કર્મનો સિદ્ધાંત – હીરાભાઈ ઠક્કર

[ ખૂબ જાણીતા પુસ્તક ‘કર્મનો સિદ્ધાંત’ માંથી ટૂંકાવીને સાભાર.]

મનુષ્યજીવનમાં ઈશ્વરે જીવને સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. મનુષ્ય સિવાયની બીજી કોઈ પણ યોનિઓમાં સંપૂર્ણ સ્વતંત્રતા નથી. કારણ કે એ તમામ ભોગ-યોનિઓ છે. એમાં તો જીવ માત્ર પ્રારબ્ધ ભોગવીને જ છૂટી જાય છે. એમાં નવા કર્મો જમા થતાં નથી. મનુષ્ય સજ્જ્ન થવાને સ્વતંત્ર છે. એટલું જ નહિ, પરંતુ એને દુર્જન થવું હોય તો પણ (તેના પોતાના હિસાબે અને જોખમે) તે સ્વતંત્ર છે. માણસને એકલું દાન કરવાની જ સ્વતંત્રતા છે તેવું નથી, પરંતુ તેને સંઘરાખોરી કરવી હોય તો પણ તે સ્વતંત્ર છે. માણસને માત્ર સાચું બોલવું હોય તો તેને સ્વતંત્રતા છે તેવું નથી, તેને જુઠ્ઠું બોલવું હોય તો જુઠ્ઠું બોલવા માટે સ્વતંત્ર છે. અરે, મનુષ્યયોનિમાં માણસને જાતે આપઘાત કરવાની પણ સ્વતંત્રતા છે, જ્યારે પશુ-પક્ષી યોનિમાં અગર બીજી કોઈ યોનિમાં આપઘાત કરવાની પણ સ્વતંત્રતા નથી. આ રીતે માણસને ઈશ્વરે સંપૂર્ણ બનાવ્યો છે.

મનુષ્યયોનિમાં માણસમાં વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ એમ બે વધારાના કોષ પરમાત્માએ આપેલા છે, જે બીજી યોનિમાં નથી. માણસ સ્વતંત્ર છે, કારણ કે તેનામાં રહેલો વિજ્ઞાનમય અને આનંદમય પરમાત્મા પણ પરમ સ્વતંત્ર છે. માણસ જો બૂરો થવામાં સ્વતંત્ર ના હોય તો પછી તેને ભલા થવાની સ્વતંત્રતાનો કોઈ અર્થ જ ના રહે. જો માણસમાં બેઈમાન થવાની સ્વતંત્રતા ના હોય તો પછી તેને ઈમાનદાર થવાની સ્વતંત્રતાની કશી જ કિંમત ના રહે. બહુ તો આપણે એમ કહી શકીએ કે તે માણસને જુઠ્ઠું બોલવાની સ્વતંત્રતા હતી છતાં તે ઈમાનદાર રહ્યો, એ તેની વિશિષ્ટતા છે. જુઠ્ઠું બોલવાની સ્વતંત્રતા છે તેથી જ સત્યવક્તાની કિંમત છે. બેઈમાન થવાની સ્વતંત્રતા છે તેથી જ ઈમાનદારની પ્રતિષ્ઠા છે.

માણસ ફક્ત સારો થવામાં જ સ્વતંત્ર હોય અને ખરાબ થવામાં સ્વતંત્ર ના હોય તો તે સ્વતંત્રતા સંપૂર્ણ ના કહેવાય. તમે એમ કહો કે મેં મારી પત્નીને સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. આખી તિજોરી તેને આપી દીધી છે. પરંતુ કૂંચીઓ મારી પાસે રાખી છે. તો એવી સ્વતંત્રતા એ સંપૂર્ણ સ્વતંત્રતા ના કહેવાય, મશ્કરી કહેવાય. એક ગમ્મતની વાત મારા વાંચવામાં આવી હતી. અમેરિકામાં હેન્રી ફૉર્ડે જ્યારે સૌ પહેલી મોટરકાર બનાવી ત્યારે તેણે બધી મોટરો એક જ રંગની – કાળા રંગની – બનાવી. પછી તેણે વેચાણની દુકાન ઉપર ગ્રાહકોને સૂચના આપતું બોર્ડ લગાવ્યું કે : ‘You can choose any colour you like, provided it is black.’ એટલે કે તમે ગમે તે રંગ પસંદ કરી શકો છો, તે કાળો હોવો જોઈએ. બધી ગાડીઓ કાળા રંગની જ હતી ! બીજો કોઈ રંગ હતો જ નહિ. પરંતુ સ્વતંત્રતા પૂરેપૂરી હતી !

