[ જાણીતા હાસ્યલેખિકા શ્રીમતી પલ્લવીબેન મિસ્ત્રી (મુંબઈ)નું તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘હાસ્ય-વસંત’માંથી સાભાર. આપ લેખિકાનો આ સરનામે pallavimistry@yahoo.com સંપર્ક કરી શકો છો. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
એક ઘટાદાર ઝાડ નીચે મજાથી આરામ ફરમાવી રહેલ એક વ્યક્તિને ત્યાંથી પસાર થતાં મુસાફરે પૂછ્યું.
‘શું કરો છો, ભાઈ ?’
‘જોતા નથી ? આરામ કરું છું.’
‘પણ એ કરતાં કોઈ કામ કરતાં હોવ તો ?’
‘શા માટે મારે કામ કરવું જોઈએ ?’
‘કામ કરવાથી પૈસા મળે. પૈસામાંથી ગાડી, બંગલો, કપડાં બધું આવે. અને પૈસા વધે એમાંથી બચત કરવાની.’
‘બચત શાના માટે કરવાની ?’
‘બચત કરીએ તો પાછલી જિંદગી આરામથી જીવી શકાય ને ?’
‘એ તો હું અત્યારે ક્યાં આરામથી નથી જીવતો ?’
આમ આવા આરામ કરતા એટલે કે કામ નહિ કરતા લોકોની ઈર્ષ્યા તો અજાણ્યા લોકોને પણ થાય છે. એટલું જ નહિ પરંતુ કામ કરનારા લોકો, કામ નહિ કરનાર લોકોને કામ કરવાની સલાહ આપે છે. આપણા ભારત દેશમાં અને વિદેશોમાં પણ ‘કામ કરવાની કળા’ ઉપર અનેક પુસ્તકો લખાયાં છે, વખણાયાં છે, વેચાયાં છે અને બેસ્ટસેલર પણ પુરવાર થયાં છે. એટલે આ પૃથ્વી ઉપર કામ કરનારા કે કામ કરવાની ઈચ્છા ધરાવનારા લોકો મોટી સંખ્યામાં છે એની ના પાડી શકાય નહિ. પરંતુ એનો અર્થ એવો નથી કે કામ ન કરનારા લઘુમતી સંખ્યાના લોકો વિશે કોઈ વિચારે જ નહિ. એમને માટે લેખકોએ ‘કામ ન કરવાની કળા’ અથવા ‘તમારી જાતને કામમાંથી મુક્ત કરો’ જેવાં પુસ્તકો લખવાં જોઈએ.
મેં જ્યારે આ વાત મારા મિત્રમંડળમાં કરી ત્યારે એ લોકોએ મને કહ્યું : ‘તું પોતે તો લેખિકા છે, તું પોતે આવું એકાદ પુસ્તક કેમ લખતી નથી ?’ મિત્રો તરફથી મળેલ આવું પ્રોત્સાહજનક સૂચન મને ભાવવિભોર કરી ગયું. પરંતુ ‘જાતને કામથી મુક્ત કરવાની કળા’ માત્ર મારા વિચાર કે વર્તનમાં જ નહિ, મારા દિલો-દિમાગમાં અને રગેરગમાં પ્રવર્તમાન હતી. એટલે હું લાખ પ્રોત્સાહન છતાં આવું કોઈ પુસ્તક લખું એવી કોઈ શક્યતા જ નહોતી. એટલે પુરાણી દંતકથામાં જેમ મહર્ષિ વેદવ્યાસજી બોલે અને પ્રભુ ગણપતિજી લખે તેમ ‘હું બોલું અને તમારામાંથી કોઈ લખે’ એવો પ્રસ્તાવ મેં મિત્રો આગળ મૂક્યો. પણ આખરે તો તેઓ મારા જ મિત્રમંડળના સભ્યો હતા ! જાતને કામથી મુક્ત કરવાની કળા તેઓને કદાચ મારા કરતાં પણ વધારે આત્મસાત હતી. તેથી એ બધામાંથી કોઈ પણ મારી વાત સ્વીકારવા તૈયાર ન થયું એટલે છેવટે મેં ‘ફૂલ નહિ તો ફૂલની પાંખડી’ની જેમ પુસ્તક નહિ તો એક લેખ લખવાનું વિચારીને આત્મસંતોષ મેળવ્યો. વાચકોમાંથી જેમને વાંચવાની આળસ ન હોય તેઓ આ લેખ વાંચી શકે છે.
