અણગમો ઑફિસનો – ડૉ. પ્રજ્ઞા પૈ

[‘જનકલ્યાણ’ ફેબ્રુઆરી-2011માંથી સાભાર.]

‘ઓહ નો, આજે સોમવાર. ફરી પાછું ઓફિસે જવાનું. એ જ ખટપટ, એ જ વાતાવરણ, એટલો કંટાળો આવે છે, એલાર્મની ઘંટડી બંધ કરી પાંચેક મિનિટ પછી ઊઠી જ જવું છે, નહીંતર પાછું જવાનું મોડું થશે…’ એવું વિચારી ઝંખના પથારીમાં આડી પડી.

શુક્રવારની સાંજ પડે ત્યારે અથવા કોઈ વાર સવારે જ ‘થેંક ગોડ, હવે શનિ-રવિ બે દિવસ નિરાંત. ઑફિસ જવાની કડાકૂટ નહીં.’ એવું ઘણા અનુભવે છે. જેમ કેટલાંક બાળકો શાળાએ જવું પડશે એ વિચારથી સોમવારે સવારે ગમગીન થઈ જાય છે તેવું કેટલાંક નોકરિયાત વર્ગ પણ અનુભવે છે. ‘શું થાય ? જવું જ પડશે. બીજો કોઈ ઉપાય નથી. કોઈ વાર થાય છે કે રાજીનામું આપી દેવું જોઈએ. પણ એવું ગાંડપણ કરાય ? નવી નોકરી કંઈ મારી રાહ જોઈને નથી બેઠી…..’ પોતાની મરજી અને મહત્વકાંક્ષા પ્રમાણે મળેલી નોકરી, સારી સંસ્થા, સારો પગાર, બીજી સુવિધાઓ વગેરે હોવા છતાં ઘણી વ્યક્તિઓને પોતાનો વ્યવસાય, નોકરી, કારકિર્દી એક બોજા જેવાં લાગે છે. સાંજે ઘેર જવાનો સમય થાય એટલે મન થોડી હળવાશ અનુભવવા માંડે, હાશ, આજનો દિવસ તો પૂરો થયો – જેવો વિચાર આવે તે પણ સામાન્ય છે. જોકે અમુક લોકો, ખાસ કરીને સ્ત્રીઓને ઘેર જવાના આનંદ સાથે ‘ચાલો, હવે ફરી પાછું રસોઈ, ખરીદી અને બાળકોના હોમવર્કમાં જોતરાવું પડશે, કેવી જિંદગી છે ?’ એવો વિચાર પણ ઝબકી જાય છે. છતાં સાધારણ રીતે ઓફિસ એટલે જ્યાં મન તાણ અનુભવે એવું સ્થળ અને ઘર એટલે મન શાતા અનુભવે તેવું સ્થળ – એવો મોટા ભાગની વ્યક્તિનો અનુભવ છે.

લગભગ બધી જ સંસ્થાઓ એકમેક સાથે સ્પર્ધા કરવા માંડી છે. ઉત્તમ કક્ષાની કામગીરી બજાવ્યા પછી સારો એવો નફો અને નામના મેળવવા છતાં બીજી કંપનીઓ કરતાં આગળ વધી જવાના-મુઠ્ઠી ઊંચેરા બનવાની હાયવોયને લીધે ઉત્કૃષ્ટ કામગીરીનો આનંદ અને સંતોષ અનુભવવાને બદલે તાણ નિર્માણ થાય છે. આવી સ્પર્ધા માત્ર બે કંપની વચ્ચે, બે સંસ્થા વચ્ચે કે બે ઑફિસ વચ્ચે જ હોય તેવું નથી. એક જ સંસ્થાની બે શાખા વચ્ચે, એક જ ઑફિસના જુદાજુદા વિભાગો વચ્ચે અને કેટલીક વાર એક જ વિભાગમાં – એક જ ટીમમાં, જૂથમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચે પણ હરીફાઈ ચાલતી હોય છે. અમુક અંશે રચનાત્મક સ્પર્ધા-હેલ્ધી કોમ્પિટિશન ફાયદો કરે છે તેની ના નહીં, પરંતુ સામાન્ય રીતે બીજા આગળ વધી જશે, હું પાછળ રહી જઈશ, મારું પ્રમોશન નહીં થાય, ગમે તેમ કરીને મારે આગળ નીકળી જવું છે – વગેરે વિચાર સહકાર- કૉ-ઑપરેશનનું સ્થાન સ્પર્ધા કે પ્રચ્છન્ન સંઘર્ષ – કોમ્પિટિશન અને કોન્ફિલીક્ટ લઈ લે છે. બીજાની ઈર્ષા, તેમને ઉતારી પાડવાની વૃત્તિ કે તેમનો વિકાસ અવરોધવાનું વલણ જોર પકડવા માંડે છે. છેતરપિંડી અને કનડગતને પણ હથિયાર બનાવવામાં આવે છે. આવા નકારાત્મક વિચારો અંગ્રેજી શબ્દોમાં કહીએ તો ‘કોમ્પિટિશન’, ‘કોન્ફિલીક્ટ’ (સંઘર્ષ), ‘કનિંગનેસ’ (લુચ્ચાઈ) અને ‘ક્રુઅલીટ’ (ક્રૂરતા)નું મિશ્રણ હોય છે.

