Archive for March, 2011

ફોટાઓની કરમકહાણી…. – રતિલાલ બોરીસાગર

[હાસ્યલેખક શ્રી રતિલાલ બોરીસાગરના (અમદાવાદ) થોડા સમય અગાઉ પ્રકાશિત થયેલા પુસ્તક ‘ૐ હાસ્યમ’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. આપ શ્રી રતિલાલભાઈનો આ નંબર પર +91 9925111301 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.] ગઈ દિવાળી ઉપર એક સામાયિકના તંત્રીએ મારો લેખ અને સાથે […]

પરીક્ષા – હરિશ્ચંદ્ર

બે વાગી ગયા. હજી રીના કેમ ન આવી ? હું રીનાની આતુર મને રાહ જોતી હતી. દસમીની પરીક્ષા આપી રહી હતી. આજે બીજ ગણિતનું પેપર હતું. રીનાનો માનીતો વિષય. તેણે મહેનત પણ ઘણી કરી હતી. કહેતી હતી, ‘આ વખતે નેવું માર્ક્સ તો ઓછામાં ઓછા લાવવા જ છે.’ હું બારણું ઉઘાડીને જ બેઠી હતી. રીનાનું હસતું […]

લંગડી – કિરીટ ગોસ્વામી

[‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.] સવાર પડી ગઈ છે પણ તડકો હજી સુધી ફળિયામાં આવ્યો નથી. ફળિયું માએ વહેલું જ વાળી ચોળીને સાફ કરી નાખ્યું છે. આંગણમાં મેં રોટલીના ઝીણા-ઝીણા ટુકડા વેરી દીધા છે. તુલસી-ક્યારા પાસે ચોખ્ખા પાણીનું એક કૂડું પણ ભરીને મૂકી દીધું છે. હું ઓસરીમાં બારી પાસે બેઠો છું. મારી નજર ફળિયામાં છે. મન […]

પારેવા – ગિજુભાઈ બધેકા

[ બાળગીત : ‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર.] આવો પારેવા, આવોને ચકલાં, ચોકમાં દાણા નાખ્યા છે. આવો પોપટજી, મેનાને લાવજો, ચોકમાં દાણા નાખ્યા છે. આવોને કાબરબાઈ, કલબલ ન કરશો, ચોકમાં દાણા નાખ્યા છે. બંટી ને બાજરો, ચોખા ને બાવટો, ચોકમાં દાણા નાખ્યા છે. ધોળી છે જાર ને ઘઉં છે રાતડા, ચોકમાં દાણા નાખ્યા છે. નિરાંતે ખાજો, નિરાંતે […]

કઈ રીતે કૂદી જાઉં ? – ડૉ. કિશોર મોદી

[‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર.] ભૂલવા સમું બધું ભૂલી જાઉં, એવી કૈં પળ થઈ ઝૂલી જાઉં. મોગરે મઘમઘી જઈ પાછો, ભીતરે ઘડીકમાં ડૂબી જાઉં. આમ તો તક અપાર મળી છે, થાય કે વિહગ થૈ ઊડી જાઉં. આયખું અમૃતભર્યું મળ્યું છે, એ સ્મરી સ્મરી હું યે ઝૂમી જાઉં. બ્હાર નીકળવું છે, પૂછું તેથી બિંબથી કઈ રીતે કૂદી જાઉં […]

Copy Protected by Chetan's WP-Copyprotect.