December 31st, 2011 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : મેહુલ મકવાણા |
7 પ્રતિભાવો »
[‘નિરીક્ષક’ સામાયિકમાંથી સાભાર.] ઓ મારા વ્હાલુડા રાજા, તારી જાહેરાત મેં વાંચી છે ને મોટાં પાટિયાં પણ જોયાં છે – પણ માફ કરજે મને તારા ઉપવાસમાં ભાગીદાર નહીં થઈ શકું ! અગાઉ ઘણા દી’ મેં ભૂખ્યા કાઢ્યા છે ને જાણું છું કે એવા બીજાય ઘણા કાઢવાના છે ને તારી સાથે ઉપવાસ એ તો પુન સાથે ભવિષ ....[વાંચો...]
December 31st, 2011 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : સંકલિત |
2 પ્રતિભાવો »
[1] દુહિતા – દુર્ગા જોશી [ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે ડૉ.દુર્ગાબેનનો (અમરેલી) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે navdurgajoshi@yahoo.com સંપર્ક કરી શકો છો.] દુહિતા નહી ગાયની જ દોનાર રે સૌ કરો એ શક્તિનો સ્વીકાર રે અબળા માની સૌ કરે તિરસ્કાર રે સબળા એ તો સર્ગે સર્જનહાર રે ગૃહ બાળ રાજ દેશ રક્ષણહાર રે ....[વાંચો...]
December 30th, 2011 | પ્રકાર : નિબંધ | સાહિત્યકાર : સુરેશ દલાલ |
3 પ્રતિભાવો »
[રીડગુજરાતી પર નવી સુવિધાઓ ઉમેરવાનું કાર્ય અંતિમ તબક્કામાં હોઈને આજે માત્ર એક જ લેખ પુનઃપ્રકાશિત કરવામાં આવ્યો છે, જેની નોંધ લેવા વિનંતી. આ લેખ ‘ઝલક નવરંગ’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યો છે.] સાચના સંબંધો બહુ ઓછા હોય છે. મોટા ભાગના આપણા સંબંધો કાચના હોય છે, એને નંદવાઈ જતાં વાર લાગતી નથી. આપણે નથી ઊંડે જોતા કે ....[વાંચો...]
December 29th, 2011 | પ્રકાર : અધ્યાત્મિક લેખ | સાહિત્યકાર : સ્વામી વિવેકાનંદ |
7 પ્રતિભાવો »
[ ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’ અંતર્ગત પ્રકાશિત થયેલ ભાગ-2 ‘ભાષણો અને લેખો’માંથી અમેરિકામાં થયેલંં સ્વામીજીનું પ્રસ્તુત વક્તવ્ય સાભાર લેવામાં આવ્યું છે. ભારતીય દર્શન, અધ્યાત્મ અને સ્વામીજીના સમગ્ર સર્જન વિશે અભ્યાસ કરનાર વ્યક્તિને આ ગ્રંથમાળા ખૂબ ઉપયોગી થઈ પડે તેમ છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] ભક્તિયોગની શ્રેષ્ઠ વ્યાખ્યા આ શ્લોકમાં મળી આવે છે ....[વાંચો...]
December 29th, 2011 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : ફાધર વાલેસ |
1 પ્રતિભાવ »
[ ઈ.સ. 1984માં પ્રકાશિત થયેલ આ ‘સેવાધર્મ’ નામનું પુસ્તકનું તાજેતરમાં પુનર્મુદ્રણ થયું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] જાહેરાતની વૃત્તિ : એ આધુનિક માનવીનું લક્ષણ છે. જે જે કરે છે તે એ જણાવવા માગે છે, પ્રસિદ્ધ કરવા માગે છે. સમાચાર, અહેવાલ, ....[વાંચો...]
December 28th, 2011 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : નટવર પંડ્યા |
12 પ્રતિભાવો »
[‘અખંડ આનંદ’ ડિસેમ્બર-2011માંથી સાભાર. આપ શ્રી નટવરભાઈનો આ નંબર પર +91 8530669907 સંપર્ક કરી શકો છો.] શિયાળાની સવારે વહેલા ઊઠવા વિશે હાસ્યવિદ શ્રી રતિલાલ બોરીસાગરે લખ્યું છે કે પથારી છોડવા બેસું તો વરસોના વરસ લાગે. તેથી શિયાળાની વહેલી સવારે બ્રાહ્મમુર્હૂતમાં જો કોઈ પથારી છોડવાનું કહે તો પથારી ફરી જાય. કારણ કે બ્રાહ્મમુર્હૂતમાં જ મનુષ્યે નિદ્રાનાં ....[વાંચો...]
December 28th, 2011 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : હરિશ્ચંદ્ર |
6 પ્રતિભાવો »
[‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર.] ઘરકામ આટોપી હું રસોડામાંથી બહાર આવી, તો એ મોઢા પર છાપું રાખી ઘોરતા હતા. મને જરીક ચીડ ચડી. મેં છાપું ખેંચી લઈ કહ્યું, ‘અત્યારમાં શું ઘોરવા માંડ્યા ? મારે એક વાત કરવી છે.’ ‘તે કર ને !’ ‘છાપામાં આ ફોટો જોયો ? – કુ. શીલા શાહ એમ.બી.બી.એસ.માં પ્રથમ આવ્યાં. એ મારી ....[વાંચો...]
December 27th, 2011 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : કવિતા મોદી |
0 પ્રતિભાવ »
[રીડગુજરાતી પર અન્ય વધુ સુવિધાઓ ઉમેરવાનું કાર્ય પૂર્ણતાને આરે હોઈને આજે ફક્ત એક જ લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેની નોંધ લેશો. – તંત્રી.] [ આદરણીય શ્રી સુરેશભાઈ પરીખ એટલે હરતી ફરતી મોબાઈલ લાઈબ્રેરી. તેમણે પોતાનું સમગ્ર જીવન સૌને વાંચતા કરવામાં ગાળ્યું છે. ‘વિચારવલોણું’ સામાયિકના તેઓ સ્થાપક છે. હાલની ઢળતી ઉંમરે પણ તેઓ સતત પરિભ્રમણ ....[વાંચો...]
December 26th, 2011 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : રવીન્દ્ર પારેખ |
10 પ્રતિભાવો »
[‘નવનીત સમર્પણ’ ડિસેમ્બર-2011માંથી સાભાર.] રીના ઘરે આવી. પર્સ ફગાવતી તે બેડ પર ફસડાઈ પડી. રડવું આવતું હતું, પણ રડવું ન હતું. રડીનેય શું ? આ કંઈ એવું તો હતું નહીં કે કોઈએ તેને કહ્યું હતું ને તેણે કરવું પડ્યું હતું ! જે કંઈ કર્યું તે તો તેણે તેની મરજીથી ! પણ આ મરજી તેની તો ....[વાંચો...]
December 26th, 2011 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : અર્જુન કે. રાઉલજી |
8 પ્રતિભાવો »
[‘જલારામદીપ’ સામાયિકમાંથી સાભાર.] આખરે હું તેને છોડીને આવતી જ રહી. એ એના મનમાં સમજે છે શું ? પોતાના જીવનસાથી સાથે બનાવટ કરે એવા માણસનો વિશ્વાસ શી રીતે થાય ? એવું પણ નથી બન્યું કે રાતોરાત લગ્ન ઊભું કરી દીધું હોય અને તેને કહેવાનો ટાઈમ જ ના મળ્યો હોય ! છેલ્લાં ચાર ચાર વર્ષથી સાથે-ને-સાથે ફરતાં ....[વાંચો...]