Archive for 2011

સૃષ્ટિનું નવસર્જન – મનસુખ કલાર

[ રીડગુજરાતીને આ હાસ્યલેખ મોકલવા માટે શ્રી મનસુખભાઈનો (જૂનાગઢ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે manjnd@gmail.com સંપર્ક કરી શકો છો.] હંમેશા કમલાસન પર બિરાજમાન રહેતા પરમપિતા, સૃષ્ટિસર્જક શ્રીબ્રહ્માજી આજે એ આસનનો ત્યાગ કરી, અત્યંત વ્યગ્રતાથી, ચિંતાતુર ચહેરે પોતાના સભાખંડમાં આમથી તેમ આંટા મારતા હતા. તેમના મુખ અને આંખોમાં રહેતું મોહિત સ્મિત અત્યારે જાણે વિલાઈ […]

ઘર : ત્રિકોણ દષ્ટિકોણ – તેજસ જોશી

[‘નવનીત સમર્પણ’ ડિસેમ્બર-2011માંથી સાભાર.] કંઈક ઉદાસ મને મેં બસની બારીની બહાર નજર કરી. એકસરખાં ઊંચા ઊંચા વાદળો સાથે હસ્તધનૂન કરતા લીલાછમ પહાડો સદીઓથી સજા પામેલાની જેમ ઊભા હતા. એક અઠવાડિયું હિમાલયમાં ગાળ્યા પછી આવું અદ્દભુત કુદરતી સૌંદર્ય પણ પ્રિયજન વગર ફિક્કું લાગતું હતું. પત્ની અકારણ-સકારણ યાદ આવી જતી હતી. કાશ્મીર તો સજોડે જ જોવા જવાય. […]

હું ગાડી શીખી – હરિશ્ચંદ્ર

[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.] આમ ગાડી તો મારે ત્યાં ઘણાં વરસથી હતી, પણ મેં ક્યારેય તે ચલાવતાં શીખવાનું મન કર્યું નહોતું. નાહકની શું કામ એ ઊઠવેઠ ! પરંતુ એકાએક મેં નક્કી કર્યું કે હુંયે ગાડી ચલાવતાં શીખી જઈશ. મારી બાળપણની સખી શકુ, એટલે કે શકુન્તલા મને ટા….ટા કરતી મારી બાજુમાંથી ગાડી દોડાવી ગઈ. નિશાળમાં તો મોં […]

‘દેશી’ એકલતા, ‘વિદેશી’ એકલતા – વીનેશ અંતાણી

[‘ડૂબકી શ્રેણી’ના પ્રકાશનના ત્રીજા પુસ્તક ‘કોઈક સ્મિત’માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. આપ શ્રી વીનેશભાઈનો આ સરનામે vinesh_antani@hotmail.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] જેમનાં સંતાનો વિદેશમાં સેટલ થયાં હોય તેવાં મા-બાપની દ્વિધા સમજવા જેવી છે. એમને પાછલી ઉંમરે સંતાનો, પૌત્ર-પૌત્રી સાથે રહેવાની અદમ્ય ઈચ્છા હોય એ સ્વાભાવિક […]

આઝાદી….બંધનોની ! – ડૉ. નલિની ગણાત્રા

[‘અહં હાસ્યાસ્મિ’ પુસ્તકમાંથી સાભાર.] વૅકેશન ટૂરમાં આપણે કુલુ-મનાલી જઈએ એટલે શરૂઆતનાં પાંચ-સાત દિવસ તો યાહુ યાહુ થઈ જઈએ. મોટેથી બબડીએ પણ ખરાં કે કા…યમ આમ જ ઘરની બહાર રહીને લહેર કરવાની હોય તો કેવા જલસા પડી જાય ! પણ અઠવાડિયા પછી ધીરે ધીરે અહખ થવા માંડે. રસોડું ને પાણિયારું યાદ આવવા માંડે. કામવાળીનો કકળાટ અને […]

Copy Protected by Chetan's WP-Copyprotect.