સ્વતંત્રતા દ્વિમુખી નથી. તમે કામ કરો અને પાછા એની જવાબદારીમાંથી મુક્ત રહો, એમ ન બને. Freedom implies responsibility. કર્મ કરવામાં સંપૂર્ણ સ્વતંત્ર છો, તો તેનું ફળ-પરિણામ ભોગવવામાં પણ તેટલા જ પરતંત્ર છો, તેનું ચોક્કસ ભાન રાખવું જ પડશે. ઈશ્વરે તો ગીતામાં સ્પષ્ટતા કરી દીધી છે કે તમે કર્મ કરો, તેમાં મારી કોઈ પણ પ્રકારની જવાબદારી કે ભાગીદારી નથી. કામ કરવામાં તમે સંપૂર્ણ સ્વતંત્ર છો પરંતુ તેનું જે પરિણામ આવે તેનું બંધન તો તમારે સ્વીકારવું જ પડે. તમે પાપ કરો તો તમે દુઃખ ભોગવો, ભગવાન શા માટે ભોગવે ? તમે પુણ્ય કરો તો તમે સુખ પામો. ઈશ્વરને તમારું પુણ્ય નથી જોઈતું. તમે ખૂન કરો અને તમારા પિતાશ્રી ફાંસીએ ચઢે એવો ન્યાય ના થાય. કર્મ માત્ર બંધન છે તે બરાબર સમજી લેવું. કર્મ કરતાં પહેલાં કેવું કર્મ કરવું તેનો નિર્ણય કરવામાં તમે સ્વતંત્ર. એક વખત કર્મ કર્યા પછી તેનું જે પરિણામ-બંધન આવી પડે તે તો તમારે સ્વીકારવું જ પડે. આ સંબંધમાં એક વાર્તા મારા વાંચવામાં આવી છે : એક માણસે એક સંતમહાત્માને પૂછ્યું કે ‘મહારાજ ! કર્મ કરવામાં મારી સ્વતંત્રતા કેટલી ?’
મહાત્માએ કહ્યું : ‘એક પગ ઊંચો રાખીને એક પગે ઊભો રહી જા.’ પેલો માણસ જમણો પગ ઊંચો કરીને એક પગે – ડાબા પગે – ઊભો રહી ગયો. તો મહાત્માએ કહ્યું કે હવે બીજો પગ ઊંચો કર. પેલા માણસે કહ્યું, ‘શું મહારાજ ! તમે પણ મારી મશ્કરી કરો છો ! જમણો પગ ઉઠાવ્યા પછી ડાબો પગ કેવી રીતે ઉઠાવાય ? અને તેમ કરું તો હું હેઠો જ પડું. હું તો જમણો પગ ઉઠાવીને બંધાઈ ગયો. હવે ડાબો પગ ઉઠાવાય નહિ.’
મહાત્માએ કહ્યું : ‘પરંતુ પહેલેથી જ ડાબો પગ ઉઠાવ્યો હોત તો તું ડાબો ઉઠાવી શકત કે નહીં ?’
પેલા માણસે કહ્યું : ‘બિલકુલ ઉઠાવી શકત. પહેલેથી જ મેં ડાબો પગ ઉઠાવ્યો હોત તેમ કરવાને હું સ્વતંત્ર હતો, કારણ કે ત્યાં સુધી હું બંધાઈ ગયો ન હતો. ત્યાં સુધીમાં બેમાંથી કોઈ પણ પગ ઉઠાવવાનું કર્મ કર્યું ન હતું. ડાબો પગ પહેલો ઉઠાવ્યો હોત તોપણ બંધાઈ જાત પછી જમણો પગ ના ઉઠાવી શકત.’
મહાત્માએ કહ્યું, ‘બસ એ જ પ્રમાણે કોઈ પણ કર્મ કરવામાં તું સ્વતંત્ર છું. પરંતુ પ્રત્યેક કર્મ કરતાંની સાથે જ તે બંધનમાં જકડી દે છે.’

