નયનકક્ષમાં – સ્નેહલ જોષી

વિચારો ન શોધો ન બોલો કશું
સતત મૌન રાખો શયનકક્ષમાં
હૃદયના અધૂરા બધા ભાવની,
થશે પૂર્તતા અધ્યયનકક્ષમાં.

ઘૂંટાશો, દબાશો, કણસતાં થશો,
થશે મૂંઝવણ, હૂંફ પણ પામશો;
મળાશે સહજ ભીતરી ભેજને,
સજળ કોઈના બે નયનકક્ષમાં !

ન ઈચ્છા ઉપર કોઈ કાબૂ રહ્યો,
રહી તો રહી એક પરતંત્રતા;
ન પામી શકું છું ન ત્યાગી શકું,
ઊભો છું નિરંતર ચયનકક્ષમાં.

દિશાઓ બની છે દીવાલો અહીં,
નથી પાંખમાં આસમાનો હવે;
દિશાશૂન્ય આંખો આ પટકાય છે,
તમસથી ભર્યા ઉડ્ડયનકક્ષમાં.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous મોરારિબાપુના સાહચર્યમાંથી – જયદેવ માંકડ
તમારી જાતને કામથી મુક્ત કરો ! – પલ્લવી મિસ્ત્રી Next »   

13 પ્રતિભાવો : નયનકક્ષમાં – સ્નેહલ જોષી

 1. Vipul says:

  વાહ બોવ મસ્ત હ્રદય ને સ્પર્શિ ગયુ,

  મળાશે સહજ ભીતરી ભેજને,
  સજળ કોઈના બે નયનકક્ષમાં !

  ન ઈચ્છા ઉપર કોઈ કાબૂ રહ્યો,
  રહી તો રહી એક પરતંત્રતા;
  ન પામી શકું છું ન ત્યાગી શકું,
  ઊભો છું નિરંતર ચયનકક્ષમાં.

 2. pragnaju says:

  સ રસ રચના
  દિશાઓ બની છે દીવાલો અહીં,
  નથી પાંખમાં આસમાનો હવે;
  દિશાશૂન્ય આંખો આ પટકાય છે,
  તમસથી ભર્યા ઉડ્ડયનકક્ષમાં.
  પંક્તીઓ વધુ ગમી

 3. Dinesh Gohil says:

  ખુબ સરસ

  દિશાઓ બની છે દીવાલો અહીં,
  નથી પાંખમાં આસમાનો હવે;
  દિશાશૂન્ય આંખો આ પટકાય છે,
  તમસથી ભર્યા ઉડ્ડયનકક્ષમાં.

 4. P Shah says:

  મળાશે સહજ ભીતરી ભેજને,
  સજળ કોઈના બે નયનકક્ષમાં !

  સુંદર રચના !

 5. anand acharya says:

  સરસ ગઝલ

 6. ghanshyam rathod says:

  સ્નેહલભાઈ બહુત અચ્ચે.

 7. manoj shukla says:

  સરસ ગઝલ છે – મળાશે સહજ ભીતરી ભેજને, સજળ કોઈના બે નયનકક્ષમાં.સરસ .. સરસ.

 8. kardam modi says:

  bahu saras kavita che.abhinandan

 9. દિશાઓ બની છે દીવાલો અહીં,
  નથી પાંખમાં આસમાનો હવે;
  દિશાશૂન્ય આંખો આ પટકાય છે,
  તમસથી ભર્યા ઉડ્ડયનકક્ષમાં.

  સ્‍નેહલજી ખુબ સરસ…. નવા વર્ષની શુભકામનાઓ.

 10. Renuka Dave says:

  Very nice..!
  Beautiful PRAS…Concept n feelings..! Keep it up, Snehalbhai..!

 11. ન ઈચ્છા ઉપર કોઈ કાબૂ રહ્યો,
  રહી તો રહી એક પરતંત્રતા;
  ન પામી શકું છું ન ત્યાગી શકું,
  ઊભો છું નિરંતર ચયનકક્ષમાં

  વાહ

 12. સ્‍નેહલભાઇ પટેલ. સેકટર-૩-ડી. ગાંધીનગર. says:

  દિશાઓ બની છે દીવાલો અહીં,
  નથી પાંખમાં આસમાનો હવે;
  દિશાશૂન્ય આંખો આ પટકાય છે,
  તમસથી ભર્યા ઉડ્ડયનકક્ષમાં.

  ખુબજ સરસ સ્‍નેહલજી. આપની રચના અંતરને ખુબ અસર કરનારી છે.

 13. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  સ્નેહલભાઈ,
  પામ્યા અમે તો ભીતરી ભેજને … આપના આ ” નયનકક્ષમાં “! મજાની ગઝલ.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.