પારેવા – ગિજુભાઈ બધેકા

[ બાળગીત : ‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર.]

આવો પારેવા, આવોને ચકલાં,
ચોકમાં દાણા નાખ્યા છે.

આવો પોપટજી, મેનાને લાવજો,
ચોકમાં દાણા નાખ્યા છે.

આવોને કાબરબાઈ, કલબલ ન કરશો,
ચોકમાં દાણા નાખ્યા છે.

બંટી ને બાજરો, ચોખા ને બાવટો,
ચોકમાં દાણા નાખ્યા છે.

ધોળી છે જાર ને ઘઉં છે રાતડા,
ચોકમાં દાણા નાખ્યા છે.

નિરાંતે ખાજો, નિરાંતે ખૂંદજો,
ચોકમાં દાણા નાખ્યા છે.

બિલ્લી નહિ આવે, કુત્તો નહિ આવે,
ચોકમાં દાણા નાખ્યા છે.

ચણ ચણ ચણજો, ને ચીં ચીં કરજો,
ચોકમાં દાણા નાખ્યા છે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous કઈ રીતે કૂદી જાઉં ? – ડૉ. કિશોર મોદી
લંગડી – કિરીટ ગોસ્વામી Next »   

29 પ્રતિભાવો : પારેવા – ગિજુભાઈ બધેકા

 1. Dinesh Gohil says:

  ખુબ સરસ બાળગીત

 2. જગત દવે says:

  ગિજુભાઈનાં બાળગીત ને અભિપ્રાય નહિ માત્ર આદર જ હોય. આજે ૨૧મી સદીનાં બાળકોને એવા એક ઔર ‘મુંછાળા-માસી’ ની જરુર છે.

 3. Rita Chaudhari says:

  આ કવિતા વાંચીને બાળપણની યાદ આવી ગઈ.

 4. શુચિતા જોશી says:

  આ બાળગીત વાંચી ને ઘણો જ આનંદ થયો .બાળપણ માં બાલમૂર્તિ સામાયિક વાંચેલા તેની સ્મૃતિ તાજી થઇ.

 5. Charulata Desai says:

  આ બાળગીત વર્ગમાં શીખવતી વખતે બાળકોના અભિનય સાથે લટકાં જોવાની મજા કંઇ ઓરજ હોય છે.

 6. JyoTs says:

  અરે મને તો મારી શાળા યાદ આવી ગઇ……

 7. jitu.velva says:

  adabhut !!!

 8. mauli a. shah says:

  ખુબ સરસ કવિતા હતિ. ખુબ મજા આવિ.

 9. hiral says:

  બહુ વખતે આ ગીત / કવિતા સાંભળી/વાંચી/ગણગણી. .
  મન ખુશ ખુશ થઇ ગયુ. પારેવાં ને ચકલાંની યાદ આવી ગઇ. રોજ સવારે ચણ નાંખવાની કેવી મજા! આંખમાં ઘણાં સંભારણાં નજર સામે વહિ રહ્યાં છે.

  ખૂબ ખૂબ આભાર.

 10. nayan panchal says:

  મને પણ ચણતા પક્ષીઓનુ દ્રશ્ય યાદ આવી ગયુ. સરસ મજાની રચના.

  આભાર,
  નયન

 11. Vaishali Maheshwari says:

  Reading this poem reminded me of my childhood days. I used to recite this a lot when I was a kid. Thank you for sharing this. It was a nice feeling to read this poem after so many years.

 12. Harsh says:

  Hu jyare study karto tyare Aa kavita Aavti Aaje pasi maru Balpan yad Avyu.

 13. pragnaju says:

  કેવા સરળ, બાળકો સાથે ગવાય તેવા ગીતો!
  ગીજુભા ઇનો સાચવી રાખવા જેવો વારસો

 14. kharekhr..
  Hu 20 varsh no thayo chhata pan aa geet yaad aavta ni sathe j fari pachhu balak bani javanu man thay 6…
  Mate j darek balakne balpan ma j mani leva jevu 6..

 15. kalyani says:

  a kavya 4th ma avtu hatu. maja avi gayi mari dikri ne me sambhlavyu. bahu j khusi thai

 16. krupali says:

  thanks i got information for my project

 17. Sandip says:

  How to subscribe for balmurti?

 18. Naresh Chauhan says:

  I am really happy to see this kind of website for Gujarati.
  Keep it up.
  my humble request is that – Gijubhai badheka ” Mushali ma ” na Pustako ahi vachava male to vadhare saru.

 19. AJITSINH M DODIYA BUDHEJ says:

  અરે મને તો મારી શાળા યાદ આવી ગઇ……

 20. G G Herma says:

  બાળપણની કવિતા સ્ક્રિન પર જોવા મળે ત્યારે ખરે ખર આપણે નાના બાળક બની જઇએ છીએ અને માથુ હલાવતા હલાવતા ” ચોકમાઁ દાણા નાખ્યા છે” એમ મોટેથી બોલાઇ જાય છે ત્યારે મનો મન હ્સવુ પણ આવે છે…………………………..

 21. Dipak Parmar says:

  ગુજરાતી બાળ સાહિત્યને એક સબળ અને બાળકોને પ્રિય એવા ગિજુભાઇની આ રચના ખુબ ગમી.

 22. khachar hiren says:

  ખુબ જ સરસ બાલગિત્

 23. mayur parekh says:

  bal varto balkone prfulit kari muke che

 24. Nidhi Joshi says:

  very nice ……..
  mane maru childhood yaad karavyu te badal khub khub aabhar….
  thank uuuuuuuu sooooooo much.

 25. rehman shaikh says:

  Gijubhai badheka ni biji poem hoy to plz send karso

 26. parulben patoliya says:

  સરસ મજા આવિ ગઇ

 27. NEELAM GUPTA says:

  આ ને બચ્પન માટૅ લખો.સારી કવિઆ હે.

 28. pravin dabhi says:

  ખુબજ સરસ….

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.