પરીક્ષા – હરિશ્ચંદ્ર
બે વાગી ગયા. હજી રીના કેમ ન આવી ?
હું રીનાની આતુર મને રાહ જોતી હતી. દસમીની પરીક્ષા આપી રહી હતી. આજે બીજ ગણિતનું પેપર હતું. રીનાનો માનીતો વિષય. તેણે મહેનત પણ ઘણી કરી હતી. કહેતી હતી, ‘આ વખતે નેવું માર્ક્સ તો ઓછામાં ઓછા લાવવા જ છે.’
હું બારણું ઉઘાડીને જ બેઠી હતી. રીનાનું હસતું મોં મારે જલદી જોવું હતું. અને એ હસતી-કૂદતી આવી. ‘મમ્મી’ કહેતી મને વળગી પડી.
‘અરે, બોલ તો ખરી, કેટલા માર્કસ લાવવાની ?’
‘પૂ….રા…..પંચાણું. તેમાં એક ઓછો નહીં.’
‘શાબાશ ! મારી દીકરી શાબાશ !’ હેતથી મેં એને ચૂમી લીધી.
ત્યાં અમારા પડોશની સોનાલી આવી. મેં એને પૂછ્યું : ‘પેપર કેવું ગયું ?’
‘સુપર્બ !’ – એ પણ ઘણી ખુશ દેખાતી હતી.
તેની પાછળ તેની મમ્મી પણ આવી. તેને જોઈ બોલી, ‘અરે, મમ્મી ! આજે તો કાંઈ જ બહારનું નહોતું. બધું જ બધું હું જાણતી હતી. લખવામાં મજા આવી ગઈ !’
તે મા-દીકરી ગયાં પછી મેં રીનાને પૂછ્યું, ‘આ લોકો શું વાત કરતાં હતાં ? બહારનું નહોતું એટલે શું ?’
‘મમ્મી, એમને પેપર પહેલેથી મળી ગયું હશે. પરીક્ષામાં એ જ આવ્યું. એટલે કશું બહારનું નહીં.’
‘એમ પહેલેથી કેવી રીતે મળી જાય ?’
‘અમારા સેન્ટર પર ઘણી છોકરીઓ પાસે પેપર હતું. એકે મને બતાવ્યું કે આ પ્રશ્ન આવવાનો છે. પણ મેં તે તરફ ધ્યાન જ ન આપ્યું. પરંતુ ઘણા કહેતા હતા કે આજનું પેપર ફૂટી ગયું હતું.’
‘હા, બેટા ! આપણે તો મહેનત કરીને જ ભણવાનું.’
મારી દીકરી બહુ જ હોશિયાર છે, બહુ જ મહેનતુ, કોઈ ટ્યુશન નહીં. જાતે જ મહેનત કરે. પડોશની સોનાલી તો રખડુ છે. નવમીમાં એક વાર નાપાસ પણ થયેલી. આ વરસે ખાસ ટ્યુશન પણ રાખેલું. પણ આખો વખત નવા નવા ડ્રેસ પહેરીને બહાર જ ફરતી હોય. મેં એને ક્યારેય ચોપડી લઈને બેઠેલી જોઈ નથી.
જમીને રીના બોલી : ‘મમ્મી, હું જરીક બાજુમાં જઈને આવું.’
‘કેમ, કાલની તૈયારી કરવી નથી ?’
‘હું હમણાં જ આવું છું.’
પૂરા અડધા-પોણા કલાકે આવી ત્યારે ગુમસુમ લાગતી હતી, ‘મમ્મી, એ લોકો તો હજાર રૂપિયા આપીને પેપર લાવ્યા હતાં. મેં તો માસીને કહ્યું કે આવી રીતે પેપર ફૂટી જાય તો ફરી પરીક્ષા લેવી જોઈએ. પણ એ લોકો કહે કે ફરી પરીક્ષા શું કામ ? પેપર ફૂટી ગયું તે બોર્ડનો દોષ. તેમાં અમે શું કરીએ ?
