંતા, તું પરેડ કેમ નથી કરતો ?’
સંતા : ‘તમે કહ્યું ને કે ૯ જવાનો આગે બઢો. મારો નંબર તો 10મો છે !’
********

છગન અને લીલી સવારના ટાઢા પહોરે ચા પીતા પીતા અને છાપું વાંચતા વાતો કરતા હતા.
છગન બોલ્યો : ‘સફળ પતિ એ છે કે જે પોતાની પત્ની ખર્ચી શકે એ કરતાં વધુ કમાતો હોય.’
‘એ બરોબર છે.’ લીલી બોલી, ‘પણ એ સાથે તમને ખબર છે કે સફળ પત્ની કોને કહેવાય ?’
‘કોને ?’ છગને પૂછ્યું.
‘એને જ કે જે એવો પતિ શોધી કાઢે….!’ લીલી બોલી.
*********

સંતાને દુ:ખી જોઈને બંતાએ પૂછ્યું : ‘આટલો ટેન્શનમાં કેમ છે ?’
સંતા : ‘એક મિત્રને 3 લાખ પ્લાસ્ટિક સર્જરી માટે આપ્યા હતા હવે હું એને ઓળખી શકતો નથી.’
**********

બાપુએ વિમાનમાં ઊભા થઈને બરાડો પાડ્યો : ‘હાઈજેક !’
બધા ડરી ગયા પણ ત્યાં તો બીજા છેડેથી ઊભો થયેલ જેક સામે બોલ્યો : ‘હાય નાથુભા…!’
**********

‘ડોક્ટર સાહેબ મને વિચિત્ર બીમારી છે. ખાતો નથી તો ભૂખ લાગે છે, સૂતો નથી તો ઊંઘ આવે છે.
હવે તમે જ કહો મારે શું કરવું ?’
ડૉક્ટર : ‘તમે સાવ સરળ પણ થોડું અઘરું કામ કરો. આખી રાત તડકામાં બેસી રહો, બીમારી આપોઆપ ભાગી જશે !’
**********

‘આ તમારી ભેંસના 600 રૂપિયા ? આટલા બધા વધારે હોતા હશે ! જુઓને, એની એક આંખ પણ નથી…’
‘અલ્યા ભાઈ, તમારે ભેંસ પાસેથી દૂધ લેવાનું છે કે ભરતકામ કરાવવાનું છે ?’ ભેંસના માલિક ભરવાડે કહ્યું.
**********

દર્દી : ‘ડૉક્ટર સાહેબ, તમે ચોક્કસ કહો છોને કે મને કમળો છે ? આ તો ઘણા કેસમાં એવું બનતું હોય છે કે ડૉક્ટર સારવાર કરે છે કમળાની ને દર્દી મરે છે બીજી કોઈ બીમારીથી.’
ડૉક્ટર : ‘તમે જરાય ચિંતા ના કરો. હું કમળાની સારવાર કરીશ તો પણ તમારું મૃત્યુ કમળાથી જ થશે.’
***********

નટખટ નીતાને ઘેર આવેલા મહેમાન જમવા બેઠા હતા. નીતાએ મીઠાઈ બનાવી હતી. એણે મહેમાનને પૂછ્યું : ‘મીઠાઈ તમને કેવી લાગી ?’
‘જાનવરો ખાય એવી….’
‘તો પછી થોડી વધારે લ્યો ને….!’
***********

ગટ્ટુ : ‘મારા દાદા 90 વર્ષે પણ અઠવાડિયાના છ દિવસ કસરત કરે છે !’
ચિંટુ : ‘એક દિવસનો આરામ કરે છે ?’
ગટ્ટુ : ‘ના, તે દિવસે કસરત કરાવનાર ભાઈ આરામ કરે છે.’
***********

સંતા : ‘અરે બંતા, તું આ ચાકુ કેમ ગરમ કરી રહ્યો છે ?’
બંતા : ‘જિંદગીથી કંટાળી ગયો છું એટલે આત્મહત્યા કરવા માગું છું.’
સંતા : ‘તો પછી ચાકુ ગરમ કરવાની શી જરૂર ?’
બંતા : ‘ઈન્ફેકશન ના થાય તે માટે.’
*************

