જ્યાં હાથ નાખો ત્યાં સોનું છે – અનુ. દર્શા કિકાણી
[દક્ષિણ કોરિયાની ‘દેવૂ’ કંપનીના સ્થાપક અને ચેરમેન શ્રી કિમ વૂ ચૂંગ ના પુસ્તકનો ગુજરાતી ભાવાનુવાદ તાજેતરમાં વિચારવલોણું પરિવાર દ્વારા ‘જ્યાં હાથ નાખો ત્યાં સોનું છે’ શીર્ષક હેઠળ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ ભાવાનુવાદ અને સંક્ષેપ દર્શાબેન કિકાણીએ કર્યો છે. અભ્યાસ ક્ષેત્રે B.Sc., M.B.A., LLB, FCS, ACIS (London) કર્યા બાદ તેઓ હાલમાં રિલાયન્સ અડાગ-મુંબઈમાં વાઈસ પ્રેસિડેન્ટ (લીગલ)નો હોદ્દો સંભાળે છે. રીડગુજરાતીને આ લેખ માટે પરવાનગી આપવા બદલ દર્શાબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 79 65124843 અથવા આ સરનામે darsha.kikani@relianceada.com સંપર્ક કરી શકો છો. આ સંપૂર્ણ પુસ્તક આપ vicharvalonu.com પર અથવા પ્રસ્તુત લેખના અંતે આપેલી લીન્ક પર ક્લિક કરીને ‘ડાઉનલોડ’ વિભાગમાંથી મેળવી શકો છો.]
[1] સમયનો સદુપયોગ
દુનિયામાં ઘણી મૂલ્યવાન વસ્તુઓ છે. મિલકત, ઝવેરાત… પણ સૌથી મૂલ્યવાન તો સમય છે. કમાનમાંથી છૂટેલા તીરની જેમ તે ક્યારેય પાછો ન આવે. ‘વર્તમાન’ તો એક ક્ષણ માટે જ આવે. તમે વર્તમાન ને પકડો ત્યાં તો એ ભૂતકાળ બની સરી જાય કે જેને તમે ક્યારેય પકડી ન શકો. તમને બીજું કામ મળે, બીજી મિલકત પણ મળે, પરંતુ સમય ફરી ન મળે. યુવાનો સમયની કિંમત ભૂલી જતા હોય છે. યુવાનોને લાગે કે આગળ ઘણો સમય છે, એટલે થોડો સમય વેડફાય તો વાંધો નહીં પણ એમ નથી.
ઘણા સમય પહેલાં અમે દેવુમાં સૂત્ર બનાવ્યું હતું, ‘અમે સમય બચાવીએ છીએ પણ પરસેવો અને મહેનત નહીં.’ આપણને સૌને સમયનું મહત્વ ખબર છે. જીત અને હારનો બધો આધાર તમે સમય કેમ પસાર કરો છો તેના પર છે. કદાચ બે માણસો એક જ વસ્તુમાં સાથે સફળ થાય પણ જે માણસ પોતાનો સમય સમજીને વાપરે છે તે વધુ સફળ થાય છે.
મને દિવસ બહુ નાનો લાગે છે. ત્રીસ કે ચાલીસ કલાક હોત તો કેવું સારું ! મને સમય એટલો અગત્યનો લાગે છે કે હું મારા ઘણાં નિત્યકર્મ ગાડીમાં જ કરી લઉં છું. પરદેશની મુસાફરીમાં પણ મારો ઘણો સમય ચાલ્યો જાય છે. પરદેશની મુસાફરીના સમય માટે જો ઈનામ આપવાનું હોય તો મને જ મળે. વિમાન બદલવામાં પણ હું સમયનું પૂરતું ધ્યાન રાખું. બને તો રાતની મુસાફરી રાખું જેથી કામનો સમય ન બગડે. વિમાનમાં સૂઈ લઉં એટલે બીજા દિવસના કામ માટે તૈયાર ! વિમાનમાં જ હું વાંચી લઉં, રિપોર્ટ જોઈ લઉં અને પ્લાન પણ મંજૂર કરી લઉં. અમારી ‘દેવુ’ કંપનીમાં રિવાજ છે કે કામના સમયે મિટીંગ રાખવી નહીં. મારા મેનેજરો મને સવારે સાત વાગે સહેલાઈથી મળી શકે. કર્મચારીઓ તેને મજાકમાં ‘સવારની પ્રાર્થના સેવા’ પણ કહે. દેવુની ચાલકશક્તિ એટલે અમારું સમય માટેનું માન. કોરિયાની ઘણી કંપનીઓ કરતાં અમે થોડા મોડા બજારમાં આવ્યા. પણ અમારી મોટી મૂડી એટલે યુવાનો અને સમય. અમે યુવાન હતા એટલે સર્જનશીલ હતા, દઢ હતા અને આંતરરાષ્ટ્રીય વિસ્તરણના હિમાયતી હતા.
