ચૂંટેલી લઘુકથાઓ – સંકલિત

[સાહિત્યમાં લઘુકથાઓનો પ્રકાર એવો છે કે જે ખૂબ ઓછા શબ્દોમાં વાતને સચોટ રીતે વ્યક્ત કરે છે. ક્યારેક તો તેનો સારગર્ભિત સંદેશ વારંવાર વાંચીને સમજવો પડે છે. એક-એક શબ્દને તેમાં બરાબર ધ્યાન પર લેવો પડે છે. એ પછી લઘુકથાનો મર્મ સમજાય છે. આ પ્રકારની કેટલીક લઘુકથાઓ અત્રે ‘કુમાર’ સામાયિકમાંથી સાભાર લેવામાં આવી છે.]

[1] ઋતુ બદલાય ત્યાં સુધી – કુસુમ ભૂપેન્દ્ર દવે

ભયાનક તોફાને માણસને તેના પંજામાં દબાવ્યો અને રણના અફાટ સમુદ્રમાં છોડી દીધો.
‘તું એકલો આ રેતીના સમુદ્રમાં કેવી રીતે ફસાઈ ગયો, ભાઈ ?’ એક ઝાડના ઠૂંઠાએ હાંફતા માણસને પૂછ્યું. માણસે રેતીમાં ઘૂસેલા પગને હળવા કર્યા. ‘કદાચ આ ઠૂંઠામાં હજુ રસ રહેલો છે’ તે ગણગણ્યો. પછી મોટેથી તે સાંત્વનના સ્વરમાં બોલ્યો : ‘ભાઈ, મારી આ હાલત તો તોફાને કરી નાખી છે. પરંતુ તું પાંદડાં અને ડાળીઓ વિનાનું કેમ થઈ ગયું છે ?’
‘માણસોના ટોળાએ મારા આ હાલ કરી નાખ્યા છે. મારો છાંયો પણ રહેવા ન દીધો. તેમની ભૂખે મને ડાળી-પાંદડાં વિનાનો કરી નાખ્યો.’
‘પરંતુ માણસોની ભૂખને તારી ડાળીઓ અને પાંદડાં સાથે શો સંબંધ ?’
‘તેમની સાથે ઊંટ, ઘોડા અને બકરીઓ હતી.’
‘સમજ્યો…’ માણસે માથું હલાવ્યું, ‘સ્વાર્થી મનુષ્ય…’
‘હિમ્મત રાખો.’ ઠૂંઠું બોલ્યું, ‘ઋતુને બદલાવા દ્યો.’

ઠૂંઠાની વાતથી માણસની તબિયતમાં સુધારો થયો. તેનામાં હિમ્મત આવી અને લાગણીથી તે ઠૂંઠા સાથે વીંટળાઈ ગયો. બન્ને રાત આખી પોતાના સુખદુઃખની વાતો કરતાં રહ્યાં. સવાર પડી. તેમણે પોતપોતાની જાતને જોઈ. માણસે આત્મવિશ્વાસના અંકુરથી ઠૂંઠામાં નાનાંનાનાં પાંદડાંને જોવાનું શરૂ કરી દીધું હતું.

[2] નીતિમત્તા – પીયૂષ ચાવડા

પંકજભાઈ વ્યવસાયે શિક્ષક હતા તેથી તેમનો વાંચનનો શોખ સારી રીતે વિકસી શકેલો. જ્યારે પણ સમય મળે ત્યારે તે શાળાના પુસ્તકાલયમાં જઈ નવાં નવાં પુસ્તકો વાંચ્યા કરે. પુસ્તકાલયની ભાગ્યે જ એવી કોઈ ચોપડી હશે, જે પંકજભાઈની નજર નીચેથી પસાર થઈ ન હોય. આમ તો તેમને બધા જ પ્રકારનું વાચન ગમતું, પણ જીવનમૂલ્યોનો નિર્દેશ કરતાં પુસ્તકો વધારે ગમતાં.