આપણે જ્યારે કોઈ પણ કર્મ કરીએ છીએ ત્યારે તેના કોઈક ચોક્કસ પરિણામને નજરમાં રાખીને જ કરીએ છીએ. આપણા ધાર્યા મુજબનું પરિણામ આવે ત્યારે આપણે તે કર્મ ‘સફળ’ થયું ગણીએ છીએ અને આપણા ધાર્યા મુજબનું ફળ ના આવે ત્યારે આપણે તે કર્મને ‘નિષ્ફળ’ થયું ગણીએ છીએ. કોઈ પણ કર્મનાં બે જ પરિણામ હોઈ શકે : સફળતા અગર તો નિષ્ફળતા. ખરેખર તો કોઈ પણ કર્મ નિષ્ફળ હોતું જ નથી. કોઈ પણ કામ કરો, ફળ તો મળવાનું જ. એટલે તમામ કર્મ સ-ફળ જ હોય છે. તમારા ધાર્યા મુજબનું પરિણામ ના આવે એટલે તમે તેને નિષ્ફળ થયું ગણો છો, અને ત્યાં જ તમારી ભૂલ થાય છે. કોઈ પણ કર્મ નિષ્ફળ જતું નથી; પરંતુ તે ફળ તમારી ધારણા પ્રમાણે જ આવે એવી કોઈ ગેરંટી નથી. તમારી ધારણા પ્રમાણેનું ફળ ના આવે તો તે કર્મ અગર તે કર્મ કરવાની પદ્ધતિમાં ક્યાંક દોષ સમજવો. ફળ તો ઈશ્વરના કાયદા મુજબ જ મળે અને કર્મનું ફળ આપવામાં કોઈ અન્યાય કે લાગવગશાહી ચાલે નહિ. જો તમે માત્ર ફળની ઉપર જ નજર રાખીને કર્મ કરો તો તે થવું જોઈએ તેટલા ઉત્તમ પ્રકારનું થાય જ નહિ અને તેના પરિણામે તેનું ફળ તમારી ધારણા મુજબનું આવે નહિ. પરંતુ અહીં કર્મ કરતાં પહેલાં ફળનો બિલકુલ ખ્યાલ જ ન રાખવો, અને કર્મ આંખો મીંચીને ધીબે જ રાખવું એવો અર્થ પણ નથી. કર્મ કરતાં ફળનો ખ્યાલ રાખવો જ પડે. દાખલા તરીકે કોઈ ખેડૂત ખરા ઉનાળામાં જ્યાં પાણીની બિલકુલ સગવડ ના હોય તેવી તદ્દન ઉષળ અને ખરાબા જેવી ખારી જમીનમાં અનાજનું ઉત્તમ બી નાખે તો તે ધોમધખતા તાપમાં બળી જ જાય. કર્મના ફળનો વિચાર નહિ કરવો, એનો અર્થ એવો છે કે કર્મના ફળમાં આસક્તિ-લોભ નહિ રાખવો. પરંતુ કર્મનું ઉત્તમ પ્રકારનું ફળ પ્રાપ્ત થાય તેવો સમજપૂર્વકનો પુરુષાર્થ તો કરવો જ જોઈએ.

કર્મનું ફળ ના મળવું જોઈએ અગર ફળ ના લેવું જોઈએ એવો ગીતાનો ઉપદેશ નથી. ગીતા તો કહે છે કે કર્મ ફળ આપ્યા સિવાય છોડશે નહિ. મારે કર્મનું ફળ જોઈતું નથી એવું કોણ કહે ? ચોર, વ્યભિચારી, દુષ્ટ કર્મ કરનાર જ કહે કે મારે મારા કામનું ફળ (પાપ-દુઃખ) જોઈતું નથી. પણ તે ના ચાલે. કર્મ ફળ તો આપે જ, અને તે ભોગવવું જ પડે.

હવે કર્મયોગની વાત. અભણ માણસો યોગ એટલે શું તે ના સમજે તે તો જાણે ઠીક પરંતુ ઘણાં કહેવાતાં ભણેલાંઓ પણ ‘યોગ’ શબ્દ સાંભળીને ભડકે છે. ‘યોગ’ શબ્દનો અર્થ ઘણા વિદ્વાનોએ અને પંડિતોએ પોતપોતાની બુદ્ધિ અનુસાર જુદી જુદી રીતે કરેલો છે. પરંતુ યોગ જો જીવનમાં પૂરેપૂરો વણાઈ ના જાય અને જીવનવ્યવહારમાં દરેક ક્ષેત્રે જો યોગનો ઉપયોગ ના થાય તો તેવા યોગના અર્થની સર્વસામાન્ય માણસને માટે કશી જ કિંમત ના રહે. એકે એક માણસ તેના જીવનની એકએક ક્ષણે યોગ સાધી શકે તો જ યોગની કિંમત ગણાય. બાકી માત્ર પંડિતો અને વિદ્વાનો જ યોગનો અર્થ તેમનાં ભાષણોમાં કરતા ફરે, અગર તો સાધુ-સંન્યાસીઓ જંગલમાં જઈને એકલા બેઠા યોગ સાધી શકે એવો જ જો યોગનો અર્થ થતો હોય તો એવો યોગ આપણા જેવા સર્વસામાન્ય માણસ માટે નકામો છે. એક મિલમજૂર કે એક મિલમાલિક, એક લારી ફેરવનારો કે એક મોટરમાં બેસનારો, એક શેઠ કે એક ગુમાસ્તો, એક પટાવાળો કે એક કલેકટર અગર તો કોઈ મોચી, કુંભાર, દરજી, વેપારી કે નોકરિયાત એવા સમાજના એક એક સ્તરનો દરેક માણસ તેના જીવનમાં દરેક દરેક ક્ષણ – ખાતાંપીતાં, ઊઠતાંબેસતાં, નહાતાંધોતાં, નોકરીધંધો, વેપાર કરતાં કરતાં, સતત ચોવીસે કલાક યોગ કરી શકે એવો જીવનઉપયોગી યોગનો વ્યાવહારિક અર્થ બરાબર સમજવો જોઈએ.

