રંગીલા પતંગિયા – પ્રીતિ ત્રિ. કોટેચા ‘પ્રેરણા’
[પોરબંદર ખાતે શિક્ષિકાની ફરજ બજાવતા શ્રીમતી પ્રીતિબેનના બાળકાવ્ય સંગ્રહ ‘રંગીલા પતંગિયા’માંથી પ્રસ્તુત રચનાઓ સાભાર લેવામાં આવી છે. તેમના અનેક કાવ્યો ફૂલછાબ, ટમટમ સહિત અનેક અખબાર-સામાયિકોમાં પ્રકાશિત થતા રહે છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત બાળકાવ્યોને અંતે આપવામાં આવી છે.]
[1] સૂરજદાદા
સવાર પડે ને સૂરજ ઉગે એની કંકુવર્ણી કાયા
જાણી શકે ન આખી દુનિયા એવી એની માયા
લાલ-લાલને ગોળ-ગોળ ધગધગતોએ ગોળો
પૂરવમાંથી કદી ન ઉગે એ તો ભાઈ મોડો
સાંજ પડે ને દરિયામાં જઈ ડુબકીએ લગાવે
સવારમાં તો ચોખ્ખો ચણક થઈને એ તો આવે
સવારમાં તો આળસ-નિંદર સૌની એ ભગાડે
એની કાયા ચમકાવીને સંસારને જગાડે
પૂરવમાંથી ઉગે ને પશ્ચિમમાં જઈ ડુબે
એની યાત્રા જોવા પેલા પંખી આકાશે ઉડે
[2] પંખી
પંખી બનીને મને ઊડવું ગમે, ભાઈ ઊડવું ગમે
દોસ્તોની સાથે ઝૂમવું ગમે, ભાઈ મને ઝૂમવું ગમે
ઝાડોના ઝૂંડ મહી માળો બાંધીને
ડુંગરની ગોદમાં રમવું ગમે, મને ઊડવું ગમે.
અદ્ધર આકાશે જઈ ચાંદામામાની ગાડી કરી
તારલીયાની સાથે રમવું ગમે, મને ઊડવું ગમે.
ધરતીની છોડ મુકી સમંદર પાર કરી
હોડીના ઝૂલામાં ઝૂલવું ગમે, મને ઊડવું ગમે
પંખીની એક શીખ મનમાં લઈને
પંખીની સાથે સંપીને રહેવું ગમે, મને ઊડવું ગમે.
[3] ચકીબેન
એક હતી ચકલી, ઓઢી ચાલી છત્રી
ભરવા ગઈ પાણી, પૂર લાવી તાણી
ચકીબેન ફેશનવાળા, ગળામાંતો બાંધે માળા
એણે પહેરી સાડી, મોરપીંછા વાળી
એણે પહેર્યા સેંડલ, નાખી પર્સ પેંડલ
મોટરમાં તો ફરવા ગઈ, ચપટી દાણા ચણવા ગઈ
દાણા લાવી પાલી, બધાને લાગે વ્હાલી
કેવા ચકીબેન સારા, સૌને લાગે પ્યારા
[4] બિલ્લીબેન
બિલ્લી માસી ભણવા ચાલ્યાં લઈને પાટી પેન
હાથમાં લીધું દફતરને જોઈ રહ્યા છે બેન
સામા મળ્યા કૂતરાભાઈ, ગભરાઈ બિલ્લીબેન
કૂતરાભાઈ પૂછે છે ક્યાં ચાલ્યા બિલ્લીબેન
નિશાળે તો હું એકડો ભણીશ લઈને પાટી પેન
ભણી ગણીને હોશિયાર થઈને બની એક દી બેન
કૂતરાભાઈ નિશાળે ચાલ્યા લઈને પાટી પેન
નિશાળમાં તો તેને ભણાવે સૌથી મોટા બેન
પછી તો બધા ભણવા લાગ્યા સાથે
બધા તો સંકલ્પ કર્યો સાક્ષર બનવાનો હાથે
[કુલ પાન : 70. કિંમત રૂ. 30. પ્રાપ્તિસ્થાન : પ્રીતિ ત્રિ. કોટેચા. ‘શ્રીમા’ શ્રીગણેશ કોલોની, ગેલેક્ષી એપાર્ટમેન્ટ પાસે, વાડી પ્લોટ, પોરબંદર-360575. ફોન : +91 9824364362.]