‘હશે બેટા, સહુ પોતપોતાનાં કર્યાં ભોગવશે. તું તારે વાંચવા બેસી જા !’
એ વાંચવા તો બેઠી, પણ મેં જોયું કે એ ખાસ્સી બેચેન હતી. સાંજે હું બહાર જઈ શાકભાજી, ઘરસામાન વગેરેની ખરીદી કરીને આવી, ત્યારે રીના કહે, ‘મમ્મી, હમણાં જ મારી એક બહેનપણી કાલનું આખું પેપર આપી ગઈ. કહેતી હતી કે કાલે આ જ આવવાનું છે. પણ મેં તો જોયું જ નહીં, બાજુએ મૂકી દીધું.’
મેં પાસે જઈને એના માથે પ્રેમથી હાથ ફેરવ્યો, ‘મારી દીકરી કેટલી ડાહી છે !’
પરંતુ રીનાના મનમાં કશુંક ઘોળાતું હતું. રાતે જમ્યા પછી ફરી એણે વાત કાઢી, ‘મારા જેવી છોકરીઓ વરસ આખું તનતોડ મહેનત કરે અને આ બધાં રખડ્યાં કરે. પણ પરીક્ષા વખતે પેપર ફોડીને એકદમ આગળ આવી જાય ! કદાચ માર્ક્સ પણ અમારા કરતાં સારા લાવે એટલે પછી એમને સારી કૉલેજમાં પ્રવેશ પણ મળી જાય, અને અમે લટકી પડીએ ! આટલી મહેનત પછી પણ…….’ મેં જોયું કે એની આંખમાં ઝળઝળીયાં આવી ગયાં હતાં. તેવામાં એની એક બીજી બહેનપણીનો ફોન આવ્યો. તેણે ફોનમાં જે કાંઈ કહ્યું, તેનાથી રીના વળી વધુ વ્યગ્ર બની ગઈ. ફોન મૂકીને એકદમ સોફા પર બેસી પડી. મેં પૂછ્યું :
‘બેટા, શું થયું ?’
ઘણી વાર સુધી એ કાંઈ બોલી નહીં. પછી કહે, ‘મારી બહેનપણી કહે છે કે સોલિડ સજેશન છે. આ પ્રશ્ન કાલના પેપરમાં આવવાનો જ….. પણ મમ્મી, મારી તો એ વિશે કાંઈ તૈયારી નથી.’
‘કાંઈ નહીં, હજી વાંચી લે ને !’
એ વાંચવા બેઠી. પણ રાતે સૂતી વખતે કહે, ‘મમ્મી, આજે હું તારી સાથે સૂઈ જઈશ.’
‘આવ ને ! બેટા, તને કાંઈ થાય છે ?’
‘કાંઈ ગમતું નથી. આમ ચોરી કરીને પરીક્ષા આપવાની ?’…. અને મને વળગીને એ સૂતી. હું કાંઈ ન બોલી, એના વાંસે હાથ ફેરવતી રહી.
બીજે દિવસે એની વાટ જોતાં હું બહુ ચિંતામાં હતી. એ પરીક્ષા દઈને આવી. મોઢા પર ખુશી તો જણાતી હતી, પણ સાથે કંઈક ગંભીર લાગતી હતી. મારી સોડમાં સરકી મારી છાતી પર માથું મૂકી ધીરે ધીરે બોલી : ‘મમ્મી, પેપર ઘણું સારું ગયું…. પેલો પ્રશ્ન આવ્યો હતો…. રાતે વાંચી ગઈ હતી એટલે મારી તૈયારી હતી…. પણ મેં જવાબ લખ્યો જ નહીં…. ભલે એટલા માર્ક્સ ઓછા !…. હવે મને ઘણું સારું લાગે છે, હોં મમ્મી !’
