કૃષ્ણને કરવું હોય તે કરે ! – સુરેશ દલાલ
દાંત તો હવે દંતકથા ને ચોકઠું ચમત્કાર
તાલ મિલાવી ચાલતો રહું : સમયની વણઝાર
આંખની મારી છીપમાં જુઓ બંધાયાં બે મોતી
એક પછી એક ફેંકી દીધાં : ઝળહળ ઝળહળ જ્યોતિ
પગમાં મારા અડગ ખડક, લોહીનું ઝીણું ઝરણ
ધીમે ધીમે વહેતું રહે : થાંભલા જેવા ચરણ
હાથ તો કદી કંપે જરી : કદીદ શબ્દ ધ્રૂજે
તોયે મારો જુવાનિયો જીવ સૈનિક જેવો ઝૂઝે
ઈન્દ્રિયોનો હદથી ઝાઝો કોણ ભરોસો કરે ?
આપણી એક જ વાત : ‘કૃષ્ણને કરવું હોય તે કરે !’

સાહિત્યકાર : 






સરસ કાવ્ય
ઈન્દ્રિયોનો હદથી ઝાઝો કોણ ભરોસો કરે ?
આપણી એક જ વાત : ‘કૃષ્ણને કરવું હોય તે કરે !’
સરસ વાત
આટલી સહજ રીતે જે જાણકાર્ હોય તેજ કહી શકે
સલામ સાહેબ્!
સુરેસ દલાલ એતલે કવિતા નો પ્ર્યાય તેના કાવ્યો તો સુન્દર હોય જ
ખુબ સુંદર.
ધીમે ધીમે પોતાની શારિરિક શક્તિઓ ક્ષીણ થતી જાય ત્યારે ખરેખર એ વ્યક્તિ એક સૈનિકની જેમ જ જીંદગી સામે ઝઝુમે છે.
ગમે તે પરિસ્થિતીમાં જીવે તો સૈનિકની જેમ ઝઝૂમવાનુ અને બાકીનુ કૃષ્ણ પર છોડી દેવાનુ.
ખૂબ સુંદર રચના,
નયન
ખુબ જ સ્રરસઆભિગમ છે પાછલી જીંદગી જીવવાનો.
અરે વાહ !!!
અતી સુન્દર કાવ્ય
-નિકેત
સુન્દર વાત સહજ સમજ