ભરેલું ઘર – રવીન્દ્ર પારેખ
[‘નવનીત સમર્પણ’ ડિસે.-09માંથી સાભાર.]
દીકરા, મારા ! સ્કૂલેથી આવી ગયો હશે તું. અને હું નોકરી કરવા સ્કૂલે આવી છું. આમ તો રોજનું છે આ. બોર્ડ પર ‘બાળકોની કાળજી’નો પાઠ ભણાવું છું ત્યારે તને ફ્રિજ ખોલતો જોઉં છું. ટાઢી રોટલી લઈને અથાણું શોધતો તું દેખાય છે. રસોડામાં ક્યાંક શાક ઢાંકેલું હોય તો તે લેવા તું ફાંફાં મારી રહ્યો છે, પણ ટેબલ પર પડેલી ચિઠ્ઠી તારી નજરે ચડતી નથી. મેં લખેલું છે કે આજે શાક થયું નથી તો રોટલી ને અથાણાંથી જ ચલાવી લેજે. હાથ બોર્ડ પર લખે છે. હોઠ વિદ્યાર્થીઓ સામે બોલે છે. મન તને કહેવા દોડે તો છે કે પેલી ટેબલ પરની ચિઠ્ઠી વાંચી લે, પણ તને કહેવાના શબ્દો, ભણાવવાના શબ્દો થઈ જાય છે. દોડવા ઊઠેલું મન પાછું ખેંચી લઉં છું, કારણ એને જો તારી પાસે મોકલીશ તો વિદ્યાર્થીઓ સામે બફાટ કરી બેસીશ. ‘ધ્યાન આપો’ બોલ્યા કરતી મારી જીભ ખસિયાણી પડશે અને તારી મમ્મીનું ધ્યાન તેના કલાસમાં નથી તેની બધાને ખબર પડી જશે.
બાળકોએ આહારમાં કઈ કઈ કાળજી રાખવી જોઈએ તે હું બોર્ડ પર લખીને સમજાવું છું ત્યારે તું ભૂખ્યો રહી ગયો છે તેવી ફાળ પડે છે. બોર્ડ પર લખતા હાથે તને કોળિયો ભરાવવાનું મન થાય છે, પણ અક્ષરો તો અન્ન ન થાયને ! શું કરું તો તારી પાસે હોઉં, તેવું થાય છે, પણ કંઈ પણ કરું તો પણ કલાસની બહાર નીકળાય તેમ જ નથી !
મેં તને ક્યારેય ટોક્યો નથી, દીકરા, કે લેસન કરવા બેસ ! પણ તને ટોકવાય મારે ત્યાં તો હોવું પડેને ! તને થતુંય હશે કે મમ્મી ટોકે ને લેસન કરું, પણ ટોકાવા માટે રાહ જોવી પડે તેય કેવું ? તું એટલો સમજુ છેને કે કોઈના ટોકવાની રાહ તું જોતો જ નથી. જાતે જ ચોપડા-નોટ કાઢીને છાનોમાનો લેસન કરવા બેસી જાય છે. જ્યાં અવાજ જ ન હોય ત્યાં કરવાનુંય શું ? બેગમાં ચોપડા ભરાય તેમ ખાલી ઘરમાં તું લેસન ભરે છે. કંઈ કરવાનું જ ન હોય તો લેસન જ શું કામ ન કરવું ? – એમ વિચારી તું હોમવર્ક કરે છે. આપણે બંને જાણીએ છીએ કે આપણું ધ્યાન એકબીજામાં છે ને જ્યાં છીએ ત્યાં નથી.
આમ તો થોડો થોડો જોઈ લઉં છું તને કે તુંય મને રઘવાયી થઈને દોડતી જોતો જ હશે, પણ લાગે છે જાણે મેં તને, તારી જાણ બહાર જ પ્રૌઢ બનાવી દીધો છે. તારું બાળપણ પણ મેં તો ટુકડે ટુકડે જ જોયું છે. તારું બાળપણ શોધતી હોઉં ત્યારે તું સ્કૂલમાં હોય ને મારું ઘડપણ શોધતો હોય ત્યારે હું સ્કૂલમાં હોઉં. તારી જાણ બહાર હું ઘરડી થઈ રહી છું. ને મારી જાણ બહાર તું કિશોર થઈ રહ્યો છે. કદાચ, સીધો જ પ્રૌઢ જોઈશ કે શું ? કેવી લાચારી છે કે મારી જાણ બહાર જ તું ઊછરી જઈ રહ્યો છે ને હું કશું કરી શકતી નથી. આપણે કદાચ એકબીજાને ઓળખીએ તો છીએ. નહીં ? તને શું લાગે છે ? જ્યારે પણ તું મને જુએ છે ત્યારે હું તને તારી મમ્મી તો લાગું છુંને ? પ્લીઝ, ‘હા’ જ કહેજે, હં ! મને ભોંઠી ન પાડતો, દીકરા !
આમ તો હું સ્કૂલમાં ભણાવું છું, પણ પગાર પટાવાળાનો લેતી હોઉં તેવું લાગે છે. મારું વરસ તો દીકરા અગિયાર મહિનાનું. અગિયાર મહિનાની મહેતી, પણ ફરિયાદ કોઈ નથી, કારણ કે એક મહિનો તારી સાથે વિતાવવા મળેને ! પણ ત્યાં સુધી તો આપણે પારકા. પેઈંગ-ગેસ્ટ જાણે ! ઘણીવાર થાય છે કે એકાદ ટી.વી. લઈ જ લઉં. હપ્તે તો હપ્તે, પણ લઈ જ લઉં. આખો દિવસ ઘર જોયા કરવું તેના કરતાં ટી.વી. જોવું સારું. કંઈ બદલાય તો ખરું ! ટી.વી. જોવાથી આંખ બગડે તે ખરું, પણ કંઈ પણ ન જોવાથી કે એકનું એક જ જોવાથીય આંખો ક્યાંથી સારી રહેવાની હતી ? ક્યારેક તો એવું થઈ શકે ને કે કોઈ ચેનલ પરની એડ.માં મમ્મી, તેના દીકરાને દડો થઈ ગયેલી પૂરી ખવડાવતી હોય ને જીભ તારી દાઝે ! એકદમ જ મોબાઈલ પર એ કહેવાનું મન થાય છે કે ટી.વી. લઈને આવું છું, પછી થાય છે કે મોબાઈલ લઈશ તો ટી.વી. નહીં લેવાય. તું જાણે છે કે તું ઘરે આવે છે ત્યારે હું સ્કૂલ માટે નીકળી જાઉં છું, પણ નથી જડવાની તોય તું શોધે છે તો મને જ ! થોડીક એવી આંખો હું ઘરમાં સંતાડી શકી હોત તો મારી ગેરહાજરીમાં તને મોટો થયેલો તો જોઈ શકી હોત !