મારી આંખો ઊભરાઈ આવી અને ગર્વથી મારી છાતી ફૂલી.
(શ્રી પૂર્ણિમા મેટકરની મરાઠી વાર્તાને આધારે)




Wonderful…. thats how a society with integrity is created.
ખુબ સુંદર
સારા પરિણામ કે માર્ક્સ કરતાં સાચુ બોલવું કે ચોરી ન કરવી એ સમજ આવવી એજ સાચું શિક્ષણ. રીનાને જે આત્મસંતોષ મળ્યો હશે એની કલ્પના જે મા-બાપ કે શિક્ષકો એમ કહેતા હશે કે બધા ચોરી કરે તો કરી લેવી બહુ સત્યવાદી ન બનવું એને ક્યંથી ખબર પડે??
વાહ…ખુબ સરસ વાર્તા. પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ.
અને હા, જોકે હવે પેપર ફૂટવાનું જોકે બહુ બનતું નથી .હા, ચોરીનો સિલસિલો અમુક અંતરીયાળ વિસ્તારમાં ચાલે છે.
hi dear friend shoham raval tu peli var red gujrati use kare che mae tane kyare aya nthi jpoyo reply hear from mahesh pethani
Very true! Makes a cagnhe to see someone spell it out like that. 🙂
Very Nice.. Story
વાર્તા ખુબજ સુંદર્ પણ આજના જમાના મા કેટલા મા-બાપ અને બાળકો આવા ગાંધીવાદી વિચારો ને અનુસરતા હશે? વાર્તા વાંચી ને ગાંધી જી નો ઈસ્પેક્શ વખતે થયેલો પ્રસંગ યાદ આવી ગયો જ્યારે ગાંધીજી એ શિક્ષક ની ચોરી કરી ને લખી લેવાની વાત માની ન હતી.
Really a wonderful story
Today’s young generation should follow this bcoz they may get good marks in board by illigal method but they must fail in compititive exams…….
Such (live) examples will lead to uncorrupted and thus most developed INDIA.
સરસ વાર્તા. ભલે થોડા માર્ક્સ ઓછા આવે પણ , જાત મહેનતનો આત્મવિશ્વાસ એ બે-પાંચ માર્ક્સ કરતાં વધુ મુલ્યવાન છે. અત્યારે પરીક્ષાનું પેપર ફોડી શકાય પણ જીવનની બીજી ઘણી આકરી પરીક્ષામાં કોઇ ઉપરવાળાનું પેપર ફોડી શકશે? ત્યારે આ જ મહેનત, પ્રામાણિકતા , આત્મશ્રદ્ધા અને આત્મવિશ્વાસ જ કામમાં આવશે. અને ક્રમે કરીને વધુ પ્રગતિ થશે જ થશે.
હાલના પરીક્ષાના સમયને અનુરુપ એક ખુબ જ સુંદર વાર્તા.
very nice really like it
સાચુ કરવુ પણ હીંમત નુ કામ છે ભણતર તે જે સાચુ કરવા તરફ લઈ જાઈ
ખુબ જ સરસ………
Somehow, I am a firm believer that nobody has it easy in life – either you have to struggle before you get everything you are seeking (like the girl in this story) or you have to struggle after you get everything (for people who can get degrees by cheating), but you have to struggle, there’s no choice in that.
શિક્ષણ અને કેળવણી નો ફરક એટલે આ જ હશે ને…
!
ભલે થોડા ઓછા ગુણ મળશે પણ આવી ઉત્તમ કેળવણીના કારણે જીવનમાં વધુ આગળ તો રીના જ રહેશે.
સરસ વાર્તા, આભાર.
નયન
મોરલ કેરેક્ટરના પાઠ સિંચતી પ્રેરણાત્મક વાર્તા.
…..પણ મેં જવાબ લખ્યો જ નહીં. ભલે એટલા ઓછા માર્ક.
