Archive for March, 2011

સદભાવના અભિયાનની સાર્થકતા – કાન્તિ શાહ

[તાજેતરમાં મહુવા ખાતે યોજાયેલા ‘સદભાવના પર્વ’માં શ્રી કાન્તિભાઈ શાહે આપેલા બીજરૂપ વક્તવ્યને અહીં ‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર લેવામાં આવ્યું છે. શ્રી કાન્તિભાઈને સાંભળવા તે એક લ્હાવો છે. તેમની સ્પષ્ટ વિચારધારા તેમના લેખોમાં પ્રગટ થતી રહે છે. સર્વોદય વિચારધારાના પથિક હોવા ઉપરાંત તેઓ દેશ-કાળ પ્રમાણે પ્રત્યેક ઘટનાને નવા દષ્ટિકોણથી જોતા રહે છે. ‘હિંદ સ્વરાજ : એક અધ્યયન’ […]

અણદો – દિલીપ રાણપુરા

[સાહિત્યકાર શ્રી દિલીપ રાણપુરાના સમગ્ર સર્જનમાંથી સંપાદિત થયેલા પુસ્તક ‘દિલીપ રાણપુરાનો સાહિત્યવૈભવ’માંથી પ્રસ્તુત ચરિત્રનિબંધ સાભાર લેવામાં આવ્યો છે. આ પુસ્તકનું સંપાદન શ્રી યશવન્તભાઈ મહેતાએ કર્યું છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] ‘અણદો આવ્યો….. અણદો આવ્યો…’ની બૂમ સાંભળી મેં બારી બહાર નજર કરી. પણ શેરીમાં કોઈ દેખાતું નહોતું ને શોર તો ચાલુ જ […]

રંગોત્સવ – સંકલિત

[ સૌ વાચકમિત્રોને હોળી-ધૂળેટીના પર્વની ઉલ્લાસમય શુભકામનાઓ. આજે આ આનંદના રંગોત્સવમાં માણીએ કેટલાક રમૂજી ટૂચકાઓ.] પોલીસ (રાકેશને) : ‘અમને એવા વાવડ મળ્યા છે કે તમે તમારા ઘરમાં વિસ્ફોટક સામગ્રી રાખી છે.’ રાકેશ : ‘સાહેબ, આપની બાતમી એકદમ બરાબર છે, પરંતુ હમણાં તે પિયર ગઈ છે !’ ********** હોટલમાં એક ભાઈ વેઈટરને ખુજલી કરતા જોઈ રહ્યો […]

તમારી જાતને કામથી મુક્ત કરો ! – પલ્લવી મિસ્ત્રી

[ જાણીતા હાસ્યલેખિકા શ્રીમતી પલ્લવીબેન મિસ્ત્રી (મુંબઈ)નું તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘હાસ્ય-વસંત’માંથી સાભાર. આપ લેખિકાનો આ સરનામે pallavimistry@yahoo.com સંપર્ક કરી શકો છો. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] એક ઘટાદાર ઝાડ નીચે મજાથી આરામ ફરમાવી રહેલ એક વ્યક્તિને ત્યાંથી પસાર થતાં મુસાફરે […]

નયનકક્ષમાં – સ્નેહલ જોષી

વિચારો ન શોધો ન બોલો કશું સતત મૌન રાખો શયનકક્ષમાં હૃદયના અધૂરા બધા ભાવની, થશે પૂર્તતા અધ્યયનકક્ષમાં. ઘૂંટાશો, દબાશો, કણસતાં થશો, થશે મૂંઝવણ, હૂંફ પણ પામશો; મળાશે સહજ ભીતરી ભેજને, સજળ કોઈના બે નયનકક્ષમાં ! ન ઈચ્છા ઉપર કોઈ કાબૂ રહ્યો, રહી તો રહી એક પરતંત્રતા; ન પામી શકું છું ન ત્યાગી શકું, ઊભો છું […]

Copy Protected by Chetan's WP-Copyprotect.