કઈ રીતે કૂદી જાઉં ? – ડૉ. કિશોર મોદી

[‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર.]

ભૂલવા સમું બધું ભૂલી જાઉં,
એવી કૈં પળ થઈ ઝૂલી જાઉં.

મોગરે મઘમઘી જઈ પાછો,
ભીતરે ઘડીકમાં ડૂબી જાઉં.

આમ તો તક અપાર મળી છે,
થાય કે વિહગ થૈ ઊડી જાઉં.

આયખું અમૃતભર્યું મળ્યું છે,
એ સ્મરી સ્મરી હું યે ઝૂમી જાઉં.

બ્હાર નીકળવું છે, પૂછું તેથી
બિંબથી કઈ રીતે કૂદી જાઉં ?

તારી યાદ લઈ ઘૂમું કિશોર,
નામને હરપળે ચૂમી જાઉં.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous છલોછલ સુરાહી – સુરેશ પરમાર ‘સૂર’
પારેવા – ગિજુભાઈ બધેકા Next »   

10 પ્રતિભાવો : કઈ રીતે કૂદી જાઉં ? – ડૉ. કિશોર મોદી

 1. sudhir patel says:

  વાહ! સુંદર ટૂંકી બહેરમાં સુંદર ગઝલ!
  સુધીર પટેલ.

 2. Dinesh Gohil says:

  વાહ! કિયા ગઝલ હૈ |||

 3. Dhruti Modi says:

  સ્વાગતા છંદમાં તેમજ ટૂંકી બહેરમાં લખાયેલી સુંદર ગઝલ.

  મોગરે મઘમધી જઈ પાછો,
  ભીતરે ઘડીકમાં ડૂબી જાઉં.

  વાહ્ મઝાનો શે’ર.

 4. pragnaju says:

  ટૂંકી બહેરની મઝાની ગઝલ

  ગઝલના આ શેરો ખૂબ ગમ્યા
  આયખું અમૃતભર્યું મળ્યું છે,
  એ સ્મરી સ્મરી હું યે ઝૂમી જાઉં.

  બ્હાર નીકળવું છે, પૂછું તેથી
  બિંબથી કઈ રીતે કૂદી જાઉં ?

 5. Megha Joshi says:

  મોગરે મઘમઘી જઈ પાછો,
  ભીતરે ઘડીકમાં ડૂબી જાઉં

  khub sundar……

 6. rakesh says:

  બહુ સરસ ગઝલ

 7. jigna trivedi says:

  સુંદર ગઝલ.

 8. Vishal Rupapara says:

  વાહ…બહુ સરસ..

 9. Nagji chaudhary says:

  મને તો આ ગઝલ બહુ ગમી છે.

 10. kashmira dabhi says:

  ખુબ જ સરસ ગઝલ…..વાચિ ને આનદ્ થયો…..

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.