25 વર્ષની અમારી વૃદ્ધિને લોકો ચમત્કાર લેખે છે – કેટલાક તેને શંકાથી પણ જુએ છે. પણ અમે તેને 25 વર્ષ નથી ગણતા. અમે બધાં કરતાં બેવડું કામ કર્યું છે. સવારે નવથી સાંજે પાંચને બદલે અમે સવારે પાંચથી રાત્રે નવ સુધી કામ કર્યું છે. મને હજી યાદ છે એ દિવસો કે જ્યારે કોરિયામાં મધરાતથી સવારે ચાર સુધી કરફ્યુ રહેતો. અમારી મિટીંગો મોડીરાત સુધી ચાલે એટલે અમારે નજીકની વીશીમાં જ રાતવાસો કરવો પડે. જો કોઈ કંપની અમારા જેટલું કામ કરે તો એટલો વિકાસ પામે જ. બધાંની પાસે દિવસ તો ચોવીસ કલાકનો જ છે. આ 24 કલાક તમે કેવી રીતે વાપરો છો તેના પર બધો આધાર છે. માણસ એક દિવસમાં ત્રણ ગણું કામ કરે તો ત્રણ દિવસ આગળ થઈ જાય. જો કે જીવનમાં ઉપયોગી અને ફળદ્રુપ સમયની કિંમત વધારે છે.
રોમન ફિલસૂફ સેનેકાએ સમયનું સુંદર મૂલ્યાંકન કર્યું છે. તે કહે છે જો તમે સમયને અસરકારક રીતે વાપરો તો કોઈ પણ ધ્યેય પ્રાપ્ત કરવા જીવન પૂરતું લાંબુ છે. પણ જો તમે સમય આળસમાં વેડફો કે કોઈ ધ્યેય વગર જીવો તો તમને આ સત્ય સમજાય ત્યારે મોડું થઈ ગયું હોય. જિંદગી ટૂંકી નથી, સમય વેડફીને આપણે તેને ટૂંકી બનાવી દઈએ છીએ. એક માણસ અઢળક ધન કમાય પણ ધ્યાન ન રાખે તો બધું પળમાં ગુમાવી દે. બીજી વ્યક્તિ પાસે વધુ ધન ન હોય પણ સાચવીને વાપરે તો જીવનભર ચાલે. સમયને પણ તે જ નિયમ લાગુ પડે છે. જીવન વેડફવા માટે નથી. તે બહુ મૂલ્યવાન છે. એક ક્ષણનો પણ વ્યય ન કરશો કારણ કે જીવન ક્ષણોનું જ બનેલું છે.
[2] કારકીર્દિમાં સફળતાના છ રસ્તા
તમે સર્જનાત્મક હો તો ધંધામાં સફળ થવાના ઘણા રસ્તા છે. નવા વિચાર સાથે સફળતા તરત મળે – દા…ત, નવી પ્રક્રિયા કે વેચાણના નવા નુસ્ખા તમે જાણતા હો તો સફળતા તરત મળે, પણ ચીલાચાલુ રીતે આગળ વધો તો વાર લાગે. વેપાર શરૂ કરતી વ્યક્તિને મારી આ સલાહો છે :
(ક) શરૂઆતથી જ મહેનત કરો. પ્રયત્ન વગર કંઈ પ્રાપ્ત ન થાય. નાની એવી સફળતાથી વિશ્વાસ આવશે અને કામ કરવાની ધગશ જાગશે.