સાસુ (વહુને) : ‘ભગવાને તને બે આંખો આપી છે તો તું ચોખામાંથી કાંકરા નથી શોધી શકતી ?’
વહુ (ગુસ્સામાં) : ‘ભગવાને આપને 32 દાંત આપ્યા છે તો તમે બે-ચાર કાંકરા નથી ચાવી શકતા ?’
*************

છગન (દુકાનદારને) : ‘કોઈ સારું કપડું બતાવો.’
દુકાનદાર : ‘પ્લેનમાં દેખાડું ?’
છગન : ‘અરે, એરપોર્ટ સુધી જવાની શું જરૂર ? અહીં તમારી દુકાનમાં જ દેખાડો ને !’
************

છગન (મગનને) : ‘એક ખેતરને છ મજૂર બે દિવસમાં ખેડે છે તો ત્રણ મજૂર કેટલા દિવસમાં ખેડશે ?’
મગન : ‘તું ગાંડો થઈ ગયો છે ? એક વાર ખેડેલું ખેતર બીજી વાર કેમ ખેડે ?’
***********

કરસનદાસ રસોડામાં જતા અને વારંવાર ખાંડનો ડબ્બો ખોલી જોઈ લેતા હતા અને ચાલ્યા જતા હતા. આમ તેમણે બે-ત્રણ વાર કર્યું. આ જોઈ તેમની પત્નીએ પૂછ્યું :
‘આ શું તમે વારે વારે ખાંડનો ડબ્બો જુઓ છો ને પાછા ચાલ્યા જાઓ છો ?’
કરસનદાસ બોલ્યા : ‘મને ડોક્ટરે રોજ સુગર લેવલ ચેક કરવા માટે કહ્યું છે.’
************

સંતા ગુજરી બજારમાં જૂના પુસ્તકો લેવા માટે ગયા. ત્યાં તેમણે એક જૂનું પુસ્તક લીધું જેનું નામ હતું : ‘કરોડપતિ બનો.’ પણ પુસ્તકના અડધા પાના ગાયબ હતાં. તેણે દુકાનદારને કહ્યું :
‘આ પુસ્તક લેવાનો કોઈ અર્થ નથી, આમાં અડધા પાનાં તો ગાયબ છે.’
દુકાનદારે તર્ક લગાવ્યો : ‘પરંતુ અડધા કરોડનો લાભ કાંઈ ઓછો નથી હોતો.’
*************

પતિ : ‘આજે સવારે મેં કોનું મોઢું જોયું હતું કે આજનો મારો આખો દિવસ ભંગાર ગયો.’
પત્ની : ‘મેં તમને કેટલીવાર કહ્યું છે કે બેડરૂમમાંથી અરીસો કઢાવી નાખો, નહીંતર રોજ ફરિયાદ રહેશે.’
*************

comments  આપના પ્રતિભાવો

કુલ 47 પ્રતિભાવો : “રમૂજનું રમખાણ – સં. તરંગ હાથી”
  1. 1
    Pravin Shah says:

    સરસ. ઇન્ટરેસ્ટિન્ગ. મઝા આવી ગઈ.

  2. 2
    dr sudhakar hathi says:

    હાસ્ય નુ જીવન મા ખુબ મહત્વ નુ સ્થાન ચ્હે .રમુજ થી સ્વસથ રહી શકાય જેમ રોજ સુવીચાર આપો તેમ રોજ એક રમુજ આપો

  3. 3
    Ali Reza says:

    સરસ્.

  4. 4

    :)

    આભાર તરંગભાઇ… સવારમા હસાવીને દિવસ સુધારી દીધો.

  5. 5
    maurvi vasavada says:

    મજા આવી …..સરસ

  6. 6
    nayan panchal says:

    ખૂબ ખૂબ આભાર, તરંગભાઈ.

    મજા આવી ગઈ,
    નયન

  7. 7
    anju says:

    very funny

  8. 8

    હાસ્યનો કોઈ જ પર્યાય નથી!
    પ્રાણીઓમાં ફક્ત માનવ જ હસી શકે છે.

  9. 9
    Ritesh Shah says:

    સરસ. મજા પડી ગઈ.

  10. 10
    Vraj Dave says:

    આભાર તરંગભાઇ…..મજા આવી હો. . .હસો નહીં તો કાઇ નહી પણ હસાવતા રહો.
    મલતા રહેજો હો ભાઇલા.
    વ્રજ દવે
    જામખંભાલીઆ.

