જાગ ! – ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’
જાગ રે જાગ મુસાફર વ્હેલો :
…………. રાત સિધાવે, દિન જો આવે
…………. દરવાજે તુજ હજી દીધેલો !
ધરતીનાં સપનાં શું જુવે ?
…………. તરુણ અરુણ ત્યાં વ્હોમે ચૂવે !
રખે સૂરજનો દેશ તું ખૂવે-
…………. રખે રહે તું તિમિર-ડૂબેલો !
ચાલ ધરાનાં બંધન તોડી,
…………. સુખદુઃખની કંથા લે ઓઢી,
સત્વર તારી છોડીને હોડી-
…………. સંઘ ગયો તું રહ્યો એકલો !
પ્રાચીનાં નયનો જો ખૂલે,
…………. પરિમલ સૂતા જાગે ફૂલે;
જાહ્નવી જગની જોને ઝૂલે
…………. પનઘટ પર જામ્યો છે મેળો !
…………. જાગ રે જાગ મુસાફર ! વ્હેલો !

સાહિત્યકાર : 






hello,
Really It’s very intersting Poems.
આ ગીત સી એન વિદ્યાલયના પ્રાર્થનામન્દિરમા ગવાતુ – prarthnamandir.wordrepss.com વેબ સાઇટ પર સામ્ભળવા મળશે