બ્રહ્મચર્ય શા માટે ? – ભાણદેવ

[ ‘બ્રહ્મચર્ય’નો અર્થ છે સંયમિત અને સ્વસ્થ જીવનપદ્ધતિ. આજે ભોગવાદને પરિણામે માનવીનું મન એટલું બેકાબૂ બન્યું છે કે તેને ‘સંયમ’ શબ્દ સાંભળીને હસવું આવે છે ! ફિલ્મો, ઈન્ટરનેટ, રસ્તા પરના હોર્ડિંગો, અશ્લીલ સાહિત્ય તથા અખબારની કૉલમો યુવામાનસને સતત વિક્ષુબ્ધ કર્યા જ કરે છે. સાચું માર્ગદર્શન આપવા કોઈ તૈયાર નથી કારણ કે તે સૌનો ધંધો આની પર જ ચાલે છે ! આજના સંદર્ભમાં બ્રહ્મચર્ય કઈ રીતે પ્રસ્તુત છે એની સુંદર વાતો આ લેખમાં શ્રી ભાણદેવજીએ વૈજ્ઞાનિક ઢબે કરી છે, જે સૌ યુવાજગતને ઉપયોગી થશે એવી આશા છે. તેમનો આ લેખ ‘જીવનના રહસ્યો’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યો છે. – તંત્રી.]

પૃથ્વી પર વસતા સર્વ માનવો નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરે, તેવી અપેક્ષા નથી અને તે શક્ય પણ નથી. પરંતુ આનો અર્થ એમ પણ નથી કે બ્રહ્મચર્યનો કોઈ મહિમા નથી કે બ્રહ્મચર્ય નિરર્થક છે. યુગની અસર માનવની વિચારધારા પર થાય છે. આ બધું છતાં બ્રહ્મચર્યનો મહિમા અને મૂલ્ય તો જે છે તે જ છે. એટલે હવે આપણી સમક્ષ સ્વાભાવિક પ્રશ્ન ઉપસ્થિત થાય છે – બ્રહ્મચર્યનું મૂલ્ય શું છે ? અર્થાત્ બ્રહ્મચર્ય શા માટે ?

(1) સત્યની પ્રાપ્તિ માટે અસત્યનો ત્યાગ કરવો જોઈએ. પ્રકાશની પ્રાપ્તિ માટે અંધકારનો ત્યાગ કરવો જોઈએ. યથાર્થની પ્રાપ્તિ માટે આભાસનો ત્યાગ કરવો જોઈએ. બિંબની પ્રાપ્તિ માટે પ્રતિબિંબનો ત્યાગ કરવો જોઈએ. ઈચ્છાનો ભોગ અને ઈચ્છાના ઉપભોગ દ્વારા મળતા સુખનું સ્વરૂપ શું છે ? જીવન મૂલતઃ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. આનંદ તેનું સ્વરૂપગત તત્વ છે. આમ છતાં જીવ તુચ્છ સુખોની પ્રાપ્તિ માટે રઘવાયો બન્યો છે. આમ શા માટે બન્યું ? કોઈક અગમ્ય અચિંત્ય કારણસર જીવ પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપને અજ્ઞાનવશ ભૂલી જાય છે. પાણીને તૃષા લાગવા જેવી ઘટના બને છે. આ સ્વરૂપ વિસ્મૃતિમાંથી એક અભાવ ઊભો થાય છે. આ અભાવ વાસ્તવિક અભાવ નથી; અજ્ઞાનવશ ઊભો થયેલો કાલ્પનિક અભાવ છે. આ અભાવને ભરવા માટે જીવ અનેકવિધ ઈચ્છાઓ – કામનાઓની પૂર્તિ દ્વારા પ્રયત્ન કરે છે. ઈચ્છાઓની પૂર્તિ દ્વારા એક પ્રકારની સુખાનુભૂતિ પણ થાય છે.

આ સુખાનુભૂતિનું સ્વરૂપ શું છે ? સુખ આનંદનો આભાસ છે. આનંદ આપણું સ્વરૂપ છે, તેથી આનંદ યથાર્થ, શાશ્વત અને પરિપૂર્ણ હોય છે. સુખ તો ઈન્દ્રિયોના ભોગ દરમિયાન અનુભવાતું આનંદનું પ્રતિબિંબ છે, આનંદનો આભાસ છે. તેથી જ સુખ આભાસી, ક્ષણિક અને આંશિક હોય છે. સુખનો અનુભવ જીવને ક્યારેય પરિતૃપ્તિ આપતો નથી. આમ બનવાનું કારણ એ છે કે સુખ પ્રતિબિંબ છે. દર્પણમાં પ્રતિબિંબિત થયેલો અગ્નિ કોઈની ઠંડી ઉડાડી શકે નહિ. તે માટે તો પ્રતિબિંબને છોડી બિંબસ્વરૂપ મૂળ અગ્નિ પાસે પહોંચ્યે જ છૂટકો છે.

કામોપભોગ શું છે ? કામોપભોગમાં અનુભવાતું સુખ શું છે ? કોઈ પણ તીવ્ર ઉત્તેજના દરમિયાન તન્મયતાનું નિર્માણ થાય છે. આ તન્મયતાને કારણે ચિત્તવૃત્તિનો ક્ષણભર નિરોધ અનુભવાય છે. આ ક્ષણિક ચિત્તવૃત્તિ નિરોધ દરમિયાન ચિત્તમાં આત્માનો આનંદ પ્રતિબિંબિત થાય છે. આ પ્રતિબિંબ કે આભાસનો અનુભવ તે જ કામોપભોગજન્ય સુખાનુભૂતિ છે. જ્યાં સુધી માનવી આભાસી સુખમાં રમમાણ રહે ત્યાં સુધી તેની સાચા અને યથાર્થ આનંદ તરફ ગતિ થઈ શકે ? સાચા આનંદની પ્રાપ્તિ માટે આભાસી સુખાનુભવનો ત્યાગ કરવો જોઈએ. સંયમ સત્ય તરફ દોરી જાય છે, ભોગ નહિ. આટલું સમજાય તો બ્રહ્મચર્યનો મહિમા સમજવાનું કાર્ય કઠિન નથી.

