પહેલાં દર્દ, પછી દવા – સુધા મૂર્તિ
પ્રકાર: ટૂંકી વાર્તા
સાહિત્યકાર : સુધા મૂર્તિ
22 પ્રતિભાવો
[ ‘બેસ્ટ સેલર’ શ્રેણીમાંના શ્રીમતી સુધાબેન મૂર્તિના સુપ્રસિદ્ધ પુસ્તક ‘મનની વાત’માંથી સાભાર. (અનુવાદ : સોનલબેન મોદી.) પુસ્તકપ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
એક વાર હું ટ્રેનમાં બેંગ્લોરથી હુબલી જઈ રહી હતી. ટ્રેન બપોરે અઢી વાગે ઊપડે અને રાત્રે દસ વાગે હુબલી પહોંચાડે. આ ટ્રેનમાં ક્યારેય રિઝર્વેશનની જરૂર ન પડે. બસ ટિકિટ લો અને બેસી જાવ. ભારત દેશમાં ટ્રેન કે બસમાં મુસાફરીની મજા જ કંઈ ઔર છે ! ભાતભાતના લોકો મળે અને જાતજાતની વાતો થાય. બાર ગાઉએ બોલી તો બદલાય જ. જોડેજોડે પહેરવેશ, વનસ્પતિ, પ્રાણીઓ, રીતરિવાજો. બધું જ વૈવિધ્યસભર. એકલા ભારત દેશમાં ટ્રેનમાં ફર્યા કરો તો કંઈ કેટલાંય દેશ-વિદેશ ફર્યાનો આનંદ મળે.
હા, તો હું મારી ટ્રેનની મુસાફરીની વાત કરતાં-કરતાં આડે પાટે ચડી ગઈ. અઢી વાગે ટ્રેનમાં ચઢી. ડબ્બામાં હું એકલી જ હતી. છેલ્લા બે દિવસથી એક અઘરા પ્રોજેક્ટ પર સતત કામ કરીને નીકળી હતી એટલે ખૂબ થાકેલી હતી. મને એમ કે શાંતિથી ઊંઘી જઈશ. હું બારીની બાજુમાં બેસી ગઈ. હવામાં ભેજ હતો પણ પવન ઠંડો હતો. ચંપલ કાઢીને સામેની ખાલી સીટ ઉપર પગ લંબાવ્યા. ઝોકું આવવાની તૈયારી જ હતી, ત્યાં જ ટ્રેન ઊપડવાની બે મિનિટ પહેલાં એક છોકરી દોડતી-દોડતી આવીને મારી બાજુમાં બેસી ગઈ. લગભગ પચીસેક વર્ષની લાગતી હતી. કોટન પંજાબી, દાગીનામાં ખોટી ચેન, નાની બુટ્ટી અને બ્રેસલેટ. દોડતાં-દોડતાં જ ટ્રેન પકડી હતી એટલે હાંફતી હતી અને પરસેવે રેબઝેબ થઈ ગયેલી. મધ્યમવર્ગના સંસ્કારી કુટુંબની નોકરી કરતી છોકરી લાગતી હતી.
વધુ આગળ વાંચો »
ત્રણ લઘુકથાઓ – ડૉ. ચારૂતા એચ. ગણાત્રા
પ્રકાર: ટૂંકી વાર્તા
સાહિત્યકાર : ડૉ. ચારૂતા એચ. ગણાત્રા
14 પ્રતિભાવો
[વ્યવસાયે હોમિયોપેથી ડૉક્ટર એવા ડૉ.ચારૂતાબેનની (રાજકોટ) કૃતિઓ જનકલ્યાણ સહિત અન્ય અનેક સાહિત્યિક સામાયિકોમાં પ્રકાશિત થતી રહે છે. રીડગુજરાતીને આ સુંદર લધુકથાઓ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે dr_charuta81@rediffmail.com અથવા આ નંબર પર +91 281 2467109 સંપર્ક કરી શકો છો.]
[1] બારી
એ બારી હંમેશા બંધ રહેતી. નાનપણથી જ હું જોતો આવ્યો છું કે એ બારી હંમેશા બંધ હોય છે. ‘શું હશે એ બારીની બીજી તરફ ?’ બાળસહજ મારા મનમાં એ પ્રશ્ન જરૂર થતો. પણ એ બારી ક્યારેય ન ખુલતી. ક્યારેક કોઈને કહેતા સાંભળ્યા હતા કે બારીની પેલી તરફ કંઈક ભયાનક છે. પણ કોઈ સરખો જવાબ ન દેતા. એક દિવસ તો ઠપકો પણ મળ્યો કે :
‘ખબરદાર, બારી વિષે એક વાત પણ વિચારી છે તો ! આપણાં પૂર્વજોનાં જમાનાથી કોઈએ આ બારી ખોલી જ નથી.’
કોઈએ બંધ બારી ન ખોલી હોય તો શું થયું ? શું મારે પણ બારી ન ખોલવી ?! ફક્ત કોઈ કાલ્પનિક ભયથી પીડાઈને આ બારી બંધ જ રાખવી !! પણ મારો બળવાખોર સ્વભાવ બધા ઓળખી ગયા હતા. માટે બારી વિષેની ડરામણી વાતોથી માંડીને મારી ઉપર વર્તાતી કડકાઈમાં વધારો થતો ચાલ્યો. માનવનો સ્વભાવ એવો હોય છે કે જે વસ્તુની ‘ના’ પાડો એ વસ્તુ વારંવાર કરવાનું મન થાય. મને પણ બારી ખોલવાનું મન થતું. વધુ ને વધુ પ્રબળતાથી બારી ખોલવાનું મન થતું.
અને…
એક દિવસ….
ઘરે કોઈ નહોતું. મને કોઈ એકલા ન છોડતા, પણ આજે અનાયાસે ઘરે કોઈ નહોતું. ધીમે ધીમે મેં ડગલા બારી તરફ માંડ્યા. ચોર નજરે આજુબાજુ જોઈ લીધું કે કોઈ આવતું તો નથી ને ! દરેક ડગલે મનમાં રોમાંચ વધતો જતો હતો. ક્ષણેક અટક્યો. વિચાર પણ આવી ગયો કે કંઈક અજુગતું બન્યું તો ? ખરેખર કંઈક ‘ભયાનક’ હશે તો ? પણ એ વિચાર ખંખરી ફરી આગળ વધવા લાગ્યો. દરેક ડગલે વધતા હૃદયનાં ધબકારા, વધતો રોમાંચ… અને ક્યારે મેં બારી ખોલી નાખી એ યાદ ન રહ્યું…..
પણ….
વધુ આગળ વાંચો »





