બદલી જો – હર્ષ બ્રહ્મભટ્ટ

[‘શબ્દસૃષ્ટિ’ એપ્રિલ-2011માંથી સાભાર.]

હાથની તું લકીર બદલી જો,
મનની પેઠે શરીર બદલી જો.

છે બધા મોહતાજ પૈસાના,
કોઈ અસલી ફકીર બદલી જો.

લાગશે સર્વ ગયું બદલાઈ,
માત્ર દષ્ટિ લગીર બદલી જો.

તુંય સ્પર્શે તો થૈ જશે કંચન,
છોડ આળસ, કથીર બદલી જો.

હોય હિંમત, બદલ દિશા તારી,
કાં પછી આ સમીર બદલી જો.

કૈં જ વ્હેલું કે કૈં નથી મોડું,
છે ફક્ત મન અધીર, બદલી જો.

ના રહે માગવાપણું સ્હેજે,
ઓ હૃદય ! દાનવીર બદલી જો.

Leave a Reply to GG HERMA -GANDHINAGAR Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on “બદલી જો – હર્ષ બ્રહ્મભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.