(2) આપણે સમજી લેવું જોઈએ કે અસ્તિત્વગત તરીકે કામોપભોગ શા માટે છે ? કામનો હેતુ શો છે ? કામનો અસ્તિત્વગત હેતુ પ્રજનન છે, વંશવૃદ્ધિ છે, સૃષ્ટિનો વિસ્તાર છે, જાતિગત અસ્તિત્વની જાળવણી છે. પરંતુ તેમ થવાને બદલે માત્ર ઈન્દ્રિયસુખ માટે જ તેનો ઉપયોગ કરવામાં આવે તો ? તો તે ઋતના નિયમનો ભંગ છે. કામતત્વ માનવશરીરમાં મૂકવામાં આવ્યું છે, તે તો વંશની જાળવણી માટે છે, ભોગ માટે નથી. આમ છતાં કામતત્વનો ઉપયોગ ભોગ માટે જ થવા માંડ્યો છે. આ ભોગવાદ અસ્તિત્વની વ્યવસ્થાથી વિરુદ્ધ છે. અસ્તિત્વની એક વ્યવસ્થા છે. આ વ્યવસ્થાનો ભંગ કરનારને અસ્તિત્વ સજા કરે છે. સિફીલસ, એઈડ્સ ભોગીને થાય છે, સંયમીને નહિ. આ અસ્તિત્વગત વ્યવસ્થા છે.

(3) કામ અને કામોપભોગ સ્વરૂપતઃ પાપ નથી. પરંતુ તેમનામાંથી અનેક પાપો જન્મી શકે છે. કામનો અંધ વેગ એવો પ્રબળ છે કે તે માનવીના વિવેકને નષ્ટભ્રષ્ટ કરી નાખે છે. કામને પાપ ન ગણવાનું કારણ એ છે કે તે સ્વરૂપતઃ પ્રાકૃતિક છે. જે પ્રાકૃતિક હોય તેને મૂળભૂત રીતે પાપ ગણી શકાય નહિ. આમ સ્વરૂપતઃ કામ પાપ ન હોવા છતાં માનવ ચેતનામાં તેણે એવું સ્વરૂપ ધારણ કર્યું છે કે તે આખલાને છૂટો મૂકવામાં આવે તો તે માનવજીવનને છિન્નભિન્ન કરી નાખી શકે છે. તેથી જ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે –
काम एष क्रोध एष रजोगुणसमुदभवः ।
महाशनो महापाप्मा विद्येनमिह वैरिणम् ।।
શ્રી ભગવાન કહે છે : ‘રજોગુણમાંથી ઉત્પન્ન થયેલ આ કામ છે, આ ક્રોધ છે. તે અતિશય ખાનાર અર્થાત કદી તૃપ્ત ન થનાર છે. તે પાપી છે અર્થાત પાપનું મૂળ છે, તેને તું વેરી જાણ અર્થાત તે જ માનવીને બળપૂર્વક પાપમાં નિયોજે છે.’

(4) ભોગ દ્વારા કામમુક્તિ કે કામતૃપ્તિ અશક્ય છે. જીવનભર યથેચ્છ ભોગ ભોગવ્યા છતાં યયાતિ મહારાજને શાંતિ ન થઈ એટલે તેમણે પોતાના પુત્ર કુરુ પાસે યૌવન માગ્યું. કુરુએ આપ્યું. ફરીથી દીર્ઘકાળ પર્યંત ભોગ ભોગવ્યા છતાં યયાતિ મહારાજની કામેચ્છા પૂરી ન થઈ. આ અનુભવને આધારે યયાતિ મહારાજ કહી ગયા છે :
यत्पृथिव्यां व्रीहि यवं हिरण्यं पशवः स्त्रियः ।
न दुह्यन्ति मनः प्रीति पुंसः कामहतस्य ते ।।
न जातु कामः कामानामुपभोगेन शाम्यति ।
हविषाकृर्ष्णवर्त्मेव भूय एवाभिवर्धति ।। (श्रीमद् भागवत)

‘પૃથ્વીમાં જેટલું ધાન્ય છે, સુવર્ણ છે, પશુઓ છે, સ્ત્રીઓ છે (તે બધું મળે તો પણ) કામ પીડિત લોકોને તે તૃપ્તિ આપી શકે નહિ. જીવની કામવૃત્તિ કામોપભોગથી શાંત થતી નથી, પરંતુ ઘી દ્વારા જેમ અગ્નિ વધુ ને વધુ પ્રજ્વલિત થાય છે, તેમ (ભોગ દ્વારા કામવૃત્તિ) વધુ પ્રબળ બને છે.’ માનવી કામોપભોગ તરફ જાય છે – કામતૃપ્તિ માટે, પરંતુ એ તો નિશ્ચિત સિદ્ધાંત છે કે કામોપભોગ દ્વારા કામતૃપ્તિ શક્ય જ નથી. હવે જે ઉપાયથી ઈચ્છિત ધ્યેય સિદ્ધ ન જ થવાનું હોય તે ઉપાય લેવો જ શા માટે ? જે સ્થાને પહોંચવું છે, તે સ્થાને પહોંચવા માટે કાર્યક્ષમ ન હોય તે માર્ગ લેવો જ શા માટે ? ઈચ્છાની ભુક્તિના આનંદ કરતાં ઈચ્છામાંથી મુક્તિનો આનંદ સહસ્ત્રગુણ અધિક હોય છે. તેથી બ્રહ્મચર્ય અર્થાત સંયમનો રાજમાર્ગ જ સાચો જીવનપથ છે. ભોગને રવાડે ચડીને ખુવાર થઈ જવા કરતાં સંયમના માર્ગે જઈને શાંતિ અને સ્વાસ્થ્યની જાળવણી કરવી, તે વિવેકનો માર્ગ છે.