ભગવદગીતા યોગનો સાચો અર્થ આપતાં કહે છે કે ‘પોતાનું કામ કુશળતાપૂર્વક કરવું તેનું નામ યોગ.’ પ્રારબ્ધવશાત જે માણસના જીવનમાં તેનું કર્મ નિયત નિશ્ચિત થયેલું છે, તે કર્મ બરાબર કુશળતાપૂર્વક કરે તો તેણે યોગ કર્યો કહેવાય. એક દરજી અંગરખું બરાબર સરસ રીતે સીવે, તેમાં એક બાંય લાંબી નહિ કે બીજી બાંય ટૂંકી નહિ પરંતુ બરાબર માપસર સીવે અને તેમાં તેની કુશળતાનો એકાગ્ર ચિત્તથી મન દઈને ઉપયોગ કરે તો તેણે યોગ કર્યો કહેવાય. એક મોચી તેના ઘરાકનો જોડો બરાબર સીવે અને તે પહેરતાંની સાથે જ ઘરાક રાજી થઈ જાય તેવી કાળજીથી અને કુશળતાથી તે ચિત્તવૃત્તિને સ્થિર રાખીને જોડો બનાવે તો તેણે યોગ કર્યો કહેવાય. તમે ચાલો ત્યારે તમે એવી કાળજીથી ચાલો કે તમને ઠોકર ના વાગે, તો તમે યોગ કર્યો કહેવાય. તમે પાણી પીઓ તો એવી ધીરજથી અને સ્થિર વૃત્તિથી પીઓ કે તમને અંતરસ ના જાય, તો તમે યોગ કર્યો કહેવાય. તમે કથા સાંભળવા જાઓ અગર તો પુસ્તક વાંચો, તે વખતે એકાગ્રચિત્તથી સાંભળો અગર તો વાંચો અને બીજે ક્યાંય ડાફોળિયાં ના મારો તો તમે યોગ કર્યો કહેવાય. એક વિદ્યાર્થી ભણતી વખતે ચિત્ત દઈને ભણે અને રમતી વખતે ચિત્ત દઈને રમે, તે તેનો યોગ કહેવાય. આવી રીતે જીવનનું એકેએક કર્મ તમે કુશળતાપૂર્વક ચિત્તવૃત્તિ સ્થિર રાખીને કરો તો તમે સતત યોગ કરો છો તેમ કહેવાય.

મહર્ષિ પતંજલિએ યોગસૂત્રોના પહેલા જ સૂત્રમાં યોગની વ્યાખ્યા આપી છે : ‘યોગઃ ચિત્તવૃત્તિ નિરોધઃ |’ ચિત્તવૃત્તિની એકાગ્રતા એનું નામ જ યોગ. આવો યોગ તમે આજથી જ અને અત્યારથી જ કરો તો જ કામનો. બાકી તમે જાણો કે રિટાયર થઈશું, ઘરડા થઈશું, લકવો થઈ જશે ત્યારે અને ખાટલામાં પડ્યાપડ્યા ગંધાવાનો વખત આવશે તે વખતે યોગ કરીશું, તો તે નહિ કરી શકાય. ગીતાનો યોગ સામાન્યમાં સામાન્ય માણસના રોજિંદા જીવનમાં ક્ષણે ક્ષણે ઉપયોગમાં ના આવે તો પછી ગીતના સાતસોએ સાતસો શ્લોકો માત્ર મોઢે કરવાનો કશો જ અર્થ નથી. જીવનવ્યવહારમાં ઉપયોગી એવી સાદી અને દરેક માણસને સુલભ એવી યોગની વ્યાખ્યા સમજીને જીવનનું પ્રત્યેક કર્મ કરતાં કરતાં માણસનું એકેએક કર્મ ભક્તિમય બની જાય તો પછી તેનો ભગવાન સાથે યોગ થતાં વાર ના લાગે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous પન્નાભાભી – જૉસેફ મૅકવાન
પ્રેમના આંસુ – કુન્દનિકા કાપડિયા Next »   

47 પ્રતિભાવો : કર્મનો સિદ્ધાંત – હીરાભાઈ ઠક્કર

 1. Swami Prakashanand Sarswati of Barsandham,Austin,Texas sentanced 280 years of jail
  for his 14 count sexual exploitation crimes with minor girls of the Ashram.
  Men made court found him guilty, this are absoulately true and one can not
  challenged the authenticity of this well published news.

  NEED solid proof and authenticity that as per your “karmano siddhant”
  Idi Amin, Hitler the mass killers, got what kind of punishment?.
  I, bet you do not have any. Please no B/S.

