Tuesday, September 8, 2009 · પ્રકાર : હસો અને હસાવો · સાહિત્યકાર : નિર્મિશ ઠાકર · 22 પ્રતિભાવો
[ નિર્મિશભાઈ ઠાકરના હાસ્યલેખોના નવા પુસ્તક ‘નિમ્મેસભૈ ને ગનપટ હુરટી’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે નિર્મિશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nirmish1960@hotmail.com અથવા આ નંબર પર +91 9427504245 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
[1] હેઈઈઈ…..ઍવૉર્ડ લાગ્યો !
‘હેલો…. નિમ્મેસભૈ ?’ ગનપટ હુરટીનો ફોન આવ્યો.
‘હા, બોલો ગણપતભાઈ….’
‘કેમ ઢીલું બોલો છ ? માંડા છો કે હું ?’
‘માંદો નથી યાર. મૂડ આઉટ છે….’ મેં કહ્યું.
‘અરે અમનાં જ ઉં ટમારો મૂડ જમાવી ડેઉં…. બસ વાટ પૂરી !’
‘કેવી રીતે ?’
‘મને જાનવા મઈલું છ કે ટમને ‘વિપ્ર સુદામા ઍવૉર્ડ’ મલવાનો છ !’
‘શું વાત કરો છો ? એની જાહેરાત તો થઈ નથી !’
‘જાહેરાટ ટો ઠહે ટારે ઠહે, પન અમને બઢા ખબર એડવાન્સમાં મલી જાય, હાં કે !’ ગનપટ હુરટીની આ વાત સાંભળી મને ધ્રાસકો પડ્યો.
પ્રિય વાચકમિત્રો, તમે થોડા ગૂંચવાયા હશો, કારણ કે તમે નિર્દોષ છો. તમે કાંઈ પરાયા નથી, એટલે એવૉર્ડ અંગે કહી શકાય એટલી વાતો હું જરૂર કહીશ. વાડા ફક્ત ગાયો-ભેંસો માટે જ હોય, એવું નથી. અમારે-સાહિત્યકારોને પણ વાડા હોય છે ! ભડક્યા ને ? ખરે, આ વાત થોડી અઘરી છે… એટલે હાલ પૂરતી એને છોડી દઈએ ! અમારા ક્ષેત્રમાં શું છે કે પ્રથમ પંક્તિના સાહિત્યકાર બની જવા, ગમે તે રીતે પોતાનું નામ ઊછળતું રાખવું પડે છે ! ઍવૉર્ડો મળવાને કારણે તો નામ માર્કેટમાં, આઈ મીન, સાહિત્યક્ષેત્રમાં ઊછળતું થઈ જ જાય છે. જો ઍવૉર્ડ મેળવવામાં પનો ટૂંકો પડી જાય, તો ગમે તે વિવાદમાં કૂદી પડીને પણ નામને ઊછળતું કરી શકાય, સમજ્યા ?
વધુ આગળ વાંચો »
Tuesday, September 8, 2009 · પ્રકાર : ટૂંકી વાર્તા · સાહિત્યકાર : ગૌરાંગી પટેલ · 45 પ્રતિભાવો
[ રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા 2009માં પ્રાપ્ત થયેલી આ કૃતિનો વિષય ગુજરાતી સાહિત્યમાં કંઈક અનોખા પ્રકારનો છે. કૃતિના સર્જક શ્રીમતી ગૌરાંગીબેન (વડોદરા) અભ્યાસે એમ.ફીલ થયેલાં છે અને હાલમાં પોતાનું ‘પ્લે સેન્ટર’ તેમજ ‘કે.જી. સ્કૂલ’નું ટ્રસ્ટી તરીકે સંચાલન સંભાળી રહ્યા છે. કાવ્યલેખન તેમની મુખ્ય મનગમતી પ્રવૃત્તિ છે અને તેઓ ગુજરાતી, હિન્દી તેમજ અંગ્રેજીમાં સર્જન કરતા રહે છે. તેમ છતાં, ટૂંકીવાર્તા ક્ષેત્રે આ તેમની પ્રથમ કૃતિ છે તેમજ તેમના સ્વાનુભવની સત્યઘટના પણ છે. આપ તેમનો આ નંબર પર +91 265 2784589 અથવા આ સરનામે gaurangi_patel2000@yahoo.co.in સંપર્ક કરી શકો છો.]
ગરમી હોય કે ગરમીનો બાપ હોય, પણ પચ્ચાસ વર્ષની ઉંમરે પહોંચેલા મૃગાક્ષીબેનને બપોરની ચા તો જોઈએ જ જોઈએ. ભલે એ અરધો કપ હોય…. પણ એ ચા પેટમાં પડવી જ જોઈએ. ચારેક વાગ્યાનો સુમાર હતો. એમણે પોતાના સ્વાદ પ્રમાણેની ચા બનાવી, કપમાં ગાળી, કપ રકાબીમાં મુક્યો અને બહાર ઓશરીના હીંચકામાં આવીને બેઠા. પગની ઠેસથી હીંચકો ભલે ધીમે ધીમે ચાલતો હતો પણ એમના મનમાં જુદા જુદા વિચારો અને નાની મોટી ચિંતાઓ બહુ જોર જોરથી ફુંકાતી હતી. સૌથી વધારે એમને ચિંતા થતી હતી એમના બોંતેર વર્ષના પિતાની.
આ બાપ દીકરી વચ્ચે સ્નેહની ગાંઠ બહુ મજબુત હતી. અલબત્ત, જગતની બધી દીકરીઓ, કોઈ અપવાદ બાદ કરતા, બાપને બહુ જ ચાહતી હોય છે. તેમ છતાં આ બાપ-દીકરી વચ્ચેનો સ્નેહ તો કંઈક અનેરો હતો. એ એક બીજાનાં પરમ મિત્ર હતાં. સામસામે બેસીને કેરમ રમવું, પાના રમવા, ચેસ રમવી, ક્યારેક સાથે ઘરકામ કરવું, રાજકારણની ચર્ચાઓ કરવી, સમાજના રીતરિવાજોની ઉગ્રતાથી છણાવટ કરવી – આ બધું સમોવડીયા મિત્રની જેમ એ કરતાં.
વધુ આગળ વાંચો »