બે આળસુ જણ ધાબળા ઓઢીને સૂતા હતા. એક ચોર એમના ધાબળા ચોરીને ભાગ્યો. એક જણે સૂતાંસૂતાં બૂમ પાડી. ‘પકડો પકડો ચોર-ચોર’ બીજા જણે કહ્યું : ‘અત્યારે બૂમો શા માટે પાડે છે ? ચોર તકિયા લેવા આવે ત્યારે બૂમો પાડજે, લોકો ચોરને પકડી લેશે.’ એવું કહેવાય છે કે ‘Those who cannot laugh at themselves, leave job to others.’ એ જ રીતે જેઓ પોતે પોતાનું કામ નથી કરતા તેઓ એ કામ કરનારા કે બીજાની ઉપર કામ છોડી દેનાર લોકોને ‘આળસુ’ કહીને ઉતારી પાડે છે. આળસ વિરોધી લોકો તો એવું પણ કહે છે કે ‘આળસ બૂરી બલા.’ આ આળસ એટલે કે Laziness આખરે છે શું ? ‘Laziness is nothing more than the habit of resting before you get tired.’ આમ આળસ એ બીજું કંઈ જ નહિ પણ થાક્યા પહેલાં આરામ કરવાની ટેવ માત્ર છે. સામાન્ય માણસ થાકે ત્યારે આરામ કરે, જ્યારે આળસુ માણસ થાક્યા પહેલાં, માત્ર કામ કરવાના વિચાર માત્રથી થાકીને આરામ કરે એટલો જ ફરક છે. આથી આળસુને બદનામ કરવાને બદલે એના દૂરંદેશીપણા માટે શાબાશી કે ઈનામ આપવું જોઈએ. એક મુસાફરે ઝાડ નીચે સૂતેલા 4-5 જણને પૂછ્યું : ‘તમારામાંથી આળસુ કોણ છે ?’ એક જણ સિવાય બધાએ આંગળી ઊંચી કરી. મુસાફરે કહ્યું : ‘જેણે આંગળી ઊંચી ન કરી તે મહાન આળસુ છે, હું એને દસ રૂપિયાનું ઈનામ આપવા માગું છું. લે તારું ઈનામ.’ આળસુએ સૂતાં સૂતાં જ બગાસું ખાઈને કહ્યું : ‘મારા શર્ટના ખીસામાં મૂકી દો…’
કહેવત છે કે ‘લક્ષ્મી દેખી મુનિવર ચળે.’ પણ લક્ષ્મીને દેખીને પણ નહિ ચળનારા મુનિવરથી પણ શ્રેષ્ઠ એવા આ મહાન આળસુ જણને ‘પરમઆળસવીરચક્ર’થી નવાજવો જોઈએ એમ તમને નથી લાગતું ? એક વૈજ્ઞાનિક તારણ એવું કહે છે કે, રવિવાર કે રજાના દિવસે લોકો relax હળવા – તનાવમુક્ત હોય છે અને રજા પૂરી થયે કામ પર જવાના દિવસે તેઓ ખૂબ tense એટલે કે તનાવગ્રસ્ત હોય છે. પરદેશમાં આને MMS એટલે કે Monday Morning Sickness કહે છે. કેટલાકને તો આ સમયે હાર્ટઍટેક પણ આવી જાય છે. Delhi Times નામના ન્યૂઝપેપરમાં public opinionમાં 80% લોકોએ ‘ડેટિંગ’ના સ્ટ્રેસ કરતાં પણ ‘ઑફિસવર્ક’ના સ્ટ્રેસને વધુ ખતરનાક ગણાવ્યો છે. મને તો કામના સ્ટ્રેસનો બાળપણથી જ જાત અનુભવ છે. હંમેશા સ્કૂલમાં જવાના સમયે જ મને પેટમાં દુઃખતું.
પપ્પા : ‘બેટા, તને તારી સ્કૂલ ગમે છે ખરીને ?’
મુન્નુ : ‘હા, પપ્પા. પણ એ બંધ હોય ત્યારે જ.’
પપ્પા : ‘બેટા, તને તારી સ્કૂલમાં વિશેષ શું ગમે ?’
