ભૂલી ગયો છું – કરસનદાસ લુહાર

મારું જ નામ ને હું નકશો ભૂલી ગયો છું,
મારા સુધી જવાનો રસ્તો ભૂલી ગયો છું.

છે યાદ કે હતો હું મોંઘો મનેખ અહીયાં;
પણ કેમ થઈ ગયો હું સસ્તો, ભૂલી ગયો છું.

કૂંડા મહીં આ કેકટસ રોપી રહ્યો છું ત્યારે –
ઊગ્યાં’તાં આપમેળે વૃક્ષો ભૂલી ગયો છું.

છેલ્લું રડ્યો’તો ક્યારે એનું નથી સ્મરણ તો
ક્યારે મને મેં જોયો હસતો ભૂલી ગયો છું.

પથરાળ થૈ ત્વચા કે તારા પ્રથમ પરસનો –
લાગ્યો’તો લોહીમાં એ ઝટકો ભૂલી ગયો છું.

આથી વધુ સજા શું હોઈ શકે મને કે ?
હું મોર છું ને મારો ટહુકો ભૂલી ગયો છું.

  « Previous આવ હવે ! – રમેશ પટેલ ‘ક્ષ’
એક વિરામ – તંત્રી Next »   


આપના પ્રતિભાવો

કુલ 12 પ્રતિભાવો : “ભૂલી ગયો છું – કરસનદાસ લુહાર”
  1. 1
    sujata says:

    આથી વધુ સજા શું હોઈ શકે મને કે ?
    હું મોર છું ને મારો ટહુકો ભૂલી ગયો છું………….

    બ હુ જ સ ર સ …………

  2. 2
    Rajendra Namjoshi,Surat says:

    છેલ્લું રડ્યો’તો ક્યારે એનું નથી સ્મરણ તો
    ક્યારે મને મેં જોયો હસતો ભૂલી ગયો છું.

    ખુબ સુન્દર ગઝલ,ખાસ તો આ શેર સોઁસરવો ઉતરી જાય એવો લગ્યો.

    -રાજેન્દ્ર નામજોશી – વૈશાલી વકીલ (સુરત)

  3. 3
    kantinhai kallaiwalla says:

    The best.I liked this.

  4. 4
    Veena Dave, USA says:

    સરસ.

  5. 5

    એક બહુજ સશક્ત કવિ/ગઝલકારની સુઁદર અને સોઁસરી રચના.મૃગેશભાઇ અભાર.

  6. 6
    Daxesh says:

    આથી વધુ સજા શું હોઈ શકે મને કે ?
    હું મોર છું ને મારો ટહુકો ભૂલી ગયો છું.

    પોતાની જાતથી અળગા થવાની સજા કેવી હોય તે તો અનુભવે જ જણાય. હું મોર છું ને ટહુકો ભુલી ગયો છું …માં એ વેદના સશક્ત રીતે રજૂ થઈ છે. વારંવાર માણવી ગમે તેવી સુંદર રચના.

  7. 7
    nayan panchal says:

    મારા સુધી જવાનો રસ્તો ભૂલી ગયો છું !!!

    ખૂબ સુંદર રચના Greatest Battle lies within !!

    If you are not whole, you can’t be happy. Problem is we don’t know how to be whole.

    nayan

  8. 8
    prashant says:

    ander utari ne juna padal kholi nakhya aa gazale
    varsho thi je dhakyu tu ek gazal ma to badhu todi ne zakham tari avya samne
    salam…………. tamne…….

  9. 9
    Chirag says:

    WHO AM I?

  10. 10
    zoya says:

    khub sars.

  11. 11
    anandset says:

    vah….mane pn ranivada ,katikda ane mara guru sma kavi karsanbhaina thuka aa gajale yad kravi didha.
    neee…..mari akho pn varasj pdiii….namaskar ….

  12. 12
    vishal luhar says:

    khub saras athi vadhu saja su hoy sake ke hu mor chhu ne tahuko bhuli gayo,

    kurban kurban,
    khub j maja padi
    mara pase sabdo nathi ke hu kem mari khusi varnavu aa sher mateni
    bas am

આપનો અભિપ્રાય

આપને આ કૃતિ કેવી લાગી ? આપનો અભિપ્રાય જણાવો...
પ્રતિભાવમાં આપની તસ્વીર મૂકવા માટે અહીં નામ નોંધાવો : Gravatar.com