(5) જીવનમાં એક વ્યવસ્થા છે, એક ઘણી ગહન વ્યવસ્થા છે. દષ્ટાઓએ આર્ષદષ્ટિથી જોયું છે કે જીવનવ્યવસ્થા એક મહાન નિયમને અનુસરે છે. આ મહાનિયમ છે – ઋતનો નિયમ. આપણાં મહાવ્રતો આ ઋતના નિયમના જ સ્વરૂપો છે. આ મહાવ્રતોમાંનું એક વ્રત છે – બ્રહ્મચર્ય. તેથી બ્રહ્મચર્ય ઋતના નિયમમાંથી ફલિત થાય છે. સંયમી જીવનપદ્ધતિ ઋતને અનુસરનારી જીવનપદ્ધતિ છે અને ઉચ્છૃંખલ જીવનપદ્ધતિ ઋતના નિયમનો ભંગ કરનારી જીવનપદ્ધતિ છે. બ્રહ્મચર્ય સંયમનું જ એક સ્વરૂપ છે. અવૈધકામાચાર અને અતિભોગ, બંને ઋતના નિયમનો ભંગ છે, તેથી જ બ્રહ્મચર્યને બ્રહ્મપ્રાપ્તિ માટેની ચર્યા ગણેલ છે.

(6) જીવનનો હેતુ છે – સચ્ચિદાનંદની પ્રાપ્તિ. માનવમાં ગુપ્ત રીતે કે પ્રગટ રીતે સચ્ચિદાનંદની પ્રાપ્તિની અભિપ્સા હોય જ છે. આ અભીપ્સા જ આપણા જીવનને સતત ગતિમાન રાખે છે. આ અભીપ્સા આપણું મહામૂલું ધન છે. અભીપ્સાની જાણવણી અને તેનું પ્રાગટ્ય આપણા જીવનવિકાસ માટે અનિવાર્ય છે. અભીપ્સા મંદ બને તો જીવનગતિ મંદ બને છે અને અભીપ્સા જ્વલંત બને તો જીવનગતિ જ્વલંત બને છે. બ્રહ્મચર્ય અભીપ્સાની જાણવણીની ચાવી છે. જેનાં મન અને પ્રાણ વેરણ-છૂરણ બની જાય, જેની જીવનશક્તિ અનેક માર્ગે વહેવા માંડે તેની અભીપ્સા પ્રબળ અને એકાગ્ર બની શકે નહિ અને રહી શકે નહિ. જેના મન, પ્રાણ અને શરીર સંયમિત રહે છે, તેની જીવનધારાની ગતિ અખંડ અને સમતોલ રહે છે. બ્રહ્મચર્ય માત્ર શરીરનો સંયમ નથી. તે શરીર, પ્રાણ અને મનનો સંયમ છે. બ્રહ્મચર્ય એટલે જીવનશક્તિને સંયમિત રાખીને ઊર્ધ્વ દિશામાં વાળવાની કળા. બ્રહ્મચર્ય એટલે સચ્ચિદાનંદની પ્રાપ્તિ માટેની અભીપ્સાની જાળવણીની ચાવી. બ્રહ્મચર્યનો આવો મહિમા છે, તેથી જ તો બ્રહ્મચર્યને ‘બ્રહ્મચર્ય’ જેવું ગૌરવપ્રદ નામ મળ્યું છે.

(7) અધ્યાત્મ એટલે ચેતનાનું ઊર્ધ્વીકરણ. અધ્યાત્મ એટલે જીવનનું ઉન્નયન. ભોગ અનૈતિક કે અવૈધ ન હોય તોપણ તેમાં ચેતનાનું અધોગમન થાય જ છે. આમ શા માટે અને કેવી રીતે થાય છે, તેવો પ્રશ્ન જ નથી. ભોગનું સ્વરૂપ જ એવું છે કે તેમાં ચેતના નીચી આવે જ છે. કામ પાપ નહિ હોવા છતાં તે એક અંધ પ્રેરણા છે, તે એક પશુવૃત્તિ છે, પશુપ્રવૃત્તિ છે. પશુપ્રવૃત્તિમાં ઊતરવાથી ચેતના પશુતાની ભૂમિકાએ અર્થાત નિમ્નભૂમિકાએ ઊતરે તે દીવા જેવું સ્પષ્ટ છે. તેથી જ અધ્યાત્મપથના પથિકો માટે બ્રહ્મચર્યનો આવો ભારે મહિમા ગવાયો છે. ચેતનાનું ઊર્ધ્વીકરણ અને કામોપભોગ દ્વારા ચેતનાનું અધોગમન – આ બંને ક્રિયાઓ એક સાથે ચાલુ રાખવી, તે બે વિરુદ્ધ દિશામાં દોડતા ઘોડા પર એકસાથે બેસવા જેવી ઘટના છે.

(8) આયુર્વેદ અને યોગના ગહન દર્શન પ્રમાણે સપ્તમધાતુ (વીર્ય)નો ઉચિત પદ્ધતિથી સંચય અને રક્ષણ કરવામાં આવે તો તેમાંથી અષ્ટમ તત્વ ઓજસનું નિર્માણ થાય છે. આ અષ્ટમધાતુ ઓજસ જીવનશક્તિ છે. આ ઓજસ દ્વારા આપણાં શરીર-પ્રાણ-મન વિશેષ ચેતનવંતા બને છે. વિષ્ણુ સહસ્ત્રનામમાં ‘ઓજસ’ને ભગવાનનું એક નામ ગણવામાં આવેલ છે. આવા મહિમાવાન ઓજસના નિર્માણ માટે બ્રહ્મચર્યનું મૂલ્ય છે.

