મૌનના પડઘા – દત્તાત્રય ભટ્ટ
[‘ગઝલવિશ્વ’ સામાયિકમાંથી સાભાર.]
સમંદરની લહેરોમાં લહેરે મૌનના પડઘા,
નિરાકારી શબદનાં રૂપ છેડે મૌનના પડઘા.
ભલે પર્વતની ટોચથી એ સીધા ખીણમાં ગબડે,
પછી ટોચે પહોંચીને ચહેકે મૌનના પડઘા.
એ વૃક્ષો, મૂળિયાં ને પાંદડાંઓની જ ભાષા છે,
લીલેરાં ને ભીનાં ટહુકે ગહેકે મૌનના પડઘા.
દિશાઓનાંય અવલંબન મળે પણ ના મળ્યાં જેવાં,
મળે એના લઈ ટેકા અઢેલે મૌનના પડઘા.
શબદ છે બ્રહ્મને અવકાશ આખું વ્યાપ્ત એનાથી,
સિતારાઓ નથી બીજું કશું, છે મૌનના પડઘા.
જરા આંખ મીચું ત્યાં તો ઉજાસોની ઉજાણી છે,
ભીતર ખેંચી મને ચૉગમથી ઘેરે, મૌનના પડઘા.
બધી યે દડમજલ થાકીને અંતે શાંત થઈ જાતી,
અને આખર કફન ઓઢી ઠહેરે, મૌનના પડઘા.

સાહિત્યકાર : 






સુંદર ગઝલ….
માણસ જ્યારે મૌન હોય છે ત્યારે એ બહારના જગત સાથે ઓછો ને અંદરના જગત સાથે વધુ જોડાયેલો હોય છે….!
ENJOYED THE ECHOES OF SILENCE!
THIS REMINDS ME OF GULZAR SAHEB! WHO TELLS THAT ,`SILENCE IS THE
ECHO OF MY VOICE’..
THOUGHTPROVOKING GAZAL..
ગઝલોનો હું આશિક છું, પણ ‘ગઝલવિશ્વ’ નામનું સામયિક છે એની તો મને ખબર જ નથી! એના વિશે માહિતિ – - વેબ સાઈટ, તંત્રીનું નામ, ઇ-મેઇલ સરનામું – - કેમ ન આપ્યાં? મને એ માહિતિ girish116@yahoo.com સરનામે મોકલવા કૃપા કરશો.
- – ગિરીશ પરીખ