એક દિવસ તે મિત્રના ખાતામાંથી શહેરના પુસ્તકાલયમાંથી એક સરસ પુસ્તક વાંચવા લઈ આવે છે. એ પુસ્તકનો ‘નીતિમત્તા’ના શીર્ષકવાળો લેખ તેમને વધારે ગમી જાય છે. એ લેખ કેટલીય વાર વાંચી લીધો, પણ જેટલી વાર વાંચે એટલી વાર અનોખો જ આનંદ આવે. આમ ને આમ એક મહિનો પસાર થઈ ગયો. પુસ્તકાલયના નિયમ પ્રમાણે હવે પુસ્તક જમા કરાવવાનો સમય થઈ ગયો, પણ પેલો લેખ તેમનો પીછો છોડતો ન હતો. પુસ્તક જમા કરાવ્યા વગર ચાલે તેમ નહોતું. તેઓ પુસ્તક જમા કરાવવા પુસ્તકાલયે જાય છે. ખૂણામાં પડેલ ખુરશી પર બેસી ફરી પેલો લેખ એક વાર વાંચી જાય છે. ઘડીભર થાય છે કે આ પુસ્તક જમા કરાવી ફરીથી વાંચવા લઈ જાઉં. ફરી વિચાર બદલ્યો. આજુબાજુ નજર દોડાવી. હળવેકથી એ ‘નીતિમત્તા’ના શીર્ષકવાળો લેખ ફાડીને ગજવામાં મૂકી દીધો અને પુસ્તક જમા કરાવી નવું પુસ્તક ‘સત્યના પ્રયોગો’ મેળવી ચાલતી પકડી !

[3] સપનું – દુર્ગેશ ઓઝા

મોહન પૈસેટકે સાવ સાધારણ માણસ. જરૂરી ખર્ચાને બિનજરૂરી ખર્ચામાં ફેરવી નાખવાની નોબત પણ આવતી. પણ કલા અને આત્મવિશ્વાસ એ તેની મહામૂલી મૂડી. આખી દુનિયા પોતાને સિનેમાના પડદે જુએ એવું તેનું સપનું હતું. પણ સંજોગોએ તેને કલાકારમાંથી સામાન્ય કારકુન બનાવી દીધો હતો, જાણે પિંજરે પુરાયેલો પોપટ ! પણ આજે પિજરું ખુલવાની તૈયારીમાં હતું. અથાક મહેનત અને તેનું સપનું આ બંનેને તેણે છોડ્યા નહોતાં ને આજે ઘણા સમય પછી પહેલી વાર તેને એક ફિલ્મમાં અભિનય કરવાની આકર્ષક ઑફર મળી હતી. મોહને મુંબઈ જવાની તૈયારી કરી પણ અચાનક પત્ની માનસીને પૅરેલિસિસનો એટેક આવ્યો. મોહન ચિંતા, દોડધામના ચક્કરમાં અટવાયો.

મોહન સૂનમૂન થઈ પોતાના ભાગ્ય પર હસી પડ્યો. માનસી એક ડગલું પણ માંડી નહોતી શકતી. નસીબ બે ડગલાં દૂર હતું, પરંતુ ત્રણ દિવસ પછી પત્નીએ તેને મુંબઈ જવાનો આગ્રહ કર્યો ત્યારે મોહને કહ્યું : ‘હવે ભૂલી જા એ સોનેરી સપનું ને વળી આમ આ હાલતમાં તને છોડીને જવાનું મને કેમ ગમે, ગાંડી !’
માનસી ઘણું મથી પણ મોહન ન માન્યો….
અને બીજા દિવસની સવારે મોહને મુંબઈની વાટ પકડી ! સ્વજનો ઘેર આવી ટીકા ટિપ્પણના સંગે માનસીને વધુ દુઃખી કરવાની હોડમાં જાણે ઊતર્યા, પણ માનસીની પ્રસન્નતા યથાવત રહી. તેને યાદ આવી ગયું. મોહન ટસને મસ નહોતો થતો ત્યારે રાત્રે માનસીએ એટલું જ કહ્યું હતું કે ‘આ પેરેલીસીસ તો જવાનો હશે ત્યારે જશે પણ તમે ત્યાં જઈ આ ઓફર સ્વીકારી લેશો ને તો હું તમારા સપનાની બાધા નહિ પણ રાધા છું, સમજ્યા મારા મોહનજી !’ હા, પત્ની મક્કમ હતી. તેને તો કાયમ માટે હાંકી કાઢવો હતો, આખા ઘરમાં પ્રસરી ગયેલા પૅરૅલિસિસને !