તારી સાથે કોઈ હોય એટલે તારા પપ્પા પણ રાતપાળી કરવા માગે છે, પણ તેમની દિવસપાળી નથી બદલાતી તે નથી જ બદલાતી. ઘણી વાર તો એ નોકરી છોડવાનુંય વિચારે છે, પણ, એમ થાય તો, તો તારે સ્કૂલ છોડવી પડે. હવે હું જો સ્કૂલમાં મનોવિજ્ઞાન ભણાવતી હોઉં ને તું સ્કૂલે પણ ન જઈ શકે તે તો ચાલે જ કેમ ? મને ખબર છે, હું બોર્ડ પર ડસ્ટર ફેરવું છું ત્યારે તું મારો ફોટો નજરથી લૂછે છે. મારો ફોટો જો જો કરવાથી કંટાળતો નથી તું ? આટલે વખતેય તને મારો ફોટો મોઢે નથી થયો ? શું શોધ્યા કરે છે રોજેરોજ એ ફોટામાંથી ? હું ગુજરી ગઈ હોઉં એ રીતે તો ફોટો જોઈને મને યાદ નથી કરતોને ? ગુજરી ગયેલી વ્યક્તિ પણ ફોટો તો થાય જ છેને ! હું એટલી ઓછી તો પડું જ છું ઘરમાં કે ગેરહાજરી અને ગુજરી જવામાં ઝાઝો તફાવત જ ન રહે. હું ગુજરી ગઈ હોત તો સારું હતું ! કમસે કમ મારી ગમે ત્યારે આવી પડવાની આશ તો તારે માથે ન લટકતી હોત ! તારા પપ્પા આજે વહેલા આવવાનું કહેતા હતા, પણ તેમણે ડબલ ડ્યૂટી કરવી પડે તેમ છે. એટલે એ આવશે ત્યારે તું સ્કૂલે જવા નીકળી ગયો હોઈશ !
કેવું છે આ ?
આપણે એક જ ઘરમાં રહીએ છીએ, પણ ઘરમાં ખાસ કોઈ રહેતું જ નથી. ઘર, ખાલી રાખવાં પણ હોતાં હશે કે ? નથી ખબર ! આપણું ઘર પણ આપણા વગર સોરાતું જ હશેને ! મને લાગે છે કે તું મને નાની નહીં જ થવા દે, ન તો તારા પપ્પા કિશોર થઈ શકશે કદી. એ તો એમ જ હોયને ! જો અમે લોકોએ તને અમારું બાળપણ ન બતાવ્યું હોય તો શું કારણ છે કે તારું બાળપણ જોવાનું ભાગ્ય અમને મળે ? વાત તો આટલી જ છે, તું મા-બાપ વગર સોરાય છે ને અમે દીકરા વગર ઝૂરીએ છીએ, પણ ત્રણેયની ફરજોએ જ ત્રણેને અલગ કરી મૂક્યાં છે. અલગ રાખીને જોકે એક ઉપકાર ઈશ્વરે આપણા પર કર્યો છે કે આપણે કોઈએ એકબીજાનાં આંસુ બતાવવાં નથી પડતાં અને એટલે જ લૂછવાંયે નથી પડતાં.
સૂઈ જા, થોડી વાર ! ક્યાં સુધી ઠરેલા સમયને જોયા કરીશ, સાંભળ્યું છે કે સપનાં બદલાતાં રહે છે ને થીજતાં નથી. સપનાં આવે એટલે પણ સૂઈ જા, દીકરા ! હું અહીંથી હાથ લંબાવું છું, તારે માથે. સૂઈ જા ! તું જાગતો હશે ત્યાં સુધી અમે બંને, અમારી ગેરહાજરીમાંયે તારી માફી નહીં માગી શકીએ….
સૂઈ જા, થોડીવાર !

સાહિત્યકાર : 






‘આપણે એક જ ઘરમાં રહીએ છીએ, પણ ઘરમાં ખાસ કોઈ રહેતું જ નથી.’
બહુ જ સરસ ચિંતન…
વિચારતા કરતા કરી દે એવો લેખ.
અહિં પરદેશમાં તો મા-બાપ બાળકને ડે-કેરમાં છોડી આવે ત્યારે સવારે સવારે બાળક બિચારૂં અર્ધ જાગૃત હોય…!! સાંજે આવે ત્યારે મા-બાપ બિચારા થાકી ગયેલ હોય…! બાળક એનું આખું બાળપણ ડે-કેરમાં વિતાવી કિશોર-કિશોરી બને ત્યારે મા-બાપની જાણ બહાર જ સંતાન પુખ્ત થઈ ગયેલો હોય અને મા-બાપ વૃધ્ધ થવા આવ્યા હોય.
દેશમાં પણ હવે તો આવી જ કંઈક હાલત થઈ રહેલ છે. દાદા-દાદીની વાર્તાઓનો જમાનો ગયો. હવે બાળક ટીવીની પાસે વાર્તા જોઈ રહ્યો છે અને બાળપણનું માધુર્ય ખોઈ રહ્યો છે.
અને હા, મૃગેશભાઈ આપે બાળકનું જે ચિત્ર પ્રકાશિત કરેલ એની આંખોના હાવભાવ સીધા દિલને સ્પર્શે છે.. ધન્યવાદ..!!
