પુષ્પગુચ્છ – સંકલિત
[1] ચારિત્ર્યનું ઘડતર – અશોક પટેલ
‘બાળકને સલાહ, ઉપદેશ કે શિખામણથી કશું શીખવી શકાય નહિ, તે શીખે છે માત્ર તમારા ચારિત્ર્યથી’ આ બાબતને લગતી એક પ્રસંગકથા છે. એક દંપતિ પોતાના ત્રણ બાળકો સાથે પ્રવાસ કરી રહ્યા હતા. એક જગ્યાએ તેઓ પ્લેટફોર્મ પર પહોંચ્યા ને તરત જ ટ્રેન આવી ગઈ, ટીકીટ લેવાનો સમય ન રહ્યો. પતિએ કહ્યું, ‘ચાલ બેસી જઈએ આમ પણ આ ટ્રેનોમાં ખાસ કોઈ ટીકીટ ચેક કરવાવાળું હોતું નથી.’ આપણે આગળના સ્ટેશને ઉતરી જઈશું. પત્નીએ કહ્યું : ‘ટ્રેનમાં કોઈ ટીકીટ ચેક કરવાવાળું હોય કે ન હોય પણ આપણાં બાળકો આપણી સાથે છે, તેઓ આપણને ચેક કરી રહ્યા છે. આપણે ટીકીટ લીધા વગર કઈ રીતે બેસી શકીએ !’ આ ત્રણ બાળકોમાંનો એક બાળક તે શ્રી એ.પી.જે અબ્દુલ કલામ અને એ સ્ત્રી હતી તેમની માતા. (‘માતા-પિતાની પ્રેરણા’ પુસ્તિકામાંથી સાભાર.)
[2] માનવતા-ફરજ – વૃજલાલ દાવડા
એક તો વૅકેશન અને ઉપર કાળઝાળ ઉનાળો, અધૂરામાં પૂરું લગ્નગાળો, આ બધું ભેગું થતાં ટ્રેન-બસોમાં કેવી ગિરદી-હાડમારી રહે એ તો આપણે જાણીએ છીએ. આવા સમયે કોઈ પણ નાનીમોટી મુસાફરી ઝઘડા વિના કે હેરાનગતિ સિવાય ભાગ્યે જ પૂરી થઈ શકે. આવી અપાર ગિરદીમાં રિઝર્વેશન ન થઈ શકવાથી, મારી પુત્રીને મુંબઈ મૂકવા હું જામનગરથી ઊપડ્યો.
ભયંકર ગિરદીમાં બેસવું તો ઠીક, ઊભું કેમ રહેવું એ પણ એક જટિલ પ્રશ્ન હતો. જો કે જનતા જામનગરથી જ ઊપડવાને કારણે અમને જગ્યા મળી ગયેલ !! અને રાજકોટથી બે કુટુંબો વચ્ચે જગ્યા બાબત, સામાન રાખવા બાબત બોલાચાલી પરથી વાત ઝઘડાના સ્વરૂપમાં પહોંચી અને સાધારણ ગાળાગાળી, કટાક્ષ થતાં એક કુટુંબની 40-45 વર્ષની વ્યક્તિએ સામેની સહેજ આધેડ લાગતી એક વ્યક્તિને મારવા હાથ પણ ઉગામ્યો… પરંતુ બીજા મુસાફરોની સમજાવટથી મામલો થાળે પાડ્યો. એમ છતાં ભારેલા અગ્નિની માફક ઉશ્કેરાટ ચાલુ હતો.
વધુ આગળ વાંચો »
તમે હૅલિકોપ્ટર પૅરન્ટ તો નથી ને ? – કિરણ ન. શીંગ્લોત
[‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર.]
હૅલિકોપ્ટર પૅરન્ટ એ 21મી સદીનાં માબાપ માટે અમલમાં આવેલો એક તદ્દન નવો ચલણી શબ્દ છે. આવાં માબાપ હૅલિકોપ્ટરની માફક જ પોતાના બાળકના માથા પર સતત મંડરાયા કરતાં હોય છે. તેઓ પોતાના સંતાનને એક પળ પણ રેઢું મૂકતાં નથી. બાળકની નાનીમોટી બધી બાબતોની તેઓ કાયમ ચિંતા લઈને ફરતાં રહે છે અને તેની બાબતમાં તેમને જરાપણ ધરપત રહેતી નથી. બાળકના વર્તમાન અને ભવિષ્યની ચિંતાઓનો અપાર ભાર તેમના માથા પર એટલી હદે સવાર થયેલો હોય છે કે એમના દિવસ-રાત અને નિદ્રા-જાગરણ બધું જ બાળકમય બની જતું હોય છે.
બાળકની ચિંતા કરવી કોઈપણ માબાપ માટે સ્વાભાવિક છે. એનો ઈન્કાર થઈ શકે તેમ નથી, પણ એની એક મર્યાદા પણ હોય છે. ક્યારેક ને ક્યારેક તો બાળકને એની જાત પર છોડ્યા વિના માબાપને છૂટકો નથી. પણ જેમને હૅલિકોપ્ટર પૅરન્ટની પદવી આપવામાં આવે છે એવાં માબાપ પોતાના બાળકનું ધ્યાન કંઈક વધારે પડતું જ રાખતાં હોય છે. બાળકને એ સતત રાજાપાઠમાં રાખે છે અને એની બધી જરૂરિયાતોને પૂરી કરતાં રહે છે; તે એટલી હદે કે બાળકને એ આપમેળે કંઈ કરવા પણ દેતાં નથી. એમને બાળકના ખાવાપીવાની ચિંતા, પહેરવા-ઓઢવાની ચિંતા, સાજા-માંદા રહેવાની, ઘરની બહાર નીકળશે તો કોઈ એને ભોળવી કે છેતરી જશે એની પણ ચિંતા, અને ખરાબ સંગતમાં પડી જાય તો એના બગડી જવાની પણ ચિંતા. હવે જેમને બાળકની નાનામાં નાની વાતની સતત ચિંતા કરવાની આદત જ પડી ગઈ હોય તેમના હૃદયને શાંતિ તો કેમ જ મળે ? પરિણામે એ ઘરમાં અને બહાર, બાગમાં ને સ્કૂલમાં, રમતગમતમાં અને એના જોડીદારો સાથેના વ્યવહારમાં, ખાતુંપીતું હોય કે પછી સૂઈ ગયું હોય, પ્રત્યેક ઠેકાણે બાળક પરથી પોતાનું ધ્યાન કદી હટાવતી જ નથી. આવાં માબાપ માટે હવે જાતજાતના શબ્દો વપરાય છે. આ રહ્યા થોડા નમૂના : Helicopter parent, Military Helicopter, Curling Parent, Black Hawk Parent, Lawnmover Parent, Hovering Moms અને Pushy Dads. અંગ્રેજી શબ્દકોષ ખોલીને આ બધા શબ્દોના અર્થ ખોળી લેશો તો તમને ખ્યાલ આવશે કે પોતાના બાળકનું વધારે પડતું ધ્યાન રાખનારા અને તેમની ચિંતામાં દિવસરાત એક કરીને મરી જનારાં માબાપ માટે આવાં નામભિધાનો કેમ કરવામાં આવે છે. વાસ્તવમાં તો બાળકના ઉછેરમાં આવો અતિરેક કરનારાં માબાપ એનું ભલું કરવાને બદલે કાયમી ધોરણે નુકશાન જ કરી નાખતાં હોય છે.
વધુ આગળ વાંચો »

સાહિત્યકાર : 