(9) શરીર-મનની શક્તિઓ અને તેમના સ્વાસ્થ્ય માટે પણ બ્રહ્મચર્ય મૂલ્યવાન છે. આધુનિક મનોવિજ્ઞાન અને આધુનિક શરીરવિજ્ઞાનમાં હજુ સુધી બ્રહ્મચર્યનો મહિમા સ્વીકારાયો નથી. પરંતુ જો તેમની દષ્ટિ સત્ય તરફ હશે તો, જો તેઓ સત્યની શોધ ચાલુ રાખશે તો, આજે નહિ તો કાલે તેમણે બ્રહ્મચર્યનો મહિમા સ્વીકારવો પડશે. સત્યને ક્યાં સુધી અવગણી શકાય છે ? રસ, રક્ત, માંસ, મેદ, મજ્જા, અસ્થિ અને વીર્ય – આ સાત ધાતુ એક પ્રવાહની સાત અવસ્થા છે. એક સ્થળે થતા સંચય અને વ્યયની સર્વ પર અને તે રીતે સમગ્ર શરીર પર અસર પડે જ છે. તેથી સપ્તમ ધાતુની રક્ષા તે સાતે ધાતુની જ રક્ષા છે અને તે રીતે સમગ્ર શરીરની રક્ષા છે. અવૈધભોગી અને અતિભોગીના વર્તન અને માનસિક અવસ્થા તરફ નજર નાખો. તેમની જીવનપદ્ધતિ અને તેમની માનસિક ગૂંચો જોવામાં આવે તો તુરત જ બ્રહ્મચર્ય અને સંયમી જીવનપદ્ધતિનો મહિમા સમજી શકાશે. વિજ્ઞાનની પ્રયોગશાળામાં સાબિત થયું હોય કે ન થયું હોય, જીવનની પ્રયોગશાળામાં હજારો વર્ષથી સિદ્ધ થઈ ચૂક્યું છે કે શરીર અને મન, બંનેના સ્વાસ્થ્ય અને શક્તિ માટે બ્રહ્મચર્ય – સંયમી જીવનનું ઘણું મૂલ્ય છે.

(10) સામાજિક સુખાકારી માટે પણ સંયમી જીવનપદ્ધતિ જ ઉચિત પદ્ધતિ છે. ભોગને જ જીવનનો એકમાત્ર પુરુષાર્થ માનનાર સમાજ તરફ નજર નાખો. તેમની કુટુંબવ્યવસ્થાની શી દશા થઈ છે ? તેમના બાળકોની શી વલે થઈ છે ? અતિભોગવાદ અને ઉચ્છૃંખલ જીવનપદ્ધતિ માત્ર વ્યક્તિને જ નહિ પણ સમગ્ર સામાજિક વ્યવસ્થાને પણ રફે-દફે કરી નાખે છે. કોઈ પણ સમાજ સંયમના પાયા વિના લાંબો સમય ટકી શકતો નથી. અતિભોગવાદ સમાજને વિનાશની ગર્તા તરફ ધકેલી દે છે. એક પત્નીવ્રત, સંયમી જીવનપદ્ધતિ, બ્રહ્મચર્ય, અવૈધ સંબંધોનો ઈન્કાર – સામાજિક સુખાકારીના આ સાચા પાયા છે. મુક્તકામસંબંધો આખરે સામાજિક વ્યવસ્થા અને સામાજિક સુખાકારી માટે ઘાતક નીવડે છે.

સંયમી જીવનપદ્ધતિ દ્વારા વ્યક્તિગત અને સામાજિક સાત્વિકતાની રક્ષા કરી શકાય છે. પતનને માર્ગે કલ્યાણની આશા ન રાખી શકાય.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous વેદનાની આરપાર નિહાળેલો આનંદ – ભૂપત વડોદરિયા
આપણે આપણાં બાળકોની નજરે – સુરેશ પ્રજાપતિ Next »   

28 પ્રતિભાવો : બ્રહ્મચર્ય શા માટે ? – ભાણદેવ

 1. જગત દવે says:

  ભાણદેવજીએ ગીતાજીનાં નીચેનાં શ્લોક ને કેમ અવગણ્યો હશે?

  युक्ताहार विहारस्य युक्त चेष्टस्य कर्मसु ।
  युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखहा ।।

  કદાચ….ગીતાજીમાં ભગવાને એ “બ્રહ્મચર્ય નું પાલન કરજે” તેવું કહેવાનું ટાળ્યું છે.

  અમુક સવાલો પણ થાય છે.

  બ્રહ્મચર્ય જેવા સિધ્ધાંતનું પાલન કર્યા વગર પણ વિદેશીઓ વિજ્ઞાન, રમત-ગમત, યુધ્ધો વિ. માં સતત વિજેતા કેમ બન્યા છે?

  આપણાં કહેવાતા બ્રહ્મચારીઓ નાં ચહેરાંઓ અને શરીર કેમ નિષ્તેજ અને ક્ષીણ દેખાતા હોય છે?

  એ વાત સાચી કે…..ફિલ્મો, ઈન્ટરનેટ, રસ્તા પરના હોર્ડિંગો, અશ્લીલ સાહિત્ય તથા અખબારની કૉલમો માં મર્યાદાઓનું પાલન નથી થતું પણ તેને છુપાવી રાખવાથી પણ પવિત્ર સમાજની ખાત્રી મળતી નથી. ભારતની વસ્તી આઝાદી પછીનાં દસ વર્ષોમાં બમણી થઈ ગઈ હતી. એ સમયમાં તો સમાજમાં વિવિધ બંધનો, ધાર્મિકતા, મર્યાદાશીલતા, આદર્શવાદ આજની પેઢી કરતાં પણ વધારે હતો છતાં પણ કેમ એમ થયું હશે????? તેઓ “કામ” પર કાબુ રાખવામાં કેમ સફળ નહી રહ્યા હોય????

