કચ્છનું પાણી – અમૃત ‘ઘાયલ’

[આમ તો કચ્છ રણવિસ્તાર છે એટલે પાણી (જળ)નો અભાવ સહજ હોય, છતાં અહીં પાણી (ખમીર) ભરપૂર છે, એ વાત કવિ માર્મિક રીતે વ્યક્ત કરે છે. પ્રસ્તુત કૃતિ શ્રી રોહિત શાહ દ્વારા સંપાદિત ‘યશગાથા ગુજરાતની’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવી છે.]

ભાંભળું તોયે ભીંજવે ભાવે,
વણબોલાવ્યું દોડતું આવે
હોય ભલે ના આંખની ઓળખ,
તાણ કરીને જાય એ તાણી,
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !

જાય હિલોળા હરખે લેતું,
હેતની તાળી હેતથી દેતું.
હેત હરખની અસલી વાતું,
અસલી વાતું જાય ન નાણી,
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !

આગવી બોલી બોલતું જાયે,
પંખી જેમ કલ્લોલતું જાયે,
ગુંજતું જાયે ફૂલનું ગાણું,
વેરતું જાયે રંગની વાણી,
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !

સ્નેહનું પાણી શૂરનું પાણી,
પોતના પ્રચંડ પૂરનું પાણી,
હસતું રમતું રણમાં દીઠું,
સત અને સિન્દૂરનું પાણી,
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ઓલટાઈમ ગ્રેટ પોએટ : ‘કલાપી’ – રમેશ ઠક્કર
બદલી જો – હર્ષ બ્રહ્મભટ્ટ Next »   

11 પ્રતિભાવો : કચ્છનું પાણી – અમૃત ‘ઘાયલ’

 1. Manoj says:

  ઘયલ સહેબે ખરેખર કચ્છ ની ખરી ઑદખ આપી

  • niraj says:

   મને આજે કંઇક નવુ વાંચવા મળ્યુ હોઇ એવુ લાગ્યુ…

 2. pragnaju says:

  સ્નેહનું પાણી શૂરનું પાણી,
  પોતના પ્રચંડ પૂરનું પાણી,
  હસતું રમતું રણમાં દીઠું,
  સત અને સિન્દૂરનું પાણી,
  વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !
  સુંદર રચના
  યાદ

  કમજોરથી અમે નથી કરતા મુકાબલો;
  કોણે કહ્યું કે ‘મોતથી પંજો લડાવશું ?’

  મૃગજળને પી જશું અમે ઘોળીને એક દી,
  રણને અમારી પ્યાસનું પાણી બતાવશું.

 3. Hitesh Mehta says:

  કછી લોકો નિ તો વાત જ કોઇ અલગ છે…..

 4. Mitul Trivedi says:

  “વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !”

  આનંદ થયો સાંભળી આપની વાણી.

  વાહ !

 5. શુચિતા જોશિ says:

  ઘાયલ સાહેબની આ રચના ખુબ જ સરસ છે .અમારા કચ્છ માં ” જળ ” ઓછું છે એ ખરું પરંતુ “પાણી ” ગણું છે .
  કચ્છના મેઘાણી દુલેરાય કારાણી
  લખે છે
  “મી વગર જે હન મુલક્મે મી વના મોલ થીયન
  પાણી વગર જે હન મુલક્મે પાણી વારા માંડું થીયન “

 6. ખુબ સરસ કાવ્ય …. અને મને ક્ચછિ હોવનો ગર્વ છે.

 7. હરેશ ત્રિપાઠી says:

  ‘ઘાયલ ‘ સાહેબની આ શબ્દોની “લિજ્જત”
  તેની અસલ અદા ભુજ – કચ્છ માં
  “જીવંત” માણવા પર મને ગૌરવ છે..

 8. bhavika oza says:

  બહુ સરસ્

 9. BRIJESH VYAS says:

  થોડા શબ્દો મા સમગ્ર કચ્છની છબી દર્શાવી છે.

 10. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  સતી,જતી,શૂરાનું ટેકીલું પાણી … હેતના હિલોળા લેતું પાણી …તાણ કરીને ઘેર તાણી જતું પાણી … ભાંભળું તોયે હેતાળવું પાણી અને જળ ઓછું પણ પાણીદાર એવું કચ્છનું પાણી આખા વિશ્વમાં વખણાય છે, ઘાયલ સાહેબ.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.