[1] મધનું શોખીન બાજ – ‘પાંદડું’ [વડોદરા પાસે આવેલા ‘નેચર પાર્ક’માંથી પ્રકાશિત થતા ‘પાંદડું’ સામાયિકમાંથી (ઓક્ટોબર-2011) પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે.] બાજ સામાન્ય રીતે મિતાહારી શિકારી પંખી છે, પણ તેને બીજા કોઈ ખોરાક કરતાં મધ બહુ જ ભાવે છે. આમાં, ગળપણ પસંદ કરવાની તેની સ્વાદેન્દ્રિયની શક્તિ કારણરૂપ હશે કે […]
Yearly Archives: 2011
[ કેટલાક નાજુક વિષયોને મહાપુરુષોની છાયામાં રહીને સમજી લેવા જોઈએ. ખાસ કરીને યુવાવર્ગને તે ખૂબ ઉપયોગી થઈ શકે છે. ગાંધી-વિનોબા યુગના વિચારમનીષી શ્રી દાદા ધર્માધિકારીએ આ બાબતે ઘણું કહ્યું છે. તેમના આ વક્તવ્યો ‘સ્ત્રી પુરુષ સહજીવન’ શીર્ષક હેઠળ પ્રકાશિત થયા છે. તાજેતરમાં આ પુસ્તકની નવમી આવૃત્તિ થઈ છે. યુવાજગતે જરૂરથી […]
[ડૉ. આઈ. કે. વીજળીવાળાના જીવનપ્રસંગો પર આધારિત ‘સાયલન્સ પ્લીઝ !’ શ્રેણીનું ત્રીજું પુસ્તક ‘કાળની કેડીએથી’ માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ડૉ. સાહેબનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે drikv@yahoo.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] […]
[ ચારુતર વિદ્યામંડળ (વલ્લભવિદ્યાનગર) દ્વારા પ્રકાશિત ‘પેટલીકર : શીલ અને શબ્દ’ પુસ્તક (આવૃત્તિ : 1977)માંથી સાભાર.] હું વાર્તા કેવી રીતે લખું છું એનો ટૂંકો ને ટચ જવાબ તો એ છે કે પેનથી કાગળ ઉપર ગુજરાતી કક્કો શીખ્યો છું તે દ્વારા ! પરંતુ આ જવાબ સંતોષ આપે તેવો નથી તે હું […]
[ ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’ અંતર્ગત પ્રકાશિત થયેલ ભાગ-2 ‘ભાષણો અને લેખો’માંથી સ્વામીજીનું પ્રસ્તુત વક્તવ્ય સાભાર લેવામાં આવ્યું છે. ભારતીય દર્શન, અધ્યાત્મ અને સ્વામીજીના સમગ્ર સર્જન વિશે અભ્યાસ કરનાર વ્યક્તિને આ ગ્રંથમાળા ખૂબ ઉપયોગી થઈ પડે તેમ છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] સ્વામી વિવેકાનંદ પંબન આવતાં જ […]
[‘આવકાર’ પુસ્તકમાંથી સાભાર.] જગત સાહિત્યની અમર કૃતિ ‘ડોન કિહોટે’ (Don Quixote) આપણામાંથી ઘણાએ વાંચી હશે. એમાં માણસને વળગતા ‘ભ્રમ’નું ચિત્રણ થયું છે. ભ્રમમાં સપડાયેલી વ્યક્તિ વાસ્તવિકતાથી કેટલી દૂર ચાલી જાય છે અને પોતાના માટે કેવી નવી જ દુનિયા સર્જે છે તેનું આલેખન તેમાં થયું છે. સદીઓથી આ કૃતિ એટલા માટે […]
[‘ગુજરાત’ સામાયિક દીપોત્સવી અંક : સં.2067 માંથી પ્રસ્તુત હાસ્યલેખ સાભાર લેવામાં આવ્યો છે.] ત્રીસ વર્ષના વ્હાણા વીતી ગયા, અમેરિકામાં પરિમલને આવે. ભારતથી તે નીકળ્યો ત્યારે આડત્રીસનો હતો, અત્યારે તે સડસઠનો હતો. હવે નોકરીમાંથી નિવૃત્ત પણ થયો હતો. અમેરિકા હતો એટલે તે પાંસઠ વર્ષની ઉંમર સુધી નોકરી કરી શક્યો. ગુજરાતમાં હોત […]
[‘દિવ્ય ભાસ્કર’ દ્વારા પ્રકાશિત ‘ઉત્સવ’ સામાયિક ઓક્ટોબર-2011માંથી સાભાર.] મધુસૂદન બાથરૂમમાં હતો. રેખા રસોઈ બનાવવામાં વ્યસ્ત હતી. પ્રિયા છાપું વાંચી રહી હતી. ડોરબેલ રણકી. રેખાએ બારણું ઉઘાડ્યું. સામે બે પુરુષો ઊભા છે. એક યુવાન છે અને બીજાની ઉંમર સાઠ વર્ષની આસપાસ છે. યુવાન જિન્સના પેન્ટ અને ટી-શર્ટમાં છે. આંગળીઓમાં સનગ્લાસીઝ છે […]
[‘નવનીત સમર્પણ’ નવેમ્બર-2011માંથી સાભાર.] ભારતના ઉચ્ચ કોટીના તસવીરકાર શ્રી કૃષ્ણા ગોપાલ મહેશ્વરીનો જન્મ સન 1922માં નવેમ્બરની બીજી તારીખના રોજ થયો. તેમના પિતા તેમને સંગીતકાર બનાવવા ઈચ્છતા હતા, પણ સંગીત શિક્ષકે તેમનો સંગીતમય અવાજ ન હોવાથી ના પાડી. સંગીત પ્રત્યે તેમની રુચિ ન હોવાથી તે ગાઈ ન શક્યા. એટલે નિરાશ થયા. […]
નવા વરસના, બાપા, રામરામ. સૌ પે રે’જો રામની મેર, રાતદિ’ રામને સંભારતા કરજો ભાવતી લીલાલે’ર, નવા રે વરસના, બાપા, રામરામ. બાયું બોનું, સંધાયનો રે’જો અખંડ ચૂડો, ઢોરાં છોરાં સીખે સૌ રીઓ, નીતરે આફુડો મધપૂડો નવા આ વરસના, બાપા, રામરામ. ખેતર ખેડી ખાતર પૂરજો વાલો વરસે અનરાધાર, સાચુકલાં બીયારણ વાવજો, કે […]
પંથ જે તારા સુધી લઈ જાય છે. એ અમીધારા સુધી લઈ જાય છે. એક ઊંડી ને ઉઘાડી આંખ પણ, કૈંક વરતારા સુધી લઈ જાય છે. ભાંગતી રાતે બધીયે ભીંત આ, કેમ ભણકારા સુધી લઈ જાય છે ! તેજને પ્રગટાવતો તણખો પ્રથમ, છેક અંધારા સુધી લઈ જાય છે. ઊડતો રહેતો સતત […]
એય છૂટી જાય ના એ બીકમાં જીવ્યા હતા, એક મુઠ્ઠી જેટલી ઉમ્મિદમાં જીવ્યા હતા. હા, અમે પણ પાંખથી છૂટેલ પીંછાઓ હતાં, હા અમે પણ સાવ ઉજ્જડ નિડમાં જીવ્યા હતા. આગમાં સેકાઈ ગ્યા તો ઈંટનો અવતાર લઈ, આયખાભર એક મુંગી ભીંતમાં જીવ્યા હતા. કાળથીયે આકરી તાકીદમાં જીવ્યા હતા, ક્યાં અમે પણ […]