સાચી વાત્.
ખુબ જ સુંદર.
પોતપોતાની ફરજોથી ઘેરાયેલા માણસોની વ્યથા સુંદર રીતે રજુ કરાઇ છે.
હુ પણ વર્કિન્ગ વુમન છુ…રોજ મારા દિકરા ને મુકિને જાવ છુ…આ લેખે રડવિ દિધિ…મે પણ મારા દિકરાને ટુક્ડે ટુકડે મોટો થતા જોયો છે….
રીયા બહેન,
હુ પણ આ વ્યથા માથી પસાર થઈ ચુકી છુ. મે મારી દિકરી ને લગભગ ૮ વરસ મારી મમ્મી પાસે રાખી હતી અને ફક્ત શની-રવિવારે મારે ત્યા લઈ આવતી. રાતો ની રાતો રડી ને ગુજારી છે. મા પાસે હતી એટલે બીજી કોઈ ચીન્તા ન હતી પણ પોતાના જીગર ના ટુકડાને પોતાથી દુર રાખવુ કેટલુ અઘરૂ છે તે તો જેને ભોગ્વ્યુ અને અનુભ્વ્યુ હોય તેજ સમજી શકે. આખરે થોડી હિમ્મ્ત કરી ને મારા પિયરની નજીક ઘર લીધુ કારણ પાર્લા મા ઘર લેવુ (મુબઈ નુ મોઘુ પરુ) સહેલુ ન હતુ.
રિયાબેન અને truptiben,
હુ પણ તમારિ જેમ જ અનુભવુ છુ. મારિ દિકરિ હાલ ૯ મહિના નિ છે, પણ હુ તેને ટુકડે ટુકડે જ મોટિ થતિ જોવુ છુ.
જોબ ને કારણે, અને હાલ તે ઈન્ડિયા ગઈ છે, ૩ મહિના માટે. પણ હુ ટુક સમય મા નોકરિ છોડિ દેવા નિ છુ, થોડા વર્શો ઓછુ કમાઈશુ તો ચાલશે. બરાબર ને!!??
Hi Sneha, you will be proud on your desicion, as I had done the same!! wish you all the best!
Sorry, I meant to say Sweta, Not Sneha.
My wife did the same and we never regretted her decision… even though my parents are there we decided not to burden them in their beautiful retirement.
Ashish Dave
Sunnyvale, California
Riyaben
I understand your feelings and what you are going though. We live (my wife, my three kids and a grand kid) in USA – few years back both my son and his wife used to work and leave the 6 moths old child to day care. They didn’t have a choice. Their daughter was only 6 months old and was raised by “day care” people – there were times where when she would come home – she would have dyper rash and wet clothes etc – yet the 6 months old child didn’t complain but every Monday to Friday my Son or my Daughter would drop her off – she would cry – cry very much – One day they had to rush the 6 months old to ER because of high temperature and really bad rash developed around her leg. Finally they called us (grandparents) – we got to their place at once and I was really upset and angry at both of them – Since then my wife and I had take care of that child – she is two years now and very happy! She eats, dances, walks, talks, keeps us busy. I teach her Gujarati and my wife teaches her Bhajans, Prathna etc… My daughter has left her work and stays home with her daughter now – my son got better job and he is doing very well – and even this day, Shiva is close to my wife and I then her parents. She loves them – plays with them and everything but Shiva wants her grand parents all the time. My son and his wife (my daughter) has missed so many things from their daughter’s life. Like her first word, her first smile, her first steps, her first hug, her first dance, her first jump, her first prayer, her first pretty much everything!!!!
હું હાથ જોડી ને પ્રાથના કરુ છુ – કે બાળકો ના ભવી માટે એમનું વર્તમાન ના બગાડો…. કરણકે વર્તમાન ક્યારે ભુતકાળ મા ફરીજાશે એ ખબર નહી પડે…. અને ભવિસ્યમા એ ભુતકાળની વાતો ત્યારે તાજી થાશે જ્યારે એ ભુતકાળ નું કોઇ વર્તમાન પણ હશે!!!!
શ્રીગોપાલભાઈ,
આપે આપના પરિવારનું ખુબ જ સરસ ઉદાહરણ આપ્યું. દરેક વસ્તુની કિંમત કાઢતાં મુડી-વાદી મા-બાપો ને આપણે પુછીએ કે………
બાળકનાં બાળપણ ને ગુમાવવાનું નુકશાન કેટલુ? આપણા જ બાળકનાં બાળપણની કિંમત શું કરીશું? નોકરીથી ભેગા કરેલાં પૈસાં તેને સરભર કરી શકે?
૧. બાળકનો તમારી છાતી પર સુવાનો હક્ક તમે છીનવી લીધો તેની કિંમત શું?
૨. સવારે -સાંજે ઊઠીને તમારું મુખ જોવા ઝુરતી તેની વેદનાં ની કિંમત કેટલી?
૩. ડે-કેર (?) માં માતાની જગ્યાએ અજાણી વ્યકતિ તરફથી પ્રેમ (?) પામવાની બાળકની મથામણ ની કિંમત કેટલી?
૪. સાંજ પડે માતા-પિતાનો સાથ ઝંખતા બાળકની ઝંખનાની કિંમત કેટલી?
૫. બાળક તેનાં નાનાં નાનાં સોપાનો સર કર્યાનો આનંદ ડે-કેરમાં વિલાય જાય તેની કિંમત કેટલી?
૬. માતાનાં હાથેથી મોં માં મુકાતા કોળીયાની કિંમત શું કરીશુ?
૭. પિતાનાં ખંભે બેસીને જોવાતી દુનીયા ડે-કેરનાં ઓરડાંઓ માં તે જોઈ શકશે?
૮. રાતે શુતા પહેલા બાળકને વાર્તા નથી સંભળાવિ તેની કીંમત કેટલી?
૯. બાળક જોડે ક્રીકેટ નથી રમ્યા તેની કીંમત કેટલી?
૧૦. બાળક ના મીત્રોને ઘરે નથી બોલવ્યા તેની કીંમત કેટલી?