(ખ) નાના ફેરફારો પણ અગત્યના છે. તમારું કામ કાગળો તૈયાર કરવાનું હોય તો તેમાં પણ કંઈક નવીન કરી શકાય. ઘરમાં પણ વાર-તહેવારે ફર્નિચરની જગ્યા બદલી શકાય, જાણે ઘર નવું બની જાય. સફળ થવા કંઈ મોટી શોધખોળ કરવાની જરૂર નથી. નાની નાની વસ્તુઓના પણ સુધારા થઈ શકે. છાપાં વેચવાના નવા નુસખા શોધી શકાય અથવા વિશિષ્ટ વસ્તુઓ માટેની અલગ દુકાનો કરી શકાય. નાના નાના સુધારા ભેગા કરો તો મોટી શોધ થાય.
(ગ) બીજાને માટે કામ કરો, ફક્ત પોતાના માટે નહીં. આ એક જાતનો વીમો છે. તમે બીજાઓ માટે કામ કરશો તો વળતર વધુ મળશે. બીજાને માટે સો કામ કરશો તો તમારા હજાર કામ થશે. તમારો નફો વહેંચશો તો લાંબાગાળે વધુ વેપાર થશે. મેં તો યુવાનીમાં બીજા માટે કર્યું છે. મારા ત્રણ ભાઈઓ અમેરિકા ભણવા ગયા પણ હું તો મારી માતાનું ધ્યાન રાખવા તેની સાથે જ રહ્યો. નોકરીમાં પણ કંપની માટે ઘણું કામ કર્યું. મારા ઉપરી મારી પર ખુશ હતા. મને અનુભવ અને વિશ્વાસ મળ્યા. મેં મારી કંપની શરૂ કરી તો મારા માણસો માટે મેં કામ કર્યું. તેમના માટે એક આદર્શ બન્યો.
(ઘ) તમારી પોતાની મિલકત માટે વધુ પડતી ચિંતા કરશો નહીં. મારી પાસે કેટલું ધન છે તે મેં ક્યારેય ગણ્યું નથી. મને વિશ્વાસ છે કે હું જરૂર પડ્યે ધન પેદા કરી લઈશ. બધાનું રહસ્ય છે – મહેનત. તો મારે ડર શાનો ? ભવિષ્યમાં મારી મિલકત કરતાં મારી સિદ્ધિઓ માટે ઓળખાવાનું હું વધારે પસંદ કરીશ. એક ઔદ્યોગિક સાહસિક તો પોતાની મિલકત છેલ્લે જ ગણે, ભવિષ્યમાં વિશ્વાસ ઘટી જાય ત્યારે. ધંધાનો વિચાર ઓછો કરો એટલે કંપની ડૂબી જ જાય.
(ચ) વિશ્વાસ હોય તો બધું શક્ય છે. કોઈપણ મુસીબત આવે તો તેનો રસ્તો નીકળે. દરેક પડકારનો સામનો કરવાથી માણસ ઊંચો આવે છે. પણ સામાન્ય માણસ તો પોતાની આવડતના 10 ટકા જ વાપરે છે.
(છ) તકો તો અસંખ્ય છે પણ જહેમત વિના તે દેખાય નહીં. વિચારવું એ પણ મહેનત છે અને તેનાથી તમે નવસર્જન કરી શકો છો.
[3] ચાદર જેટલા જ પગ તાણો
થોડા વર્ષો પહેલાં મારી પત્નીએ નવું ઘર બનાવ્યું જેની મને તો બાંધકામ પૂરું થયા પછી જ જાણ થઈ. આ કંઈ વૈભવી બંગલો નથી પણ અમારા જૂના ઘર કરતાં ચોક્કસ મોટું છે અને મને ત્યાં રહેતા ફાવતું નથી. ઘરે પહોંચીને ક્યારેક લાગે છે કે હું સાચી જ જગ્યાએ પહોંચ્યો છું ને ? બીજાને માટે આદર્શરૂપ બનવું મારે માટે વધારે અગત્યનું છે. કોઈએ મારી ટીકા કરી નથી પણ મારે ખોટો દાખલો નથી બેસાડવો. આગેવાને તો તેના અનુયાયી માટે દષ્ટાંતરૂપ બનવું પડે. જો તેનું જીવનધોરણ ઊંચુ હશે તો બીજાઓ પણ તેનું અનુકરણ કરશે.
