Sep 27
2009
બાળકાવ્યો – સંકલિત
પ્રકાર: બાળ સાહિત્ય
સાહિત્યકાર : સંકલિત
2 પ્રતિભાવો
[1] ઉનાળાનો તડકો – ડૉ. આઈ. કે. વીજળીવાળા
ઉનાળાનો કેવો તડકો,
જાણે ધોળો-ધોળો ભડકો !
શેરી રસ્તા ખાલીખમ, ને
પહોળી પહોળી લાગે સડકો.
બપોરના સૌ ઘરમાં બંધ,
લૂ લાગવાનો સૌને ફડકો.
પાણી છાંટો ઘરમાં બારે,
માથે ઠંડા પોતાં ખડકો !
લીંબુ-શરબત છાશ પીઓ સૌ,
કેરી રસનો લો સબડકો !
વાદળ લાવે, વરસાદ લાવે,
તેથી ગમતો અમને તડકો !
.
[2] મધમાખ – ન્હાનાલાલ કવિ
ફૂલ-ફૂલમાં હું ઊડતી ફરું,
ફૂલની રજ મુજ પૂડલે ભરું.
શોધું વાડી વન ને કુંજ,
માંડું મહીં હું ગુંજગુંજ
ગાઉં ઝીણું ને ઊંડું જોઉં,
અમૃત જેવું મધ હું દહોઉં.
મુજ ફૂલ-માખણ લોકો લહે,
લોકો મ્હને ઉદ્યોગી કહે.
રસિયાં જનનાં રસિયાં વેણ,
મધ-શાં મીઠડાં એમનાં કહેણ.
ફૂલનો સત્સંગ નિત્ય હું કરું,
સત્સંગના સાર સહુને ધરું.
« Previous બે નિબંધો – તન્વી બુચ
ફાફડા અને જલેબી – સંકલિત Next »








સરસ્
સરસ મજાના કાવ્યો.
આભાર,
નયન