આવાં નકારાત્મક સ્પંદનોથી ખદબદતું, ડહોળાયેલું વાતાવરણ માનસિક તાણ નિર્માણ ન કરે તો જ આશ્ચર્ય થાય. પોતે કરેલી મહેનતની બીજાને કદર નથી, આટલું સારું પ્રેઝન્ટેશન કર્યું છતાં બોસ વખાણનો એક શબ્દ બોલ્યા ? આ પ્રોજેક્ટ કરવાનો મારો આઈડિયા હતો, પણ એનો બધો યશ આજકાલનો નવો આવેલો ઓફિસર ખાટી ગયો, કારણ કે એ મિનિસ્ટરની લાગવગથી આવ્યો છે. મારે શું ? આપણાથી થાય એટલું કામ કરવું. બોડી બામણીના ખેતર જેવો કારભાર હોય તો કંપની ખાડે જ જાય ને ? બોસ એ જ લાગનો છે.

જે સ્થળે આપણે દિવસનો મોટા ભાગનો સમય ગાળતા હોઈએ તે સ્થળ આપણને પારકું લાગે, અણગમતું લાગે અને ત્રાસદાયક લાગે તો તેની માઠી અસર મન પર પડે છે, કર્તવ્ય પર પડે છે. એટલું જ નહીં, એનો ભંગાર આપણે ઘેર લઈ જઈને ઘરનું વાતાવરણ પણ અમુક અંશે કલુષિત કરીએ છીએ. આ જાતની પરિસ્થિતિમાં વ્યક્તિએ શું કરવું જોઈએ ? બોસ નિવૃત્ત થાય, બીજા ખટપટી સહકાર્યકર્તા નોકરી છોડીને જતા રહે અથવા કોઈ સમસ્યા નિર્માણ થવાને લીધે તેમને લાંબી રજા પર ઊતરી જવું પડે, ઓફિસનું વાતાવરણ સુધરે… વગેરે અપેક્ષા રાખવાને બદલે જો વ્યક્તિ પોતાની વૃત્તિ, વિચારો અને વર્તનનું નિયંત્રણ કરે તો જ સુધારો શક્ય છે.

સાસરે ગયેલી પુત્રી જો સાસરાને પોતાનું ઘર માની લે તો જ એનું મન ત્યાં બેસશે. એ જ હિસાબે સંસ્થા-ઓફિસ સાથે લગાવ કેળવવો – સેન્સ ઑફ બીલોન્ગિન્ગ આવશ્યક છે. મારી ઑફિસ માટે હું બધું જ કરી છૂટવા તૈયાર છું એ પ્રથમ સંકલ્પ. બીજાને પોતાના હરીફ કે દુશ્મન તરીકે જોવાને બદલે સહકાર્યકરો અને એથીયે બહેતર શુભેચ્છકો ગણી તેમની પ્રત્યે હૂંફાળું વર્તન રાખવાથી સમય જતાં ત્યાંથી પણ પ્રેમાળ વર્તન મળશે. આપણે મન દઈને જે કાર્ય કરીએ છીએ તે આપણા સંતોષ માટે કરીએ છીએ, બીજાને રાજી રાખવા નહીં. તેથી પ્રશંસા કે ઉત્તેજનના શબ્દો સાંભળવા ન મળે તો ‘ઈટ ઈઝ ઑ.કે.’ માની લેવું. બાહ્ય પરિસ્થિતિ આપણા મન પર કાબૂ જમાવી દે તેને બદલે આપણી પોતાની સ્થિતિ બાહ્ય પરિસ્થિતિનું પરિવર્તન કરે એવા પ્રયાસો જ સફળ થશે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ભાર ભરેલું ભણતર – કિરણ ન. શીંગ્લોત
ન જાને સંસાર – વર્ષા અડાલજા Next »   