  11. 11

    તરગભાઇ મજા આવી આભાર

  12. 12
    Ami Patel says:

    Nice , very funny and new!!

  13. 13
    Pinki says:

    સરસ….. મજા આવી ગઈ !!

  14. 14
    sam says:

    Very Funny….

  15. 15
    Veena Dave, USA says:

    મઝા આવે એવુ રમૂજનુ રમખાણ.

  16. 16
    Hetal says:

    Very very funny…………………..love it
    Thank you

  17. 17
  18. 18
    ઈન્દ્રેશ વદન says:

    મોરારીબાપુએ કહેલો જોકઃ
    પતિ તૈયાર થઈને બહાર જવા રાહ જોઈને ઊભો હોય છે.
    પત્ની આવે છે, પતિને જોઇને કહે છે, “આ કઈ રીતના તૈયાર થયા છો? અરીસામાં જઈને જુઓ ખબર પડે કોના જેવા લાગો છો.”
    પતિઃ “અરીસામાં જોઇને જ તૈયાર થયો છું. તુ જ કહે કેવો લાગુ છુ”
    પત્નીઃ”બિલકુલ મદારી જેવા”
    પતિઃ “લાગુ જ ને, વાંદરી જોડે જ હોય પછી શું થાય!” :D

    • 18.1
      Vraj Dave says:

      સંતશ્રી ની જોક છે માટે પ્રતિભાવ નો અપાય. . .! ! ! !.
      કારણકે વ્યાસપીઠ ઉપરથી આપી હોય.
      વ્રજ દવે

  19. 19
    Rajni Gohil says:

    એક દરદી હોસ્પિટલની પથારીમાં દિવેલ જેવું મોં કરીને બેઠો હતો. એક નેતા આવે છે તે તેને કહે છે ” આવું મોં કરીને કેમ બેઠા છો? ભઇ હસો તો હોસ્પિટલમાંથી જશો. હસે તેનું ઘર વસે. દરદી કહે છે “સાહેબ, હસ્યો એટલે તો હોસ્પિટલમાં આવ્યો. નેતા પૂછે છે એવું કેવી રીતે બન્યું? દરદી કહે છે સાહેબ હું પહેલવાનની બૈરી સામે જોઇને હસતો હતો.

    તરંગભાઇ Thanks for nice jokes.

  20. 20
    Gujarati says:

    રમુજ ચાલે ત્યાં બાપુ ને કેમ ભુલાય……

    કોઈએ બાપુને કહ્યું : ‘બાપુ, તમારો કૂતરો બાકી કેવું પડે. સિંહ જેવો લાગે છે.’
    બાપુ : ‘અરે મુરખા, તારો સગો ઈ સિંહ જ છે. પણ ખાધાપીધા વગર્યનો કૂતરા જેવો થઈ ગયો છે.’

  21. 21
    Ahesanali says:

    સરસ

  22. 22
    nayan panchal says:

    પતિઃ આ કેવુ ખાવાનુ બનાવ્યુ છે, સાવ ગોબર જેવું…

    પત્નીઃ હે ભગવાન, આ માણસે શું શું ચાખી રાખ્યુ છે !!
    ======================================

    Why Love Marriage is better than Arranged ? . . . . . Bcoz A Known Devil is better than an Unknown Ghost”.
    =======================================

    A man who surrenders when he’s WRONG, is HONEST.
    A man who surrenders when he’s NOT SURE, is WISE.
    A man who surrenders when he’s RIGHT, is a HUSBAND
    =========================================
    Prospective husband: Do you have a book called ‘Man, The Master of Women’?
    Salesgirl: The fiction department is on the other side, sir.

    =======================================

    Santa was drawing money from ATM. Banta, who was just behind him in the line said: I’ve seen ur password. It’s ****.
    Santa: U r wrong. It’s 1394

    • 22.1
      gaurang says:

      Prospective husband: Do you have a book called ‘Man, The Master of Women’?
      Salesgirl: The fiction department is on the other side, sir.

      very nice…………….best 1

  23. 23
    Kushal Kapadia says:

    ઘણા સમયે નવી રમૂજો મલી , મજા આવી.