વગેરે…………………………… વગેરે……………………… વગેરે……………
Thanks for sharing Gopalbhai. Agree with yoy 100%.
Ashish Dave
Sunnyvale, California
સરસ અને ભાવનીય લેખ.
બધી કૉમેન્ટ્સ સરસ છે.
ખુબ સરસ. એકદમ હ્ર્દયસ્પર્શી વાર્તા.
Ghanu j saru varnan chhe aajna samay pramane karan k manas ne jeevan ma kyarek koi aevi majburi no samno karvo pade chhe tyare temne aa prakar na samay mathi pasar thavu pade chhe aekdam raday sparshi varnan chhe
પથ્થર દિલ પણ પીગળી જાય એવી વાસ્તવિક ઘટના.
લાગણીઓ અને અરમાનોને કચડતી પરિસ્થિતિ.
ન કહેવાય ન સહેવાય.
પરમકૃપાળુ પરમાત્મા શક્તિ આપે એજ પ્રાર્થના.
મજબૂરી ની વ્યથાનુ સુંદર આલેખન.કંઇક અંશે મને બિલકુલ મારી જ વાત વાંચતી હોઉ એવુ પ્રતિત થયુ.
નોકરિયાત સ્ત્રી – પુરૂષની હદયસ્પર્શી વ્યથા વ્યક્ત કરતો પત્ર.
ગ્લોબલાઈઝેશન અને શહેરીકરણની આંધળી દોડમાં પરિવાર ગૌણ બની ગયું છે.
માનવસંબધોની મ્હેંક ઈતિહાસ બનતી જાય છે. દાદા – દાદીની વાર્તાઓની જગ્યાએ
આજના બાળકો શક્તિમાન અને કાર્ટુન ફિલ્મો જોઈને અચાનક જ કિશોર-કિશોરી બની જાય છે.
બાળકોની આંખોમાંનો ખાલીપો જટ નજરે ચઢતો નથી…..કાશ માબાપ પાસે સમય હોત.
જયભાઈ,
આપની સાથે થોડાક અંશે સહમત નથી. વાંક ગ્લૉબલાઈઝેશન નૉ કાઢવૉ યૉગ્ય નથી.
આજે જૉ મા બાપ સરખુ નહી કમાય તૉ છૉકરા ઑ ને સરખી સગવડ નહી મળે અને તેમનૉ વિકાસ નહી થાય.
આ વ્યથા ખાલિ ભારત માં નહી પરંતુ બધે જ છે. જૉ વાંક હૉય તૉ એ લૉકૉ નૉ છે જેઑ આંધળુ અનુકરણ કરે છે જે આપે કીધુ છે.
વાંક હૉય તૉ એ લૉકૉ નૉ છે જેમને જરુરીયાત અને શૉખ વચ્ચે નૉ ભેદ ભુલાઈ ગયો છે પણ અંતે તૉ માનવમન છે ને ચાલે રાખે. જૉ આપડે બદલાઈ એ તૉ દુનિયા બદલાશે જ.
Washington post has recently surveyed G20+ major economies(I trust because surveyor is from NGO and very good person ). Their survey says in 1950 less than 5% women were working world wide including in US. By 1970 in order to support their family number of working women jumped to almost 80% and now even kids have to work to support their family.
ગ્લોબલાઈઝેશન પરિવારો પર કેવી અસર છોડે છે ?
આપના મત સાથે સંમત છું કે માબાપ સરખું કમાય તો બાળકોને સગવડ મળે અને વિકાસ થાય.
માબાપ તો ગ્લોબલાઈઝેશન પહેલાં પણ નોકરી કરતા હતા તો પછી હૂંફનું ધોવાણ કેમ થયું ?
પ્રશ્નનો જવાબ આપે આપ્યો જ છે. પરિવારોમાં પહેલાં ફક્ત પુરૂષ જ બ્રેડ વિનર હતો અને હવે
મૂડિવાદી પિતાના સંતાન ઉપભોક્તાવાદે જરૂરિયાતો અને અપેક્ષાઓમાં અમર્યાદિત વધારો કર્યો છે
જેથી સ્ત્રી-પુરૂષને રળવા જવું જ પડે કારણ કે તેમને જોઈએ છે….
૧) ૩ડી ટીવી ( એલસીડી અને એલઈડીથી સમાજમાં વટ નહિ પડે…ઑલ્ડ મૉડલ )
૨) ગૂગલનો લેટેસ્ટ નવો ફોન.
૩) હાઈબ્રીડ નવી કાર.
૪) મોટા શહેરમાં ૩ બ્રેડરૂમનો લકઝરીયસ ફ્લેટ.
Necessity is the mother of invention ની જેમ ઉપભોક્તાવાદી ઈચ્છાઓ પૂરી કરવા
સ્ત્રી-પુરૂષને પોતાના બાળકની આંખોમાં દેખાતો ખાલીપો પણ ભારે હદયે નજરઅંદાજ કરવો પડે છે.
ગ્લૉબલાઈઝેશનના વાવાઝોડામાં બાળક ઝૂરે છે અને એકલું એકલું રડે છે
તેના આંસુ લુછવા ઘરે કોઈ નથી.
Jay,
First of all, pardon me for writing in English.
I do not agree with you that, the woman are going out to work only to buy the luxury. If you notice, the rate at which the inflation is going very high and that is the reason, it is become necessary for both the partner to work to meet both their ends meet.
1. In earlier days, the education was not expensive, and parents could afford to raise more then one child also. Where as in the present time it is becoming very difficult to raise a single child with the earnings of the single person.
2. The increase in the prices of the necessary commodities including the medicine and medical expenses in the recent time. You will agree that the prices of every thing in the year 2009 increase by more then 50-80%.Compare to that increase, the salary or Income in not increase in the same ratio. Rather, due to recession many Co. not only frizzed the increments but also reduced the Salary. Many people lost their jobs. Imagine, the man who lost his job, is the single earning member of the family, what his family members would have gone through or rather going through as, as of now the recession is not fully over.
