આત્મિક સૌંદર્ય – અવંતિકા ગુણવંત

[અન્ય લેખોનું સમીક્ષા કાર્ય ચાલી રહ્યું હોઈ આજે ફક્ત એક જ લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેની નોંધ લેશો. પ્રસ્તુત લેખ શ્રીમતી અવંતિકાબેન ગુણવંતના પુસ્તક ‘વાતે વાતે જીવન ઝબકે’માંથી સાભાર લેવામાં આવ્યો છે. આપ તેમનો આ નંબર પર +91 79 26612505 સંપર્ક કરી શકો છો.]

શાશ્વતનો જન્મ અમેરિકામાં અને એ ત્યાં ઉછરે છે. ઘરમાં જીવનશૈલી ભારતીય છે, ભારતીય તહેવારો ઉજવાય છે, ભારતીય જીવનમૂલ્યોનો મહિમા થાય છે. છતાં એ ઘરની બહાર પગ મૂકે ત્યારે તો એને પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગ જોવા મળે. વિવિધ દેશોમાંથી આવતાં બાળકો સાથે એ ભણે અને રમે તેથી મિશ્ર સભ્યતાનો પાસ તો પડવાનો જ. એટલે એનામાં આપણાં સંસ્કારોનું સિંચન થાય, આપણાં જીવનમૂલ્યો એનામાં ઉતરે, આપણાં ઈતિહાસથી એ પરિચિત થાય માટે એ નાનો હતો ત્યારથી એને હું રામાયણ, મહાભારત, પુરાણ, હિતોપદેશ અને પંચતંત્રની વાતો કહું.

વાતો સાંભળવી એને ખૂબ ગમે, હું જે કહું એ ખૂબ રસ અને તન્મયતાથી સાંભળે અને એ જે સાંભળે એ બધું સાચું માને. શ્રવણ, ઉપમન્યુ અને અભિમન્યુની વાત એ વારંવાર કહેવડાવે અને સાંભળીને ગળગળો થઈ જાય. એક દિવસ હું રોટલી કરતી હતી ને એને વાર્તા કહેતી હતી. મેં એને પ્રહલાદની વાત કહી કે એ પ્રભુનો ભક્ત હતો. તેથી એના પિતાએ એને કહ્યું ને એ ધગધગતા થાંભલાને બાઝી પડ્યો તોય એ દાઝ્યો નહિ. શાશ્વતે આ સાંભળ્યું ને એ ગરમ તવીને અડ્યો, એની આંગળીઓ દાઝી ગઈ. આંખમાં આંસુ સાથે એ મને પૂછે, ‘દાદી, હું ભગવાનનું નામ લઉં છું તોય કેમ દાઝ્યો ? ભગવાને મને કેમ ના બચાવ્યો ?’

શાશ્વત રોજ સવારે અને રાત્રે મારી સાથે પ્રભુસ્મરણ કરે છે. સંપૂર્ણ શ્રદ્ધાથી, પૂરા દિલથી એ પ્રભુસ્મરણ કરે છે. એ નિર્દોષ બાળકને આશ્વાસન આપવા મેં કહ્યું, ‘બેટા, પ્રહલાદને તો એના દુષ્ટ બાપે થાંભલાને ભેટવા કહ્યું હતું, એનો બાપ એનો દુશ્મન હતો તેથી એને પ્રભુએ બચાવ્યો, જ્યારે તને કોઈએ ગરમ તવીને અડવાનું કહ્યું ન હતું છતાં તું અડ્યો અને ગરમ વસ્તુને અડીએ તો દાઝીએ એ વિજ્ઞાનનો નિયમ છે. આપણે નિયમ પ્રમાણે જ વર્તવું જોઈએ. નિયમ તોડાય જ નહિ, તોડીએ તો આપણને દંડ થાય.’