મુસાફરી દરમ્યાન હું હોટલના મોટા રૂમમાં નથી રહેતો. ફક્ત રાત્રે સૂવા માટે સાદો રૂમ પણ ચાલે. અને જ્યાં દેવુના સ્ટાફ-રૂમ હોય ત્યાં તો હું તેનો જ ઉપયોગ કરું જેથી તેઓ કેવી રીતે રહે છે તેનો ખ્યાલ આવે અને તેમની સાથે વધુ સમય ગાળી શકાય. આ કંઈ પૈસા બચાવવા કે નમ્રતા બતાવવા નહીં પણ એક સાચી ભાવના બતાવવા કરું છું. માણસે પોતાની પહોંચ કરતાં થોડો ઓછો ખર્ચો કરવો જોઈએ. તેનાથી સલામતીનો ગાળો રહે છે. એકવાર ઉચ્ચ શૈલી અપનાવો એટલે થોડું પણ નીચે આવતા તકલીફ પડે. ન્યુયોર્કની ઑફિસ શરૂ કરી ત્યારે મેં કોઈને પણ કાર ખરીદવાની છૂટ ન આપી. કંપનીની કાર હતી પણ કર્મચારીઓ બધા બસમાં કે ટ્રેનમાં આવે. અને તેમને તેનો ગર્વ હતો-શરમ નહીં. જ્યારે તેઓ દેશમાં પાછા આવ્યા ત્યારે તે જ જીવનશૈલી બનાવી રાખી – જરાય નીચી નહીં. માનસિક રીતે આ બહુ જરૂરી છે.
પરદેશ કામ કરતા કર્મચારીઓને દેશમાં મળે તે કરતાં વધુ પગાર મળે. પણ તેઓ પાછા આવે તો દુ:ખી ન થવાં જોઈએ. અમે તેમના પગારના 15 થી 20 ટકા બચાવીને બેંકમાં જમા કરીએ – નહીં તો બધી જ રકમ વપરાઈ જાય. જીવનશૈલી નીચી લાવતાં કેટલું દુ:ખ થાય છે તેનો મને અનુભવ છે. હું વિમાનમાં પહેલા વર્ગમાં મુસાફરી કરું નહીં. મારા મિત્રો ઘણીવાર મારી આગળ બેસે. હું પાછળ અને તેઓ આગળ હોય તેમાં તેમને અજૂગતું લાગે. કોરિયન એરલાઈન્સે મને અને અમારા ચેરમેનને પ્રથમ વર્ગમાં મુસાફરીનો પાસ આપ્યો, અમે તેમના મોટા ગ્રાહક હતા. થોડા સમયમાં બીજી કંપનીઓએ તે પાસ માટે ફરિયાદ કરી એટલે અમારા પાસ પણ પાછા લઈ લીધા. પછી પાછળ બેસતાં મને તકલીફ થતી. હું હવે પ્રથમ વર્ગમાં મુસાફરી કરું છું !
અમેરિકાની ઉચ્ચ જીવનશૈલી હું ક્યારેય નહીં ભૂલી શકું. માલ્કમ ફોર્બ્સે તેમના મેગેઝીનની સિત્તેરમી વર્ષગાંઠ તેમના ન્યુજર્સીના ઘરમાં 1987માં ઉજવી. મહેમાનો મોટી લીમો ગાડી અને હેલિકોપ્ટરમાં મોંઘા કપડામાં સજી-ધજીને આવેલા. અને હું તથા મારી પત્ની તો સાદા વસ્ત્રોમાં કંપનીની સાદી ગાડીમાં હતા. મિ. ફોર્બ્સે મને બધે ફેરવ્યો અને બધાની ઓળખાણ કરાવી. મારા મનમાં મિશ્ર લાગણીઓ ઉત્પન્ન થઈ. આ સાચું અમેરિકા જ્યાં લોકો હેલિકોપ્ટરમાં બેસી પાર્ટીમાં આવે. મને ખૂબ નવાઈ લાગી કે કેવી રીતે ઉચ્ચ અધિકારીઓ પાર્ટી માટે સમય અને પૈસા વેડફી શકે છે. હું તેમની ટીકા નથી કરતો પણ મને તે જાહોજલાલી અજુગતી લાગી હતી. બીજા મહેમાનોને હું ગામડીયો લાગ્યો હોઈશ. મને શરમ કે બીક ન લાગી. હું મારા રોજના વસ્ત્રો માટે ગર્વ અનુભવતો હતો.