3. The no. of young deaths happening due to the stressful life, the earning of the second person in the family helps the other family member to leave the dignified life.
4. Medical expenses and need for the medical treatments are increased as compered to the earlier times. In spite of having the med claim polices, the people of the sufferer has to shell out their hard earn money as the Insurance Co. does not reimburse the entire expense incurred. To give an example, last Jan. my mother got cardiac arrest and was admitted to the hospital and the doctors had to perform the angioplasty. For the whole treatment and the hospitalization, we spent Rs.5.25 lacs. Out of which we got only Rs.4.50-65 lacs back from the insurance Co, (she was insured for Rs.7 lacs) as the Insurance Co, did not reimbursed the cost of the services charges and the admission fees paid by us to the hospital. In nutshell, in spite of having the med claim we end up in incurring exp. of around Rs.50-65 thousands. This is only the hospital exp. but now there are many recurring expenses, each month, which goes in thousands.
There many more changes in the present life as compared to the earlier years, but it are not possible to write here.
Jay, it is very easy to critisised anybody, but it is always necessary to see the second side of the coin. No parent wants their children to suffer but with the change in time and situation, we are forced to change.
તૃપ્તિ
આપના દરેક મુદ્દાઓ સાથે મારી સંમતિ છે.
ગ્લોબલાઈઝેશનની આડ અસર રૂપે તો આજનું શિક્ષણ અને દવા-દારૂ મોંઘા થયાં છે.
આપે મોંઘવારીનો મુદ્દો રજૂ કર્યો છે. આ મોંઘવારી કોણ વધારે છે ?
આપણે વર્ષોથી સાંભળીએ છીએ કે મોંઘવારી સપ્લાય એંડ ડિમાંડ પર આધારિત છે.
આપે કૉમોડિટી માર્કેટ વિષે સાંભળ્યું હશે કે જેમાં ઘંઉ..દાળ..ચોખા વગેરે પર હેજ ફંડ મેનેજરો
સટ્ટો રમે છે. સટ્ટાનું બજાર છેવટે ગ્રાહકના ખિસ્સા પર ભારે પડે છે. આજે ઘઉ પર સટ્ટો બંધ થતાં
તેના ભાવ નીચા આવી ગયા છે. કોમોડિટી માર્કેટમાં FII ના હેજ ફંડ મેનેજરોનું એકચક્રી રાજ છે.
મોંઘવારી આવતી નથી તેને લાવવામાં આવે છે.
ગ્લોબલાઈઝેશનની આડ અસરો ઘણી છે જેની વિસ્તૃત છણાવટ અહિં શક્ય નથી.
Dear Jaybhai,
Just to put a light on globalization. What do we mean by globalization?
To understand actual definition of globalization, think of what you feel as you hear word you are globalized? And what exactly is happening? This will be big post so keeping short here. Bottom line. we are not in globalization we are in capitalism era. Good or bad i don’t know. It’s individual’s call how to balance. It’s good also and bad also but one has to know what to do.
I quote from Ashis Nandy i am not sure if we have heard about him.
But he’s the lone person from India voted as asian intellectual for public policy and top 100 intellect person in foreign policy by Carnegie Endowment for peace. He says ” Distinctions between westernization and modernization have not touched the bulk of western educated modern Indians, who are convinced that their future lies in being exactly like Europe and North America.”
Truptiben,
Tamari vaat saachi che ane Jay bhai ni vaat pan saachi che. E aapda par che ke aapde system ne criticise karishu, aapdi jaat jode compromise karishu or kai innovate kari ne system na parameters ne compromise karavdavishu.
On side note: I honestly value Indian education system, not the methods by which it’s deliver. Education is must for all.
good day
ખુબ જ સરસ વાર્તા………..મન પિગળી ગયુ………….આજ ની દરેક વર્કીન્ગ વુમન ની વ્યથા વર્ણવાય છે.
હ્રુદય સ્પર્શિ વાત અને કેહવાઈ પન અનોખિ રિતે, અદભુત!!!
it was very imotional and touchy. but still i feel one thing is missing that is we indian and specially gujarati people always looking for Happy Ending. thats what i think could be added for some satisfaction of reading.
ખૂબ જ હ્રદયસ્પર્શી લેખ. મારા સદનસીબે મને working મમ્મી નથી મળી.
અહીં માતાએ પણ ઘર ચલાવવા માટે મજબૂરીમાં નોકરી કરવી પડતી હોય એવુ લાગે છે. જો તેઓ સંવેદનશીલ હોય તો જ આવો પત્ર લખી શકે, નહીંતર એમ માનીને જ સંતોષ લઈ લે કે તેઓ આ બધુ સંતાનો માટે જ કરે છે ને!
આટલા સરસ લેખ બદલ આભાર,
નયન
Thats what every working woman faces!
Think about having parents / in laws living with you. makes little easy for everone in the family.
when I am at work, my daughter is at school. My mother in law is at home. In the after noon she starts cooking . She does whatever she can or whatever she feels to do. But, thats a big help for me. when I come home, I have to do few things. I told her no need to do anything, just take rest as she takes care of my younger son also. But she says, No, if you have less things to do, you can spend time with the kids.
Once I am home at around 4:00 PM, then she is free totally.
well, everyone is not lucky in these countries like US, CANADA to have parents with them.
My kids doesn’t have to wake up early and go to baby sitter, I don’t have to wake them up and get ready early in the morning, My mother in law is not boared for the day and still she can go out after 4 or do whatever she wants to do. Kids have attachment with their grandma. with grandma, they learns a lot too. prayers, shlocks etc..
you have to respect the person. No one is perfect in this world. think on yourself, before pointing out to someone.
તમે નસીબદાર છો.
I agree that in-laws could be help reaising child, trust me i tried everything the way you have right now, but in-laws come in package, they raise your child but they take away most important thing you shoulde have, such as your peaceful house enviorment. I know very rare it happend, but it happend to me, so i rather deal with situation by working only parttime till my child is atleast 5 yrs insted of using help of in-laws. they give you problems in your married life.
Hi Everyone again,
very thoughtfull comments from everyone. I am not telling that, I am 100% correct.