મુન્નુ : ‘પપ્પા, સાંજના છૂટવા માટે વાગતો ઘંટ.’
આમ બાળપણથી જ માણસને કામ કરવાનું (ભણવાનું એ પણ કામનો જ એક પ્રકાર છે) નથી ગમતું, કામ કરવાની સાચી રીત તો આપણે સરકારી કર્મચારીઓ પાસે શીખવા જેવી છે. તેઓ આરામ કરીને થાકે ત્યારે વચ્ચે વચ્ચે કામ કરી લે છે. અહીં મને કો’કની લખેલી પંક્તિઓ યાદ આવે છે :
ટેબલ પર કાગળ પડ્યા, ખુરશી ઉપર તું.
ટગર ટગર જોયા કરે. ભાઈ ઉતાવળ શું ?
કાગળ તું કરમાં ગ્રહી, એકાદ તો વાંચ.
શું દેખે ઘડિયાળમાં, હમણાં થાશે પાંચ.
‘કામ કર્યું તેણે કામણ (જાદુ) કર્યું.’ એ કહેવત કોઈ કામ કરનારા શખ્શે પોતાની જૂઠી મહત્તા બતાવવા જ કહી હશે.
પત્ની : ‘તમે ઘણા આળસુ છો. ઘરના કામકાજમાં જરાય મદદ નથી કરતા.’
પતિ : ‘અરે ! કોણે કહ્યું હું કામ નથી કરતો ? બ્રશ કરું છું, ચા પીઉં છું, દાઢી કરું છું, સ્નાન કરું છું, જમું છું અને તૈયાર થઈને ઑફિસે પણ જાઉં છું.’
પત્ની : ‘એમાં શું ધાડ મારી ? દૂધ તો હું લાવું છું. ચા તો હું બનાવું છું. રસોઈ હું બનાવું છું. બાળકોને સ્કૂલે લેવા-મૂકવા હું જાઉં છું.’
પતિ : ‘હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે….’ જેમ બળદગાડા નીચે ચાલતા કૂતરાને એમ થાય કે આ બળદગાડાનો ભાર તો હું જ ખેંચું છું ને ગાડું મારા લીધે જ ચાલે છે. તેમ જ કેટલાક કામ કરનારા લોકોને પણ ભ્રમ થાય છે કે આખી દુનિયાને તેઓ જ ચલાવી રહ્યા છે. પણ આવા લોકોને કોણ સમજાવે કે ‘કામ ન કરવાથી જેટલો અનર્થ નથી થતો, એટલો અનર્થ કામ કરવાથી થાય છે.’ નહિ માનતા હોય તો વિચારો કે જો નથુરામ ગોડસેએ ગાંધીબાપુને ગોળી મારવામાં આળસ કરી હોત તો આમ આપણે બાપુને આ રીતે અનાયાસ અકાળે ગુમાવવા ન પડત ને ?
સુખી થવાના બે રસ્તા કોઈકે સૂચવ્યા છે :
[1] Free your Heart from Hatred
(તમારા હૃદયને નફરતથી મુક્ત કરો.)
[2] Free your mind from worries
(તમારા મગજને ચિંતાથી મુક્ત કરો.)
હું હાસ્યલેખિકા પલ્લવી મિસ્ત્રી તમને સુખી થવાનો ત્રીજો આસાન પણ અસરકારક રસ્તો સૂચવું છું :
[3] Free yourself from Work.
(તમારી જાતને કામથી મુક્ત કરો.)
[કુલ પાન : 182. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]
47 thoughts on “તમારી જાતને કામથી મુક્ત કરો ! – પલ્લવી મિસ્ત્રી”
Very good. keep writing (working),would you please ?
Yes, Sure. thanks.
પલ્લવીબેન,
આપે સૂચવેલો સુખી થવાનો ત્રીજો રસ્તો ગમ્યો. … પરંતુ …
અમલમાં મૂકવાનું કામ કોણ કરે ?
કાલિદાસ વ.પટેલ {વાગોસણા}
ટેબલ પર કાગળ પડ્યા, ખુરશી ઉપર તું.
ટગર ટગર જોયા કરે. ભાઈ ઉતાવળ શું ?
કાગળ તું કરમાં ગ્રહી, એકાદ તો વાંચ.
