ગઝલ – હરીશ મીનાશ્રુ

મયદાનવની નગરી લાગે
અટકળ આજે અઘરી લાગે

પળપળ ચાંપે કોઈ પલીતો
જન્મારો જામગરી લાગે

ઉપર આભ નીચે ધરતી છે
પડછાયા ઘરવખરી લાગે

દંડકવનમાં શુષ્ક બોરડી
વણચાખેલી શબરી લાગે

આંસુને ઘડવા બેઠેલી
નદીઓ બહુ કામગરી લાગે

તું જો ઓઝલ, અષ્ટ પ્રહર આ
દષ્ટિ સાવ જ નવરી લાગે

ટગરટગર તું તાકી રહે તો
ત્રાટક કરતી ટગરી લાગે

ચકરી પાઘ જુઓ પંડિતની
ગનાનધેરી ગઠરી લાગે.

  « Previous સ્વભાવનો સ્વભાવ – મધુકાન્ત જોષી
દે છે સહાય પણ – દિનેશ ડોંગરે ‘નાદાન’ Next »   


આપના પ્રતિભાવો

કુલ 3 પ્રતિભાવો : “ગઝલ – હરીશ મીનાશ્રુ”
  1. 1

    વાહ, બહુ જ સુંદર ગઝલ.
    આવી રણકેદાર ને પોતીકી મુદ્રા ઉપસાવતી ગઝલ હરીશ મીનાશ્રુ જ લખી શકે.

  2. 2
    sudhir patel says:

    ખૂબ જ સુંદર ગઝલ માણવાની મજા આવી!
    સુધીર પટેલ.

  3. 3
    Alap says:

    તું જો ઓઝલ, અષ્ટ પ્રહર આ
    દષ્ટિ સાવ જ નવરી લાગે

    નાઇસ લાઇન્સ.

આપનો અભિપ્રાય

આપને આ કૃતિ કેવી લાગી ? આપનો અભિપ્રાય જણાવો...
પ્રતિભાવમાં આપની તસ્વીર મૂકવા માટે અહીં નામ નોંધાવો : Gravatar.com