….તો કહેવાય નહીં – એચ. બી. વરિયા

[‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર.]

આજ કલમ કંઈક ધખધખતું લખવા કરે છે,
લાગણી ધગીને લાવા થયો હોય તો કહેવાય નહીં.

આ કંપારી કલમની છે કે હાથની ખબર નથી,
મહીં હળાહળ વલોવાતું હોય તો કહેવાય નહીં.

કાષ્ઠ-હૃદયનું વલોણું લાવ ને જરી ફેરવી જોઉં,
સાચ-જૂઠ અલગ પડી જાય તો કહેવાય નહીં.

આમ તો જિંદગીનો દરિયો સાવ ખારો જ મળ્યો છે,
તળિયે ક્યાંક શબ્દો પડ્યા હોય તો કહેવાય નહીં

જમાનાની દુર્દશા માટે, જો કે દુર્જનો જ નિંદાય છે,
કહેવાતા સજ્જનોનો ય હાથ હોય તો કહેવાય નહીં.

મંદિર, મસ્જિદ કે દેવળમાં હવે હું જતાં ડરું છું,
શેતાન ત્યાં પણ છુપાયેલો હોય તો કહેવાય નહીં.

મારા દોસ્તોની યાદીમાં જેઓનાં નામ મોખરે છે,
તેના શત્રુઓની યાદીમાં હું હોઉં તો કહેવાય નહીં.

જીવન-પરીક્ષાના કોયડા, સાચા ઉકેલી શક્યો નથી,
કૃપા-ગુણથી ‘હંસ’ પાસ થઈ જાય તો કહેવાય નહીં.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous એક ઘડી, આધી ઘડી….. – સં. રમેશ સંઘવી
ઓલટાઈમ ગ્રેટ પોએટ : ‘કલાપી’ – રમેશ ઠક્કર Next »   

16 પ્રતિભાવો : ….તો કહેવાય નહીં – એચ. બી. વરિયા

 1. બહોત ખુબ

  “કાષ્ઠ-હૃદયનું વલોણું લાવ ને જરી ફેરવી જોઉં,
  સાચ-જૂઠ અલગ પડી જાય તો કહેવાય નહીં.”

  આપણે વલોણું લઇ આપણા સાચ જુઠ ને અલગ કરી શકતા હોત તો કેતલું સારુ.

 2. SANJAY TRIVEDI says:

  GOOD ONE

 3. Jigisha says:

  સુન્દર ગઝલ……

 4. Piyush Shah says:

  સુન્દર ગઝલ……સ્રવા૨ સુધરી ગઇ

 5. Deval Nakshiwala says:

  સુઁદર ગઝલ.

 6. Mitul Trivedi says:

  “જમાનાની દુર્દશા માટે, જો કે દુર્જનો જ નિંદાય છે,
  કહેવાતા સજ્જનોનો ય હાથ હોય તો કહેવાય નહીં.

  મંદિર, મસ્જિદ કે દેવળમાં હવે હું જતાં ડરું છું,
  શેતાન ત્યાં પણ છુપાયેલો હોય તો કહેવાય નહીં.”

  સત્ય વચન છે.

 7. darshana says:

  ahaa…..wonderful enought……..realy gr8…..

 8. Dipti Trivedi says:

  શરુથી અંત સુધી ખૂબ જ માર્મિક અને વેધક રચના. માણવાની મજા આવી.

 9. kazi Harun says:

  સુઁદર ગઝલ. મઝા પડી.

 10. Raj says:

  સારિ ગઝ્લ 6

 11. Sidhanto ni sankade bandhyelo, maryada ne niyamo ma jakdayelo,
  vah-vah ni duniya mathi, pankho fafdavi “Hans”, udi jay to kai kahevay nahi…

  bhautikta thi vimukh,pade pade badlata jagat sanmukh,
  aa manmoji “anokha” sathe be pagla chali jay to kai kahevay nahi…

 12. Karasan says:

  શુ વર્તમાન વાસ્તવિકતા રજુ કરી છે, ખુબ સુન્દર !!!!!

  હવે હુ મદિર મસ્જીદ કે દેવળોમા જ્તા પણ ડરુ છુ
  શેતાન ત્યા પણ છુપાયેલો હોય તો કહેવાય નહી.

 13. સેજલ says:

  મારા દોસ્તોની યાદીમાં જેઓનાં નામ મોખરે છે,
  તેના શત્રુઓની યાદીમાં હું હોઉં તો કહેવાય નહીં.

 14. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  વરીયાસાહેબ,
  મદમસ્ત ગઝલ આપી. કલ્પના તો જુઓઃ મિત્રો શત્રુ બન્યા હોય … એવું કહેવાને બદલે … મિત્રોના શત્રુઓના લીસ્ટમાં મારું નામ હોય તો કહેવાય નહિ !
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.