નાનકડી રીનામાં સિંચાયેલો સમજદારીનો વૈભવ મોટેરાંને પણ શરમાવે.
રીનાનું ઉંચુ મોરલ આગળ જતાં તેને સિધ્ધીઓનાં શિખર પર બેસાડશે તેમાં શંકા નથી. દરેક રાષ્ટ્રનું એક નેશનલ કેરેકટર
હોય છે. તાંજેતરમાં જાપાનમાં આવેલી તબાહીમાં દુનિયા આખીએ જાપાની પ્રજાનું મોરલ જોયું…ક્યાંય લૂંટફાટ…ચોરી ચકારી
નહિ. રીના જેવી દિકરીઓ જ આવતી કાલનું ઉજ્જ્વલ પ્રભાત છે.
આભાર.
Beautiful story. Enjoyed reading it. Honesty is the best policy.
Thank you for sharing this.
very nice story.i like it
સરસ વાર્તા છે અને આજે પેપર ફૂટી જવાની કે લીક થવાની વાત સામાન્ય થઇ ગઈ છે . ઘણા બધા અસામાજીક માનસિકતા વાળા શિક્ષણનું સ્તર નીચું લાવવાના પ્રયત્નો માં જ હોય છે . આજે આપણે આપણી કેળવણી પર જ વિચાર કરવા જેવો છે . જે બાળકને વર્ષ દરમ્યાન ઉત્તમ તાલીમ આપી છે તે ચોરી ના કરે તે માટે કેટલી બધી વ્યવસ્થા કરવી પડે છે , આપણે સૌ પ્રથમ ભણવા કરતા બાળકોને નીતિમત્તા ના નિયમો ભણાવા જોઈએ . આપણે ઊંચું શિક્ષણ મળે તેવી સંસ્થાઓ બનાવી છે પણ ઉત્તમ કેળવણી મળે તેવી સંસ્થાઓ વિશે કદાપિ વિચાર માત્ર કર્યો નથી તે માટે જ સમાજમાં પરીક્ષામાં ચોરીથી માંડી અન્ય ગંભીર દુષણો ઘર કરી ગયા છે અને આ માટે જવાબદાર સરકાર નહિ પણ જાગૃત સમાજ ગણી શકાય .
ખૂબ સુંદર હ્રુદયસ્પર્શી વાર્તા
There is a vry good moral lesson in tte story. ” work hard ” you will never be disappointed= Harubhai karia.
ખુબ જ પ્રેરણાદાયી વાર્તા.
There are too many people who think that the only thing that’s right is to get by, and the only thing that’s wrong is to get caught…. Character is doing the right thing when nobody’s looking.
કદાચ ખોટા રસ્તે જઇને શાળા ની પરીક્ષા મા તો પાસ થઇ જવાય પણ જીવન ની પરીક્ષા મા રહી જવાય છે.
AWASOME STORY..BUT LITTLE FEELING SORRY FOR TODAY’S EDUCTION SYSTEM…IT’S ALL MISCOURAGING THE BRILLIANTANESS ..
Osam…….
honest is the best policy………..
nie story…
thanx
Story was really very nice. But these days majority students are looking for manipulated ways to crack the exams. But i would like to focus on one thing that such practices will never help you to get thorugh the job interviews. For getting good job one should have a subject knowledge. And i guess students like rina can only get such kind of quality jobs.
Thanks by hurt….for taking me in flashback by sharing such stories on internet.
મને મારો ભુતકાળ યાદ આવી ગયો. ..
when i was in my school , similar incident had happened in my life and i had felt better but i had lost that competition that day.. and it had made me think “મે કર્યુ એ બરાબર હતુ ?”
હા એ બરાબર જ હતુ.. મન ની વાત સામ્ભલિ જે કરીયે એ ક્યરે ખોટુ ના હોય !!
Very nice to read this
Ya,very nice I like it