Archive for 2011

પસંદગી – વિજય બ્રોકર

[‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.] સિંહની ગર્જના કરતાં …………… મને કોયલના ટહુકાથી શરૂ થતી સવાર ગમે, આંજી નાખવા આતુર સૂરજના મારકણા તેજ કરતાં …………… કાળી ભમ્મર રાત્રિમાં શરમાતી ઝબૂકતી તારલીની શીતળતા ગમે. મુશળધાર વરસાદ તાંડવ કરતાં …………… છાનાંમાનાં ટપકી જતાં ઝાપટાંઓની હળવી ભીનાશ ગમે, ઘૂઘવતા દરિયાના ઉછળતા પ્રચંડ મોજા કરતાં …………… કિનારીએ મરકમરક કરતી લહેરીઓની કુમાશ ગમે. […]

કોણ ? – સુન્દરમ

[‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર.] પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ ? પૃથ્વીઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ ? કોણ બદલતું સંધ્યાકાશે પલપલ નવલાં પ્રેમળ ચીર ? કોણ ઊછળતી મોકલતું નિજ કુમળી ઊર્મિ સરવરતીર ? અહો, ગૂંથતું કોણ પૃથ્વીને સેંથે ઝાકળમોતીમાળ ? તરુએ તરુએ ફળતી કોની આશા કેરી સાખ રસાળ ? કોનાં કંકણ બાજે […]

જવાનીના દિવસો – અંકિત ત્રિવેદી

જવાનીના દિવસો, જવાનીની રાતો ………… અનાયાસ આંખોથી આંખો લડી છે અમસ્તી શરૂઆત અવસરની થઈ છે ………… અમસ્તી જ હૈયે તિરાડો પડી છે ………… અમે પણ કરી પ્રેમ હૈયું સજાવ્યું ………… અમે પણ પ્રતીક્ષાને પામી બતાવ્યું ………… રમકડું અપાવે ને બાળક ને એમ જ- ………… અમે એમ ધડકનને સપનું અપાવ્યું અમે આજ શ્વાસોમાં ઝળહળવું લાવ્યા ………… […]

ના મળે ! – આબિદ ભટ્ટ

કંઈ સકળ માર્ગ નીચે તરફ ના ઢળે, ઝંખના હોય જેની તરત ના મળે, માત્ર એની, ઝલક મેળવી ધન્ય થા, જો, સુગંધો કદીયે સતત ના મળે. હાથ તારો જ છે નાથ એવું સમજ, વાત ઈમદાદની કોઈ ના સાંભળે, માગશો મોત તો, માગશે જિંદગી, આ જગત છે, કશું પણ મફત ના મળે ! વાત ના કોઈ પણ […]

અનુપમ લઘુકથાઓ – સંકલિત

[1] સંતોષનું સ્મિત – હાર્દિક યાજ્ઞિક [રીડગુજરાતીને આ લઘુકથા મોકલવા માટે હાર્દિકભાઈનો (નડિયાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે hardikyagnik@rediffmail.com અથવા આ નંબર પર +91 9879588552 સંપર્ક કરી શકો છો.] સ્ટ્રેચર પરથી ઊંચકીને પથારી પર સુવાડતા જ્યોતિ બોલી : ‘લ્યો, આ તમારો દીકરો આવી ગયો.’ રમણિકલાલના હૃદયમાં ઊંડે ઊંડે પડઘા પડવા લાગ્યા કે દીકરો […]

Copy Protected by Chetan's WP-Copyprotect.