બંધ કર – કિરણ ચૌહાણ

[ગઝલમાં હાસ્યરસ ઉમેરતાં તે ‘હઝલ’ બને છે. આ પ્રકારની કેટલીક રમૂજી હઝલના સંગ્રહ ‘ફાંફા ન માર’ પુસ્તકમાંથી પ્રસ્તુત હઝલ સાભાર લેવામાં આવી છે. શ્રી કિરણભાઈ સુરતના યુવા કવિ-સર્જક છે.]

કોઈનો ડાયાબિટીસ ભડકાવવાનું બંધ કર,
આટલા મીઠા અવાજે બોલવાનું બંધ કર.

ભરઉનાળે, ભરબપોરે ટાઢ વાગે છે મને,
મારો ફોટો ફ્રિઝમાં સંતાડવાનું બંધ કર.

દોસ્ત ! જાણી લીધું મેં વસ્ત્રો તું કેવા સીવશે,
આમ ફૂટપટ્ટી વડે તું માપવાનું બંધ કર.

ભાઈ મારા, જર્જરિત દીવાલની હત્યા ન કર,
લઈ હથોડો રોજ ખીલા ઠોકવાનું બંધ કર.

પત્ની તારી શાકભાજી કાપશે કાતર વડે,
મૂછને ચપ્પુ વડે તું કાપવાનું બંધ કર.

જીવતા જો એ હશે, તું જીવતો રહેશે નહીં,
આ ઈલેક્ટ્રિક વાયરોને સ્પર્શવાનું બંધ કર.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

25 thoughts on “બંધ કર – કિરણ ચૌહાણ”

Copy Protected by Chetan's WP-Copyprotect.