જુગતી તમે જાણી લેજો – ગંગાસતી

જુગતી તમે જાણી લેજો પાનબાઈ !
મેળવો વચનનો એક તાર,

વચન રૂપી દોરમાં સુરતાને બાંધો,
ત્યારે મટી જશે જમનો માર –
ભાઈ રે ! જુગતી જાણ્યા વિના ભગતી નૈ શોભે.

મરજાદ લોપાઈ ભલે જાય.
ધરમ અનાદિયો જુગતીથી ખેલો
જુગતીથી અલખ તો જણાય…. જુગતી.

ભાઈ રે ! જુગતીથી સેજે ગુરુપદ જડે પાનબાઈ !
જુગતીથી તાર જોને બંધાય,
જુગતીથી ત્રણ ગુણ નડે નહીં
જુગતી જાણે તો પર પોંચી જાય…. જુગતી….

ભાઈ રે ! જુગતી જાણી તેને અટકાવનાર નવ મળે.
તે તો હરિ જેવા બની રે સદા,
ગંગા રે સતી એમ બોલિયાં રે
તને તો નમે જગતમાં બધા… જુગતી….

  « Previous માણસવેડા – શીતલ દેસાઈ
કેટલું ભૂલું ? – કિશોર જિકાદરા Next »   


આપના પ્રતિભાવો

કુલ 6 પ્રતિભાવો : “જુગતી તમે જાણી લેજો – ગંગાસતી”
  1. 1
    કેતન રૈયાણી says:

    વચન રૂપી દોરમાં સુરતાને બાંધો,
    ત્યારે મટી જશે જમનો માર –

    બસ, આ જુગતી જેને જડી જાય એનો બેડો પાર…. ખરેખર, ગંગાસતી દ્વારા પાનબાઈને શિખામણ સ્વરુપે કહેવાયેલાં ભજનો અનુપમ છે.

  2. 2

    ગંગાસતીના ભજનોમાં લૌકિક ભાષામાં ગૂઢ તત્વજ્ઞાનને વણી લેવામાં આવ્યું છે. આવા ભજનોના અર્થો પણ કોઈ સાચો મર્મી મળે તો સમજાય બાકી જુગતી વીના આ બધું સમજવું યે કઠણ.

  3. 3
    antani nachiet paresh bhai says:

    ganga sati ni vani ana ana bhajano gana aarth sabhar shrimadbhagvatigita na aartho na saral bhasa man samjava chhe

  4. 4
  5. 5

    વચન રૂપી દોરમાં સુરતાને બાંધો,
    ત્યારે મટી જશે જમનો માર –

  6. 6
    manvant patel says:

    ભલે ભલે !

આપનો અભિપ્રાય

આપને આ કૃતિ કેવી લાગી ? આપનો અભિપ્રાય જણાવો...
પ્રતિભાવમાં આપની તસ્વીર મૂકવા માટે અહીં નામ નોંધાવો : Gravatar.com