શનિવારની સવારે – નટવર પટેલ

[ બાળગીતોના પુસ્તક ‘ચાંદામામા તાલી દો’માંથી સાભાર.]

નળમાં પાણી ખળખળ થાય,
ઝબકી મમ્મી જાગી જાય.
એટલામાં શું થઈ સવાર ?
ઊઠને પિન્કી કેટલી વાર ?

પાછો આવ્યો શનિવાર
તુજને ઊઠતાં લાગે વાર.
જોકે સ્કૂલની બસને વાર
તોય ન આવે તારો પાર.

ક્યારે કરીશ બ્રશ ને સ્નાન ?
ગણવેશ પહેરી ઓળીશ વાળ ?
નાસ્તો કરતાં લાગે વાર.
તારો કદી ન આવે પાર.

ખિજાઈ પિન્કી બોલી એમ
મમ્મી, તારી નિતની ટેવ.
ખોટી કર ના બૂમાબૂમ,
ફરફર કર ના આખી રૂમ.

કહીને પિન્કી સૂઈ ગઈ,
મમ્મી પાછી ખિજાઈ ગઈ.
બોલી એ તો : ઊઠને ઝટ
આવી જશે સ્કૂલની બસ.

પિન્કી કહેતી : ઊંઘવા દે
આજે સ્કૂલમાં હોલીડે !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

15 thoughts on “શનિવારની સવારે – નટવર પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.