But, look at the last line in my comment. sometimes, I also do face problems, but resolving the conflicts and being a little beat big-hearted is worth for the kids. (even for our mental heath!)
Having grand parents and parents, always plus point for the kids. There are somethings that we can not give as parents (eventhough we wish to, or try to) as they enjoy much with their grandparents.
In my case, I have noticed that, if I leave the job and stay home for full time, I won’t take time in evening at 6:30 to 7:00 to with kids to sing couple of “Aarti’s”. Of course, I would do in the morning but not in the evening. My M-I-L
does, and my kids run to the “pooja room” if they wish to. I think this things helps them to beleive in the God, to be a nice person.
well such a things happen from both the sides.
In my family, My in laws choose, “Bagbaan” style, by their own ( its a different story, that they both have arguments on every single statement made by the other one), but they choose to live seperate. My M-I-L lives with me and my F-I-L lives with my Derani for the weekdays.for the weekend, they both are at one place.
They choose, because, my M-I-L can take care of my 2 kids and my F-I-L can take care of my Derani’s 2 kids!!
and we four can work.
As I said, everone has different situations and they act likewise.
Pragna,
Every one is not as fortunate as you.
Being fortunate is not everything.
Ones thinking is also included in the actions taken by them.
I have heard from my co-workers ( of course, they are not Indian, but I bet, some Indian people also think likewise) ” I don’t like the way my in laws grow up my child” well, then do you like the way day care people raise your child? and why don’t you think that, the person you choose to be your life partner was grown up by them only!!
If you think that, your in laws gives trouble in your married life, do you think that they WANTS their son to get divorced? are they happy to see that situation?
Don’t expect everyone to be like you. if you are expert in some area, you MUST be lacking in some area.
The other person may be expert in the area where you are lacking and MUST be lacking somewhere else.
Just respect the person, and accept the good qualitites they have.
Pragna,
I mean to congradulate you by saying that, you are fortunate to have a supportive MIL, whereas not all others may be, including me. When my child was born, I was in labor for 19 hours, and then my child was born by ‘C’ section. They came to see my child (I am sure they did not came to see me) after 25 hours of her birth. Even after I was discharge, they came to see her last when she was 6 days old, after that, they saw her only once she was 7 months old. When I went back to my in-laws house, not only me even my daughter I was not treated properly.
I was forced to keep my child with my parents. Its not that, I could not afford to seat at home, but the situation and the atmosphere in the house was such, it was not possible for me to seat at home. It is not correct and appropriate to describe what I have gone through in my early-married life, but if you are saying the adjustment needs to be done, I do agree with you, provided both the side is willing to make some adjustments. By getting married and coming to the new environment, is the biggest adjustments we woman are making. If we are not given time and the atmosphere to adjust, it is very difficult to adjust. I fully agree with Ashishbhai’s view also about, husband helping the working woman in the house, but as he said, it is rarely found in Indian husband, specially our Gujarati community as our community in many ways have become very forward but in certain areas it is very conservative and does not adopt the changes very easily, specially when it comes to the helping in the household work. I would like to share an experience:
Once while making the ‘puirs’ my husband volunteer to help me in frying the ‘puirs’, immediately my MIL commented, that why he is helping me, he never did that to her. However, when my SIL’s husband and FIL help her in the kitchen, they are well apprised by her.
In short, I want to say that, there are double standards, SIL’s hubby and FIL can help her daughter (MIL’s daughter) but her son can not help her son’s MIL’s daughter!
As you said, ‘Just respect the person, and accept the good qualities they have’. The resects and accepting the good quality of some one is two-way traffic. You cannot respect someone, when you are not given respect.
Anyway, this is a very debatable issue and let us not discuss further. However, it is my personal feeling that
બાગબાન જેવી વાર્તા જે ઘર મા થતી હોય તે મારે હીસાબે ખોટી છે, એટલે એનો મતલબ એ થયો કે, તમે તમારા સ્વાર્થ માટે તમારા સાસુ-સસરાને જુદા કર્યા.
Hi Truptiben,
True, its a two way thing.
My inlaws denied, when we ( Me, my husband, my BIL and his wife) put some options infront of them, so that they don’t need to live like “baagban”. which says everything.
Anyway, everything depends on the situations and the surroundings of the one.
Doesn’t mean, that I don’t agree with all women, mentioned their views in their comments.
હ્રુદયસ્પર્શી વાર્તા.
જો શક્ય હોય તો સંયુક્ત પરિવાર માં રહેવું એ આ સમસ્યાનો સરળ અને સચોટ ઉપાય છે. હું કેટલાક પરિવારોને જાણું છુ જેમાં માતા-પિતા અત્યંત વ્યસ્ત રહેતા હોવા છતાં બાળકો પોતાનું બાળપણ પૂર્ણપણે માણતા માણતા ઉછરી રહ્યા છે.
Hi,
very nice story..someone has to do job because of financial crisis that is ok..
but i remember my days when i used to do job in patni computers and resigned just to give time to my daughter. it was very bold decision but appreciated by everyone in family and most of the male friends.
( female working friends were in dillema…what should they do?)
variety of foods were available in patni but at that time i used to think that my daughter is having roti which i prepared in morning..so finally i left and now i m parosing garam fulkas to her when she comes home from school…
so i think if there is no financial pressure..its much better to give time to your children…
Hi Darshana, I agree with you, if no financial pressure than better to give time to children. I was working woman when I had my 1st child, even though I had pressure; I resigned and stayed home until my son was 6 yrs. old. once he started school, I started working, now when he’s in school I am working. It’s individual’s choice.
I agree with you darshana, I think it is much wiser to make compromise finacially for 6-7 years (cut down cost and try to save money here and there) then regrating for life long that we missed our child’s growing moment. even there is need to work for both parents, for few years it will not make much difference. child will be going to school and mothers could go back to work in no time to help their family with money.
Neha and Mitali,
Is is possible in India specilly Mumbai to get job after a gap of 6-7 years? The answer is not 100% no, but It is difficult if not impossible.