  24. 24
    ભાવના શુક્લ says:

    તરંગભાઈની તરોતાજા રમુજો …. ખુબ સરસ !!! હસવુ એ ઇશ્વરની દેન છે.. બાકી મુક્ત મન હસી શકવુ દરેકના ભાગ્યમા નથી હોતુ.

  25. 25
    Sanjay Upadhyay says:

    બાપુ વાંચતા વાંચતા રડતા હતા.
    મિત્રે પુછ્યું, ‘બાપુ, કેમ રડો છો?’
    “આ બુકનો અન્ત બહુ કરુણ છે.”
    “આટલી કરુણ કઈ બુક છે?”
    “બેન્કની પાસબુક ” બાપુ ઊવાચ.

  26. 26
    તરંગ બી. હાથી says:

    રીડગુજરાતી અને વાચકમિત્રો નો ખુબ ખુબ આભાર.

    તરંગ બી. હાથી.

  27. 27
    Bhavesh Patel says:

    ખુબ જ આકશઁક તથા ફરિથિ વાચવા પ્રેરાય તેવુ.

  28. 28
    Bhavesh Patel says:

    બાબો – પપ્પા એક ગ્લાસ પાણી
    પપ્પા – ઉભો થઇને લઇ લે
    બાબો – પપ્પા પ્લીઝ જલદી એક ગ્લાસ પાણી આપોને
    પપ્પા – ફરીથી બોલીશ તો લાફો મારીશશશશ
    બાબો – લાફો મારવા આવો ત્યારે પાણી લેતા આવજો…….

  29. 29
    JK says:

    મૃગેશભાઈને વિનંતી કે તેઓ આ લિંક્ને શાંતિથી વાંચે અને બીજા બ્લોગર મિત્રોમાં વહેંચેઃ

    http://www.dailyblogtips.com/copyright-law-12-dos-and-donts/

    આ લિંક પણ આજ રીતે મેઈલમાં ફરતી ફરતી હાથે ચડી છે.

    લેખકોના જાહેરહિતના મુદ્દે કોક વિઘ્નસંતોષી કોર્ટને ખાલી એક લેખિત અરજી આપશે કે રીડગુજરાતી પર લેખકોની પરવાનગી વગર એમના લેખો પ્રકાશિત કરવામાં આવે છે તો તમે વગર કામના કોર્ટના ચક્ક્રર કાપતા થઈ જશો. આ બાબતે રીડગુજરાતીની પોલિસિ પણ વેબસાઈટ પર સ્પષ્ટ કરો તો સારુ.

    • 29.1
      Editor says:

      ભાઈશ્રી,

      આપની માહિતી બદલ ધન્યવાદ. કદાચ આપને રીડગુજરાતીની પદ્ધતિ અને તેનો વિસ્તૃત પરિચય નહીં હોય તેમ લાગે છે. અગાઉના તંત્રી લેખો પણ કદાચ આપે ધ્યાનપૂર્વક જોયા નહીં હોય. તેથી આમ થવાનો સંભવ છે. રીડગુજરાતી પરના દરેક લેખો લેખકો દ્વારા જ મોકલવામાં આવે છે અને મોટાભાગના પ્રત્યેક લેખો સાથે લેખકનું ઈ-મેઈલ કે ફોન નંબર હોય છે એ પણ કદાચ આપના ધ્યાનમાં નહીં આવ્યું હોય. જે તે સામાયિકોમાંથી લેવામાં આવે છે તેના તમામ પ્રકાશકશ્રીઓની રીડગુજરાતીને વિશેષ મંજૂરી હોય છે. જે તે લેખ માટે લેખક સાથે થતી વાતો અને ફોન કે તેની પાછળનો પ્રોસેસ આપને ખ્યાલ ન હોય તે સ્વાભાવિક છે. અસંખ્ય પુસ્તકો અને લેખો ટપાલમાં નિયમિત રૂપે પ્રાપ્ત થતા હોય છે અને અનેક લેખો ‘વેઈટિંગ લિસ્ટ’માં હોય છે જે આપની જાણ ખાતર. આ તંત્રને સંભાળનાર જ ‘તંત્રી’ કહેવાય છે તેથી ક્યારે શું પગલાં લેવાં તે કોઈ પણ સામાયિક ચલાવનારને કદાચ થોડું ઘણું તો ધ્યાનમાં હોય છે. તેમ છતાં, વાચક તરીકેની આપની સલાહ બદલ ધન્યવાદ.

