[ સૌ વાચકમિત્રોને હોળી-ધૂળેટીના પર્વની ઉલ્લાસમય શુભકામનાઓ. આજે આ આનંદના રંગોત્સવમાં માણીએ કેટલાક રમૂજી ટૂચકાઓ.]
પોલીસ (રાકેશને) : ‘અમને એવા વાવડ મળ્યા છે કે તમે તમારા ઘરમાં વિસ્ફોટક સામગ્રી રાખી છે.’
રાકેશ : ‘સાહેબ, આપની બાતમી એકદમ બરાબર છે, પરંતુ હમણાં તે પિયર ગઈ છે !’
**********
હોટલમાં એક ભાઈ વેઈટરને ખુજલી કરતા જોઈ રહ્યો હતો.
એ ભાઈએ વેઈટરને બોલાવીને પૂછ્યું : ‘ખરજવું છે ?’
વેઈટરે કહ્યું : ‘મેનુકાર્ડમાં લખ્યું હશે તો ચોક્કસ મળશે !’
**********
રામુ શાકભાજી લેવા ગયો એ સમયે શાકભાજીવાળો ભાજી પર પાણી છાંટી રહ્યો હતો.
ઘણીવાર થઈ.
રામુ કંટાળ્યો. અંતે તે રાહ જોઈને થાક્યો અને બોલ્યો : ‘ઓ શાકભાજીવાળા, ભાજી ભાનમાં આવી હોય તો એક કિલો તોલી આપ !’
**********
શિક્ષક : ‘બોલ રામુ, અકબર કોણ હતો ?’
રામુ : ‘મને ખબર નથી સાહેબ.’
શિક્ષક : ‘ડોબા, ભણવામાં ધ્યાન રાખે તો ખબર પડે ને ?’
રામુ : ‘પણ સાહેબ, તમને ખબર છે કે મુકેશ કોણ છે ?’
શિક્ષક : ‘ના, એ વળી કોણ છે ?’
રામુ : ‘દીકરી તરફ ધ્યાન રાખો તો ખબર પડે ને ?’
**********
રમણભાઈ કન્યાના ઘરે માંગુ લઈને ગયા.
કન્યાના માતાપિતાએ કહ્યું : ‘પણ, અમારી દીકરી તો હજુ ભણે છે.’
રમણભાઈ બોલ્યા : ‘તો કંઈ વાંધો નહિ. અમે એક કલાક પછી આવીશું.’
**********
સંતાસિંહ : ‘બંતા, જલ્દી બારીમાંથી કૂદી જા, પોલીસ આવી રહી છે.’
બંતાસિંહ : ‘અરે પણ આ તો 13મો માળ છે.’
સંતાસિંહ : ‘13મો તો 13મો. અત્યારે શુકન-અપશુકન જોવાનો સમય નથી…જલ્દી કર…’
**********
ઈન્દ્રદેવ : ‘શું કરે છે ભાઈ ?’
યમરાજા : ‘કંઈ નહિ બાપા, નવરો બેઠો છું.’
ઈન્દ્રદેવ : ‘તો જા….પાન લઈ આવ….’
(થોડીવાર પછી…)
ઈન્દ્રદેવ : ‘અરે, આ શું છે ? કોણ છે આ બધા ?’
યમરાજા : ‘તમે જ તો કીધું હતું કે જાપાન લઈ આવ…..’
**********
છોકરી : ‘છોકરો કેવો છે ?’
પંડિત : ‘ફિલ્મના હીરો જેવો છે.’
છોકરી : ‘અચ્છા ! કઈ ફિલ્મના હીરો જેવો ?’
પંડિત : ‘પિપલી-લાઈવ !’
**********
પિતા : ‘બેટા, આ વર્ષે તારે 95% લાવવાના છે !’
પુત્ર : ‘ના પપ્પા, હું આ વર્ષે 100% લાવીશ !’
પિતા : ‘બેટા, વાતની મજાક ન ઉડાવ.’