[4] આક્રોશ – હિતા રાજ્યગુરુ

કામવાળી રેવા દીકરા સાગરને મેશનું ટપકું કરી ઈશ્વરને પ્રાર્થના કરાવી, પોતે જેને ત્યાં કામ કરતી હતી તે બહેનની શહેરમાં સારી ગણાતી ખાનગી શાળામાં દાખલ કરવા લઈ આવી હતી. બહેને આજે જ ફૉર્મ ભરી જવા કહ્યું હતું. બહેન કોઈ કાગળ વાંચવામાં મગ્ન હતાં તેથી તે એક બાજુ ચૂપચાપ ઊભી રહી. ખાટલામાં સૂતેલો પતિ રવજી પણ સાથે આવ્યો હોત તો ? – એવી સુખદ કલ્પના સાથે તેને ગઈકાલે કામ કરી ઘેર આવી ત્યારે થયેલો સંવાદ યાદ આવ્યો.

‘ઘરનાં કામ કરવામાં વળી શો મીર મારવાનો હતો તે આટલી વાર ? ઝટ ચા મૂક ને સાગરને ખાનગી નિશાળમાં ભણાવવાનો તને મોહ સે પણ વધુ ફી તારો બાપ ભરસે ? મારી પાંહે રૂપિયા હસે તો આપીસ. જવાબદારી મારી નહીં.’ કહી પીવાઈ ગયેલી ચારભાઈની બીડી ઠૂંઠાનો ગુસ્સામાં ઘા કર્યો.
‘હું બે ઘરનાં કામ વધુ કરીસ પણ તમે પીવાની ટેવ ઓછી કરો તો હારું. સાગરને બે છાંટા દૂધ મળે.’
‘બે-ત્રણ ઘરનાં કામ કરવા માંડી એમાં તો પાવર આવી ગ્યો. આ ઘર મારું સે હમજી ? મારે ખાવું હસે તે ખાઈસ અને પીવું હસે તે પીસ તને પોહાતું ના હોય તો વે’તી પડ્ય.’

‘રેવા, આવી ગઈ ?’ બહેને ઊંચે જોતાં કહ્યું.
‘હા, બહેન. તમે ઘરનાં કામની લગીરે ચિંતાના કરતાં. હું હધુંય ટેમસર કરી નાંખેશ. મારા દીકરાની હંભાળ રાખજો. પેલી વાર એકલો મૂકું સું.’ કહી હજુ સુધી તેડી રાખેલા દીકરાને નીચે મૂક્યો. બહેને ફૉર્મ હાથમાં લેતાં કહ્યું :
‘દીકરાનું નામ શું ?’
‘સાગરકુમાર’
‘પૂરું નામ બોલ. એના પિતાનું નામ શું ?’
રેવાની આંખો પૃથ્વી પર જડાઈ ગઈ.
ફરી બહેને કહ્યું : ‘પૂરું નામ…..’
રેવાએ નજર જમીન પરથી ઉઠાવી બહેન સામે સ્થિર કરતાં મક્કમ અવાજે કહ્યું : ‘સાગરકુમાર રેવાબેન….’