18 પ્રતિભાવો : અણગમો ઑફિસનો – ડૉ. પ્રજ્ઞા પૈ

 1. kaushal says:

  ખુબ જ સુંદર લેખ મજા આવી ગઈ.

 2. trupti says:

  પહેલો ફકરો તો જાણે મારે માટેજ લખાયો હોય તેવી અનુભુતિ થઈ.બાકી ના લેખ માજે પ્રમાણે દર્શાવ્યુ છે તેવી મનો સ્થિતિ અને પરિશ્થિતિ માથી લગભગ બધાજ પસાર થયા હશે કાં તો થતા હશે. સુંદર અને વાસ્તવિકતા ભરેલો લેખ.

 3. જય પટેલ says:

  રૂટિન કાર્ય પરનું સુંદર નિરૂપણ.

  ખાસ કરીને છેલ્લો ફકરો જ રૂટિન કાર્યના અણગમાને દૂર કરવાની પારાશીશી છે.

  પોતાનું કાર્ય એ જ સાધના છે. સાધના મન હોય તો જ થાય.
  આભાર.

 4. mahesh solanki says:

  હું પણ આવું કંઈક અનુભવતો હોઉં,પરંતુ તેને શબ્દોમાં વર્ણવી ના શક્યો. આજે આ લેખ વાંચી સારું લાગયું. આભાર…

 5. KT says:

  ખુબ સરસ

 6. hiral says:

  કિરણબેદીની એક સ્પીચ સાંભળેલી,
  સતત ટ્રન્સફર વચ્ચે પણ એ કેવી રીતે ટકી રહ્યાં?
  ગવર્મેન્ટ નોકરી અને એ પણ પોલીસ ખાતામાં અને એમાં પણ સતત રાજકારણની વચ્ચે સતત જુદી જુદી રીતે થતી હેરાનગતિની વચ્ચે એમણે ઘણાં અઘરા કામોને સહેલાં કરી બતાવ્યાં. એજ નોકરી અને બદલતી સરકાર. સતત બદલી અને એમણે કરેલાં કામોની યાદી……

  આ લેખ વાંચીને મને આ ભારતીય નારીના નોકરી, ફરજ, ઘર, સંબંધો ઉપર આપેલી સ્પીચ યાદ આવી ગઇ.

  થેન્કસ. સરસ લેખ પણ એક વિચાર…આ લેખમાં આગળ આવું પોઝીટીવ અપ્રોચવાળું ઘણું ઉમેરી શકાયું હોત (નોકરીના બોજાને હળવો કરવા). પોતાના કામ પ્રત્યેનો ઉત્સાહ વધારવા અને વધુ પ્રોડક્ટીવ બનવા.

 7. Hetal says:

  to me office is the place to relax when I have too much going on at home- in-laws, kids, sickness, husband, family and friends issues and other little things are happening at once then I feel good to be away from home to breath, but otherwise Monday morning feeling is the same as described. Once I get to work- I make sure that I do my work and make sure I get bonus, promotion and raise that I deserve. I know how much I deserve from how much efforts I put into my work. It is nice to read all those working man/woman’s feelings about work and at the end we still continue to do what we are doing. I’ll try to start thinking positively about work, boss, co-workers and other staff.
  thanks for the different article

  • Tarun says:

   Hetal….
   Your last lines say you wants to think positive but first lines shows you are not positive thinker at all. You use try to avoid the problem/issue….That’s not the real solution. Deal with the problem and resolve it or do some thing so that if you cannot avoid it the impact of the problem gets less. We all think that we deserve more but if we do not get what we deserve the other way to look to this as “We are still lucky then so many others who even does not have what we have currently”