પુત્ર : ‘પપ્પા, તમે જ તો શરૂઆત કરી.’
**********
હમણાં યુનોએ એક સર્વે કર્યો. એમાં પ્રશ્ન કંઈક આવો હતો : ‘Please give your honest opinion about the shortage of food in the rest of the world’ પણ આ સર્વે નિષ્ફળ રહ્યો. કારણ કે,
આફ્રિકાના કેટલા બધા દેશોમાં food એટલે શું ? એ જ ખબર નો’તી.
ચીનમાં મોટા ભાગના લોકોને opinion એટલે શું તેની ખબર નો’તી.
યુરોપના લોકોને Shortage એટલે શું તેની ખબર નો’તી.
ભારત-પાકિસ્તાન-બાંગ્લાદેશના લોકોને honesty એટલે શું તે ખબર નો’તી.
ઓસ્ટ્રેલિયાને Please એટલે શું તેની ખબર નો’તી.
અને અમેરિકનોને Rest of the world (બાકીની દુનિયા) એટલે શું તે જ ખબર નો’તી. પછી સર્વે સફળ કઈ રીતે થાય ?
**********
બગીચામાં એક છોકરો એક છોકરી સાથે બેઠો હતો. ત્યાં એક કાકા આવીને કહેવા લાગ્યા :
‘શું બેટા, આ આપણી સંસ્કૃતિ છે ?’
છોકરાએ કહ્યું : ‘ના અંકલ, આ તો જોશીકાકાની પલ્લવી છે !’
**********
દસ લાખ લોકોનો સર્વે કર્યા પછી એક સત્ય બહાર આવ્યું છે કે લોકોને સુખ કેમ મળતું નથી ?
એ સત્ય એ છે કે લોકો સતત એ જ શોધ્યા કરે છે કે સાલું, બીજાને સુખ કેવી રીતે મળી ગયું ?
**********
સન 2025નું એક દશ્ય :
ભિખારી : ‘ભગવાનના નામ પર કંઈક આપો…’
માણસ : ‘લે, મારી એમ.બી.એ.ની ડિગ્રી લઈ જા…’
ભિખારી : ‘અબે જા જા, તારે જોઈએ તો મારી સી.એ.ની ડિગ્રી લઈ જા ને !’
**********
બંતાએ બેન્કમાં અચાનક બૂમ પાડી : ‘અહીં કોઈનું એવું નોટનું બંડલ ખોવાઈ ગયું છે કે જેની પર લાલ કલરનું રબરબેન્ડ હતું ?’
તરત જ સાત-આઠ જણના હાથ ઊંચા થયા. તેઓ બંતા પાસે આવી પહોંચ્યા : ‘ક્યાં છે એ બંડલ ?’
બંતાએ કહ્યું : ‘બંડલ તો ખબર નહીં, મને એ રબરબેન્ડ મળ્યું છે !’
**********
છગન : ‘અહીંથી તમે ગધેડાનું ટોળું જતું જોયું, ભાઈ ?’
મગન : ‘કેમ ? તમે ટોળામાંથી છૂટા પડી ગયા છો કે શું ?’
**********
મગન : ‘બધા હવે મને ભગવાન માને છે.’
છગન : ‘તને કેવી રીતે ખબર પડી ?’
મગન : ‘કાલે હું બગીચામાં ગયો હતો તો ત્યાં બેઠેલા બધા એકી સાથે બોલી ઊઠ્યાં – ‘હે ભગવાન, તું પાછો આવ્યો ?’
**********
‘સ્વર્ગમાં જે કન્યા હોય તેને શું કહેવાય ?’
‘દેવકન્યા.’
‘સ્વર્ગમાં ઘણી કન્યાઓ હોય તો ?’
‘દેવકન્યાઓનું જૂથ.’
‘બધી કન્યાઓ સ્વર્ગમાં હોય તો ?’
‘પૃથ્વી પર શાંતિ !’
**********
સંતા : ‘યાર, હું બાળપણમાં બહુ તાકાતવાન હતો.’