શું દેખે ઘડિયાળમાં, હમણાં થાશે પાંચ.
સરસ
ખૂબ સુંદર રમુજી લેખ
Nice,entertainin…,,, wor’d last letter is not ettin typed…laziness……
સરસ લેખ.
સારો હાસ્યલેખ છે.
એકદમ સાચી વાત – આળસ એ બીજું કંઈ જ નહિ પણ થાક્યા પહેલાં આરામ કરવાની ટેવ માત્ર છે.
very true……keep yrself frm work……!!!!! ખુબ જ સાચુ અને સુનદર……!!!!!
પ્લ્લવિ આપશ્રી ઍ આ પન્ક્તી ખુબજ સરસ લખી ટેબલ પર કાગળ પડ્યા ખુરશી ઉપર તુ. આ ચાર લીટી ઓફીસ ના ટેબલ ઉપર રાખવા જેવી
સરસ લેખ વાંચી મજા આવી . હવે પુસ્તક પણ ખરીદી વધુ આનંદ માણવો પડશે .
તમારી જાતને કામથી મુક્ત કરો.આ પણ જીવનમાં ઉતારવા જેવું છે .
સરસ
ખૂબ સુંદર રમુજી લેખ
કૉઇ પણ રોગની દવા હૉય તૉ તૅ છે હાસ્ય
પ્રિય વાચકો,
અભિપ્રાય બદલ આભાર.
પલ્લવી.
પ્રિય મ્રુગેશભાઈ,
પુસ્તક ની આલોચના અને માહિતી બદલ આભાર.
લેખ મુકવા બદલ પણ આભાર.
પલ્લવી.
પુસ્તક ‘હાસ્ય- વસંત’ માટે અભિનંદન. વધુ ને વધુ હાસ્ય લેખો તમે લખતા રહો અને અમોને હસાવતા રહો .
લેખવાંચવાનું પણકામ ગણાય્?અમે તો એનાથી મુક્ત ન રહી શક્યા!
અભિનંદન
માનનીય પલ્લવીબહેન મિસ્ત્રી,
હાસ્ય લેખિકા તરીકે નો તમારો પરિચય તદ્દન અદ્દભુત લાગ્યો..
આ નાદે/કેડીએ તમે ક્યાંથી/ક્યારથી ચડી ગયા..!!
આવું તર્કબદ્ધ અને નવીનતા ભર્યું વાંચન પીરસતા રહેજો..
અમને હસાવનાર તમે… અમને વાત તો વિસામો જાણજો..
અભિનંદન…
શૈલેષ મેહતા
+૧ ૩૧૨ ૬૦૮ ૯૮૩૬
mehtasp25@gmail.com
Thank you Shaileshbhai.
pallavi
પ્રિય પલ્લવીબેન,
આપની એક એક સલાહ મે ના માની હોય એવુ બન્યુ નથી.,
આ કારણથી પણ હુ જીન્દગીમા આગળ આવ્યો હોઇશ.
આપની હાલની સલાહ માની હુ ધન્ય થઇ ગયો.
“તમારી જાતને કામથી મુક્ત કરો”
આ સલાહના કારણે આપનો લેખ જોવાથી મુક્ત રહ્યો.
નવી સલાહ આપશો ત્યારે જોયુ જશે.
હવે તો હાસ્ય- વસન્ત જોવુ જ પડશે.
અભિનન્દન.
અશ્વિન હી પટેલ.(૯૯૦૯૭૧૬૩૮૪)
પલ્લવીબેન,
પુસ્તક “હાસ્ય વસંત” પ્રગટ કર્યા માટે ખુબ અભિનંદન !
એક દિવસ એ પુસ્તક વાંચવાનો લ્હાવો મળશે એવી આશા !
ચંદ્રવદન મિસ્ત્રી
sars 6.
i freed myself for providing opinion till now, after reading article.
hi, pallaviben,
nice article……….
pls share yr own experience of practicing such a great thought……..ha..ha…
luv u…
janki devang
“હાસ્ય વસન્ત્'” અડ્ધે પહોચ્યો.
(here I felt some difficulty in writing gujarati and therefore now typing in english.)
Good article. I am now a days reading your book “hasya-vasant”
please now prepare one more book in near future named “hasya-varsha”
Keep it up. All the best.