[5] કન્ની….! – અતુલકુમાર વ્યાસ

એ સીડી ચઢીને ઉપર આવ્યો. એનો સાત વર્ષનો દીકરો પતંગ ચગાવતો હતો. પતંગ આકાશમાં બહુ ઊંચે ગઈ હતી. એ અગાશીની રૂમમાં આવ્યો. રૂમમાં રાખેલા અરીસામાં એણે પોતાનો ચહેરો જોયો, કાંસકાથી વાળ ગોઠવ્યા. એની ઉંમર છત્રીસ વર્ષની હતી, પણ એ છવ્વીસનો લાગતો હતો. સામેની અગાશી પર શ્વેતા દરરોજ આ જ સમયે કપડાં સૂકવતી હોય ત્યારે બન્નેની આંખો મળતી, પરસ્પર હોઠ મલકતા અને ચાર આંખો વચ્ચે વાત થતી. આજે એમ જ બન્યું. છત્રીસ વર્ષે એનામાં એક મુગ્ધ યુવક સળવળી રહ્યો હતો.

એકાએક એના દીકરાએ સાદ કર્યો : ‘પપ્પા, પ્લીઝ જલદી આવો…’
‘શું થયું ?’ એ બહાર દોડી આવ્યો.
‘પપ્પા, મને લાગે છે કે પતંગ ઊંચે ગઈ પછી એની કન્ની છટકી ગઈ છે…જુઓ….’
‘હેં ?’
એની નજર શ્વેતા તરફ હતી અને એના દીકરાની નજર ઊંચે હવામાં ગોથાં ખાતી પતંગ તરફ….!

[6] ઍન્ટિક્સ – તલકશી પરમાર

રાહુલ અને તેની પત્ની શિલ્પા કારમાં ફરતાં ફરતાં મિત્ર સુરેશને ત્યાં જઈ ચડ્યાં. ચા-નાસ્તો પતાવીને સુરેશ બંનેને બાજુના રૂમ તરફ લઈ ગયો. રૂમમાં દાખલ થયાં. તેમાં રહેલાં સહુનો પરિચય કરાવતા સુરેશ બોલ્યો : ‘નેવું વર્ષ વટાવી ચૂકેલા દાદા-દાદી, પંચાસી વટાવી ચૂકેલા નાના-નાની અમારી સાથે જ રહે છે. પાંસઠ વટાવી ચૂકેલા બા-બાપુજી અને સાઠ વટાવી ચૂકેલા કાકા-કાકી.’ કુટુંબમાં સાથે રહેતાં સહુનો પરિચય આપ્યો. કુટુંબનાં સહુને રાહુલ અને શિલ્પાનો પરિચય કરાવતાં કહ્યું, ‘આ શિલ્પા અને રાહુલ છે. તેઓ એન્ટિક્સના બહુ શોખીન છે.’ સહુ સાથે બેઠાં ને વાતે વળગ્યાં. રૂમ આનંદ-કિલ્લોલથી ગૂંજી ઊઠ્યો. રાહુલ અને શિલ્પા બે દિવસ રોકાયાં. વડીલોના સાંનિધ્યમાં પ્રેમ, લાગણી અને હૂંફભર્યા વાતાવરણમાં પોતાનું ઘર પણ ભૂલી ગયાં. ત્રીજે દિવસે કાર લઈને રાહુલ અને શિલ્પા નીકળ્યાં. સાંજના ઘરે પહોંચ્યા.

