Oct 19
2009

નૂતનવર્ષાભિનંદન – તંત્રી

આજથી શરૂ થતા વિક્રમ સંવત 2066ની સૌ વાચકમિત્રો, લેખકો તેમજ પ્રકાશકોને શુભકામનાઓ અને સૌને નૂતન વર્ષાભિનંદન. આ નવું વર્ષ આપ સૌને સુખદાયી, ફળદાયી, હૃદયને પ્રસન્ન કરનારું અને પ્રેમપૂર્ણ નીવડે તેવી પ્રભુપ્રાર્થના. રીડગુજરાતીના વિશ્વવ્યાપી તમામ વાચકમિત્રોને મારા સાલમુબારક.

આનંદ, ઉલ્લાસ અને ઉત્સાહનું આ પર્વ આપણને વિવિધ સાહિત્યકૃતિઓનું આજે સ્મરણ કરાવે છે; કારણ કે રંગોળીના રંગ જેવી રીતે ઘરનું આંગણ સજાવે છે, દીપ અંધકારને દૂર કરીને પ્રકાશ ફેલાવે છે – તેવી જ રીતે સાહિત્ય પણ આપણા જીવનમાં રહેલો અજ્ઞાનનો અંધકાર દૂર કરીને તેમાં પ્રસન્નતા, ઉત્સાહ અને નવચેતનાના રંગો પૂરે છે. ઉત્સવો માનવીને માનવીની નજદીક લાવે છે અને એ જ રીતે સાહિત્યનું કામ પણ માનવીને માનવી સાથે જોડવાનું છે. નવું વર્ષ જેવી રીતે જૂની વાતો ભૂલીને પ્રકાશના પંથે આગળ વધવાનો સંકેત કરતું હોય છે, બરાબર તેવી રીતે સાહિત્ય પણ સર્જકને પ્રતિપળ નવસર્જનનો માર્ગ દેખાડતું હોય છે. આ પર્વની સાહિત્ય સાથે આવી સામ્યતા છે.

ઉત્સવના આ દિવસોમાં, રીડગુજરાતીના વાચકો તરફથી SMS, ઈ-મેઈલ અને પત્રો દ્વારા શુભેચ્છા સંદેશ સતત પ્રાપ્ત થતા રહે છે, પરંતુ આટલી વિશાળ સંખ્યામાં પ્રત્યેકને વ્યક્તિગત રીતે પ્રત્યુત્તર પાઠવવો મુશ્કેલ હોવાથી તમામ વાચમિત્રોને અહીં યાદ કરીને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવું છું. આ સાહિત્યયાત્રામાં આર્થિક સહયોગ કરનારા તમામ દાતાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને સાથે તેઓને પણ નૂતનવર્ષાભિનંદન પાઠવું છું. આ સાથે આજના શુભદિને વડોદરાના ગઝલકાર શ્રી સુરેશભાઈ પરમારે ‘સૂર’ (soor789@yahoo.co.in) રચેલી ‘સર્વ મંગલ’ નામની એક તાજી ગઝલ માણીએ.

લો નવું આ વર્ષ, જીવનમાં મચાવે આમ દંગલ;
સુખ મંગલ, શાંતિ મંગલ, શુભ-લાભો સર્વ મંગલ.

કર્મ કરતાં થાય છોને, પરસેવાથી તરબતર તન;
છાંય મીઠી વેરતો રહે, શીર્ષ ઉપર ઈશ-અંચલ.

ચાલવાના યત્નમાં પણ, કષ્ટ જેવું લેશ ના હો;
પગ તળેની તકલીફોને, દાબતા રહે એમ ચંપલ.

કોઈ પણ કારણ સહારે, ‘સૂર’ ઝળહળ થાય તો બસ;
રોશની હો કોડિયાની, કે શમાનું તેજ-મંડલ.

વાચકમિત્રો, કૃપયા નોંધ લેશો કે દિવાળીના આ પર્વ નિમિત્તે તા. 22 સુધી રીડગુજરાતી પર રજા રહેશે. તા. 23 ઑક્ટોબરના રોજ લાભપાંચમના દિવસે નવા બે લેખો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો….


તંત્રી :
મૃગેશ શાહ, વડોદરા.
ફોન : +91 9898064256
shah_mrugesh@yahoo.com

comments  આપના પ્રતિભાવો

કુલ 16 પ્રતિભાવો : “નૂતનવર્ષાભિનંદન – તંત્રી”
  1. 1
    Chetan says:

    સાલ મુબારક !
    સૌ વાચકમિત્રોને અમારા સૌના નૂતન વર્ષાભિનંદન.
    આ નવું વર્ષ આપ સૌને સુખદાયી, ફળદાયી અને સફળ નીવડે તેવી પ્રભુને પ્રાર્થના.