 2. જગત દવે says:

  કર્મનાં સિધ્ધાંતમાં અખૂટ શ્રધ્ધા ધરાવું છુ. જેમ લેખક્શ્રીએ જણાવ્યું તેમ મનુષ્ય સિવાયની બીજી કોઈ પણ યોનિઓમાં સંપૂર્ણ સ્વતંત્રતા નથી. હવે ઘણાને પ્રશ્ન થશે તો બેઈમાનોને, ભ્રષ્ટાચારીઓને, ગુનેગારોને, દંભીઓને ભારતમાં કેમ જલસા જ જલસા છે? કારણકે આપણે બધાએ અકર્મણ્ય અને માત્ર દ્રષ્ટા (તમાશો જોનાર) રહેવાનું નક્કી કર્યું છે. બધા જ ‘મારો વાલો આવશે અને સૌ સારાવાના કરશે’ એવું માને છે અથવા લોકોને એવું મનાવવામાં આવ્યું છે અને માટે જ આ સામુહિક અકર્મણ્યતાનાં ફળ પ્રજાને ભોગવવા પડે છે.

  જો કોઈને બેઈમાન, ભ્રષ્ટાચારી, ગુનેગાર કે દંભી થવાની સ્વતંત્રતા છે તો સામે છેડે એ જ માણસને તેનાં સમાજને, પરિવારને સુવ્યવસ્થિત અને સંવાદિત રાખવા કે તેનું રક્ષણ કરવા માટે એવા તત્વો ને સજા કરવાની કે પાઠ ભણાવવાની પણ સ્વતંત્રતા છે. જો એ સ્વતંત્રતાનો એ યોગ્ય ઉપયોગ ન કરે તો તે તેની કર્મ-પલાયનતા છે જે આપણે ત્યાં ભરપૂર પ્રમાણમાં છે પણ પ્રજા “દુઃખે છે પેટ અને કૂટે છે માથું” એ બસ મંદિરો બનાવ્યે જાય છે, કથા-પ્રવચનોમાં માથા ધૂણાવ્યે જાય છે, ઉપવાસ કર્યે જાય છે, મંદિરોમાં કે મંદિર બહાર હારમાં ઊભેલાઓ ને પૈસા ફેંકીને કે કોઈ નદી, સરોવરમાં ડુબકીઓ મારી ને રાતોરાત પૂણ્ય ‘કમાઈ’ લે છે.

  આને “કર્મનું ભટકી જવું” કહી શકાય અને ભટકી ગયેલાં કર્મોથી પ્રશ્નો હલ ન થાય. ભગવાને અર્જુનને કદાચ આ જ ઊપદેશ આપ્યો છે પણ આપણે સમજવામાં ભૂલ કરી બેઠાં છીએ.

  • Vijay says:

   આને “કર્મનું ભટકી જવું” કહી શકાય અને ભટકી ગયેલાં કર્મોથી પ્રશ્નો હલ ન થાય. ભગવાને અર્જુનને કદાચ આ જ ઊપદેશ આપ્યો છે પણ આપણે સમજવામાં ભૂલ કરી બેઠાં છીએ.

   >> We do understand, but don’t want to accept and act. (because looking for “ON SALE” or “50% OFF the original price” kind of deal in the life).

 3. કર્મ કરવામાં સંપૂર્ણ સ્વતંત્ર છો, તો તેનું ફળ-પરિણામ ભોગવવામાં પણ તેટલા જ પરતંત્ર છો .
  હીરાભાઈ ઠક્કર સરસ લેખ વાંચી કર્મનો સિદ્ધાંત વિશે વધુ વાંચવા મળ્યું .

 4. hiral says:

  સરસ લેખ. વારંવાર ચિંતન-મનન કરવા યોગ્ય લેખ. મને પણ કર્મોના સિધ્ધાંતમાં શ્રધ્ધા છે.

  બધા જ ભગવાને આ જ બધી વાત જે તે સમયે પ્રજાના પ્રશ્નોનાં ઉકેલ માટે વિચારીને અમલમાં મૂકી હતી.. એ બધાં પણ માણસો જ હતાં. કર્મોનાં ગણિતને આત્મસાત કરીને અને નિત દરેક ક્ષણે જીવનઉપયોગી યોગનાં અભ્યાસથી ક્રમે કરીને ઘણાં ઉપર ઉઠ્યા હશે, પ્રજાના દુઃખે દુઃખી થઇને એનાં સોલ્યુશન માટે મથ્યા હતાં અને એ પ્રમાણે વધુને વધુ ઉપર ઉઠીને પછી મોક્ષે ગયા હશે એવું મારું માનવું છે.

  લેખમાંથી મને આ વાત ખૂબ ગમી.