      તંત્રી, રીડગુજરાતી.

  30. 30
    Editor says:

    @ વિનયભાઈ,

    આપની અનુવાદિત કૃતિ વિશે લેખકશ્રીએ પત્ર દ્વારા જાણ કરીને દૂર કરવાની વિનંતી કરતાં તેને રીડગુજરાતી પરથી દૂર કરવામાં આવી છે. જે ધ્યાનમાં લેશો. આ સાથે તે બાબતને લગતા તમામ બીનજરૂરી પ્રતિભાવો પણ રદ કરવામાં આવ્યા છે.

    તંત્રી, રીડગુજરાતી.

  31. 31
    Jagdish Kotak says:

    સરસ,

    good

    thanks to all gujarati raiders

  32. 32
    gaurang says:

    ચમન : ‘મને લોકોની વાતો ઉપરથી એવો અંદાજ આવે છે કે હું ઘરડો થતો જાઉં છું.’
    ગગન : ‘અરે નિરાશ કેમ થાય છે ? તું ક્યાં હજી ઘરડો થયો છે. પણ તને એમ કેમ લાગે છે ?’
    ચમન : ‘લોકો પહેલાં મને કહ્યા કરતા હતા કે તમે લગ્ન કરી લો અને હવે કહે છે કે તમે લગ્ન કેમ નથી કર્યા

    એકદમ તાજો…………………………………….મજ આવિ ગયી………………

  33. 33
    rajnichheda says:

    good

    thanks

  34. 34
    Nilesh says:

    બોવ ફાઇન

  35. 35
    Jay says:

    મોટા ભાગ ના જોક્સ ચિલાચાલુ લાગ્યા. હસવા માટે પ્રયત્ન કરવો પડયો.

  36. 36
    Jay says:

    સન્તા એક વખત અમેરિકા ના એક્ષ્પ્રેસ વે ઉપર કાર ચલાવી ને જતો હતો. ત્યા તેની પત્ની નો ફોન આવ્યો.

    સન્તા ની પત્નીઃ સન્તાજી, જરા સમ્ભાળી ને ચલાવજો. મે હમના જ ટીવી ઊપર સમાચાર જોયા કે તમે જે હાઈવે ઉપર જઈ રહ્યા છો તેના ઉપર એક કાર રોન્ગ સાઈડ થી આવી રહી છે.

    સન્તાઃ અરે તુ એક કાર ની વાત કરે છે ! અહી તો બધી જ કાર રોન્ગ સાઈડ થી આવી રહી છે.

  37. 37
    Kaushalendra says:

    ખુબ સરસ જોક્સ

  38. 38
    sandeep says:

    ક્લાસ !ક્લાસ

  39. 39
    જિજ્ઞેશ શનિશ્વરા says:

    હાસ્યનો હલવો જેવી મજા ના આવી., જયની વાત બરાબર છે. મોટા ભાગના જોક્સ જુનાં અને, સંભળાયેલાં છે.

  40. 40
    જિજ્ઞેશ શનિશ્વરા says:

    ઠકરાણાંની ડિલીવરી પછી બાપુને દાયણે બહાર આવીને સમાચાર દીધા,”બાપુ, દીકરો આવ્યો.”
    બાપુ મુછને વળ ચડાવતાંકને બોલ્યા,”બાપુને ન્યાં દીકરો જ હોય.”
    વરસ પછી (બાપુને બીજું કાંઈ કામેય શું હોય) ફરી દાયણે સમાચાર દીધા,”બાપુ, દીકરો આવ્યો.”
    બાપુ ફરી મુછને વળ ચડાવતાંકને બોલ્યા,”બાપુને ન્યાં દીકરો જ હોય.”
    પછીના વરસે દાયણે સમાચાર દીધા,”બાપુ, દીકરી આવી.”
    બાપુ એવા જ તોરમાં મુછને વળ ચડાવતાંકને બોલ્યા,”બાપુની નો હોય.”

આપનો અભિપ્રાય

આપને આ કૃતિ કેવી લાગી ? આપનો અભિપ્રાય જણાવો...
પ્રતિભાવમાં આપની તસ્વીર મૂકવા માટે અહીં નામ નોંધાવો : Gravatar.com