[ ગુજરાતી સામાયિકો પૈકી એક ઓછું જાણીતું પરંતુ સુંદર સામાયિક છે ‘તથાગત’. આ સામાયિક દ્વિમાસિક છે. જ્ઞાન સાથે સંસ્કારનું સિંચન કરતા આ સામાયિકના તંત્રી શ્રીમતી રેણુકાબેન દવે છે. અમદાવાદથી પ્રકાશિત થતા આ સામાયિકનું પ્રકાશન ‘તપનસ્મૃતિ ટ્રસ્ટ’ કરે છે. તેમાંથી આપણે અગાઉ કેટલાક લેખ માણ્યા હતાં. આજે સંકલિત સ્વરૂપે વધુ લેખોનું […]
Yearly Archives: 2011
[ સત્યઘટનાઓ પર આધારિત સંવેદનકથાઓના પુસ્તક ‘ફૂલગુલાબી કિસ્સા’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી કિરીટભાઈનો (જામનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9879401852 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] પેપરમાં પત્ર…. ધોરણ નવનાં વાર્ષિક પરીક્ષાનાં ગુજરાતી વિષયના પેપર્સ […]
[ નાના માનવીની મોટાઈ દર્શાવતો આ પ્રસંગ ‘અરધી સદીની વાચનયાત્રા’ ભાગ-2માંથી સાભાર લેવામાં આવ્યો છે.] એક સવારે હું મારી દીકરીને ‘ગીતાજી’નો બારમો અધ્યાય શીખવવાની કડાકૂટ કરતો હતો. ત્યાં વાલા મહેતર આવ્યો. ‘આવો, વાલાભાઈ, રામ રામ !’ મેં કહ્યું. ‘એ રામ રામ. હમણાં તો બહુ દિવસે જોયા !’ ‘કહો, કેમ છો […]
[1995-96નાં વર્ષો દરમિયાન, મુંબઈથી પ્રગટ થતા ગુજરાતી વર્તમાનપત્ર ‘મિડ-ડે’માં શ્રી મકરન્દ દવેના વિચાર-પ્રેરક લેખ દરરોજ છપાતા હતા. તેમાંના કેટલાક લેખો ‘આચમની’ પુસ્તક સ્વરૂપે તાજેતરમાં પ્રકાશિત થયાં છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] તિબેટની એક જૂની બોધકથા છે. એક હતો ગરીબ જણ. ભારે મહેનતુ અને કામગરો. તેણે […]
[‘સંસ્કૃતિબિંદુ’ માસિક ડિસેમ્બર-2010માંથી સાભાર.] મિયાણીથી આગળ વધતાં સૌરાષ્ટ્રના આ પશ્ચિમ સમુદ્રકિનારે ભૌગોલિક દષ્ટિએ કંઈક ટાપુ જેવું પોરબંદર, દેશના અન્ય ભાગો સાથે જલ, સ્થલ અને વાયુમાર્ગે જોડાયેલું એક ઔદ્યોગિક નગર છે. સુદામા અને ગાંધીજીની જન્મભૂમિ તરીકે જાણીતું આ શહેર પ્રવાસ માટેનાં બીજાં પણ ઘણાં આકર્ષણો ધરાવે છે. સમુદ્રના મિજાજી સૌંદર્ય સાથે […]
[‘એક ડગલું આગળ’ (વનલતા મહેતાની 26 નવી વાર્તાઓ) પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે.] ભિષ્મ અને સુદેવી એક શિક્ષિત, સંસ્કારી આદર્શ દંપતિ હતા. સિવિલ એન્જિનિયર ભિષ્મે પોતાના ક્ષેત્રમાં ખૂબ જ કુશળતા અને નામના મેળવી હતી. નદીના વેડફાતા જળને કેમ ઉપયોગમાં લેવું એ માટે બંધ કેમ અને […]