–Manhar Shukla
સરસ લેખ વાંચી મજા આવી !!!
આવા સરસ લખાણ માતે આળસ કયારઍ પણ ન કરવિ
બહુ જ મજા આવિ ગઇ
મારા પ્રિય વાચકો અને અવાચકો,
પ્રતિભાવ અને અપ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર.
સદા હસતા રહેજો.
પલ્લવી.
અદભુત
Thank’s
વાહ… મજા આવી ગઈ….
Ashish Dave
ખુબ જ સારી રીતે આળસુ ને પણ તમે સ્થાન આપી કટાસ મા ઘનુ જ કહ્યુ…..મજા આવી ગઈ…હાસ્ય વગર નુ જિવન નકામુ…
” એક આળસુ પતિ હતો તેની પત્નિ એક દિવસ તેને જમાડતા જમાડતા હવા નાખી રહી હતી…. તેના પત્નિને પરસેવો વળિ ગયો તે જોઈ ને પત્નિ એ તેના પતિને કીધુ….. તમે ક્યાય કામે નથી જતા આખો દિવસ સુતા રહો અને ગામમા બેઠા હોવ …જમતા જમતા મોઢામા કોળૈયા પન હુ આપુ …….. છતાય તમને જમતા જમતા આટલો પરસેવો કેમ વળે ?….. પતિ કહે….. મોઢામા ચાવે છે કોન ? ચાવતા તકલીફ ના પડે….? “
પલ્વીબેન
બહુજ સરસ મજા આવી.
લખતા રહો.
ખુબજ ધન્યવાદ.
ન્ંમ્સ્કાર *******
Cogrt, Palluji its very nice book which u have written. I m very happy to read urs book. I m proud of u coz, r my friend. all the best . keep writting & keep smile on face. take care. Dhaval mumbai
Nice, humorous article. Enjoyed reading it. Author has correctly mentioned that, “Laziness is nothing more than the habit of resting before you get tired.’’
Thank you Ms. Pallavi Mistry for sharing this with us.
Keep Smiling 🙂
સરકારિ કર્મ્ચારિ નો જોક ખુબ ગમ્યો
Warm regards,
Rajesh Patel
9909924525
rajyeshpatel@gmail.com
એક ઘટાદાર ઝાડ નીચે મજાથી આરામ ફરમાવી રહેલ એક વ્યક્તિને ત્યાંથી પસાર થતાં મુસાફરે પૂછ્યું.િજ્િજ્)૦અસા પે/ર્ક વાત ને હાસ્ય્ના ફેરામા> સારી રીતે ફેરર્વી
] Free your Heart from Hatred
very good sentence.. god bless all.
આ લેખ વાંચતા મારી આંખો રડી પડી, કારણ કે બીજા બધાં અંગો કામથી મુક્ત હતા અને એકલી આંખે જ વાંચન કાર્યનો સમગ્ર ભાર વેંઢારવો પડ્યો.
આ કોમેન્ટ ખુબ જ સરસ છે..
very nice article.T like it.
comment lakhvani aadas ave che thank you for rest.
nice thanx for some nice tips for life nice nice……
wowwwww…….really nice,,,,,
Really youteches us great science of no work,,,
IS IT LEADS TO….” NOTHING TO DO,,,,RAINS WILL COMES,,,GRASS WILL GROWN UP,,,,,,etc
Really i get your spiritual massages from it,,,
NOTHING TO DO,,,,AS A MINDS,,,?
IN A BRAINS,,,,?
Really nice concepts,,,,,i like it
very good
કામ કરવાની સાચી રીત તો આપણે સરકારી કર્મચારીઓ પાસે શીખવા જેવી છે. તેઓ આરામ કરીને થાકે ત્યારે વચ્ચે વચ્ચે કામ કરી લે છે
khubaj saras lekh chhe pan sunday mate baki kam to karvuj pade ne?
ha haaa haaaaaa nice
સુખી થાવાના બે રસ્તા ખુબ જ સ્રરાસ છે, ત્રિજો રસ્તો કોઇ પર ક્રોધ કદિ ન કરવો.
જીવનમા નવો વળાક આવી જાય તેમા બેમત નથી. ખુબ જ સરસ વિચારો.
Sau vachakona pratibhav badal khub khub aabhar! Pallavi