  ‘સમાજના એક એક સ્તરનો દરેક માણસ તેના જીવનમાં દરેક દરેક ક્ષણ – ખાતાંપીતાં, ઊઠતાંબેસતાં, નહાતાંધોતાં, નોકરીધંધો, વેપાર કરતાં કરતાં, સતત ચોવીસે કલાક યોગ કરી શકે એવો જીવનઉપયોગી યોગનો વ્યાવહારિક અર્થ બરાબર સમજવો જોઈએ.’

  જગતભાઇની કમેન્ટ સાથે સહમત.


  માણસની સ્વતંત્રતા ને વધારે વિચારશીલ, કલ્પ્નાશીલ, વેગવાન, વધુ જીવનઉપયોગી બનાવવા એક જમાનામાં શિક્ષણની ખાસ હિમાયત થતી. આજે પણ શિક્ષણ એટલું જ મહત્વનું છે પણ એમાં ગોખણપટ્ટી અને માર્ક્સનું ગણિત , ડિગ્રી પ્રમાણે માન-મોભો એટલી હદે વણાઇ ગયું કે સ્વતંત્ર વિચારશક્તિને બાજુએ મુકીને પણ આપણે આ દોડમાં કે ગાડરિયા પ્રવાહમાં સામેલ થઇએ છીએ. બીજી બાજુ અરાજકતા અને બીજાં ઘણાં આસુરી તત્વો રાજ જમાવતાં જાય છે પણ સજજન માણસો યોગ્ય સમયે યોગ્ય વાત માટે, યોગ્ય ન્યાય માટે ધર્મયુધ્ધ , નિતીયુધ્ધ નહિં કરતાં, સ્વાર્થી કે ત્વરિત ફળની આશા પ્રમાણે ગાડરિયા પ્રવાહ જેવાં કર્મો કરે છે.

  મૃગેશભાઇ જેવાં લોકો નિઃસ્વાર્થ આપણને આટલું સરસ સહિત્ય પીરસીને વિચારશીલ અને વધુ સજજ્ન થવામાં ઘણી મદદ કરી રહ્યાં છે. જીવનઉપયોગી યોગમાં પણ આપણે વધુ યોગ્ય કર્મ કરવા પ્રેરાઇએ એમાં અહિંનું સાત્વિક સાહિત્ય ઘણું ઉપયોગી મને તો લાગે છે. આપણું સદભાગ્ય જ છે. ખબર નંઇ આને કયા કર્મોનું ફળ કહેવાય?

 5. nayan panchal says:

  કર્મના સિધ્ધાંતોમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે. મેં જ્યારે પણ કોઈ કર્મ સ્વાર્થી બનીને કર્યુ હોય, જાણતાઅજાણતા કોઈને દુભાવ્યા હોય તો તેનુ ફળ મને મળ્યુ છે જ.

  જ્યારે નિયમિત ગીતાપાઠ કરનારા પણ ગીતાના સાચા અર્થને સમજતા ન હોય ત્યારે તેમને કર્મનો સિધ્ધાંત સંપૂર્ણપણે ન સમજાય તે બનવાજોગ છે. વિશ્વાસ રાખજો, સચેત બનીને જોતા રહેશો તો આ બધુ ધીમેધીમે સમજાવા માંડશે.

  આજે આપણે હિંદુ, ઇસ્લામ જેવા સંપ્રદાયોને જ ધર્મ માની લઈએ છીએ અને તેના ક્રિયાકાંડોને જ ધર્મની ઉપાસના માની લઈએ છીએ. અને સાચા ધર્મથી વિમુખ થતા જઈએ છીએ. પ્રકૃતિના નિયમો તો દરેક માનવી માટે એકસરખા જ છે.

  ગુજરાતી ભાષામાં લખાયેલુ પુસ્તક જેટલુ વેચાયુ છે તેના કરતા અનેકગણુ વધુ વહેંચાયેલુ હશે.

  http://hirabhaithakkar.net/

  આભાર મૃગેશભાઈ,
  નયન

 6. Rajni Gohil says:

  કર્મનો સિદ્ધાંત માં ખૂબ ઉપયોગી માહિતિ મળી. પ્રારબ્ધ કર્મ, સંચિત કર્મ અને આગામી કર્મ વિષે થોડી વિગતવાર માહિતિ મળે તો મનમાં ઉઠતાં પ્રશ્નો અને શંકાનું નિવારણ થાય.

  મ્રુગેશભઇ લખવાનું કર્મ કરે છે અને વાંચવાના ફળનો આનંદ આપણે ભોગવીએ છીએ. શું આ પ્રારબ્ધ કર્મ છે?

