કચ્છનું પાણી – અમૃત ‘ઘાયલ’

[આમ તો કચ્છ રણવિસ્તાર છે એટલે પાણી (જળ)નો અભાવ સહજ હોય, છતાં અહીં પાણી (ખમીર) ભરપૂર છે, એ વાત કવિ માર્મિક રીતે વ્યક્ત કરે છે. પ્રસ્તુત કૃતિ શ્રી રોહિત શાહ દ્વારા સંપાદિત ‘યશગાથા ગુજરાતની’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવી છે.]

ભાંભળું તોયે ભીંજવે ભાવે,
વણબોલાવ્યું દોડતું આવે
હોય ભલે ના આંખની ઓળખ,
તાણ કરીને જાય એ તાણી,
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !

જાય હિલોળા હરખે લેતું,
હેતની તાળી હેતથી દેતું.
હેત હરખની અસલી વાતું,
અસલી વાતું જાય ન નાણી,
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !

આગવી બોલી બોલતું જાયે,
પંખી જેમ કલ્લોલતું જાયે,
ગુંજતું જાયે ફૂલનું ગાણું,
વેરતું જાયે રંગની વાણી,
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !

સ્નેહનું પાણી શૂરનું પાણી,
પોતના પ્રચંડ પૂરનું પાણી,
હસતું રમતું રણમાં દીઠું,
સત અને સિન્દૂરનું પાણી,
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on “કચ્છનું પાણી – અમૃત ‘ઘાયલ’”

Copy Protected by Chetan's WP-Copyprotect.