 8. Anila Amin says:

  આ બધુ અનુભવિ ચુકી છુ .પણ કામ કરવુ એજ એક લગન હોવાને કારણે માનસિક તાણ ઉભી થઈ નહતી. જરૂરિયાત હોય અને

  જે કામ સ્વિકાર્યુ છે તેને નિષ્ઠાપૂર્વક કરવુ એવી સભાનતા હોય તો બીજા શુ કરેછે અને કહેછે એનુ ધ્યાન જ નથી રહેતુ,સાથે કામ

  કર્યાનો સન્તોષ પણ પ્રાપ્ત થાય છે. હાથે કરીને બીજાના કામ પર ધ્યાન આપિને પોતાના માનસને શા માટે ટૅન્શન આપવુ?

 9. raj says:

  very good article
  Respacted Mrugeshbhai,
  If you get chance pl.try to put Smt. Kiran bedi article,she has changed the way of working.
  very infermative for all
  thanks
  raj

 10. This Artical Is very good, I feel sometime same,but my wilpower is very stong. So that always I keep all tension away from my mind in my office. It is very touching all those who are working in office.

 11. pragnaju says:

  પોતાના હરીફ કે દુશ્મન તરીકે જોવાને બદલે સહકાર્યકરો અને એથીયે બહેતર શુભેચ્છકો ગણી તેમની પ્રત્યે હૂંફાળું વર્તન રાખવાથી સમય જતાં ત્યાંથી પણ પ્રેમાળ વર્તન મળશે. આપણે મન દઈને જે કાર્ય કરીએ છીએ તે આપણા સંતોષ માટે કરીએ છીએ, બીજાને રાજી રાખવા નહીં. તેથી પ્રશંસા કે ઉત્તેજનના શબ્દો સાંભળવા ન મળે તો ‘ઈટ ઈઝ ઑ.કે.’ માની લેવું. બાહ્ય પરિસ્થિતિ આપણા મન પર કાબૂ જમાવી દે તેને બદલે આપણી પોતાની સ્થિતિ બાહ્ય પરિસ્થિતિનું પરિવર્તન કરે એવા પ્રયાસો જ સફળ થશે.
  ખૂબ સરસ વાત

 12. Ashish Dave, Sunnyvale, California says:

  Good article. I love my work and the work place. After the hard hit recession you are lucky if you have to go to work on Monday morning…

  Ashish Dave

 13. vilas rathod says:

  khub j saras lekh 6. bahu maja avi vanchi ne k jane apne raju na kari sakya te vat tamara dhwara sambhalva mali. khub j game darek wrking women ni lafe jane frst paragraph jevi j hy 6.

 14. પ્રગ્ન બેન જને આપના માતે લખત હોય તેવુ લાગે

 15. શુભાષ ચંદ્ર જોષીપુરા says:

  તમે લઈન દોરો તે લાઈન સાથે કોય લાઈન દોરે તો દોરવા દેજો પણ કોય તમારી
  લઈન કપે તો તેનો વિરોધ જ્રુરુર કરજો. અને તેને છોડ્સો નહિ.

  લેખ રુસપ્રદ છે અને આ પ્રમાણે ચાલવામા ખુબજ આત્માવિસવાશ વધે છે.
  આભાર

 16. Arvind Patel says:

  એક અંગ્રેજી માં કહેવત છે. ( Love What You Do & Do what you Love ) આ કહેવત નો અર્થ ખુબ જ સરળ છે. જે કરો તે મન દઈને કરો અને બને તો ગમતું જ કરો. ઘણી વખત ખોટા નિર્ણયો લઇ ને ખોટો રસ્તો પસંદ કરીયે છીએ અને પછી ઢસરડા કરીયે છીએ. જે કામ તમને ના ગમતું હોય તેને હિંમત કરીને છોડી દો અને તમને ગમતું કામ જ કરો. અને જે કામ કરો તેને સંપૂર્ણ નિષ્ટ થી કરો. આટલું કરવાથી તમારી જિંદગી સ્વર્ગ બની જશે. જે પણ કામ કરતા હોવ તેમાં પારંગત અને નિપુર્ણ થવાય તેવું કામ કરો. કુદરતી નિયમ છે કે ગમતું કામ હોય તેમાં પારંગત જરૂર થી થવાય.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.