Archive for April, 2011

ગઝલ – હેમેન શાહ

[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.] પંખી પાસે આવ્યું, બોલ્યું કાનમાં, આ ઋતુ આવી તમારા માનમાં. પૃથ્વીએ પડકાર વાદળને કર્યો, પાણી હો તો આવી જા મેદાનમાં. ખીલવાનો કંઈ નશો એવો હતો, પાંદડાં ખરતાં ન આવ્યાં ધ્યાનમાં. સત્ય ક્યાં છે એક સ્થળ પર કે સતત ? ઓસ વેરાયું બધે ઉદ્યાનમાં. કીમતી પળ આપીને સોદો કર્યો, હું કમાયો પણ રહ્યો […]

ઝોકું ! – દેવેન્દ્ર દવે

[‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.] તજો દોડધામો – મળી જાય ઝોકું, જુઓ, સૌ સુખો સાંકળી જાય ઝોકું ! ભલે હોય બાળક અગર હો બુઢાપો, અચાનક બધાંશું હળી જાય ઝોકું ! હશે ઑફિસો કે પછી પાઠશાળા નયનમાં જરા ખળખળી જાય ઝોકું ! ભરી પેટ હોંશે બપોરે જમ્યા હો, સરત રાખજો ના છળી જાય ઝોકું ! કશો ભેદ ક્યાં […]

આ નથી ને તે નથી – જયવતી કાજી

[‘સુખનું સ્ટેશન’ પુસ્તકમાંથી સાભાર.] હેમંત ઋતુની એ ખુશનુમા સવાર હતી. શિશુના સુકોમળ ગાલ જેવો મૃદુ તડકો બારીમાંથી આવતો હતો. કશું જ અઘટિત બન્યું નહોતું, છતાં કોણ જાણે કેમ, મારું ચિત્ત અસ્વસ્થ હતું. શરીર અને મન બંને થાકી ગયાં હતાં. ગઈ રાત્રે બરાબર ઊંઘ આવી નહોતી એટલે માથું ભારે હતું. કેટલાંયે કામ આટોપવાનાં હતાં, પણ ઊભા […]

સ્ટેન્ડબાય – અજય ઓઝા

[ ‘ઉદ્દેશ’ સામાયિક (એપ્રિલ-2011)માંથી સાભાર. આપ શ્રી અજયભાઈનો (ભાવનગર) આ નંબર પર +91 9825252811 સંપર્ક કરી શકો છો.] શું વિચારો છો મિ. વિકલ્પકુમાર ? સૂરજ બરાબર માથે આવે ત્યારે પડછાયો પણ સાથ છોડી દેતો હોય છે, મિ. વિકલ્પકુમાર, આ નાનકડું સત્ય માણસે કદી ન ભૂલવું જોઈએ. અને તોયે તમે આમ બ્હાવરા બનીને કોને શોધ્યા કરો […]

અહીં બુલબુલનું અભિવાદન છે ! – ગુણવંત શાહ

[ કલોલની ‘હોલી ચાઈલ્ડ સ્કૂલ’ દ્વારા પ્રકાશિત થતા ‘સંપર્ક’ સામાયિકમાંથી સાભાર.] જેને આપણે આપણું ઘર ગણીએ છીએ તે કેવળ આપણું નથી હોતું. ઘરમાં અટવાતા ઉંદરને પણ એ ઘર પોતાનું જ લાગે છે. જો ઘર માત્ર આપણું જ હોત તો એમાં ચકલીએ માળો ન બાંધ્યો હોત. ઘરમાં આવી પડનારાં બિલ્લીમાસી મોજથી ચકરાવો મારીને ચાલી જાય છે. […]

Copy Protected by Chetan's WP-Copyprotect.