  તંત્રીશ્રી ને લેખ યુવાજગતને ઉપયોગી થશે એવી આશા છે પણ……આ લેખ યુવાનો ને સમજાય તેવી ભાષામાં પણ લખાયો નથી. અત્યંત અઘરા શબ્દો અને વાક્ય પ્રયોગોથી તેને ચાલાકીપૂર્વક ગુંચવણભર્યો બનાવી દીધેલ છે

  • rutu says:

   જગતભાઇ
   હુ તમારી સાથે પૂર્ણરીતે સહમત છું.
   “આઝાદી પછીનાં દસ વર્ષોમાં બમણી થઈ ગઈ હતી. એ સમયમાં તો સમાજમાં વિવિધ બંધનો, ધાર્મિકતા, મર્યાદાશીલતા, આદર્શવાદ આજની પેઢી કરતાં પણ વધારે હતો છતાં પણ કેમ એમ થયું હશે????? તેઓ “કામ” પર કાબુ રાખવામાં કેમ સફળ નહી રહ્યા હોય????”
   આ સવાલ તો મારા મનમાં પણ છે.

 2. jigar says:

  THIS TYPE OF ARTICLE IS VERY USE FULL FOR YOUTH IN iNDIA, I DONT AGREE WITH COMMENT OF JAGAT DAVE. iT YOU WANT TO WIN FROM OTHER U MUST HAVE SELECT THE PATH OF BHARMCHARYA.BUT WE CANT FORCE TO SOME ONE TO HAVE BHARMCHARYA, BUT THE PERSON WHO KNOW THE ORIGINAL BENIFIT OF BHARMCHARYA WILL FOLLOW THE THE BHARMCHARYA. SO FAR MY KNOWLEDGE IS CONCERN THE MOST OF OUR LEADER FOLLOW THIS RULE LIKE GHANDHI,VINOBA, NOW DAYS MODI,VAJPAYEE, OTHER RSS LEADER, I THINK THEY CAN DO ALL BECAUSE THEY FOLLOW THE BHARAMCHARYA IN LITTLE WAY OR HIGH WAY.

  • Vijay Patel says:

   હુ સહમત ચ્હુ દીવાની જ્યોત જેવુ સત્ય ઍ

 3. Prashant Kaushik says:

  This is a good article. In this modern society , we student should obey BRAHMCHARY . I also try to obey it and i get success not too much but previous than better . I want to know about Point number 8 with better details.
  Give me as early as possible.

 4. ઈન્દ્રેશ વદન says:

  આપણા કહેવાતા સાધુ-સંતોએ બ્રહ્મચર્ય ‘શબ્દ’ને અતિરેકતાથી વાપરીને તેનો જ પૂરેપૂરો અપભ્રંશ કરી નાંખ્યો છે.
  ભગવદ ગીતા પ્રમાણે એક પત્નીત્વ પણ બ્રહ્મચર્ય જ છે.
  જગતભાઈના વિચાર થી તદ્દન સંમત. કેટલા વર્ષો પછીથી ભારતના રમતવીરે ઓલિમ્પિકમાં ગોલ્ડમેડલ જીત્યો હતો? તે પણ તીરંદાજીમાં, જેમાં શારિરીક બળની જરુર સાપેક્ષ રીતે ઓછી છે.
  નંબર ૮ માટેઃ શરીરના ગુણધર્મ પ્રમાણે તે જરુરી તત્વો અને સત્વો ઉત્પન્ન કરતુ જ રહે છે, જેમકે લોહીમાં હિમોગ્લોબીન, દાંત માટે ઈનેમલ, પાચક એસિડ, અને બીજુ ઘણુ બધુ, તેમાં સપ્તમ ધાતુ પણ આવી જાય છે.
  યુવાનોને શિખવાડવા માટે ઘણુ બધુ છે જેનાથી તેમનુ પોતાનુ અને સમાજનું કલ્યાણ થઈ શકે. પરંતુ કહેવાતા ધર્મગુરુઓ ને આ વિષય શિખવાડવો જ વધુ ગમે છે.

  • Gunvant says:

   પરંતુ કહેવાતા ધર્મગુરુઓ ને આ વિષય શિખવાડવો જ વધુ ગમે છે.

   યથા પ્રજા તથા રાજા. યથા પ્રજા તથા ધર્મગુરુ. શુ આપણે ધર્મગુરુને ભગવા કપડામા જોવાનુ પસન્દ કરતા નથી? એક અભ્યાસુ સ્વામીને મળવાનુ થયેલુ અને ભગવા કપડા બાબતમા ચર્ચા થઇ. એમનો અભીપ્રાય હતો કે ભગવા કપડા સમાજને જોવા ગમે એટલે પહેરતા હતા. નહીતર સમાજ એમને સ્વામી તરીખે સ્વીકારે નહી.
   I think we are hypocrate society when it comes to sex and sex education. We have different norms for self and for others. But I am sure બ્રહ્મચર્ય does not only mean going away from sex.
   પરંતુ કહેવાતા ધર્મગુરુઓ આપણને ગમે એવુ બોલે છે.

  • Chandu Lakhani says:

   I believe we have failed to grasp the underlying meaning of Brhamacharya.

   Excess is always injurious should be considered the real message, real belief, and should be, should have been the guiding principle.

   If the idea behind was accepted in its totality, and if everybody had followed it, think of the consequences. Possibility is neither you readers nor I, this contributor would be on this earth and debating the issue !

   Even the worldd population will be not 7 billion as it is now but perhaps would be in some decimals, if any. Leave to our esteemed readers’ imaagination to take it to logical conclusion!

   Besides, the Creator of the Universe has hardly that sort of message, i.e. total abstinence, in mind. If it were so, think of its logical consequences. Neither you nor I would be writing this -as we would likely not have been born !

   So we should interpret underlying meaning in a rather discrete manner.