Trupti, we are talking about over all- not particular city like mumbai. but as you said- possibilities are there.
Truptiben,
I live in USA so I can’t tell either it is possible to get job in mumbai after gap of 5-7 years but I know that it is possible here in state. I have many friends who have make a very good decision by staying home and raising child till they are 5-7 years of age and start school full time but while mothers are home taking care of child, they also take online classes and continue their education to higher level, I know few of my friends did their masters that way and now they are very successful in their field and no regrate of missing child growing days. it does gives you pressure in life but when you know that this is not permanent, it is much easider to go thru that time. This is very much possible here in state because here people do get little extra time for these kind of works, i know i have few cousines in india, but they says that it is little difficult to do that in india.
Neha,
Since this is an Indian site, and many readers are residing in India, we have to see the possibilities in India as in India it is very difficult to get a job after even a gap of 2-3 years. Provided you are extremely highly qualified.
As I have seen in India, we are not ready to take up any job unlike in the western countries where to meet both the ends meet, people are ready to take any odd jobs also (including we Indians).As in most of the advt. for vacancies, they want young energetic and experience person. Once you leave the job, you are not fully but partially cut-off from the professional world hence you have to really up date your knowledge before you start looking for the job once again. There is an age criteria in many organization. However, thanks to the globalization, many MNC and foreign banks and financial institutions are ready to absorb the experience personnel at any age but every things depends on your luck as well as the amount of experience and the qualification you posses.
તૃપ્તિ
આપે ઘણો જ મહત્વનો મુદ્દો રજૂ કર્યો છે કે એક વાર જૉબ છોડી દીધા પછી
૬-૭ વર્ષો બાદ ફરી તેવી જ જૉબ મળે કે કેમ ?
ગઈ કાલે જ એક રિપોર્ટ છે કે અમેરિકામાં ૭૦ લાખ નોકરીઓ ગઈ છે તે પાછી
પુનઃસ્થાપિત થવાની સંભાવના નહિવત છે.
નોકરી છોડી દેવા કરતાં બાળકના ઉછેર માટે માતા-પિતા અથવા સાસુ-સસરાની સહાય
લેવી વધુ ઈચ્છનીય છે.
આંખમા આંસુ આવિ ગયા. પરિસ્થિતિથી મજબુર્.
મારે પણ પહેલા સચિવાલયના ઘોડિયાઘરમા મારુ બાળક્ રાખવુ પડ્યુ અને પછી એક માજીને મારા બાળકો સાચવવા રાખ્યા.ઘણી વખત હુ નોકરી પર જતા ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડતી. હાશ, એ દિવસો ગયા. પણ જે પ્રેમ્ બાળકની ઉંમરે બાળકને કરીએ એ પ્રેમ અલગ જ છે.
પહેલી નજર આ લેખના ફોટા પર ગઈ. ક્યુટ બાળક છે.
ખુબ સરસ લેખ્.
હું હાથ જોડી ને પ્રાથના કરુ છુ – કે બાળકો ના ભવી માટે એમનું વર્તમાન ના બગાડો…. કરણકે વર્તમાન ક્યારે ભુતકાળ મા ફરીજાશે એ ખબર નહી પડે…. અને ભવિસ્યમા એ ભુતકાળની વાતો ત્યારે તાજી થાશે જ્યારે એ ભુતકાળ નું કોઇ વર્તમાન પણ હશે!!!!
thanks neha n meetali…
i was in SAP field , i dont know after 5-6 years i can get my job or not..because u have to start from scratch most of the time in software field.
that is also true ke once u left your job , u can end up being housewife only…..i mean to say discussing topics like food n children only..but i have made up mind ..i do read newspapers and also keep an eye on each and every development ..so that my child won’t say in future ke mummy tane aama nahi khabar pade..because it will hurt me a lot..
i do online trading in stock market..now i can know whereabouts of all sectors/companies..while previously i used to know one comapny’s one department..so we have to find out our ways to keep our brains sharpened…
v should take decision in such a way that at the age of 70-80 also v should feel that whatever i have done in life is right…pachhi evu na thavu joiye ke aam karyu hot to saru ne aam na karyu hot to saru..:)
nothing is good or bad.. i mean doing job or not doing..but you should be able to fully convince your innerself..
may god bless all the children!!
Darshana,
I fully agree with your comments.
On line trading…. good for you! I know one of my friends is doing the same and after several years she is making more money than she could in any jobs with her talent. Her Software Programmer (now director in an IT company) husband wan not able to save and buy a house in such a short period but she got the down payment of her first house by trading Google.
If you need any help with trading then let me know. My email address is abdave@sbcglobal.net
Ashish Dave
Sunnyvale, California
Hardikbhai,
The change is an essence of life. I always believe in change. With the passage of time in my view everybody needs to change, we can continue to stick to the age-old principles defined by our ancestors. I am not saying the principles and rules defined by them is/was wrong but the same was designed or framed looking at the scenario of that time. Is our eating habits, dressing style; living style is the same as was followed by our ancestors? Obliviously the answer is No. With the increase in the education, the people can now think and decide what is bad and what is good for them, rather then following the rules defined by our ancestors. With the invention of new technologies, the distance between the places and the people is decreased. Have we ever thought of the Internet, email, mobile phone, setelaite television? The answer is No. In those days, having a landline telephone was also considered a luxury, whereas even a mobile is the present day’s necessity. Without the internet and email, we cannot think of our selves, as due to this, the world is come very close to us and we can keep our self-updated due to these. Due to the satellite TV, we cannot only know what is happening in the city, which we are living in but also can know about the happenings in the world. I agree that it has its advantages as well as disadvantages, but it is once again the responsibility of the individual to balance the situation.
I fully agree to your point regarding the education and the education system. It is proved world wide that the Indian students when they go out of the country they excel very well due to good education given in our country, but the system as you mentioned is not good, which needs to be changed.
સરસ ચર્ચાત્મક પ્રતિભાવ વાંચ્યા. મોટે ભાગે બહેનોએ સ્થિતિને પોતાના દ્રષ્ટિકોણથી રજુ કરી.
