તમારું ધ્યાન દોરું છું – નીતિન વડગામા
વિચારો એક-બે વાળી, તમારું ધ્યાન દોરું છું,
બધાં એ બીજ ફણગાવી, તમારું ધ્યાન દોરું છું.
તમારા હાથમાં તો છે, તમારા દુ:ખનું ઓસડ,
હસીને હાથ લંબાવી, તમારું ધ્યાન દોરું છું.
તમારું સ્થાન સાચું ચીંધવા, આ પ્હાડની સાથે,
તમારી જાત સરખાવી, તમારું ધ્યાન દોરું છું.
નથી સારું ભટકવું, કારણોની શોધમાં કાયમ,
અકારણ વ્હાલ વરસાવી, તમારું ધ્યાન દોરું છું.
બધું પામી ગયાનો ક્યાં કર્યો છે મેં કદી દાવો ?
જરા આ જ્યોત પ્રગટાવી, તમારું ધ્યાન દોરું છું.
ભલે એ હોય પથ્થર, તોય પૂરે પ્રાણ પથ્થરમાં,
ધજાઓ રોજ ફરકાવી, તમારું ધ્યાન દોરું છું.
મને બાળક ગણીને ક્યાંક હાંકી કાઢશો તેથી,
ગુરુની ગોદમાં આવી, તમારું ધ્યાન દોરું છું.

સાહિત્યકાર : 






ખૂબ સુન્દર ગઝલ્.
બધું પામી ગયાનો ક્યાં કર્યો છે મેં કદિ દાવો
જરા આ જ્યોત પ્રગટાવી તમારું ધ્યાન દોરુ છું
અંતિમ બંને લાઈનો પણ ઉંડાણ વાળી છે.
મને બાળક ગણીને ક્યાંક હાકી કાઢશો તેથી
ગુરુની ગોદમાં આવી તમારુ ધ્યાન દોરુ છું.
અધ્યાત્મ ને સ્પર્શેલી ગઝલ .આભાર નીતિનભાઈ
કીર્તિદા
એટ્લેજ એ કવી છે ન બોલિ ને ઘણુ કહિ જાય છે
સરસ
સરસ.
તમારા હાથમાં તો છે, તમારા દુ:ખનું ઓસડ,
હસીને હાથ લંબાવી, તમારું ધ્યાન દોરું છું.
ધ્યાન દોરવાની તમારી શૈલી ખુબજ ગમી જાય એવી છે.બધુ જ જાણવા છતા લોકો ઘણીવાર અજાણ્યા બને ત્યારે એમનુ ધ્યાન દોરવાની જરુર પડે.ખુબજ સરસ રચના.
-રાજેન્દ્ર નામજોશી -વૈશાલી વકિલ (સુરત)
હસી ને હાથ લમ્બાવી તમારુ ધ્યાન દોરુ છુ.
કાયમ હસી ને ધ્યાન દોરનાર આપ આવી જ રચનાઓ આપતા રહો એવી શૂભકામના
ગઝલ સુંદર છે. ગઝલના પ્રથમ શેરના ઉલા િમસરામાં ” િવચારો એક બે વાળી ” માં ” વાળી ” કાિફ્યાની જગ્યાએ ” વાવી ” હોવું જોઇએ. કારણકે ત્યાર પછીના
બધાં જ કાિફ્યાઓ જેવાં કે લ્ંબાવી , વરસાવી , ફણગાવી વગેરેમાં અંતે ” આવી ” ની પરંપરા જળવાતી જોવા મળે છે. ગઝલકારે ” વાવી ” કાિફયો જ ઉપયોગમાં
લીધો હશે. મને તો આ પરીન્ટ એરર લાગે છે. સુધારો કરવા િવનંિત.
અિભજીત પંડ્યા ( નવોિદત ગઝલકાર , ભાવનગર ).