એકવાર મેં એને કર્ણની વાત કરતાં કહ્યું કે, ‘માતા કુંતીએ એને કાણાંવાળી પેટીમાં મૂકીને પાણીમાં વહેતો મૂક્યો.’ વાત સાંભળીને એ ડઘાઈ ગયો, હેબતાઈ ગયેલા સૂરે મને પૂછે, ‘દાદી, ઈન્ડિયામાં આવી મોમ હોય ? આવી મોમની વાત મને ના કહીશ.’ પુત્ર કૃષ્ણને બચાવવા વાસુદેવ ટોપલામાં નવજાત કૃષ્ણને લઈને નદી પાર કરીને ગોકુળમાં મૂકવા જાય છે એ વાત એને ખૂબ ગમી. એનું એણે ચિત્ર દોર્યું અને એના કલાસમાં એ વાર્તા કહી. પરંતુ ગુરુ દ્રોણાચાર્ય ગુરુદક્ષિણામાં એકલવ્યના જમણા હાથનો અંગૂઠો માગે છે ને એકલવ્ય એ કાપી આપે છે એ વાત સાંભળીને પૂછે, ‘એ ગુરુ મોન્સ્ટર હતા ? ઈન્ડિયામાં ટીચર આવા ક્રૂર હોય ?’
‘બધા ગુરુ આવા નથી હોતા.’ મેં કહ્યું.
‘તો સારા ગુરુની વાત કહે.’ શાશ્વતને ખરાબ વિશે સાંભળવું નથી ગમતું. રામના વનવાસની વાત કહેતા મેં સુવર્ણમૃગની વાત કરી તો કહે, ‘સીતાને હરણને મારીને એના ચામડામાંથી કાંચળી સીવડાવવાનું મન થયું એ તો ખોટી વાત કહેવાય, તો રામભગવાને એને કેમ ના ન કહી ? હરણને મારવા કેમ દોડ્યા ? હરણમાં જીવ હોય. એને મરાય ?’

હું નાની હતી ત્યારે મારા ફઈબા પાસે આ બધી વાતો સાંભળતી, કરુણ વાત હોય ત્યારે હું રડતી, પણ શાશ્વતની જેમ સવાલો મારા મનમાં ન ઊઠતાં. એકલવ્ય માટે જીવ બળતો પણ દ્રોણને રાક્ષસ કહેવા જેટલો ગુસ્સો મારા મનમાં નહોતો ઊઠતો. સીતાને સુવર્ણમૃગની ચામડાની કાંચળી સીવડાવવાનું મન થયું એ ખોટું કહેવાય એવું સ્પષ્ટપણે હું પ્રગટ કરતી નહિ. શાશ્વત વાત સાંભળતો ને પાત્રનું મૂલ્યાંકન પણ કરતો. રામ નાનપણમાં યજ્ઞ કરતા ઋષિઓનું રક્ષણ કરવા રાક્ષસને મારવા ગયા એ બરાબર, પણ તપ કરતા પેલા શૂદ્રને કેમ માર્યો ? શમ્બૂક માણસ હતો ને ! એ રાક્ષસ ન હતો. રામભગવાનમાંય એ ભૂલ જોઈ શકે છે. હિતોપદેશ અને પંચતંત્રની વાત એને ગમતી. બુદ્ધિચાતુર્યભરી બિરબલની વાત એને ગમતી. એમાં એને મઝા પડતી.

પણ સૌથી વધારે એની પર અસર કરી મુન્શી પ્રેમચંદજીની પેલી વાર્તાએ. નાનકડો પૌત્ર મેળામાં જાય છે, મિત્રો સાથે મેળામાં ફરે છે, મિત્રો પોતાના માટે વસ્તુઓ ખરીદે છે, ખાવાનું ખરીદે છે, જ્યારે પૌત્ર પોતાની દાદી માટે ચીપિયો ખરીદે છે. દાદી પાસે ચીપિયો ન હતો ને રોટલા ચડવતા દાદીના હાથ દાઝતા હતા, એ પૌત્રે જોયું હતું ને યાદ રાખ્યું હતું. મેં એ વાત પૂરી કરી ત્યારે શાશ્વતની આંખો આંસુથી છલકાઈ ગઈ હતી. એ કંઈ બોલી શક્યો નહિ, પણ મને જોરથી ભેટી પડ્યો હતો. બીજા દિવસે એ બહાર જતો હતો ત્યારે મારા ખોળામાં બેસીને વહાલ કરીને મને પૂછે :
‘દાદી, તારા માટે શું લાવું ?’
‘કંઈ નહિ.’ મેં કહ્યું.
‘દાદી કંઈક તો કહે ? તારે કંઈ નથી જોઈતું ?’
‘બેટા, મારે કંઈ નથી જોઈતું.’
‘તારી પાસે બધું છે ?’ એના અવાજમાં થોડી નિરાશા હતી. એ મારા માટે કંઈક લાવવા એટલો ઉત્સુક હતો અને એને સૂઝતું ન હતું કે, દાદી માટે શું ખરીદી લાવું ? એનો ભાવ જોઈને એને સંતોષ આપવા મેં કહ્યું, ‘મને વાંચવાનું બહુ ગમે છે ને એટલે મારા માટે લાઈબ્રેરીમાંથી પુસ્તકો લેતો આવજે.’