   In ancient times and even during rercent times, we humans have been comparatively always barbaric, so to speak ! Therefore dharmgurus and thinking people advocated Brahmacharya, with a view to minimising, if not altogether abolish man’s inborn barbarism !

   So, idealistically, we can go on preaching it, but it was never accepted in its totality in past nor would it ever be accepted ever in future, in its totality !

   Besides, it is totally against the Law of Nature !

   It will be interesting to research to what extent, if at all, the idea of Brahmacharya was ever broached, preached or advocated by western dharmgurus or thinkers. We would be surprised if it ever was or to the extreme extent that our rushi-munis and gurujan did !

   I am a lay person and have written this as a lay person’s practical belief ! Take it or leave it for whatever it is worth. This is my view, this my say !

 5. pragnaju says:

  ઓશો જેવા મહાન અને ક્રાંતીકારક વીચારકને આપણે સમજ્યા જ નથી. જો કે, એમના ઉપદેશોના ખોટા અર્થ ઘણા થયા છે
  અમને ઓશોના આ વિચારો વધુ સ્પષ્ટ લાગે છે.
  રસ્તાના કિનારે કોલસાનો ઢગલો પડયો હોય છે. વૈજ્ઞાનિક કહે છે કે, હજારો વર્ષ પછી કોલસો જ હીરો બને છે. કોલસા ને હીરાની વરચે કોઈ રાસાયણિક તફાવત નથી. કોલસાનું ને હીરાનું પરિમાણ એક જ છે, બંનેનું રાસાયણિક મૌલિક સંગઠન સમાન છે. હીરો કોલસાનું જ રૂપાંતરિત રૂપ છે. હીરો કોલસો જ છે.
  હું કહેવા માગું છું કે સેકસ કોલસા જેવી છે, બ્રહ્મચર્ય હીરા જેવું. પરંતુ એ કોલસાનું જ બદલાયેલું રૂપ છે, એ કોલસાનું દુશ્મન નથી. એ કોલસાનું રૂપાંતર છે. એ કોલસાની સમજ દ્વારા નવી દિશામાં થયેલી યાત્રા છે. બ્રહ્મચર્ય સેકસનું વિરોધી નથી, સેકસનું રૂપાંતર છે. સેકસના દુશ્મનને બ્રહ્મચર્ય કદી પ્રાપ્ત થઈ શકતું નથી. બ્રહ્મચર્યની દિશામાં જવું હોય, જવું જરૂરી પણ છે, કારણ કે બ્રહ્મચર્યનું તાત્પર્ય શું છે? તાત્પર્ય એટલું જ કે પ્રભુનો અનુભવ મળે, ઇશ્વરના જીવન જેવું જીવન મળે. બ્રહ્મચર્ય અર્થાત્ બ્રહ્મની ચર્યા. બ્રહ્મ જેવું જીવન, બ્રહ્મ જેવા અનુભવની ઉપલબ્ધિ. પોતાની શકિતઓને સમજીને એનું રૂપાંતર કરવાથી એ શકય બને છે. રૂપાંતર થવાથી કામ રામના અનુભવમાં કેવી રીતે બદલાઈ જાય છે એની વાત હું કરીશ.
  પરંતુ મને ઘ્યાનથી સાંભળજો કે જેથી કોઈ ગેરસમજ પેદા ન થાય. જો કોઈ પ્રશ્ન ઉભો થાય તો ઇમાનદારીથી લખીને મને આપજો, જેથી કરીને હવે પછીના દિવસોમાં હું તમારી સાથે સીધી વાત કરી શકું. કોઈ પ્રશ્ન સંતાડવાની જરૂર નથી. જીવનમાં જે સત્ય છે તેને સંતાડવાનું કોઈ કારણ નથી. કોઈ સત્યની આનાકાની કરવાની જરૂર નથી. જે સત્ય છે તે સત્ય છે, આપણે આંખો બંધ રાખીએ કે ખુલ્લી.
  એક વાત હું જાણું છું. હું ધાર્મિક મનુષ્ય તેને કહું છું જેનામાં તમામ સત્યોનો સાક્ષાત્કાર કરવાની હિંમત હોય. જેમાનાં જીવનનાં સત્યોનો સામનો કરવાની ક્ષમતા નથી, જે એવા કમજૉર, કાયર, નપુંસક છે એ લોકો ધાર્મિક થાય એવી આશા રાખવી નકામી છે. હવે પછીના દિવસોમાં આ બાબત પર વિચાર કરવાનું નિમંત્રણ આપું છું કે જે વિષયો પર ઋષિમુનિઓ વાત કરે એવી આશા રાખવી કદાચ નકામી છે. કદાચ તમને સાંભળવાની આદત પણ નહીં હોય. તદાચ તમારું મન ડરે પણ ખરું, પરંતુ હું ઇરછું કે આ દિવસોમાં તમે બરાબર સાંભળવાનો પ્રયત્ન કરો. સંભવ છે કે કામ વિષેની સમજ તમને રામના મંદિરમાં પ્રવેશ અપાવી દે. મારી આકાંક્ષા આ જ છે. પરમાત્મા કરે ને એ આકાંક્ષા પૂરી થાય.
  મારી વાતો આટલા પ્રેમથી અને શાંતિથી સાંભળી તે બદલ અનુગ્રહિત છું. અંતે, તમારી અંદર બિરાજમાન પરમાત્માને પ્રણામ કરું છું. મારાં પ્રણામ સ્વીકાર કરશો.

  • હુ તમારી વાત સાથે સહમત છુ. ઓશોએ ખુબ જ ઓછા શબ્દોમાં કહ્યુ છે કે,

   ન ભોગો,
   ન ભાગો,
   વરન જાગો.