  • JAY says:

   KARM IS GOOD 100% YOU WILL SUCCESSFUL IN LIFE OR NEW TIME FOR YOUR LIFE

   ALL MAN KARMA BUT HE GIVE RESULT . ONE TIME A BEGGAR PASS HE ASK GIVE ME A FOOD HE PREY GOD BUT NOTHING POSSIBLE PREY SAW , BUT ONE MAN PASS HE GIVE FOR FOOD THIS TIME HE ASK YES GOD U ,
   I SAY PLEASE GOOD KARMA HELP ANY TIME AND ANY WHERE , DAY OR NIGHT
   GOD IS EVERY TIME HELP TO ALL ,

 7. pragnaju says:

  કર્મ અંગે સરળ સમજુતિવાળુ પુસ્તક
  વારંવાર મનન કરવા જેવુ

 8. Veena Dave. USA says:

  સરસ લેખ્.

 9. vijaybhakta santarosa says:

  આ લેખ વાચ્યાઓ ખુબ આનદ થયો

 10. Ashish Dave, Sunnyvale, California says:

  કર્મના સિધ્ધાંતો એટલે સાપસીડીની રમત. પાસા નાખવા તે આપણુ કર્મ છે… સાપ કે સીડી તે તેનુ ફળ છે. ગમે તેટલા વિઘ્નો આવે જો હિંમ્મત હાર્યા વગર પાસા નાખ્યા કરીએ તો ક્યારેક તો મંજિલે પહોંચાય જ છે… આનંદ હમ્મેશા સફરનો છે.

  Ashish Dave

 11. pritesh patel says:

  aa lekh ma thi ganu sikhva madiu karma vise bav j sari vat samjavi che yog vise pan saras rite samjvi u che jidgi ma darek karma nu phad to made j a tale j sara karma karo tame feedom cho.khub khub abhar haribhai thakkar no

 12. bahuj saral bhashama samjavyu, very nice khubaj saras

 13. ASHOK R. PATEL says:

  કર્મ નો સિદ્ધાંત વિશે વાચિને આનન્દ થયો, આના ઉપરથી આપણે તો એજ સમજવાનુ છે કે આપણી સાથે જે કાઇ બની રહ્યુ છે તે સારુ છે કે ખરાબ જે હોય તે નો સ્વિકાર્ભાવ હોવો જોઇએ, જો આમ થાય તો તમારા જીવનમા દુ:ખ જેવી કોઇ વસ્તુ જોવા મળશે નહી. કરણ કે દુ:ખ એ માત્ર અગ્યાનતા નુ પરીણામ માત્ર છે.એટ્લે જ તો, તોરલે જેસલ જાડેજા ને કહ્યુ હતુ કે હે જાડેજા તુ તારુ પાપ પ્રકાશી દે, મત્લબ આપણે જે કરીએ છીએ તે ખરુ છે કે ખોટુ તેનો લાબો વિચાર કર્યા વગર કર્યે રખતા હોઇએ છીએ પરિણામે દુ:ખી થતા હોઇએ છીએ. કોઇ પણ કર્મ કરતા પહેલા તેના ફળ ની નહી તમારા આત્માને ગમવા ઉપર ભાર મુકવો જોઇએ, તો ખોટુ અથવા અન્ય ને દુ:ખી કરવાની વાત કોઇ ને ગમતી નથી પરંતુ કોઇ વસ્તુ પ્રત્યે ની આસક્તિ ના કારણે આપણે જે તે કર્મ ના સાચા ફળને જોઇ નથી શક્તા અને જ્યારે પરિણામ સામે આવે છે ત્યારે દુ:ખી થતા હોઇએ છીએ, એટ્લે જ કોઇપણ કર્મ કરતી વેળાએ આત્માને આગળ રાખીને વર્તવાની સલાહ સંતો આપે છે, જ્યારે મોટા ભાગના માણસો મન ને આગળ રાખી ને કર્મ કરતા હોય છે જે સતત બદલાતુ રહેતુ હોય છે, આત્મા કદિ બદ્લા તો હોતો નથી, અને જે બદલા તો રહેતો ના હોય તેનો જ સંગ કરાય તો જીવનમા દુ:ખી થવાનો પ્રષ્ન જ નથી આવતો.,

 14. vishal sonara says:

  બહુ જ સરસ

 15. Divyesh Patel (Gandhinagar) says:

  ધન્ય છે તમને સહેબ ………. સમાજ મા સારાઇ તમારા જેવા લોકો ના લિધે જ જિવે છે….. હજિ આવા સારા લેખો અમને વાચવા નો લહાવો મલસે તેવિ આસા રખિયે છિયે…..

 16. Tyagi Mehta says:

  આ લેખ ઉપરથિ ઍક ભજન આદ આવે – કરમ નો સનગાથિ રાના મારો કોઇ નથિ

 17. ખરેખર આ લેખથેી મારુ મન પ્રસન્ન થૈ ગયુ. ધન્યવાદ!

 18. અહી “કર્મ નો સિદ્ધાંત” આખુ પુસ્તક ન મુકી શકઈ ?

  – ભવેશ નરશીભઈ ટીટોડિયા
  ગાળા, મોરબી, રાજકોટ, ગુજરત

 19. MUSTAK KHOJA says:

  કર્મ હિ સર્વસ્ય…….

