Saturday, September 5, 2009 · પ્રકાર : બાળ સાહિત્ય · સાહિત્યકાર : પ્રવીણ કે. મહેતા · 6 પ્રતિભાવો
[રીડગુજરાતીને બાળકાવ્યોનું આ સરસ મજાનું પુસ્તક મોકલવા માટે શ્રી પ્રવીણભાઈનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +1 763-559-1460 પર સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગતો કાવ્યોના અંતે આપવામાં આવી છે.]
[1] મારી ઢીંગલીને


મારી ઢીંગલીને કોઈ ના કાંઈ કહેશો !
એ બેની મારી રમતી હોઈ તો રમવા દેશો.
એને કોઈ ના કાંઈ કહેશો !
ગોરી ગોરી કાયા એની,
ગલગોટાં જેવાં રે ગાલ !
પગલી પાડે નાની નાની,
હાલક-ડોલક એની ચાલ !
એ તો ચાલતી હોય તો બેની, ચાલવા દેજો !
મારી ઢીંગલીને કોઈ ના કાંઈ કહેશો !
પળમાં મારાથી એ રીસાતી,
પણ પળમાં માની જાતી !
એની હરકતોથી બેની !
કોઈ વાર જાતી હું થાકી !
એ મધુરું બોલે તો બેની, જરા બોલવા દેજો !
મારી ઢીંગલીને કોઈ ના કાંઈ કહેશો !
મીની ફ્રૉક ગમે એને,
ગમે સેન્ડલની જોડી !
પહેરીને એ નટખટ,
સઘળે કરે દોડાદોડી !
એ રહે ખુશખુશાલ તો બેની ! રહેવા દેજો !
મારી ઢીંગલીને કોઈ કાંઈ પણ ના કહેશો !
.
વધુ આગળ વાંચો »
Saturday, September 5, 2009 · પ્રકાર : ગઝલ · સાહિત્યકાર : કીર્તિકાન્ત પુરોહિત · 6 પ્રતિભાવો
[ ‘ભીનાશના હસ્તાક્ષર’માંથી સાભાર.]
તટ પર મનવા બેસું તો વરસોના વરસો વીતે,
ઘરઘર રમવા બેસું તો વરસોના વરસો વીતે.
ડાળો ગૂંથી છાંયો કરતાં પરિવારો જ્યાં વસતાં,
તડકો ભરવા બેસું તો વરસોના વરસો વીતે.
દરિયા સાથે દુશ્મની ને સૂરજના ઘર મોઘમ,
વાદળ બનવા બેસું તો વરસોના વરસો વીતે.
જીવતર ઘેલું એવું કે રડવાની રસમો ભૂલ્યો,
અવસર ગણવા બેસું તો વરસોના વરસો વીતે.
નકલી સિક્કા ઉછળતા લાગે કિસ્મત ચમક્યું,
ધરપત ધરવા બેસું તો વરસોના વરસો વીતે.
‘કીર્તિ’નો લીસ્સો ઢોળાવ પટ દઈ નીચે લાવે,
પગથી ચણવા બેસું તો વરસોના વરસો વીતે.