સગર્ભાવસ્થાનું ગીત – રીના મહેતા
[‘અંધકારની નદી’ પુસ્તકમાંથી સાભાર.]
કોરીકટાક હું તો માટી હતી ને
મારી ભીતર એક બીજ એવું ફણગે….
અધરાતે મધરાતે ઝબકીને જાગું
કોઈ લીલુંછમ લીલુંછમ ફરકે…..
સૂકી બપોરની વેળામાં જાણે કે
ઝરમરતાં ફોરાંઓ ઝીલું,
આમતેમ આમતેમ ઊડે પતંગિયાં
કે ખીલું હું ખીલું હું ખીલું….
એકટલાઅટૂલા એક વાયરાને ભેટું તો
વાંસળી થઈને એ તો છલકે….
કોરીકટાક હું તો…..
મારામાં કોઈ ઝીણી પગલી પાડે ને પછી
મારામાં રસ્તાઓ ખૂટે
ટમટમતો તારલો આભેથી ઉતર્યો કે
અંધારે અજવાળાં ફૂટે
હાલરડું હળવેથી રુદિયામાં હીંચે
ને આકાશે દોર એની સરકે….
કોરીકટાક હું તો….
હાથોને હાથો, ને આંખોને આંખો
ને કાનોને કાન બીજાં ઊગે,
સાવ રે સોનાની મારી ઝલમલતી કાયા
કે પ્રાણોના પ્રાણ એને પૂગે,
દર્પણના દરવાજે બેઠી હું જોતી કે
મારામાં બીજી ‘હું’ ધબકે….
કોરીકટાક હું તો…..



ખુબ સુંદર
ખોળો ભરાશે
ને
ઘર પણ ભરાઇ જાશે
શિશુના કેકારવ થી …….
ખુબજ સુન્દર ગીત….. ખરેખર પેહલી વારનો માત્રુત્વ નો અનુભવ રોમાંચિત કરનારો હોય છે…….
વાહ રે….વાહ….!!! સ્વરબધ્ધ કરી ને ખોળો ભરવાનાં પ્રસંગે ગાવા-વગાડવા જેવું ગીત.
આજકાલ બહેનોનાં જીવનમાંથી સંગીત અને કવિતાઓ કેમ અદ્રશ્ય થઈ ગઈ હશે?
ખુબજ સુંદર રચના. પહેલી જ વાર, સગર્ભાવસ્થા ને ઉજવતુ અને આટલુ ભાવવાહી ગીત વાંચવા મળ્યુ.
આભાર રીનાબેન અને મ્રુગેશભાઈનો.
ખૂબ સુંદર ગીત.
આભાર.
Very beautiful.
Ek dam hriday sparshi. I have experienced this feeling recently and now celebrating my childhood with my 7 month old.
I am fond of your writing Rinaben…
સગર્ભાવસ્થા એ સ્ત્રીઓ માટે આનંદની પરિસીમા છે.
તૃપ્તિનો અનુભવ છે.
તેની સુંદર અભિવ્યક્તી કરતુ મધુરુ કાવ્ય
ગમ્યુઁ.આભાર !
દરેક મા બનનારી નારી આ સ્પંદન અને સંવેદન અનુભવે છે. રીનાબહેને એને ઘણોજ અદભૂત શબ્દદેહ આપ્યો છે.
મારામાં કોઈ ઝીણી પગલી પાડે ને પછી
મારામાં રસ્તાઓ ખૂટે
અને ત્યાંથી જ માતૃત્વની અખૂટ અને અસીમ પ્રેમથી ભરેલી સફર શરુ થઈ જાય છે.
Simply superb…
Ashish Dave
અતિ સુન્દર્
સરસ
રીનાબેન,
ર્હદયસ્પર્સી અતિ સુંદર ગીત આપવા બદલ આભાર. કોઈએ આની સારા કલાકાર પાસે સી.ડી. બનાવવી જોઈએ, સીમંત પ્રસંગે ગવડાવવા માટે.
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
આભાર રેીનાબેન,ને મ્રુગેશ્ભાઈ, ભાવ્વાહેી ર્હદય્સ્પર્શેી ગેીત વાચક સમક્ષ પ્રસાદેીમા આપવા માતે.
so, beautiful
this experience is GOD best gift to me.
i am fond of reena mehta’s all creation..this is one of them..khari pade chhe pichhu is awesome..
પરિત્રુપ્તિનિ પરિસિમા
અરે વાહ !! ખૂબ જ સરસ ગીત. આવી જ રીતે આપ ખૂબ સુંદર રચનાઓ પ્રગટ કરતાં રહો તેવી શુભેચ્છાઓ…..