દરેક માણસનું એક સ્તર હોય, જ્યાં સુધી તેને જાહોજલાલી પરવડી શકે. ઘણા લોકો પોતાના ગજા ઉપરાંત જીવે. મને મારી પહોંચ કરતાં એક સ્તર નીચે રહેવું ગમે. 1970માં દેવુની એંપાયર સ્ટેટ બિલ્ડીંગમાં ઑફિસ હતી ત્યારે હું નજીકની જૂની-પુરાણી હોટલમાં રહેતો. જેને પરવડે નહીં તેવા કેટલાય લોકો મોટી હોટલોમાં રહેતા. મારે માટે તે હોટલમાં રહી નજીકની ઓફિસ ચાલતા પહોંચી જવું સગવડભર્યું અને કરકસરયુક્ત બંને હતું. મોટી હોટલમાં રહી દેખાડો કરવા કરતાં અહીં મારી સગવડ સચવાતી હતી.
સંપૂર્ણ પુસ્તક ડાઉનલોડ કરવા માટે : Click Here
[કુલ પાન : 60. કિંમત રૂ. 30. પ્રાપ્તિસ્થાન : વિચારવલોણું પરિવાર. 406, વિમૂર્તિ કોમ્પ્લેક્ષ, ગુરુકુળ રોડ, મેમનગર, અમદાવાદ-52. ફોન : +91 79 30122736.]








ખુબજ સુન્દર લેખ
ખુબ સુંદર.
૧. સમયનો સદુપયોગ – એક પંક્તિ યાદ આવી ગઇ જે શાળા જીવનમાં ભણતા હતા…
“ગઇ સંપત્તિ સાંપડે ગયા વળે છે વહાણ
ગત અવસર આવે નહી ગયા ન આવે પ્રાણ”
૨. કારકીર્દિમાં સફળતાના છ રસ્તા
બધા કરે છે એ જ કરવું એવું ક્યારેય જરિરી નથી હોતું જો આપણામાં નવો રસ્તો બનાવવાની આવડત અને ધગશ હોય તો…અને છતાં કદાચ એમ ન કરી શકાય તો બધા ચાલે છે એજ રસ્તે જુદી રીતે તો ચાલવાની પહેલ કરી શકાય.
૩. ચાદર જેટલા જ પગ તાણો
ખુબ સાચી વાત…બીજાનું અનુકરણ કરવામાં આપણે આપણી પાસે જે કંઇ છે તે માણવાનું પણ વીસરી જઇએ છીએ. ગજા બહારનું ખર્ચ કરી દેખાડો કરી વાહ વાહ મેળવવી અને રાત્રે શાંતિથી સૂઇ પણ ન શકવું એના કરતા ઓછી જરુરીયાતોથી ચલાવી લઇ રાત્રે શાંતિથી સૂવું શું ખોટું?
આપની વાત સાથે સહમત છું.ખુબજ સરસ પ્રતિભાવ આપ્યો છે.
ફરી મલશું?
આભાર.
વ્રજ દવે
ખુબ જ સરસ, ખરેખર અદભુત!
દેવૂ કંપનીના સ્થાપક કિમ વૂ ચૂંગની મહેનત અને કરકસર રંગ લાવી.
બીજા વિશ્વ યુધ્ધ બાદ ત્રીજા વિશ્વના દેશોમાં દક્ષિણ કોરિયા એકમાત્ર દેશ છે કે
જેની મલ્ટિનેશલ કંપનીઓએ આજે જાપાન અને અમેરિકાની કંપનીઓની મોનોપોલીને
ચેલેંજ કરી છે. કંઝયુમર માર્કેટમાં સેમસંગ…એલજી…દેવૂ….હંડાઈ જેવી કંપનીઓ ગ્રાહકને
આકર્ષવાઅમાં નોંધપાત્ર સફળ થઈ છે.