શાશ્વત ખુશ ખુશ થઈ ગયો, એની મમ્મીને કહે, ‘આપણે પહેલાં લાઈબ્રેરી જવાનું છે, દાદી માટે બુક્સ લાવવાની છે.’
‘દાદીને કઈ બુક્સ જોઈએ એ આપણને શી રીતે ખબર પડે ? દાદીને લઈને આપણે બીજા દિવસે લાઈબ્રેરી જઈશું.’
‘ના, આજે જ પહેલાં લાઈબ્રેરી જવાનું છે. દાદીને કઈ બુક્સ ગમે એ મને ખબર છે.’ શાશ્વત આત્મવિશ્વાસથી બોલ્યો. શાશ્વત એની મમ્મીને લઈને લાઈબ્રેરી ગયો અને એક-બે નહીં પણ સુંદર બાંધણી અને છપાઈવાળાં દળદાર પાંચ પુસ્તકો લઈ આવ્યો. એ ઘેર આવ્યો ત્યારે આનંદથી થનગનતો હતો. પુસ્તકોની બેગ મને આપીને પૂછે, ‘દાદી, તને ગમ્યાં ને !’

શાશ્વતના હૃદયના આ મધુર લાગણીસભર પાસાનો સ્પર્શ પામીને હું નવાઈ પામી ગઈ. બાળકનું હૃદય સંવેદનશીલ બને, એનામાં માનવીય ગુણો ખીલે, નૈતિક પરિપક્વતા આવે માટે પ્રેમચંદજી જેવા સાહિત્યસ્વામીની વાતો કેટલી અસરકારક નીવડે છે !


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ધીમે હાંકો – પ્રદ્યુમ્ન આચાર્ય
ગેરસમજ – બકુલ દવે Next »   

29 પ્રતિભાવો : આત્મિક સૌંદર્ય – અવંતિકા ગુણવંત

 1. Viren Shah says:

  ટૂંકો પણ સુંદર પ્રસંગ
  અવંતિકા બેનની વાતો પ્રેરણા દાયક ખરી! ક્યારેક તો એમની વાર્તાઓ વાંચીને મને ઇન્ડિયા ગુજરાતીમાં એક હૂતો હુતી સીરીઅલ યાદ આવી જાય

 2. Jigisha says:

  સુન્દર લેખ…

 3. devina says:

  ખુબજ સરસ

 4. bhumi says:

  ખુબ જ સુન્દર વાર્તા.

 5. bhumi says:

  ખુબ જ સુન્દર વાર્તા.બાલપન યાદ્ આવિ ગયુ…

 6. sakhi says:

  Very good artical

 7. Urvi pathak says:

  સારુ સાહિત્ય જીવનમાં ધૂંટાય તો જે જીવનમાંથી સુસાહિત્ય જન્મે.

  સાદગી હંમેશા સરસ લાગે…. સાદી વાતો કેવી મીઠી

 8. karan says:

  mane aanand thayo.
  mane aa story khub gami.

 9. pragnaju says:

  વાહ
  આ તો જાણે અમારો અનુભવ !

 10. Hiral says:

  સરસ વાર્તા. થોડામાં ઘણું.

  આભાર.

 11. Dhansukhbhai Patel says:

  અવંતિકાબેન, નમસ્તે.

  બાળમાનસને મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ સફળ રીતે રજૂ કરવા માટે અભિનંદન. હું માનું છું કે આ પ્રસંગ આલેખન પાછળ બાલ સ્વભાવ અને બૌદ્ધિક સ્તરને ધ્યાનમાં રાખીને વડીલોએ એવી રીતે વાર્તાચયન કરવું જોઈએ જેથી બાલમાનસમાં વિકૃતિજનક ગૂંચ ન જન્મે. એ દૃષ્ટિબિંદુ છે જ. બાલમાનસ નવનીત સમ વિચારની છાપ ગ્રાહ્ય કરવામાં કેટલા સંવેદિત હોય છે એ સુભગ રીતે દર્શાવાયું છે. અંતે ફરી અભિનંદન.

  ધનસુખ પટેલ, કેમ્બ્રિજ. ઑંટારિયો, કેનેડા

 12. Veena Dave. USA says:

  ખુબ સરસ.
  આભાર.

 13. pradip shah says:

  very nice and new generation should read such articles

 14. dhiraj says:

  વાહ ખુબ સુંદર લેખ
  આપણો મુળભુત પ્રશ્ન ઘરડા ઘર નથી પરંતુ બાળકો માટે સમય ના ફાળવતા વડીલો નો છે
  જરુર છે આવા વાર્તા ઓ કહેતા વડિલો ની

 15. જગત દવે says:

  બાળસહજ કુતુહલનું સુંદર આલેખન.