  2. 2
    જય પટેલ says:

    રીડ ગુજરાતીના સૌ નિયમીત વાચક મિત્રોને……..

    નુતન વર્ષાભિનંદન.

  3. 3
    dr sudhakar hathi says:

    નયે સાલ કિ લખ લાખ વાધાઇયા sudhakar hathi jamnagar

  4. 4
    NILAM PATEL says:

    આપ સૌ ને સાલમુબાર અને નુતન વર્ષાભિનંદન.

  5. 5
    ઈન્દ્રેશ વદન says:

    નવા વર્ષના સૌને અભિનંદન અને નવું વર્ષ લાભદાયી, ફળદાયી અને પ્રગતિકારક નીવડે એ શુભકામના..!!

  6. 6
    KIRTIDA(DUBAI) says:

    નવા વર્શ નિ શુભ કામના .સુખ શાન્તિ પ્રાપ્ત કરો એવિ સુભ ભાવના.
    રિડ ગુજ્રરાતી ઝગમગ તુ રહે ઍવી ઍવી અભ્યર્થના. HAPPY NEW YEAR .

  7. 7
    Chintan says:

    સૌ મિત્રોને નૂતન વર્ષના હાર્દિક અભિનન્દન.

  8. 8
    વટેમાર્ગુ says:

    નૂતન વર્ષાભિનંદન રીડગુજરાતી પરીવાર

    વટેમાર્ગુ.

  9. 9
    tejal tithalia says:

    આપ સૌ ને નુતન વર્ષ ના હાર્દિક અભિનંદન…………..નવા વર્ષની શરુઆત હર્ષ , આનન્દ અને ઉલ્લાસ થી થાય એવી શુભ કામના

  10. 10
    Ramesh Patel says:

    નવું વર્ષ જેવી રીતે જૂની વાતો ભૂલીને પ્રકાશના પંથે આગળ વધવાનો સંકેત કરતું હોય છે, બરાબર તેવી રીતે સાહિત્ય પણ સર્જકને પ્રતિપળ નવસર્જનનો માર્ગ દેખાડતું હોય છે. આ પર્વની સાહિત્ય સાથે આવી સામ્યતા છે.
    ….

    ભૂલશું વેરઝેર તો પ્રગટે આનંદ એવા કુટુમ્બ ભાવ રમ્યા
    આજ હતું તે કાલ થયું ને ‘દીપે નવયુગના મંડાણ ધર્યા
    રમેશ પટેલ(આકાશદીપ)

    ભલે પધાર્યાના ભાવ સાથે
    રમેશ પટેલ(આકાશદીપ)

  11. 11
    Manhar Sutaria says:

    મ્રુગેશભાઈ નૂતનવર્ષાભિન્દન, સૌ વાચકમિત્રો ને નૂતનવર્ષની શુભ કામનાઓ, સર્જકમિત્રો અને વડીલો ને નમસ્કાર.
    આપ સર્વ ને નૂતનવર્ષ હર્ષ , આનન્દ અને ઉલ્લાસ થી ભરી દે એવી શુભ કામનાઓ.
    મનહર સુતરીયા

  12. 12
    preeti dave says:

    રીડ ગુજરાતી ને, મ્રુગેશભાઈ ને અને બધા વાંચક મિત્રો ને પ્રકાશ પર્વ દિપાવલી અને નવા વર્ષની ખૂબ-ખૂબ શુભકામનાઓ..

  13. 13
    nayan panchal says:

    સંવત ૨૦૬૬નુ વર્ષ સૌના માટે મંગલકારક, સુખદાયી અને યાદગાર નીવડે તેવી પ્રભુપ્રાર્થના.

    નયન

  14. 14
    Ajit P Desai says:

    આપ સૌ ને સાલમુબાર અને નુતન વર્ષાભિનંદન.,૨૦૬૬નુ વર્ષ સૌના માટે મંગલકારક, સુખદાયી અને યાદગાર નીવડે તેવી પ્રભુપ્રાર્થના.

    અજિત

  15. 15
    Sinjini Atit says:

    very nice … i rely liked it

  16. 16
    Ashish Dave says:

    Thank you and same to you. Hopefully this new year will give us all another chance to do right things.

    Ashish Dave
    Sunnyvale, California

આપનો અભિપ્રાય

આપને આ કૃતિ કેવી લાગી ? આપનો અભિપ્રાય જણાવો...
પ્રતિભાવમાં આપની તસ્વીર મૂકવા માટે અહીં નામ નોંધાવો : Gravatar.com