માણસને આ બાબતે વિચાર નથી કરવો પડ્યો કારણ માણસ કામ માટે બહાર જાય છે.
વિદેશોમા સ્થિતિ અલગ છે.
સ્ત્રી કામ કરી શકે છે અને પુરુષ ઘરે રહીને બાળકને સાચવી શકે છે.
નોકરીમા થોડા સમયના વિરામ પછી, લોકો પાછા કામ કરી શકે એવુ વાતાવરણ છે.
વિદેશમા લોકો કરિયર ચેંજ કરી શકતા જોઇ શકાય છે. પહેલા મિલિટરીમા, પછી બેંકમા, પછી પોતાનો સ્વતંત્ર નાનો ધંધો વગેરે.
આ બધુ ભારતમા હજી શક્ય નથી. કેમ એ ખબર નથી?
સમાજનુ માનસ જડ છે.
દા.ત. તમે મોટા પગારવાળી નોકરી છોડો અને કંઇ નાના પાયે કરો અથવા કરિયર ચેંજ કરો તો એવા લોકો પહેલા સલાહ આપશે કે આમ કેમ કર્યુ? અથવા આમ તો કંઇ કરાતુ હશે?
બધા દંપતિ, સાસુ-સસરા જોડે પ્રેમથી રહે છે અથવા ગરજ માટે (છોકરા સાચવવા) અથવા બન્ને માટે.
ડે-કેરમા પૈસા આપીને છુટ્ટા. અને પૈસા ન ખર્ચવા હોય અને સાસુ-સસરા જોડે ન બનતુ હોય તો પણ ખરાબ શબ્દોમા કહુ તો “ગરજ માટે ગધેડાને બાપ બનાવવો”
અને એમા પણ ફરિયાદ – સાસુ સસરા કંટાળાજનક છે (ફ્રી છેને ભાઇ?)
હું એમ નથી કહેતો કે સાસુ-સસરા બધ સારા જ હોય છે (છેવટે માણસ નામનુ પ્રાણી છે).
સારા હોય તો હું નસીબદાર છુ અને સારા(?) ન હોય તો હું બિચારી કેટલુ સહન કરુ?
(છેવટે માણસ નામનુ પ્રાણી છે).
બીજા સારા-નસારા પણ આપણે કેવા?
મારી કોમેન્ટ કોઇ વ્યક્તિ માટે નથી. આ એક જનરલ નિરીક્ષણ છે.
હળવી વાતઃ દર્શનાબેનનુ ગુજલીશ ગમ્યુ – પરોસીંગ ગરમ ફુલકા
રણમા મૃગજળ (અંગેજી કોમેન્ટ વચ્ચે ગુજરાતી શબ્દો)
Working women do face certain challenges as well as obstacles even without children especially in our culture where support from husband is not as much as what I have seen in western cultures. Working women who have children experience even more demands on time, energy and resources. Many women struggle with finding better ways to balance work and life and often this guilt comes from not spending quality time with children. Support from husband becomes very crucial in such situations.
The quality of our married life has drastically improved after my wife decided to quit the job after our daughter was born 8 years back. She is doing lot of volunteer work at my daughter’s school in computer lab, science lab, and helping other students in their projects. My daughter is excelling and I do think that all of that is just because my wife is really spending good time with her.
Thought provoking article.
Ashish Dave
Sunnyvale, California
REAALY TOO GOOD LEKH. HU PAN AA J PARISTHI MA THI PASAR THAI RAHI CHU. HU PAN JOB KARU CHU AND MARO BABU JODE MANE PAN TIME SPENT KARVANO TIME NATHI MALTO PAN AAJ NI MONGVARI MA CHILD NE SARI FACILITY AND SARU EDUCATION AAP VA DAREK PARENTS JOB KARVI COMPULLSARY JARURI CHE MANE PAN BAHU DUKH THAY CHE MARA BABU NE RAJA HOY TO PAN MARE OFFICE CHALU HOY CHE
AAMA JE QUTE BOY CHE MARO SON PAN AEVO J LAGE CHE REAALY TOO GOOD
વર્કિન્ગ વુમન ન હોવાથિ પળે પળ સાથે રહિ ને દિકરા દિકરિ ઉછેર્યા….ને મોટા થૈ ને પોત પોતાના માળા મા ગોઠ્વાય ગયા છતાય તેમનિ યાદ આવે ત્યારે આંખો છલકાય જાય છે….કે શું ખાતા હશે,શુ પિતા હશે….કેમ રેતા હશે?
હે ભગવાન મને ક્યારે વર્કીગ વુમન નો પુત્ર ના બનાવશો પ્લીઝ !!!!!!!!!!!
ધીરજભાઈઃ
તેનાં કરતાં એવી પ્રાર્થના કરો તો??????? કે હે ઈશ્વર કોઈ માતાને તેવી મજબુરી આપતા સંજોગો ઊભા ન કરતો.
ધણી માતાઓ એ અહીં જે મજબુરીનું વર્ણન કર્યુ છે તે જોતા દરેક ‘વર્કીંગ વુમન’ મોજ-શોખ માટે જ કામ કરે છે તેમ વિચારવું ખોટુ છે તેમ લાગે છે. આપની આવી પ્રાર્થના એવી માતાઓ ની લાગણીઓ ને ઠેસ પહોંચાડશે તેવુ તમને નથી લાગતું????.
Everyone has different situation
wise man says
it is inconvenient first
When you tolerate the situation
it becomes accepted
so if you are educated enough
you can find the way
to find the way first step is trust in GOD
next comes your duty towards religion
if we try to fulfill our duty towards religion
the solution is there
Thanks
What is the position of the mother is described in the following message I received from my friend:
MOTHERHOOD IS THE TOUGHEST 24 HOURS LIFE TIME JOB.
NO PAY, NO DAYS OFF, NO QUALIFICATIONS REQUIRED AND NO TRAINNING GIVEN BUT AT THE SAME TIME MOST OFTEN UNAPPRECIATED AND YET RESIGNATION IS IMPOSSIBLE!!!!!!!!!!