રાહુલને નાનપણથી જ ઍન્ટિક્સનો શોખ હોવાથી દરેક રૂમમાં ઍન્ટિક્સની ગોઠવણ કરેલી. વધારાનાં ઍન્ટિક્સથી બે રૂમ ભર્યા હતા. ઘેર આવ્યાં પછી રાહુલ ઍન્ટિક્સ વિશે વિચારતો જ રહ્યો. બીજે દિવસે સવારથી જ ઍન્ટિક્સ વેચવાનું શરૂ કર્યું. બે રૂમ ખાલી કર્યા. પૈસા પણ સારા મળ્યા. રાહુલ શિલ્પા સાથે વતનમાં દાદા-દાદી અને મમ્મી-પપ્પા રહેતાં હતાં ત્યાં જવા કાર લઈને ઊપડ્યો.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous પિતા-પહેલા ગુરુ – રમણલાલ સોની
જંગલી હાથી અને તેનું સામાજિક જીવન – રજની ત્રિવેદી Next »   

35 પ્રતિભાવો : ચૂંટેલી લઘુકથાઓ – સંકલિત

 1. Ankit Shah says:

  ખુબ જ સુંદર..નંબર (૨) અને (૫) વધારે ગમ્યા…
  લઘુકથા ઓ નિ વાત જ કંઇ ઓર હોય છે…

  • હેમલ says:

   નિતિમત્તા,આક્રોશ,એન્ટિકસ લઘુકથા ખુબ સુંદર અને ચોટદાર.

 2. સુંદર

  ૧/ ‘હિમ્મત રાખો.’ ઠૂંઠું બોલ્યું, ‘ઋતુને બદલાવા દ્યો.’

  ૨/ 🙂

  ૩/ તેને તો કાયમ માટે હાંકી કાઢવો હતો, આખા ઘરમાં પ્રસરી ગયેલા પૅરૅલિસિસને !

  ૪/ “રેવાએ નજર જમીન પરથી ઉઠાવી બહેન સામે સ્થિર કરતાં મક્કમ અવાજે કહ્યું : ‘સાગરકુમાર રેવાબેન….’” જો બાળકની જવાબદારી માત્ર મા ની હોય તો પાછળ નામ પણ એનું જ હોવું જોઇએ ને!!

  ૫/ ‘પપ્પા, મને લાગે છે કે પતંગ ઊંચે ગઈ પછી એની કન્ની છટકી ગઈ છે…જુઓ….’

  ૬/ ઍન્ટિક્સ ???

 3. Jigisha says:

  ખુબજ ચોટ્દાર લઘુ વાર્તાઓ….

 4. krupa says:

  The last one is really touched to heart & should be apply to all young generation

 5. dhiraj says:

  સારુ કલેક્શન કર્યુ મ્રૂગેશભાઈ
  મજા આવિ ગઈ

 6. કામના કલાકોમાં ‘રીડ ગુજરાતી’ વાંચન. – ‘નિતીમતા’

  • કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

   રાજેશભાઈ,
   કામના કલાકોમાં ગપ્પાં મારવાં કે ચાની કીટલી પર ખોટી ચર્ચાઓ કરવા કરતાં — ” રીડ ગુજરાતી ” વાંચન જરાયે ખોટું નથી.
   કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

  • Nitin says:

   કામ આહેલા, પચ્હિ Read gujarati એ “નિતિમતા”

   • Kalidas V.Patel { Vagosana } says:

    ” કામ પહેલાં “… એ તો સ્વીકૃત છે જ.
    મેં તો કામના કલાકોમાં ચાની કીટલી પર જઈને અર્થવિહીન ચર્ચાઓ કરવા કરતાં
    read gujarati નું વાચન કરવું સારુ … એમ સૂચવ્યું છે.
    કાલિદાસ વ.પટેલ {વાગોસણા}

 7. Deval Nakshiwala says:

  ખુબ જ સુંદર અને કટાક્ષપૂર્ણ લઘુકથાઓ છે. ‘નીતિમત્તા’ અને ‘એંટિક્સ’ એકદમ સરસ.

 8. ઈન્દ્રેશ વદન says:

  “નીતિમત્તા” અને કન્ની સુંદર વાર્તાઓ.