બંતા : ‘તને કેવી રીતે ખબર ?’
સંતા : ‘મારી મા કહેતી હતી કે હું જ્યારે રડતો હતો ત્યારે આખું ઘર માથે લઈ લેતો હતો !’
**********
શિક્ષિકાબેન : ‘ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળનું એક ઉદાહરણ હું તમને આપું છું. પછી એવું બીજું ઉદાહરણ તમે જાતે કહેજો. મારું ઉદાહરણ છે : ‘હું સુંદર હતી, હું સુંદર છું, હું સુંદર રહીશ.’
વિદ્યાર્થીઓ : ‘એ આપનો વહેમ હતો, એ આપનો વહેમ છે અને એ આપનો વહેમ જ રહેશે !’
**********
છગન : ‘આપના ઘરમાં કેટલા સદસ્યો છે ?’
મગન : ‘હું, મારી પત્ની, મારી સાસુ અને સાત સાળીઓ.’
છગન : ‘ઓહો ! તો તો તમારે બગાસું ખાવું હોય ત્યારે જ મોઢું ખોલી શકાતું હશે !’
**********
50 thoughts on “રંગોત્સવ – સંકલિત”
fine હોળી ના હસાવી ગયા cartoon પણ આપતા જાઓ
ખુબ સરસ ટુચકાઓ….
ખૂબ સરસ … મજા આવી ગઈ
આભાર …..આજે અહિય અમેરિકામા મારિ હોલિ રન્ગિન thai gai…i m sorry …sometimes i can’t type proper in gujarati …but i really enjoyed lot…me n my husband liked all of these very much….
અમેરિકા અને ભારત……… સરખામણિ ના થાય………. આ બધુ અહિ ભારતમા છે અને આજ ભારતનો વારસો છે……
અમેરિકા અને ભારત……… સરખામણિ ના થાય………. આ બધુ અહિ ભારતમા છે અને આજ ભારતનો વારસો છે…… Good.. though u r in USA, u r reading such gr8 gujarati blogs……
ખુબ જ મજા આવી….
અને આ તો જક્કાસ…………..
સંતાસિંહ : ‘બંતા, જલ્દી બારીમાંથી કૂદી જા, પોલીસ આવી રહી છે.’
બંતાસિંહ : ‘અરે પણ આ તો 13મો માળ છે.’
સંતાસિંહ : ‘13મો તો 13મો. અત્યારે શુકન-અપશુકન જોવાનો સમય નથી…જલ્દી કર…’
સવાર મા મુડ ફ્રેશ થઈ ગયો ….
ધવલ ટીલાવત….
મઝા પદિ ગૈ
યુનો ના સર્વે વાળો જોક જબરદસ્ત…. મજા આવી ગઈ.
જોરદાર હસાવે એવા જોક્સ છે.
Khub saras…maja aavi gai..khadkhadat hasavya
didnt like the joke on Japan specially on this tough time
યુનો એ કરેલ સર્વે ખુબ ખુબ હસાવિ ગયો
બહુ સુન્દર જોક
લગભગ બધા જ નવા હતા
જાપાન વાળો ના ગમ્યો
રમુજોનું સ રસ સંકલન
ખૂબ જ સરસ.
સારુ લાગ્યુ, ફ્રેશ થૈ ગયા હો ભઇઇઇઇઇઇઇઇ
Very Very Funny Jokes. Fantastic. Thanks for making morning really good.
બહુ સરસ્ આ જોક્સ છે
પોલીસ (રાકેશને) : ‘અમને એવા વાવડ મળ્યા છે કે તમે તમારા ઘરમાં વિસ્ફોટક સામગ્રી રાખી છે.’
રાકેશ : ‘સાહેબ, આપની બાતમી એકદમ બરાબર છે, પરંતુ હમણાં તે પિયર ગઈ છે !’
Great jokes.All jokes on this page are ALL NEW!!!!!!!!!!
