પાછો વળ – રશીદ મીર

સાંજ ટોળે વળી છે પાછો વળ,
ભીંત ભાંગી પડી છે પાછો વળ.

આંગણું રવરવે છે પગલાંથી,
ડેલી અબખે પડી છે પાછો વળ.

સૌ વળાંકો ઉદાસ ઊભા છે,
એ જ મારી ગલી છે પાછો વળ.

લોક શોધે છે નિત નવાં કારણ,
ખૂબ કપરી ઘડી છે પાછો વળ.

તારા એકાન્તને ભરી દેવા,
ભીડ મેં ચાતરી છે પાછો વળ.

ચન્દ્ર સોળે કળાએ ખીલ્યો છે,
ચાંદની ટળવળી છે પાછો વળ.

એક હું છું કે જીવ બાળું છું,
કોને કોની પડી છે પાછો વળ.

જિંદગીની તલાશ છોડી દે,
‘મીર’ કોને મળી છે પાછો વળ.

  « Previous પરિવર્તન – વત્સલા સુનીલ મનીઆર
ઘડપણ કોણે મોકલ્યું ? – નરસિંહ મહેતા Next »   


આપના પ્રતિભાવો

કુલ 5 પ્રતિભાવો : “પાછો વળ – રશીદ મીર”
  1. 1
    gopal parekh says:

    કોને કોની પડી છ પાછો વળ, જીવનનુઁ અણગમતુઁ સત્ય સરળ રીતે રજુ કર્યુઁછે તે વિશેષ ગમ્યુઁ

  2. 2
    hardik says:

    “એકલૉ જાને” અને “પાછૉ વળ”..બે અલગ અલગ દિશામાં જવાનો નિર્દેશ પણ એકજ ભાવ.
    ખુબ સરસ મીર સાહેબ..

  3. 3
    જગત દવે says:

    દરેક વાંચનાર નાં ર્હદય ને ઢંઢોળે તેવી ગઝલ. મને ખાત્રી છે કે દરેક વાંચકને તેમની કોઈ ‘ટોળે વળેલી સાંજ’ યાદ આવી જ હશે અને ‘પગલાં થી રવરવતું આંગણુ અને ડેલી’ પણ.

    ખુબ ધારદાર શબ્દોનું ચયન ગઝલનાં ભાવો ને ઉભારે છે

    ગઝલકાર વિશે થોડી માહિતી આપી હોત તો સારું હતું.

  4. 4
    nayan panchal says:

    સૌ વળાંકો ઉદાસ ઊભા છે,
    એ જ મારી ગલી છે પાછો વળ.

    બહુ મોડું થાય તે પહેલા પાછા વળી જવામાં જ સાર છે. જીવન હંમેશા પાછા વળવાની તક નથી આપતી.

    નયન

  5. 5
    Khushi says:

    રશીદ મીર ની આ રચના ખરેખર ખુબ ગમી .

આપનો અભિપ્રાય

આપને આ કૃતિ કેવી લાગી ? આપનો અભિપ્રાય જણાવો...
પ્રતિભાવમાં આપની તસ્વીર મૂકવા માટે અહીં નામ નોંધાવો : Gravatar.com