Archive for March, 2011

અશરીરીનાં અનેક રૂપ – યજ્ઞેશ દવે

[‘અરધી સદીની વાચનયાત્રા’માંથી સાભાર.] વરસો પહેલાં દ્વારકા ગયો ત્યારે એક વિદ્વદજનની ખબર કાઢવા દરિયાકાંઠે આવેલી સરકારી હૉસ્પિટલે ગયેલો. એક તો ઓખામંડળ પ્રદેશ છેવાડાનો ને અંતરિયાળ. સપાટ ખારોપાટ. દ્વારિકાધીશની દ્વારિકામાં પણ એક જાતના ખાલીપાનો અનુભવ થાય. ચિત્ત ‘મહાભારત’ કાલીન સુવર્ણ દ્વારિકાની ઝંખના કરે ને આંખ સૂકી સોરાતી દ્વારિકા સામે ધરે. મહાભારતનું ભીષણ કરુણ યુદ્ધ, યાદવાસ્થળી, કૃષ્ણે […]

શિલ્પ દ્વારા રાષ્ટ્રની એકતા – હરિપ્રસાદ સોમપુરા

[પુનઃપ્રકાશિત : વઢવાણમાં જન્મેલા લેખક પોતે શિલ્પી છે, તેમણે અનેક શહેરોમાં મંદિર તેમજ શિલ્પ સ્થાપત્યના નિર્માણનું કાર્ય કર્યું છે. મુંબઈની વિવિધ આર્ટગેલેરીઓમાં તેમના પ્રદર્શનો યોજાયા છે. ‘શિલ્પી ઍકેડમી’, ‘શિલ્પી સમાજ’, ‘મુંબઈ લોખંડવાલા ગુજરાતી સમાજ’ ના તેઓ ઉપપ્રમુખ રહી ચુક્યા છે. શિલ્પ સ્થાપત્યના તેમને અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે. મુંબઈ દુરદર્શન, તેમજ ‘આસ્થા’ ચેનલ પર તેમના […]

પ્રેમના આંસુ – કુન્દનિકા કાપડિયા

સરયુનાં લગ્ન આખરે અનંત સાથે નક્કી થયાં. બધાંને આ વર ને આ ઘર ગમ્યાં હતાં અને સરયુને પણ કશો વાંધો કાઢવા જેવું દેખાયું નહિ. અનંત બીજવર હતો પણ એની ઉંમર કાંઈ બહુ ન હતી; અને એના ઊંચા, પાતળા, કંઈક શ્યામ પણ સોહામણા દેહને કારણે એ આકર્ષક કહી શકાય એવો લાગતો હતો. એના ઘરની પ્રતિષ્ઠા શહેરમાં […]

કર્મનો સિદ્ધાંત – હીરાભાઈ ઠક્કર

[ ખૂબ જાણીતા પુસ્તક ‘કર્મનો સિદ્ધાંત’ માંથી ટૂંકાવીને સાભાર.] મનુષ્યજીવનમાં ઈશ્વરે જીવને સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. મનુષ્ય સિવાયની બીજી કોઈ પણ યોનિઓમાં સંપૂર્ણ સ્વતંત્રતા નથી. કારણ કે એ તમામ ભોગ-યોનિઓ છે. એમાં તો જીવ માત્ર પ્રારબ્ધ ભોગવીને જ છૂટી જાય છે. એમાં નવા કર્મો જમા થતાં નથી. મનુષ્ય સજ્જ્ન થવાને સ્વતંત્ર છે. એટલું જ નહિ, […]

પન્નાભાભી – જૉસેફ મૅકવાન

[ ગુજરાતી સાહિત્યની ‘પૉસ્ટઑફિસ’ જેવી અમર વાર્તાઓ પૈકીની એક યાદગાર વાર્તા છે ‘પન્નાભાભી.’ તે સાથે જૉસેફ સાહેબની પણ તે અપ્રતિમ અમર કૃતિ છે. દિયર-ભાભીના શુદ્ધ મનોભાવ સહિત અગણિત રંગો આ વાર્તામાં વણાયેલાં છે. ભાભીનું પાત્ર મૂઠી ઉંચેરા માનવી કેવા હોય તેનો સંદેશો આપી જાય છે. – તંત્રી.] મને ભાભીનો બહુ મોહ. પણ મારે મોટોભાઈ જ […]

Copy Protected by Chetan's WP-Copyprotect.