[‘ડૂબકી શ્રેણી’ના પ્રકાશનના ત્રીજા પુસ્તક ‘કોઈક સ્મિત’માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. આપ શ્રી વીનેશભાઈનો આ સરનામે vinesh_antani@hotmail.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] જેમનાં સંતાનો વિદેશમાં સેટલ થયાં હોય તેવાં મા-બાપની દ્વિધા સમજવા જેવી છે. એમને પાછલી ઉંમરે સંતાનો, પૌત્ર-પૌત્રી સાથે રહેવાની […]
Yearly Archives: 2011
[‘અહં હાસ્યાસ્મિ’ પુસ્તકમાંથી સાભાર.] વૅકેશન ટૂરમાં આપણે કુલુ-મનાલી જઈએ એટલે શરૂઆતનાં પાંચ-સાત દિવસ તો યાહુ યાહુ થઈ જઈએ. મોટેથી બબડીએ પણ ખરાં કે કા…યમ આમ જ ઘરની બહાર રહીને લહેર કરવાની હોય તો કેવા જલસા પડી જાય ! પણ અઠવાડિયા પછી ધીરે ધીરે અહખ થવા માંડે. રસોડું ને પાણિયારું યાદ […]
[‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.] સિંહની ગર્જના કરતાં …………… મને કોયલના ટહુકાથી શરૂ થતી સવાર ગમે, આંજી નાખવા આતુર સૂરજના મારકણા તેજ કરતાં …………… કાળી ભમ્મર રાત્રિમાં શરમાતી ઝબૂકતી તારલીની શીતળતા ગમે. મુશળધાર વરસાદ તાંડવ કરતાં …………… છાનાંમાનાં ટપકી જતાં ઝાપટાંઓની હળવી ભીનાશ ગમે, ઘૂઘવતા દરિયાના ઉછળતા પ્રચંડ મોજા કરતાં …………… કિનારીએ […]
[‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર.] પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ ? પૃથ્વીઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ ? કોણ બદલતું સંધ્યાકાશે પલપલ નવલાં પ્રેમળ ચીર ? કોણ ઊછળતી મોકલતું નિજ કુમળી ઊર્મિ સરવરતીર ? અહો, ગૂંથતું કોણ પૃથ્વીને સેંથે ઝાકળમોતીમાળ ? તરુએ તરુએ ફળતી કોની આશા કેરી સાખ […]
જવાનીના દિવસો, જવાનીની રાતો ………… અનાયાસ આંખોથી આંખો લડી છે અમસ્તી શરૂઆત અવસરની થઈ છે ………… અમસ્તી જ હૈયે તિરાડો પડી છે ………… અમે પણ કરી પ્રેમ હૈયું સજાવ્યું ………… અમે પણ પ્રતીક્ષાને પામી બતાવ્યું ………… રમકડું અપાવે ને બાળક ને એમ જ- ………… અમે એમ ધડકનને સપનું અપાવ્યું અમે […]
કંઈ સકળ માર્ગ નીચે તરફ ના ઢળે, ઝંખના હોય જેની તરત ના મળે, માત્ર એની, ઝલક મેળવી ધન્ય થા, જો, સુગંધો કદીયે સતત ના મળે. હાથ તારો જ છે નાથ એવું સમજ, વાત ઈમદાદની કોઈ ના સાંભળે, માગશો મોત તો, માગશે જિંદગી, આ જગત છે, કશું પણ મફત ના મળે […]
[1] સંતોષનું સ્મિત – હાર્દિક યાજ્ઞિક [રીડગુજરાતીને આ લઘુકથા મોકલવા માટે હાર્દિકભાઈનો (નડિયાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે hardikyagnik@rediffmail.com અથવા આ નંબર પર +91 9879588552 સંપર્ક કરી શકો છો.] સ્ટ્રેચર પરથી ઊંચકીને પથારી પર સુવાડતા જ્યોતિ બોલી : ‘લ્યો, આ તમારો દીકરો આવી ગયો.’ રમણિકલાલના હૃદયમાં ઊંડે ઊંડે […]
[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી યશવંતભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : asaryc@gmail.com ] નિશાળેથી આવીને બિરજુએ દફતર, ચૂપચાપ ટેબલ પર મૂકી દીધું અને સીધો બાથરૂમમાં જઈને હાથપગ ધોવા માંડ્યો. આમ તો તે નિશાળેથી બે-ચાર વાતો લઈને જ આવતો અને મમ્મી-પપ્પાને સંભળાવતો. […]
[‘જનકલ્યાણ’ સામાયિક (નવેમ્બર-ડિસેમ્બર : 2011) અંતર્ગત ‘ફાઈન્ડ યોર ફિટનેસ’ નામના લેખમાંથી સાભાર.] આપણા શરીરમાં દોઢ લાખ કિલોમીટર જેટલી લંબાઈની લોહીની નળીઓ છે. 600 અબજ જેટલા કોષો છે. આંખના પલકારા જેટલા સમયમાં 12 લાખ જેટલા લોહીના લાલ કણ નાશ પામે છે અને એટલા જ નવા પેદા થાય છે. આખી દુનિયામાં જેની […]
[‘ગાંધી-ગંગા’ ભાગ-2માંથી ટૂંકાવીને સાભાર. અનુવાદ : ચંદ્રશંકર પ્રા. શુક્લ. સંપાદક : મહેન્દ્ર મેઘાણી.] મહાત્મા ગાંધીનો પ્રથમ સમાગમ મને 1905માં થયો. હું તે વેળા લંડનમાં હતી. હેનરી પોલાક સાથે મારું સગપણ થયું હતું; પણ તે દક્ષિણ આફ્રિકામાં હતા. એટલે થોડા વખતમાં ત્યાં જઈ શકાશે એવી આશા સેવતી હું દિવસો કાઢતી હતી. […]
પ્રિય વાચકમિત્રો, અન્ય લેખોનું સમીક્ષા તેમજ ટાઈપિંગનું કાર્ય ચાલી રહ્યું હોઈને આજે એક વિરામ લઈશું. આવતીકાલથી નવા બે લેખો સાથે ફરીથી મળીશું. વિશેષમાં એ જણાવવાનું કે મોબાઈલ પર રીડગુજરાતી વાંચવા માટે સતત વાચકોના પત્રો મળતા રહે છે. રીડગુજરાતીની મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવાની હોઈને આ કાર્યમાં સહાયતા કરી શકે તેવા પ્રોગ્રામિંગ […]
[‘હલચલ’ સામાયિક (કોલકતા)માંથી સાભાર.] નાના હતા ત્યારે પાઠ્યપુસ્તકમાં આવતી એક કવિતા વિના સમજ્યા અમે ગોખી મારતા : સાંજરે ને સવારે દઈ કાગળો નિત્યુ તું માર્ગ તારે સિધાવે, તુજ દીધા પત્રમાં એ બધું શું ભર્યું, કોઈ દી તું ભલા, ઉર લાવે ? કવિતાના આરંભમાં એક ટપાલીનું ચિત્ર પણ મૂકેલું. એ ચિત્ર […]