  આપણાં પ્રાચીન સાહિત્યોમાં પણ વિરોધાભાસી મૂલ્યો જોવા મળે છે. તે સમય અને કાળ પ્રમાણે કદાચ એ મૂલ્યો યોગ્ય હશે પણ તેને વર્તમાન સમયમાં બાળકને વાર્તાનાં સ્વરુપમાં કહેવાય ત્યારે સાથે સાથે સાચા મૂલ્યોની સમજણ પણ આપવી જોઈએ. ઊપરનાં પ્રસંગમાં એ મૂલ્યો પર બાળ સહજ કુતુહલ થી પુછાયેલા પ્રશ્નો ઘણાં વેધક અને સાપેક્ષ છે.

  હું પણ આ જ બધી વાર્તાઓ સાથે મોટો થયો છું પણ સ્વતંત્ર વિચારો પ્રમાણે આજે એકલવ્યની અંગૂઠાની ગુરૂ દક્ષિણા, સીતાજીની અગ્નિ પરીક્ષા, રામનો સીતા ત્યાગ અને તેનાં જેવા અનેક પ્રસંગો ને અન્યાયપૂર્ણ માનુ છુ. જો તેને જુદી રીતે આલેખાયા હોત તો એક વધારે ન્યાયપૂર્ણ સમાજ-રચનાનું નિર્માણ થયું હોત તેવું મારૂ માનવું છે.

  જગત દવે

  • Hiral says:

   તમે સરસ વાત કરી જગતભાઇ,

   અહિં પુરાણોની વાર્તાઓમાં બાળસહજ પ્રશ્નોને આપણે કુતુહલ કીધું,

   પણ મોટા થઇને જો એવી વાતોએ બળાપો વ્યક્ત કરીએ અથવા સંપૂર્ણ શ્રધ્ધા એ ગ્ર્ંથોની બધી વાતો માટે ના રાખીએ તો આપણે અધાર્મિક, (મોર્ડન), (છોકરીઓ માટે ઉધ્ધત ) કહેવાઇએ.

   આવા વિશેષણોથી બચવા અથવા, સામેની વ્યક્તિ ઉપર સારી છાપ પાડવા પછી ક્યારેક અનિચ્છાએ પણ (વડીલોનું માન રાખવા) પણ દંભ કરવો પડે છે (દલીલોથી બચવા પણ ક્યારેક)…..

  • Moxesh Shah says:

   બાળસહજ કુતુહલનું સુંદર આલેખન.

   હું પણ આ જ બધી વાર્તાઓ સાથે મોટો થયો છું અને મને પણ બાળ સહજ કુતુહલ થી આવા જ ઘણાં વેધક અને સાપેક્ષ પ્રશ્નો થયા હતા અને આજે પણ થાય છે.

   હું તમારી વાત સાથે ૧૦૦% સહમત છુ કે આપણાં પ્રાચીન સાહિત્યોમાં પણ વિરોધાભાસી મૂલ્યો જોવા મળે છે. તે સમય અને કાળ પ્રમાણે કદાચ એ મૂલ્યો યોગ્ય હશે પણ તેને વર્તમાન સમયમાં બાળકને વાર્તાનાં સ્વરુપમાં કહેવાય ત્યારે સાથે સાથે સાચા મૂલ્યોની સમજણ પણ આપવી જોઈએ.

  • Vraj Dave says:

   સીતાજી એ હરણના શિકારની વાત શું એ બતાવે છે કે એ યુગથી જ સ્ત્રીઓ જીદી હતી? અને રામચન્દ્રજી શિકારી હતા?
   હું આપની વાત સાથે ૧૦૦% સહમત છું.

 16. Hiral R. Bhavsar says:

  Very Good Story

 17. foram says:

  એક એવો અનુભવ જે આજે કદાચ જ જોવા મળૅ.

 18. Hitesh Mehta says:

  સરસ આજના સમયમા વાર્તા કહેનાર કેવિ વાર્તા કહે ?

 19. આં વાર્તા વાંચી
  ંમારા પૌત્ર ની લાગણીશીલતા યાદ આવી ગઈ?..

 20. Amee says:

  pls post more stories like this……..

 21. gita kansara says:

  ધન્યવાદ્. સાદેી ને સરલ વાત દ્રશ્તાત સહિત વાચક સમક્ષ રજુ કરેી.
  આજે આવા વાર્તા કહેનાર ને વાર્તા સાભલ્નાર ભાગ્યેજ જોવા મલે.
  આવા પ્રેરનાદાયક લેખ ક્યારે વાચક સમક્ષ આપશો ઈન્તઝાર કરેીશુ.

 22. Hitesh Mehta says:

  બહુજ સરસ… જેવુ વાવશુ તેવુ લણસુ…

 23. Bachubhai patel says:

  Very good, this one happened because family live together with grandparent

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.