 9. parth says:

  ઝાડ પાસેથિ ઘનુ સિખવાનુ હોય છે પન આજે પહેલિ વાર આટલો આશાવાદ શિખવા મળ્યો.
  ઘર હોય કે જિવન સ્ત્રિ ધારે તો ક્યાય પણ પેરાલિસિસ ના રહે.
  પકજ ભાય જેવા લોકો ના કાર્ર્ણે આજે ભણતર નિતિમત્તા વાળઉ નથિ રહ્યુ.

  Good one

 10. pragnaju says:

  સુંદર વાર્તાઓનું સંકલન

 11. shweta maniar says:

  બધિ જ ક્રુતિ મા ભાવાર્થ બહુ જ સરસ સુક્ષ્મતા થી રજુ થયો છે.
  ચોથી કૃતિ મા જે રીતે નારી સમ્માન ની વાત કહી છે એ બહુ જ ગમ્યુ.
  પપ્પા, મને લાગે છે કે પતંગ ઊંચે ગઈ પછી એની કન્ની છટકી ગઈ છે…જુઓ….’
  એક્દમ ચોટદાર રજુઆત.
  આને કહેવાય વગર કહ્યે પણ ઘણુ બધુ કહી દેવુ.
  બહુ જ સરસ.

 12. સુંદર લઘુકથાઓ સંકલિત કરી છે અને વાંચવામાં મજા આવી .

 13. beena ved says:

  ખુબ જ સરસ લઘુ કથાઓ સન્કલિત કરિને અહિ ઉતારિ ચે. સ્ત્રિ ધારે તો ઘર હોય કે જિવન ક્યાય પેરેલિસિસ રહેવા ન દે. તેમા રહેલો ગર્ભિત માર્મિક સન્દેશ હ્રદય્ને સ્પર્શિ જાય ચે.

 14. bhaveen joshi says:

  maja aavi vach vani hu regularly gujarati articles vachu chu pan aaje thod navu vachva malyu

 15. Durva vora says:

  આ વાર્તાઓ ખુબ જ સરસ

 16. khushbu says:

  ખુબ જ સુન્દર.

 17. Himani says:

  ખુબ જ સરસ વાર્તાઓ………

 18. sandip says:

  ખુબ જ સરસ વારતાઓ

 19. sanket says:

  ૩,૪ અને ૫ બહુ ચોટદાર છે. આખું કલેક્શન મસ્ત છે. બધી જ લઘુકથાઓ મસ્ત છે.

 20. Karasan says:

  સુન્દર, અતિ સુન્દર સન્ગ્રહ.

 21. RITA PRAJAPATI says:

  ખરેખર આ બધિ વાતો મા ટુન્કમા જ કેત્લુ કહ્યુ ચ્હે

 22. PARTHIK M KALARIYA says:

  ખુબ સરસ

 23. ravi says:

  સુન્દર, અતિ સુન્દર સન્ગ્રહ.

 24. raju tanna says:

  મસ્ત છે

 25. dd modhera says:

  ખુબ સરસ…..

 26. gujariya mahesh says:

  સરસ લધુકથા ખુબજ મજા આવિ

 27. hirenpatel says:

  ખરે ખર સુંદર સિબોલિક ….ઃ)

 28. બધી જ લઘુકથાઓ અત્યંત સુંદર.

 29. દેવેન ભટ્ટ says:

  સરસ. ૪. હિતા રજ્યગુરૂની આક્રોશ ઘણીજ સરસ.

 30. સુબોધભાઇ says:

  ઘણાં સમયથી રીડ ગુજરાતી.કોમ. મા પ્રસિધ્ધ થતી રચનાઓ વાંચુ છુ. પરંતુ “ચુટેલી લઘુકથાઓ” પર આજે જ નજર પડી.
  દરેક વાર્તા ખુબજ ચોટદાર અને છાપ ઉપસાવી જાય તેવી અસરકારક લાગી એટલે ભલે મોડો લાગે પણ અભિપ્રાય આપવાની લાલચ રોકી ના શકાયુ.

 31. Pritesh shah says:

  વિશાળ જીવનનો અમુલ્ય બોધ.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.