Thank you,
ખુબ જ સરસ અને હસાવ તેવ લાગ્યા
મઝ્ઝા આવિ ગઈ શાકભાજિ વલો જોક્શ ખુબ ગમિયો……………
ખડ્ખ્ડાટ હસાવ્યા ………………………… અને આસ્ચર્ય અહઆ પણ ગુજરાતિ લખવાનિ
ગુજરાતી લખવાણી મજા આવી ગઈ.
વાહ .. અતિ ઉત્તમ. નવિન્તમ્.
બહુ મજા આવી. આવા લેખો મુક્તા રહો.
અરે વાહ ખુબ જ સરસ……………………………………….ધન્ય ચ્હે તમોને.
જોક્સમા મજા આવિ. સદાબહાર ટુચકા મુકવા જોઇયે જે અમુક વરસો બાદ પણ તાજા લાગૅ. દા.ત. પીપલી લાઇવ.
— manhar shukla
જોક્સમા મજા આવી, પણ લોકોના અભિપ્રાયો હથોડા જેવા લાગ્યા…
હાસ્ય એ આજના સમયની માંગ છે. ગમે તે રીતે પણ લોકોને હશાવવાનો ઉદ્યમ નિરર્થક નથી.
સચીદીશામાં દોધોવાનો આનંદ છે.
રમેશ ચાંપાનેરી
હાસ્ય કલાકાર
વલસાડ
all jokes r nice & new except JAPAN one…
નવો મસ્ત જોક,
to share with your friends…
સાન્તા to પહેલવાન : તુમ એકસાથ કિતને આદમીઓકો ઉઠા શકતે હો ??
પહેલવાન : પાંચ
સાન્તા : બસ..!!!! તુમ સે અચ્છા તો મેરા કૂકડા હે… વો તો એકસાથ પુરે ગાંવ કો ઉઠાતા હે..!!!
હા….હા….હા….!!!
અરે ભાઇ ભાજી વાલો જોક તો જોરદાર છે. પિરસતા જ રહો.
સરસ જોક્સ ! મારા સન ને સ્કૂલ મા થી જૉક્સ લખી લાવવા કહેલ તે સર્ચ કરતા કરતા આ સાઈટ મળીને બાબા નુ કામ તો થૈ ગ્યુ પણ મને જલ્સો થૈ ગ્યો. સ્કૂલ વાળા ક્યારેક ક્યારેક સત્કાર્યો પણ કરતા હોય છે !!!
ખુબ સરસ , મજા આવિ ગ્ઈ.
ખુબ મજા આવિ હો! અભિનનદન
Great jokes.All jokes on this page are ALL NEW!!!!!!!!!!
Dear All
please Update a New Jock
Smollest Jock
Please
ALLL GAZAB GREAT KEEP IT MORE …..
મજ પદિ
અરે આ સાઈટ મા તો મઝા આવે ઘનુજ સાહિત્ય છે.
Really Really very nice jokes & also rarely listen. Thanx
મને ખુબજ ગમ્યુ અને મરા મમ્મિ પાપા ને પણ હાસ્ય્ ગમ્યુ
Very Funny Jokes. Fantastic.મજા આવી ગઈ.
રંગોત્સવ મા રંગાય ગચા
The best jokes.
બહુ સુંદર જોક્સ છે. હસી હસીને પેટ દુઃખી ગયું. મેં તો આજે જ જોયા, પણ હજી નવા નવા આપતા રહેશો.
Aap na dwara lakhel tuchkao bahu j aanand aapnara chhe .hamesha aavu j kai ne kai mukta raho ej abhyarthana
કેમ આમ ટુન્કા વાળ કપવ્યા?
માપ ના જ કપવ્યા તા, વણદ પાસે છુટા નહોતા માટે ૫ રુપિયા ના ફરિ કપાવ્યા
શાકભાજિ વાળૉ જોક ભાજિ ભાન મા આવિ હોય તો ૧ કિલો તોલિ આપ, સરસ છે.