દેવૂ કંપનીના અદ્વિતીય વિકાસમાં કરકસર
WHILE READING THIS ARTICLE GANDHI CAME TO MY MIND –AND VERY FIRST TIME I CAME TO KNOW THAT IN OTHER COUNTRIES ALSO SUCH PHILOSOPHERS ARE THERE — SIMPLE LIVING & HIGH THINKING—
AFTER READING THE ARTICLE –I READ COMMENTS OF HIRAL VYAS —NICELY PUT UP AS A GUIDE AFTER A TEXTBOOK READING –VERY GOOD—
BUT NUMBER OF READERS ARE VERY LESS –IS IT THAT WE DO NOT WANT SUCH ARTICLES WHICH PREACHES ? –IS OUR LIFE ONLY FOR LIGHT AND USELESS READING –THINKING–ACTING AND USING
OUR FREE TIME AFTER IDIOT BOX OR THEATURE OR RANGBHUMI?
બૌ સરસ….. હવે થિ હુ પન સમય્ ને વેદ્ફિશ નૈ.. બૌ ગમ્યુ મને…
સમયનું મહત્વ,સમયનું વ્યવસ્થાપન અને સફળતાના રસ્તા દર્શાવનારો લેખ ખુબજ સરસ રહ્યો,ચાદર એટલી સોડ તાણાવાની વાત ઘણી જ મહત્વની છે.
-રાજેન્દ્ર નામજોશી – વૈશાલી વકીલ ( સુરત )
i have read full execerpts of this biography.It is very inspiring.
Unforutnately Kim could not save his company and business empire at the end of his career.
He has to leave his country for some years and later on Jailed too.
It seems his progress was too fast and the means to achive the same was unjust.(I remeber Gandhiji, he always tells , for all your deeds sadhan( means of doing ) should also be correct . This is universal truth.
Nilesh Shah, Yanbu,Saudi Arabia
નિલેશભાઈ
….અને અંતે દેવૂના મૉટર યુનિટને જનરલ મૉટર ગળી ગઈ.
Very nice. Did not agree with extreme work schedule from 5 to 9. You need sometime off too. You can work smart and can find time for your passion, hobbies etc…
This is my first comment @ readgujarati..so i welcome myself in the circle of my gujju folks.
Well…Very Nice Translation of “Every Street is Paved with Gold”..What happened to Kim Woo Choong in 2005 is another story. But yaa…Inspiration should be taken from him as he rose from a Paper Delivery Boy to CEO.
There are other Biographies too if any of you guys are interested:
1) Made In JAPAN (By Akio Morita)
2) Straight from the Gut (By Jack Welch)
3) Losing my Virginity (By Richard Branson)
ધવલ મેવાડા
બહુજ સરસ લેખ
બહુ જ સમજ્વાલાયક લેખ છે. કેટલી સત્ય વાત આ લેખો ધ્વારા કરવામા આવી છે. આવા સરસ પુસ્તક નો ભાવાનુવાદ કરવા બદલ માનનીય દર્શાબહેન નો ખુબ આભાર.
નિતિન
Excellent work. Tipe tipe sarovar bharay te anu nam. I wish our industrialist and politian can take something from this
ભગવાન આપણને દરરોજ ૨૪કલાક નો બેરર ચેક અચુક આપેજ છે.પણ આપણે તેમાથી કેટલા કલાક વાપર્યા તે મહત્વનું છે.સમયને સાચવો,સંભાળો અને દરરોજ ૨૪કલાક વાપરી દરરોજની બેલેન્સ નીલ કરો.
અમલમાં મુકવા જેવો વાતો કહી.
આભાર.
વ્રજ દવે
THIS IS VERY COMMON FACTS VERY EFFECTIVELY WRITTEN ,THIS IS MUST BE DESPLAY IN EVERY SCHOOL’S NOTICE BOARD. SO OUR UPBRINGING BREED WILL NOTICE THE COMMON FACTS IN COMMON WAY .
I have always liked to read biographies. Thanks for sharing Mrugeshbhai and special thanks to Darsha bahen for translating the original work.
ખખ્રેખર ખુબ જ સુદર લેખ સમય જે ખુબ જ મુલ્યવાન હોય છે.