  • rohan says:

   ઓશોએ એમ પણ કહ્યુ છે કે જયા સુધી કોઇ વસ્તુની ભોગવવાની ઇરછા પુરીના થાય ત્યા સુધી .. એ વસ્તુ પ્રત્યેની તમારી ઘેલછા ક્યારેય તમારા મનમાથી નહી જાય્. પછી એ વસ્તુ ગમે તે હોય ધન કે મન્. અજ્વાળાના અહેસાસ માટે અંધકારનુ હોવુ જરુરી છે. અને અજવાળુ અને અંધારુ કઇ અલગ નથી. બન્ને માત્ર પ્રકાશની માત્રાનુ પ્રમાણ છે.
   so cheers to osho.. for sharing this knowledge.. and its upto us how we manipulate it..
   there should never be rigid rule for life… its individual’s choice. there are several ways to reach a goal, but ultimately its upto us how and when we reach it.

 6. mukesh says:

  ખુબજ સરસ અને સમજવાલાયક લેખ!!!

 7. Bihag says:

  As Bhagwan Ram said to Laxman- “Santulan” and “Parivartan” are laws of “Prakruti”. Brahmacharya should be exercised in accordance to an individual’s circumstances and preferences. One size doesn’t fit all. Overexercising Brahmacharya will bring about murderous resentment since you are suppressing the Natural Instinct. અતિ સર્વત્ર વર્જયેત્ I

 8. Ashish Dave, Sunnyvale, California says:

  To have a body and not be able to experience… it is a waste. To deny a natural part of ourselves … is to deny our spirituality.

  Ashish Dave

 9. Nitin Vaghela says:

  In simple word- Brahmcharya is like to build a Dam on a river so u can use collected water for the development but the sametime open the door in rainy seasons when it overflow.

 10. vinodraymajithia says:

  બધાને એકજ સવાલ
  તમે તમારા શરીરને કેટલું જાણો છો ?

 11. Nilesh says:

  भगवान शंकर कहते हैं :

  सिद्धे बिन्दौ महादेवि किं न सिद्धयति भूतले |

  ‘हे पार्वती! बिन्दु अर्थात वीर्यरक्षण सिद्ध होने के बाद कौन-सी सिद्धि है, जो साधक को प्राप्त नहीं हो सकती ?’

  साधना द्वारा जो साधक अपने वीर्य को ऊर्ध्वगामी बनाकर योगमार्ग में आगे बढ़ते हैं, वे कई प्रकार की सिद्धियों के मालिक बन जाते हैं | ऊर्ध्वरेता योगी पुरुष के चरणों में समस्त सिद्धियाँ दासी बनकर रहती हैं | ऐसा ऊर्ध्वरेता पुरुष परमानन्द को जल्दी पा सकता है अर्थात् आत्म-साक्षात्कार जल्दी कर सकता है |

  • mr.patel says:

   તુ એક દમ સચુ બોલ્યો નિલેશ એક્દમ ……….

   બઆ મા બ્રહ્મ્ચર્ય સર્ ઉન્ચુ સે…

 12. Chaitanya says:

  Really good post for students. Every students of todays world must follow it as today students dont keeping virya and masterbating. point 8 is good.

 13. Komal patel says:

  Sir, thanks a lot. This article change my life, when i read this article first time i like it so much. Then i read more about bramcharya and its benefit and then after i realize the power of ojas. I try my best to gain ojas power with the help of bramcharya………….. Thanks once again

 14. Prof.Mahesh says:

  Really, Brahamcharya is the ‘Amrit” of this world….if u want to know it, put into practice for only some months and u will know the power……..this is the matter of practice not discussion..u can’ t understand its’ power without practice…so please Jagat Bhai Try is…and enjoy the pupreme power within u… May God Bless All

 15. Sagar says:

  Really,this is the best article. In today’s modern life,every young man must try to follow it to be successful.