 20. Rajesh Vyas says:

  khub mahatva chhe aa karma na sidhhant nu…
  Ati durlabh..
  aabhar

 21. ખુબ સરસ રીતે કર્મનો સિદ્ધાંત રજુ કરવામા અવ્યો તે ગમ્યું.

 22. pathik mehta says:

  I have personally met Murrabi Hirabhai at vadodara.

  He had explained me his intension regarding his book (KARMA

  NO SIDDHANT)

  It is a very nice book I suggest all gujarati speaking persons must read this book.

 23. upadhyay hitesh kumar balkrushna says:

  गीतायां लिखितं अस्ति यत् कर्मण्येवाधिकारस्ते मा faleshu कदाचन |
  अस्माकं जीवनं कर्मो विद्यते |अत: मनुस्मृत्यां लिखितं अस्ति यत्
  “पूर्व दत्तेषु या भार्या पूर्व दत्तेषु या धनं |
  भवत: टिकाम् पठित्वा बहु आनन्दम् प्रप्तोष्मि |

 24. DINESH M BAGARIA says:

  આખા વોર્લ્દ મા એક્માત્ર પુસ્તક વાચિને મનન કરવા તથા અમલ મા મુકવા જેવુ

 25. baldevbhai j joshi says:

  ખુબજ સુન્દર લેખ આપણા દ્વારા થતા કર્મ નુ અવલોકન કરવુ જોઇએ અને તેના ફલ વિશે
  જાગરુત રહેવુ જોઈએ.

 26. dinesh chaudhari says:

  મને આ પુસ્તક બહુજ સારુ લાગ્યુ.

 27. Subhash Meta says:

  Karma (deed) is everything. Our past deeds overtake us, therefore we should always do good and be kind. God is never unkind. Our past deeds make our destiny.
  “Fashion your life as a garland of beautiful deeds”. – Buddha

 28. JAGDISHKUMAR says:

  આપનો આ લેખ મને ખુબજ ગમેલ છે

 29. V Patel says:

  It was such an honor to read this book, we all know very well “What you give is what you get” but still doing wrong things.

  From my experience what I believe, if you haven’t read this book, please read it thoroughly and apply each and every advice from this book into your life and see you’ll feel difference.

  We don’t know what we did in our previous birth but we’ve been fortunate enough to use this birth wisely.

  That’s why it always says “Jagya Tyarthi sawar”.

  Thanks for sharing this book.

  Jai Shri Krishna

 30. ખુબ સ્રરસ્

 31. bharat m patel says:

  બહ સરસ

 32. Gaurav Majithiya says:

  કર્મ યોગ વિશે ખુબ શરશ અને વધુ વાંચવા મળ્યું આભર.

 33. RAHUL DIXIT says:

  મને અન્ગ્રેઝિ મા અનુવદ જોઈઅ ચ્હે

 34. Arvind Patel says:

  આપને કાર્યદક્શ થવ્ુ નહિ કે સર ખોતા પરિનામ નિ ચિન્ત કઆરવઇ

 35. Arvind Patel says:

  Do your best & forget the rest. have faith & trust in Self. Efficiency is more important than Excellency.

  God is within us. Try to know the Self. Rest will automatically follow. When we do good, trust that good will happen to us. No need for hurry to be judgemental.

 36. DILIP JAIN says:

  આખા વોર્લ્દ મા એક્માત્ર પુસ્તક વાચિને મનન કરવા તથા અમલ મા મુકવા જેવુ

 37. Nitin Raiyani says:

  ખૂબજ સરસ છે

 38. akash patel says:

  then please tell me,

  dinosaurs died 6 crore years before us and at that time humans are not there and they suddenly become extinct because of astroid collision . they live 16 crore years on earth .how we describe karma law in this history.

 39. NILESH SAVSANI says:

  ખુબ સરસ કર્મ નો સિધાન્ત.

 40. અરવિંદ એલ ચંદ્રાસલા says:

  બહુ સરસ રીતે લેખ રજૂ કર્યો છે
  મારે વિસ્તાર થિ વાંચવો છે બુક કયથી મળશે તે જણાવશો.

 41. Karma na siddhant vise vanchi khub saru lagu. Haju vadhare read karvu chhe and Kai navu samajvu chhe thanks for information

 42. jagdishkumar Madhusinh Vaghela says:

  very nice written on karma, which links to geeta sar and other philosophy of karma very good by hirabai thakkar

 43. Harish jadav says:

  Very thank full to Shri Hirabhai thakkar book of
  Karm No Siddhant is very best write and story of karm
  Every people can do follow it’s this book in never life in any prob create it’s my experience
  Talks about life style
  I’m also this book following by next generation
  I like it and it’s wonderful book of KARM No SIDDHANT
  Thank you All Freinds

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.