સરસ કાવ્યો
આભાર
thank u SIR
ખરેખર સુંદર.
૧ અને ૪ સૌથી સુંદર
THANK U VERY MUCH..
Abhinandan. Balko ne dil thi game tevi sundar tazgiukat rachnao.
ખુબ સરસ.બાલ્કોને ગમસે.
બાળકો ગા ઈ શકે-માણી શકે તેવા બાળ ગીતોનું મઝાનું સંકલન
THANK U VERY MUCH.
પ્રીતિબેન,
ખુંબ ખુંબ આભિનંદન…..!!
બાળકો માટેની ખુંબ સુંદર રચનાઓ …
ઇશ્વર પાસે એ જ પ્રાથર્ના કે આપના તરફ થી આવી જ રચનાઓ સતત મળતી રહે..
અંને
બાળસાહિત્ય માં ખુંબ ખુંબ પ્રગતિ કરો … એ જ અંતરની શુભકામનાઓ…….
બાળ વાર્તા ઓની પ્રતીક્ષા કરશું …
THANK U VERY MUCH BHABHI
ખુંબ સરસ…
બાળકાવ્ય દ્વારા બાળકોને સુંદર બોધ ….
દરેક બાળમંદિરમાં, પ્રાથમિક સ્કુલમાં આપવા જેવી, વસાવા જેવી સુંદર પુસ્તક …..
હ્રદયની ઊર્મિમાંથી આવું સુંદર સર્જન એક બાળપ્રેમી, માતૃહૃદય શિક્ષિકા જ કરી શકે…
ખુંબ ખુંબ અભિનંદન……
THANK U VERY MUCH BHAI
સરસ બાળકાવ્યો. ચકીબેનવાળા કાવ્યની કલ્પના કરવાની મજા આવી.
સૂરજદાદા અને પંખીઓ વિશે આવા કાવ્યથી સરસ માહિતી આપી શકાય.
ખૂબ આભાર,
નયન
THANK U VERY MUCH NAYANBHAI
એક બાળગીત છે,
રંગીલા રંગીલા રંગીલા પતંગિયા
અહ્હા હા અહ્હા હા અહ્હા પતંગિયા
મારા બાલમંદિર માં બહેન ગવડાવતા, અમરી દીકરી માટે ઘણા સમયથી શોધું છે, કોઈ ને યાદ હોય તો જરૂર થી આપશો
THANK U VERY MUCH AMIBEN. AA GEET BALGITO NI CD MA LAGBHAG CHHE
સરસ કાવ્યો બાલકોને ગમે તેવા કાવ્યો
આભાર્
very well bhabhi. weldone…..
વાહ અદભુત્
very useful for those who are interested in child’s development
બાલ સાહિત્ય ને નેટ ઉપર ફ્રિ ઐર હોવુ જોઇયે જે થિ લઇ ગરિબ બારકો ને ફાયદો મલિ સકે.
બહુ જ સરસ
ચકા ચકી એ ખિચડી બનાવી. કાળીઓ કૂતરો ખાઈ ગયો એ વારતા જોઈએ
આભાર ..આપ સહુનો….
સરસ
ખુબ આભાર
Thank you so much… you write such a nice pomes. I am also a teacher & I use it in my classroom..
thank you very much. i am very happy.
ખુબ જ સરસ ………બાલ્કો ને ગમે તેવુ……………..
આવિ જ રિતે લખતા રહો……..
ખુબ જ આભાર્…
nice cretivity more and more
lovable
ખુબ જ આભાર્…
ઠે સ્તોર્ય ઇસ એક્ષેલ્લેન પ્રનવ અલિઅસ હરુભૈ કરિઅ.
thank you very much
ખુબ સુન્દર અને ઉપ્યોગિ કવ્યો