 16. Akshay Khalas says:

  તંત્રીશ્રી નો લેખ યુવાજગતને ઉપયોગી છે.તેમણે તે દિશા માં પહેલ કરી છે તેથી આભાર અને ખુબ જ સુંદર પ્રયત્ન.
  ભારતીય સંસ્કૃતિ અને વિચાર પ્રણાલી વિશ્વ માં શ્રેષ્ઠ રહી છે. પણ આજે આપણે બધા જ પશ્ચિમી દેશો નું આંધળું અનુકરણ કરવામાં લાગી ગયા છીએ. યાદ રહે કે વિશ્વ ની ૬૮ વિવિધ સંસ્કૃતિઓ માંથી આજે આપણી જ ભવ્ય સંસ્કૃતિ ટકી શકી છે.તેનું એક માત્ર કારણ કે આપણા ઋષિ-મુનીઓ એ આપણને આપેલા ૪ આશ્રમો અને કુટુંબ સંસ્થા.
  બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ,વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ, વાત બ્રહ્મચર્ય ની છે તેથી શરુ થી વાત માંડીએ.
  બ્રહ્મચર્યાશ્રમ એ શરૂઆત નો જ એક અગત્ય નો આશ્રમ છે.જેમાં બટુક કે યુવાન યજ્ઞોપવીત ધારણ કરી ને ઋષિ ઘરે કે આશ્રમ માં અભ્યાસ માટે જાય છે અને અભ્યાસ માં પોતાનું સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરતો હોય છે જેથી સારામાં સારો અભ્યાસ થઇ શકે.વધુ તે ગુરુ ના આશ્રમ માં રેહતો હોવાથી જગત ના બાહ્ય આકર્ષણો થી પરે રહે છે.બ્રહ્મ મુહુર્ત માં ઉઠવાને કારણે તેની વીર્ય શક્તિ સ્ખલિત પણ થતી નથી.
  દિવસ દરમ્યાન પોતાની ઇન્દ્રિયો ની બધી જ શક્તિ વેડફાતી ના હોવાને કારણે તે શક્તિ તેની બુદ્ધિ ને મળતી.આનાથી બુદ્ધિ નું તેજસ્વી પ્રજ્ઞા માં રૂપાંતર થતું. સૂર્ય ના કિરણો ને જો ફેલાઈ જતા રોકવામાં આવે અને બહિર્ગોળ કાચ થી એકત્રિત કરવામાં આવે તો તેમાંથી અગ્નિ ઉત્પન્ન થઇ શકે.તેમ જ શરીર ની ઇન્દ્રિયોનું છે.
  આવા તેજસ્વી યુવાનો પછી ગુરુ આજ્ઞા થી પોતાનો ગૃહસ્થાશ્રમ માંડતા.તેને ધન્ય કરતા.તત્કાલીન આદર્શ સમાજ નું નિર્માણ કરતા અને તેમાં તેમને તેમની તેજસ્વી પ્રજ્ઞા કામ લાગતી.
  શાસ્ત્રકારો કહે છે કે, ” બ્રહ્મ વેદ: તદ અધ્યયનાર્થમ વ્રતમ અપિ બ્રહ્મ તત ચરતિ ઇતિ બ્રહ્મચારી” માત્ર સ્ત્રી-પુરુષના જાતીય સંબંધ ને રોક એટલે જ બ્રહ્મચર્ય નહિ પણ બ્રહ્મ એટલે ‘વિચાર’ અને ‘જ્ઞાન’ તેના માટે થઇ ને ફરવું એટલે પણ બ્રહ્મચર્ય નું જ પાલન કરવું.શ્રેષ્ઠ વિચારો આપણા માં આવે તેના માટે થઇ ને કઈ કરવું પણ જોઈએ.
  ભગવાન શ્રીકૃષ્ણ પણ ૧૦ માં અધ્યાય ના ૨૮ માં શ્લોક માં કહે છે કે, ” ઉત્તમ સંતતિ ને માટે થયેલા પ્રજનન માં હું કંદર્પ છું.” આપણે પોતાની પત્ની ને પણ માત્ર વિકારી દૃષ્ટિ થી ન જોવી જોઈએ પણ શાસ્ત્રકારો તેને વિશિષ્ટ દૃષ્ટિ થી જોવાનું કહે છે, જેમકે કાર્યેષુ મંત્રી, કરણેષુ દાસી, ભોજ્યેષુ માતા વગેરે. જીવન માં રામ અને કામ ને સમ્યક રીતે રાખી ને જીવવાનું છે.
  કેહવાતું આજનું વિજ્ઞાન ભલે એમ કહે કે વીર્ય નો સંગ્રહ ના થઇ શકે પરંતુ તેનું ઉર્ધ્વીકરણ તો થઇ જ શકે તેનાથી તેજ અને ઓજ નું નિર્માણ થઇ શકે. ” યુક્તાહાર વિહારસ્ય ” વિવિધ આસનો, પ્રાણાયામ અને સૂર્યનમસ્કાર થકી વીર્ય શક્તિ ને વાકશક્તિ,ચિંતન – મનન શક્તિ માં ફેરવી શકાય છે. અને તે શક્ય છે.
  ખાધેલા અન્ન ના ૭-૭ દિવસ અનુસાર ૪૯ માં દિવસે અનુક્રમે રસ,રક્ત,માંસ,મેદ,અસ્થિ,મજ્જા,શુક્ર,(વીર્ય) બને છે.વિજ્ઞાન કેહ્શે કે વીર્ય સંગ્રહી રાખનારા ખરેખર પુષ્ટ હોવા જોઈએ પણ તેમણે ધ્યાન રાખવું કે ભલે ઋષિ-મુનીઓ ને દુબળા દર્શાવવા માં આવતા હોય પણ તેમની પાસે અજબ ની શક્તિ હતી.
  મહાકવિ કાલિદાસ અને શ્રી રવીન્દ્રનાથ એવા કેટલાયે લેખકો-કવિઓ પોતાના બ્રહ્મચર્ય ના તપથી જ જગત ને શ્રેષ્ઠ એવું સાહિત્ય, ઈતિહાસ આપી શક્યા છે. સ્વામી વિવેકાનંદ ના શિકાગો પરિષદ ના પ્રસંગ થી આપણે વાકેફ જ છીએ.
  તેથી અતિશય કામ-વિકાર થી દુર રેહવું એવું આપણ ને શાસ્ત્રકારો સૂચવે છે. આપણે કોઈ ને બ્રહ્મચર્ય ના પાલન માટે બળ ન કરી શકીએ પણ એવી મનોવૃત્તિ તો તૈયાર કરી જ શકીએ કે જેથી ભારતીય સંસ્કૃતિ આપણી ઋણી રહે.
  આપણે કેટલાક મહાપુરુષો પ્રત્યે આકર્ષણ અનુભવીએ છીએ, કેટલાક સંત ની વાણી આપણને આકર્ષે છે ત્યારે સમજવું કે તે તેમના બ્રહ્મચર્ય નું તપ છે.
  આપણે એવી આશા રાખી શકીએ કે ફરી તે પદ્ધતિ નું શિક્ષણ મળતું થાય અને એવા તેજસ્વી યુવાનો ભારત માં ને સમર્પિત થાય.

 17. dhiraj says:

  બ્રહ્મચર્ય = ૧.સાધુ માટે “અષ્ટાંગ બ્રહ્મચર્ય”
  ૨. ગૃહસ્થ માટે “એક નારી સદા બ્રહ્મચારી”

  આટલુ પળે તો મને લાગે છે કે સમાજ ના ઘણા પ્રશ્નો ના ઉકેલ મળી જશે.

 18. Arvind Patel says:

  God has created every thing in this world with purpose. Don’t live life against nature. Be always with nature.
  Sex is for procreation. Sex is the basic need in life.
  Yes, excess of any thing is bad.
  Salt or sugar used in delicious food with right proportion. In this way, proportion od sex in life, every one has to decide. Married couple has to decide how to deal with Sex, no other person’s opinin is valid.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.