[‘શબ્દસૃષ્ટિ’ એપ્રિલ-2011માંથી સાભાર.]
હાથની તું લકીર બદલી જો,
મનની પેઠે શરીર બદલી જો.
છે બધા મોહતાજ પૈસાના,
કોઈ અસલી ફકીર બદલી જો.
લાગશે સર્વ ગયું બદલાઈ,
માત્ર દષ્ટિ લગીર બદલી જો.
તુંય સ્પર્શે તો થૈ જશે કંચન,
છોડ આળસ, કથીર બદલી જો.
હોય હિંમત, બદલ દિશા તારી,
કાં પછી આ સમીર બદલી જો.
કૈં જ વ્હેલું કે કૈં નથી મોડું,
છે ફક્ત મન અધીર, બદલી જો.
ના રહે માગવાપણું સ્હેજે,
ઓ હૃદય ! દાનવીર બદલી જો.
11 thoughts on “બદલી જો – હર્ષ બ્રહ્મભટ્ટ”
અરે ખરેખર સીધે સીધુ હ્રદયને જ સ્પર્શી જાય તેવી રચના…ખરેખર સુન્દર્…. આજની સવાર સોનેરી બની ગઇ……
ના રહે માગવાપણું સ્હેજે,
ઓ હૃદય ! દાનવીર બદલી જો.
આ અતિ સરસ બે કડી મા ઘણુ બધુ કહિ જાય છે દાનવીર તો ભગવાન જ હોય શકે
જી.જી.હેરમા
ગાધીનગર
તુંય સ્પર્શે તો થૈ જશે કંચન,
છોડ આળસ, કથીર બદલી જો.
સ રસ ગઝલના આ શેર વધુ સરસ
કવિ બ્રાઉનિંગે એવું જ કહ્યું છે, ‘ઈશ્વર આકાશમાં વિરાજમાન છે અને દુનિયા બધી બરાબર ચાલે છે.’ દુનિયામાં કશું બગડેલું નથી. બગડ્યું હોય તો મારી દષ્ટિ બગડી છે. જેવી મારી દષ્ટિ તેવી સૃષ્ટિ. હું લાલ રંગનાં ચશ્માં પહેરું તો સૃષ્ટિ લાલ દેખાશે, ભડકે બળતી હોય એવી દેખાશે. આ સૃષ્ટિ શુભ છે એવી મનને ખાતરી નહીં થાય તો ચિત્તની એકાગ્રતા પણ નહીં થાય. સૃષ્ટિ બગડેલી છે એવું જ્યાં સુધી મને લાગે છે ત્યાં સુધી વહેમનો માર્યો હું ચારેકોર નજર ફેરવ્યા કરીશ. આખી દુનિયા ભક્ષક છે એવી બિહામણી કલ્પના જેના મનમાં ઘર કરી ગઈ છે,
લાગશે સર્વ ગયું બદલાઈ,
માત્ર દષ્ટિ લગીર બદલી જો.
મન ની વાત ના સ્વિકાર તુ અમલ કરી તુ બદલી જો…..
ખુબ સરસ..
કૈં જ વ્હેલું કે કૈં નથી મોડું,
છે ફક્ત મન અધીર, બદલી જો.
ખુબજ સાચી વાત કહી……
છે બધા મોહતાજ પૈસાના,
કોઈ અસલી ફકીર બદલી જો
nice shot
ઓછા અને સરળ શબ્દોમાં ઘણુંબધું કહેતી રચના
– જિતેન્દ્ર બ્રહ્મભટ્ટ
ગઝલ મજાની.
very heart touching gazal
Very nicely written. Very happy to read some sensible literature.
હર્ષભાઈ,
હર્ષ બધું લાગશે નવતર મજાનું
તું માત્ર તારા વિચાર બદલી જો.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}