[ આજે ‘બાલદિન’ નિમિત્તે, ‘બાલમૂર્તિ’ સામાયિક (ઓક્ટોબર-2011)માંથી બાળઉછેરને લગતી આ સુંદર માર્ગદર્શિકા અહીં સાભાર લેવામાં આવી છે.] તમારા બાળકને આટલું જરૂરથી શીખવજો. [1] તમારું બાળક સુંદર, સુવાચ્ય અક્ષરે લખે તેમ તેને શીખવજો. ખરાબ અક્ષરો અધૂરી કેળવણીની નિશાની છે. ખરાબ અક્ષરથી લખનાર વ્યક્તિને માત્ર પરીક્ષામાં નહિ, પરંતુ અન્ય અનેક ક્ષેત્રોમાં શોષાવું […]
[તાજેતરમાં જેઓ દેવલોક પામ્યા છે તેવા ગુજરાતી સાહિત્યના પરમ કવિ શ્રી ઉશનસને શ્રદ્ધાંજલિ રૂપે, તેમનું આ કાવ્ય અત્રે ‘ગુજરાત’ સામાયિક દીપોત્સવી અંકમાંથી સાભાર લેવામાં આવ્યું છે.] તમે ચાલો છો તે મુજબ નિત ચાલો, ………… અવ જરીક થોડું વળી વધું; હિતાર્થે પોતાના કવણ ન ય ચાલે ? ………….. પણ કદીક વિશ્વાર્થ […]
આંખમાં થોડો સમયનો ભેજ છે, આંસુ છે કે ગુપ્ત દસ્તાવેજ છે ? પત્ર આખોયે લખાયો તારી પર- ખૂટતા બે ચાર શબ્દો સ્હેજ છે. તોય મારું બિંબ ઝીલી ના શક્યો, અક્ષરોનો આયનો સામે જ છે. કાલે એ જો આથમે તો આથમે, સૂર્યમાં કોના નયનનું તેજ છે ? કોણ તોડી ગ્યું ગુલાબો […]
[‘ઉત્સવ’ સામાયિકમાંથી સાભાર.] બીજું શું કરવાનું સ્કૂલમાં ? આખ્ખાયે ધંધામાં રાખવાનું ધ્યાન, ક્યાંય અત્તર રહી જાય નહીં ફૂલમાં. બીજું શું કરવાનું સ્કૂલમાં ? ભણવાના કારખાના ધમધમતા રાખવાની આપું બે ચાર તને ટીપ ? માછલીની પાસેથી ઉઘરાવ્યે રાખવાની મોતી ભરેલ કંઈક છીપ. માસુમિયત જોઈ જોઈ લાગણીનું સપનું પણ જો જે આવે […]
[‘ફિલિંગ્સ’ દીપોત્સવી અંકમાંથી સાભાર.] થોથાને મૂકી દ્યો ઊંચા સાહેબી, આંખ્યુની લિપિ ઉકેલો તો સાચા થોથાને મૂકી દ્યો ઊંચા વાંચી વાંચીને તમે એટલું વાંચ્યું કે પ્રેમમાં ય કાઢવાના ભૂલ ! જોડણીની કોઈ ભૂલ થાય નહિ તેથી મેં આપ્યું ગુલાબનું ફૂલ, કોણે દીધું છે એ ફૂલને જ પૂછો તો ફૂલને ય ફૂટવાની […]
[ રાજકોટના શ્રી મહેન્દ્ર ભાઈ દ્વારા લિખિત ‘પત્રયાત્રા’ પુસ્તકમાંથી થોડા વર્ષો અગાઉ આપણે ઘણા વિચારબિંદુઓ માણ્યા હતા. હવે આ જ પુસ્તક જૂનાગઢના મીડિયા પબ્લિકેશન દ્વારા ‘ઝળહળ ઝાકળ’ રૂપે નવા અવતારે તાજેતરમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. પુસ્તકમાં રજૂ થયેલી તમામ કૃતિઓની વિશિષ્ટતા એ છે કે તે લેખકે તેમના સ્નેહી મુરબ્બી શ્રી […]